અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં સાબરમતી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર સાબરમતી પોલીસે દરોડા પાડી 13 જુગારીઓની ધરપકડ કરી છે. જ્યારે ઘટના સ્થળ પરથી કુલ 4.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ માલમે પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, સાબરમતી પોલીસને બાતમી મળી હતી કે, ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા રાજધાની બંગલામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આથી પોલીસે બાતમીના આધારે રાજધાની બંગલા પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે જુગાર રમતા બંગલા માલિક પરેશ પટેલ સહિત કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે ઘટના…
કવિ: satyadaydesknews
ગાઝીયાબાદના ઈન્દિરા પુરી કોલોનીમાં શનિવારે રાત્રે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણેય મિત્રો દારૂ પીતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારબાદ તેમની વચ્ચે ઝઘડો થયો હતો. બે મિત્રોએ ત્રીજાનું બૂટની દોરીથી ગળું દબાવી હત્યા કરી હતી. આ પછી ચાકુ મારીને તેની હત્યા કરી દેવામાં આવી. હત્યા બાદ બંને પોતપોતાના ગામ ચાલ્યા ગયા હતા. રવિવારે સવારે હત્યાની માહિતી મળતાં જ તપાસ શરૂ કરી થઈ ACP રિતેશ ત્રિપાઠીએ જણાવ્યું કે બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને હત્યામાં વપરાયેલ ચાકુ મળી આવ્યું છે.રાકેશ કુમાર (42) ઈન્દિરાપુરી કોલોનીમાં ક્રિષ્નાના મકાનમાં ભાડે રહેતો હતો. બેગમબાદના રહેવાસી વિકી અને નીતિન પણ…
અમરેલી જિલ્લાના મોટા લીલીયા ખાતે ઉમિયા મંદિરે ભવ્ય રજત જયંતિ મહોત્સવ યોજાયો……કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનું રજત તુલ્લા કરવામાં આવી હતી…….સમસ્ત મોટા લીલીયા ગામ તેમજ આજુ બાજુના ગામડાઓ ધુવાડા બંધ રહ્યા……અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામે કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા મંદિરે ભવ્ય ત્રી દિવસીય રજત જયંતિ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સમસ્ત સમાજના લોકો હાજર રહ્યા હતા અને વિશાળ ગ્રાઉન્ડમાં રજત જયંતિ મહોત્સવ પ્રસંગ યોજાયો હતો કડવા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ત્રણ દિવસ સુધી બપોર અને સાંજે એમ બે ટાઇમ ભોજન પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું હતું. મોટા લીલીયા સહિત આજુ બાજુના ૩૫ થી વધુ ગામડાઓમાંથી લોકો આ મહોત્સવમાં…
પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના વરદ હસ્તે સહકારી સંસ્થાના આગેવાનો ભાજપમાં જોડાયા હતા.પહેલા સહકારની અંદર સંપુર્ણ પણે કોંગ્રેસ પાર્ટીનો કબ્જો હતો, સહકારી સંસ્થા નાની હોય કે મોટી દરેકમાં ભ્રષ્ટાચાર કરી તેમના પરિવારને આર્થિક રીતે લાભ પહોંચાડવા કોંગ્રેસ દુર ઉપયોગ કરતી. સહકારીતા ક્ષેત્રે ભાજપની સ્થિતિને ધ્યાનમાં રાખી તેમજ અગાઉના સહકાર ક્ષેત્રને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો ભાજપના પ્રદિપસિંહ વાઘેલા પ્રદેશ મહામંત્રીએ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી મિતભાઇ શાહ સાહેબ નેતૃત્વમાં દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે તેમજ સહકારી ક્ષેત્રે પણ દેશ આત્મનિર્ભર થઇ રહ્યો છે તેવામાં આજે વડોદરા…
વાઘોડિયાથી જીતેલા અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપ પાર્ટીની બેઠકમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અટકળો તેજ થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની વડોદરાની એક દિવસીય મુલાકાત દરમિયાન સંગઠનના અગ્રણી લોકો ઉપરાંત પક્ષના કાર્યકરો અને ચૂંટાયેલા પક્ષના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. વાઘોડિયાથી જીતેલા અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ પાર્ટીની બેઠકમાં પહોંચ્યા હતા. વાઘેલા બેઠકમાં હાજર રહ્યા બાદ સ્વદેશ પરત ફરશે તેવી અટકળો વહેતી થઈ છે.ધર્મેન્દ્રસિંહ વાઘેલા 2022માં અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યા હતા. 2017માં ચૂંટણી લડવા બદલ પાર્ટીના ઉમેદવાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ વખતે પણ અપક્ષનો રસ્તો પસંદ કર્યો…
સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 8 વિકેટે હરાવ્યું. સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 144 રનનો ટાર્ગેટ હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે 2 વિકેટે 145 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ રીતે સનરાઇઝર્સ હૈદરાબાદે સિઝનની પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. આ સાથે જ શિખર ધવનની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સના બેટ્સમેનોનો ફ્લોપ શો ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 143 રન જ બનાવી શકી હતી. જોકે, પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને અણનમ 99 રન બનાવ્યા હતા, પરંતુ બાકીના બેટ્સમેનોનો સાથ મળ્યો નહોતો. શિખર ધવને 66 બોલમાં 99 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં…
ગડુ નજીક મેઘલ નદીના પુલ પર 200 મીટરના બ્રિજનું નિર્માણ કાર્ય છેલ્લા સાત વર્ષથી ચાલુ છે. સાત વર્ષ જેટલો સમય નીકળી ગયો છે જેથી ડાઈવરજન ને લીધે 50થી વધુ અકસ્માત સર્જાયા હોવાનું કારણ બહાર આવ્યું છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે પૂલ પરના ડાઈવરજનના હિસાબે ગડુથી શાંતિપરા પાટીયા સુધી રસ્તો અકસ્માત ઝોનમાં ફેરવાઈ ગયો છે. જેતપુર સોમનાથ નેશનલ હાઈવે શરૂ થઈ આઠ વર્ષ પૂર્ણ થયા હાઈવે શરૂ થયા તે પછી છથી આઠ મહિનામાં જ આ પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ અત્યાર સુધીમાં મેઘલ નદી પરનો 200 મીટરનો પુલ બનાવવા 7 વર્ષનો ટાઈમ…
માણાવદર શહેરમાં સુવિધા હોવા છતાં આંગણવાડી ભાડાના મકાનમાં શરૂ કરવાની નોબત આવી છે. સુખાકારી માટે અનેક બિલ્ડીંગો સરકાર દ્વારા બનાવવામાં આવતી હોય છે પરંતુ અહીંના સ્થાનિક તંત્રને કારણે આ સુવિધા નો લાભ લોકો સુધી પહોંચી શકતો નથી. એક હકીકત છે ત્યારે માણાવદરની વોર્ડ નંબર ચાર ની આંગણવાડી બની હોવા છતાં ત્યાંના કેન્દ્ર ચાલુ થયા નથી.આંગણવાડી 2017 ની આસપાસ નવી બનાવવામાં આવેલી હતી પરંતુ તિરાડો પડતા આંગણવાડી તંત્ર દ્વારા નગરપાલિકાને જાણ કરાતા નગરપાલિકા તાત્કાલિક કોન્ટ્રાક્ટર અને સૂચના આપી આંગણવાડી રીપેરીંગ કરવામાં આવી હતી.બાદમાં થોડો સમય આંગણવાડી કેન્દ્ર શરૂ થયું હતું પરંતુ આંગણવાડી કેન્દ્રમાં ફરીથી નબળી કામગીરી હોવાની જણાવીને કેન્દ્ર બંધ કરી…
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડીયાને સંબોધતાં કોગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા જણાવ્યું હતું કે સમગ્ર દેશ ના ૬૬૩૨ K.M ના દરિયાઈ કાંઠામાં થી ૬૦ ટકા થી વધુ દરિયાઈ કિનારો, પર્યાવરણ ની દૃષ્ટિ એ ખતરામાં છે. સમગ્ર દેશ માં ૩૩.૬% દરિયાઈ કાંઠો ધોવાણ (Erosion) હેઠળ છે અને ૨૬.૯% દરિયાઈ કાંઠા માં કાંપ,કીચડ કચરા નો ભરાવો (accretion) ના લીધે નુકશાન થઇ રહ્યુ છે. રાજ્યસભા ના ૬ એપ્રિલ ૨૦૨૩ ના એક જવાબ માં ચોકાનારો ખુલાસો થયો છે. ગુજરાત રાજ્ય ના જાણીતા બીચ આવનારા સમયમાં ગાયબ અથવા નામ શેષ થવા ની દિશા માં છે. બ્લુ ફ્લેગ બીચ ના નામે અલગ અલગ માધ્યમોથી શિવરાજપુર…
ગુજરાતમાં H1N1 અને H3N2 કેસોએ પણ ચિંતા વધારી છે. અત્યાર સુધીમાં આ ઈન્ફલ્યુએન્ઝાના કેસો પણ 140 જેટલા નોંધાયા છે. તેમાં પણ માર્ચ મહિનામાં આ કેસો સામે આવ્યા હતા ત્યારે અત્યારે પણ આ કેસો જોવા મળી રહ્યા છે. એક તરફ કોરોના કેસોમાં વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ આ પ્રકારે ઈન્ફ્લુએન્ઝાના કેસોએ પણ માઝા મૂકી છે. 10 માર્ચ સુધીમાં ગુજરાતમાં H1N1 ના 77 કેસ અને H3N2 ના 3 કેસ હતા ત્યારે એ પછીથી પણ કેસોમાં વધારો યથાવત રહ્યો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં H1N1 ના 98 અને H3N2 ના 42 કેસ નોંધાયા છે. ગુજરાતમાં H1N1 અને H3N2ની સ્થિતિ…