ASYNC A1: સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક વ્હીકલની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. જ્યારે મોટી અને દિગ્ગજ ટુ-વ્હીલર કંપનીઓ આ સેગમેન્ટમાં તેમની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે સ્ટાર્ટઅપ્સે પણ ક્રાંતિ સર્જી છે. આવા જ એક સ્ટાર્ટઅપ ASYNC એ તેની નવી ઇલેક્ટ્રિક બાઇક A1 લોન્ચ કરી છે. આ એક ઓલ-ટેરેન ઈ-બાઈક છે, જેનો કંપની દાવો કરે છે કે તે તમામ પ્રકારના રસ્તાઓ પર દોડવા કેપેબલ છે. તમને જણાવી દઈએ કે ગ્લોબલ માર્કેટમાં સાઈકલ જેવા વ્હીકલને બાઈક પણ કહેવામાં આવે છે અને તેમાં પેડલ ડ્રાઈવ સિસ્ટમ પણ આપવામાં આવી છે, જેમ કે તમે રેગ્યુલર સાઈકલમાં જુઓ છો.નવી ASYNC A1 કેવી છેઆ…
કવિ: satyadaydesknews
હાલમાં સરકાર દ્વારા ડિઝીટલાઈઝેશન ઉપર ભાર મૂકવામાં આવે છે. ત્યારે લખતર તાલુકાનું ઢાંકી ગામ આ ક્ષેત્રે આગળ ઉભરી આવતું હોય તેવો ઘાટ સર્જાયો છે. ગામનો પ્રથમ નાગરિક ગણાતા એવા સરપંચ પર ગામની સુરક્ષા અને હલચલની જવાબદારી હોય છે. ત્યારે જો ગ્રામપંચાયતમાં એક યુવા અને પ્રયત્નશીલ સરપંચ હોય તો ગામનું કામ કેટલું સારું અને જલ્દી કામ થઈ શકે તેનું ઉમદા ઉદાહરણ લખતર તાલુકાનું ઢાંકી ગામ પૂરું પાડે છે. લખતર તાલુકાનાં ઢાંકી ગામમાં અંદાજે બેએક હજારની વસ્તી અને 400 જેટલા ઘર આવેલ છે. ….લખતર તાલુકાનાં ઢાંકી ગામમાં ગત સામાન્ય ચૂંટણીમાં સરપંચ તરીકે પ્રભુભાઈ મકવાણા ચુંટાયા છે. ત્યારે તાજેતરમાં ગ્રામજનોની સુરક્ષાની જવાબદારી ગણી…
કચ્છના નાના રણમાં દુર્લભ ઘુડખર, નિલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળીયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. જ્યારે ખારાઘોઢાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા છેલ્લા અઢી વર્ષમાં ત્રણગણી વધીને 150થી પણ વધુ સંખ્યામાં હોવાનું વનવિભાગનું માનવુ છે. આ દુર્લભ રણલોંકડી રણમાં સાંજના સમયે તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતી દર્શાવે છે. ….કચ્છના નાના રણમાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘુડખર સહિત અસંખ્ય સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણલોંકડી એમ બે પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે. જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણલોંકડી એમ બે પ્રકારની લોંકડીઓ વસવાટ કરે…
અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને લઈને તાલિબાન દ્વારા એક પછી એક આદેશ જારી કરવામાં આવી રહ્યા છે. હવે તાલિબાને હેરાત પ્રાંતમાં બગીચાઓ અથવા લીલી જગ્યાઓ ધરાવતી રેસ્ટોરાંમાં પરિવારો અને મહિલાઓને જવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક અહેવાલમાં એક અધિકારીને ટાંકીને જણાવ્યું કે, “અફઘાનિસ્તાનમાં આ આદેશ ધાર્મિક વિદ્વાનો અને લોકોના સભ્યોની ફરિયાદો પછી આવ્યો છે. લોકોની લાગણીઓનું પાલન કરવામાં આવ્યું છે. તાલિબાન સરકારે સોમવારે (10 એપ્રિલ) અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં બગીચા અથવા લીલી જગ્યાઓ વાળા રેસ્ટોરન્ટમાં પરિવારો અને મહિલાઓના પ્રવેશને પ્રતિબંધિત કરી દીધો છે. શા માટે લગાવવામાં આવ્યો છે પ્રતિબંધતાલિબાન સરકારના જણાવ્યા અનુસાર, મૌલવીઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે પુરુષો અને સ્ત્રીઓએ…
ગુજરાતમાં છેલ્લા અમુક દિવસથી કોરોના મહામારીએ ફરી માથું ઊંચક્યું હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતો હોવા મળી રહ્યો છે. માહિતી મુજબ, ગુજરાત રાજ્યમાં દૈનિક ધોરણે 200થી વધુ નવા કોરોના કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ 100 કેસ સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે, આ પહેલા કોરોનાની લહેર જ્યારે ચરમસીમાએ હતી ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની સ્પેશિયલ હોસ્પિટલ બનાવાઈ હતી અને તેમાં કોરોનાનું આખું સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. ત્યારે હવે કોરોનાના કેસમાં વધારો થતા ફરી એક વાર 1200 બેડની વિશેષ હોસ્પિટલમાં તૈયાર શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું…
અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ દ્વારા ખૂબ જ અનોખી અને સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. માહિતી મુજબ, આ ખાનગી હોસ્પિટલ દ્વારા શહેરના 100 જેટલા રિક્ષાચાલકોને પ્રાથમિક સારવાર અંગેની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. ટ્રેનિંગ સાથે આ રિક્ષાચાલકોને ફસ્ટ એઈડ કીટ રિક્ષામાં રાખવા માટે પણ અપાઈ છે. જેથી કટોકટીની સ્થિતિમાં જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરી શકાય. મળતી માહિતી મુજબ, અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી જીસીએસ હોસ્પિટલ દ્વારા એક અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે હેઠળ હોસ્પિટલ દ્વારા શહેરના 100 રિક્ષાચાલકોને પ્રાથમિક સારવારની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેથી અકસ્માતની ઘટનામાં ઘવાયેલ વ્યક્તિને પ્રાયમરી ટ્રિટમેન્ટ મળી શકે. હોસ્પિટલ દ્વારા રિક્ષાચાલકોને બેઝિક લાઈફ સપોર્ટ…
Fast Food: આ વસ્તુઓ તમારા લીવરને વૃદ્ધ કરી રહી છે, આજથી જ તેનું સેવન બંધ કરોઆજનું ભોજન તમારા લીવરને ખૂબ જ ઝડપથી બગાડી રહ્યું છે. જો તમે આ ખાવાનું બંધ નહીં કરો તો જલ્દી જ તમને લીવરની સમસ્યાનો સામનો કરવો પડશે. લીવર આપણા શરીરમાં એક એવું અંગ છે જે શરીરમાં 500 થી વધુ કાર્યો કરે છે. એટલા માટે તેને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુઓ છે જે તમારા લિવરને વધુ અસર કરે છે. આજે જ આ વસ્તુઓનું સેવન બંધ કરી દો જેથી તમારું લીવર લાંબા સમય સુધી ટકી રહે.લીવરની સમસ્યા અંગે તરત…
ભારતના બે બિઝનેસ દિગ્ગજોએ ભારે દેવામાં ડૂબેલી કંપનીને ખરીદવા માટે બિડ લગાવવાની તૈયારી કરી છે. આ કંપની છે બિગ બજારવાળી ફ્યુચર રિટેલ કંપની અને આ બે દિગ્ગજ છે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી. ગયા વર્ષે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બિગ બજાર ખરીદવા આગળ આવી હતી. પરંતુ ડીલ બાબતે વાત પહોંચી શકી ન હતી. પરંતુ હવે તેને ખરીદવાની દોડ ફરી શરૂ થઈ છે. આગામી થોડા દિવસોમાં રિલાયન્સ અને અદાણી ગ્રુપ ફ્યુચર રિટેલને ખરીદવા માટે સામસામે આવશે. અદાણી અને અંબાણી સિવાય 47 અન્ય ખરીદદારોએ પણ કિશોર બિયાનીની આ કંપની ખરીદવામાં રસ દાખવ્યો છે. આ માહિતી સામે આવ્યા બાદ તેની અસર તેના શેર પર પણ…
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (PPF), ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના, રોકાણ કરવા માટેના શ્રેષ્ઠ વિકલ્પો પૈકી એક છે. તે સરકાર દ્વારા ચલાવવામાં આવતી લાંબા ગાળાની રોકાણ યોજના છે. આ સ્કીમમાં તમને ટેક્સ બેનિફિટ્સની સાથે ખૂબ સારું રિટર્ન પણ મળે છે. સરકારે વર્ષ 2019 માં આ યોજનામાં કેટલાક ફેરફારો કર્યા હતા, જેના કારણે હવે આ યોજનાને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (PPF) 2019 કહેવામાં આવે છે. ચાલો જાણીએ આ યોજનાની વિશેષતાઓ વિશે.પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (PPF)ની વિશેષતાઓપબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (PPF) હેઠળ દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1,50,000 રૂપિયા જમા કરાવી શકાય છે. આ યોજનાની અવધિ 15…
નડિયાદમાંથી ડુપ્લિકેટ હળદર બનાવવાનું એક કારખાનું ઝડપાયું છે. નડિયાદ ટાઉન પોલીસે દરોડો પાડીને આ કારખાનું ઝડપી પાડ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, હળદળ પાવડર બનાવવા માટે કારખાનમાં સૂકી હળદળ જ નહોતી. ચોખાની કણકીમાં કેમિકલ મિક્સ કરીને ડુપ્લિકેટ હળદર પાવડર બનાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નડિયાદ પોલીસને બાતમી મળી હતી કે, ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે નડિયાદના મિલ રોડ વિસ્તારમાં એક ફેક્ટરીમાં મોટી માત્રામાં કેમિકલ ઉતારાયું છે. આથી પોલીસે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પરંતુ, જ્યારે પોલીસ તે સ્થળ પર પહોંચી તો ડુપ્લિકેટ દારૂના કેમિકલના…