છેલ્લા ઘણા સમયથી શહેરમાં આત્મહત્યાના કિસ્સાઓમાં વધાર થયો છે. ત્યારે વધુ એક આપઘાત અંગેના ખાસ અહેવાલ શહેરના નરોડા વિસ્તારમાંથી સામે આવ્યા છે. જો કે, નરોડા પોલીસે સરાહનીય કામગીરી કરીને આપઘાતનો પ્રયાસ કરતા યુવકને સમજાવ્યો હતો અને તેને જીવ બચાવ્યો હતો. આપઘાત કરવા જાઉં છું કહી યુવક ઘરેથી નીકળ્યો હતોમળતી માહિતી મુજબ, નરોડા વિસ્તારમાં પોલીસને કોલ મળ્યો હતો કે એક યુવક આપઘાત કરવા જઈ રહ્યો છે. ત્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તેનો જીવ બચાવ્યો હતો. નરોડા વિસ્તારમાં રહેતા એક યુવકની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફોન કરી જણાવ્યું હતું કે, તેનો પતિ આપઘાત કરવા જાઉં છું મને શોધશો નહીં તેમ કહીને ઘરેથી નીકળ્યો છે.…
કવિ: satyadaydesknews
તાજેતરમાં જુનાગઢ શહેરના નરસિંહ મહેતા સરોવરના બીયુટીપીકેસન ની કામગીરી દરમિયાન અચાનક એક હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી ત્યારે જે સ્થળેથી મૂર્તિ મળી આવી છે તે સ્થળે હનુમાનજીનું મંદિર બનાવવા માં કરાવી છે આ અંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ શહેર તુષાર સોજીત્રાએ જણાવ્યું હતું કે શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના કામગીરી શરૂ કરાય છે તે દરમિયાન કેશોદના એક રામ ભક્ત વિપ્ર આધેડ અને સપના આવ્યું હતું કે હનુમાનજી આવ્યા હતા અને નરસિંહ મહેતા સરોવરમાં મૂર્તિ હોવાનો સંકેત આપ્યો હતો બાદમાં આ ભૂદેવ જુનાગઢ આવ્યા અને માં બતાવેલ સ્થળે ખોદકામ કરાવતા હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી આમ સ્વયંભૂ પ્રગટેલા હોય લોકો…
મેંદરડા શહેરના અજાબ રોડ પર આવેલ આખી મઢી રામજી મંદિર સુખરામદાસ બાપુના માર્ગદર્શન હેઠળ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ તથા નું પ્રારંભ શનિવારના દિવસથી કરવામાં આવ્યો છે કથાનું શ્રવણ વ્યાસપીઠ પરથી ધરમપુર નિવાસી ભગવદ આચાર્ય પંકજભાઈ વ્યાસ દરરોજ બપોરે ત્રણ થી છ દરમિયાન આવી કોને રસપાન કરાવે છે કથા દરમિયાન રવિવારે જન્મે જયરાજાની કથા સોમવારે સુખદેવજી નું જીવન ચરિત્ર વ્યાસ અને જનક વચ્ચે થયેલ સંવાદને રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે મંગળવારના દિવસે શ્રીરામ કથા અને કૃષ્ણ મહોત્સવ ઉજવણી કરાશે કથા ના બીજા દિવસે નાની ખોડીયાર મુક્તિધામ આશ્રમમાં વિરલ બાપુ જુનાગઢના મહેશ્વરી માતાજી શાસ્ત્રી પરેશભાઈ મહેતા ભાવેશ બોરીસાગર…
રાજકોટ જિલ્લામાં કોરોના વાઈરસના સંભવિત સંક્રમણને કાબૂમાં કરવા વહીવટી તંત્ર સજ્જ બની કામગીરી કરી રહ્યું છે. ત્યારે સિવિલ હોસ્પીટલ – જેતપુર, સામુહિક આરોગ્ય કેન્દ્ર – પડધરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કસ્તુરબાધામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરધાર ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. કોવીડ-19ના વધતા કેસોને ધ્યાને લેતાં તકેદારીના પગલારૂપે સિવિલ હોસ્પીટલ, જેતપુર ખાતે રૂબરૂ મુલાકાત લઇ સિવિલ હોસ્પિટલના અધિક્ષક નિકિતાબેન પડીયા તથા તેમના મેડીકલ સ્ટાફની ઉપસ્થિતિમાં ઓકસીજન સપ્લાય તથા વેન્ટીલેટર મશીન, ઉપલબ્ધ બેડની સંખ્યા વગેરે આનુષંગીક બાબતો અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન 22 બેડ અને 4 વેન્ટીલેટર મશીન, ઓકસીજન સપ્લાય વગેરે જરૂરિયાત મુજબનું હોવા બાબતની સમીક્ષા કરાઈ હતી.…
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી લોકો આગ ઝરતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યના લગભગ તમામ શહેરોમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઈ રહી છે. ત્યારે કાળઝાળ ગરમીમાં લોકો ડિહાઈડ્રેશન, સન સ્ટ્રોકનો શિકાર ન બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા નાગરિકો માટે ખાસ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.એએમસી પત્રિકાનું વિતરણ પણ કરશેમળતી માહિતી મુજબ, એએમસી દ્વારા શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર ORS કોર્નર ઊભા કરવામાં આવ્યા છે, જ્યાંથી નાગરિકો નિ:શુલ્ક ORS પાઉચ લઈ શકશે. ઉપરાંત, કોર્પોરેશન દ્વારા ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ? તે માટેની પત્રિકાઓ પણ પ્રકાશિત…
ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થયા બાદ હવે કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 300 થી ઓછા કેસ નોંધાયા છે. 10 એપ્રિલના હેલ્થ બુલેટિનમાં 212 નવા કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં એક દર્દીનું મોત થયું છે. 8 એપ્રિલે રાજ્યમાં 268 કેસ અને 9 એપ્રિલે 218 કેસ નોંધાયા હતા. નવા કેસોમાં ઘટાડાને કારણે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા પણ બે હજારની નીચે આવી ગઈ છે. રાજ્યમાં હવે 1932 સક્રિય કેસ છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને બેદરકારી ન રાખવા અપીલ કરી છે. રાજ્યમાં 11 એપ્રિલે પણ મોકડ્રીલ ચાલુ રહેશે.સતત ત્રીજા દિવસે એક…
જો તમે પણ એવા બિઝનેસની શોધમાં છો જેમાં ઓછા રોકાણ કરીને વધુમાં વધુ નફો મેળવી શકાય, તો આજે અમે તમને એક સરસ આઈડિયા આપી રહ્યા છીએ. આ બિઝનેસમાં તમે બહુ ઓછા રોકાણમાં મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. હકીકતમાં અમે રજનીગંધાના ફૂલોની ખેતી વિશે વાત કરી રહ્યા છીએ.રજનીગંધાનું ફૂલ અનેક ઔષધીય ગુણોથી ભરેલું હોય છે. આ સાથે જ સુગંધિત ફૂલોમાં રજનીગંધાનું પોતાનું આગવું સ્થાન છે. રજનીગંધાનાં ફૂલ લાંબા સમય સુધી સુગંધિત અને તાજા રહે છે. તેથી જ બજારમાં તેની માગ ઘણી વધારે છે. આવી સ્થિતિમાં તમે તેની ખેતી કરીને ઘણો નફો કમાઈ શકો છો. રજનીગંધા એટલે કે પોલોકેન્થસ ટ્યુરોઝ લિનનો…
શાપર, મેટોડા, ગોંડલ, મોરબી અને વાંકાનેર પંથકમાં રહી પોતાનો ગુજરાન ચલાવતા પરપ્રાંતીય શ્રમિકોને રિક્ષામાં બેસાડી અવાવરૂ સ્થળે લઈ જઈ છરીની અણીએ લૂંટ ચલાવતી રીક્ષા ગેંગને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગોંડલ અમદાવાદ હાઈવે પર આવેલા મુરલીધર વેબ્રિજ પાસેથી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે જ્યારે ક્રાઈમ બ્રાન્ચે આ ત્રણેય શકશોને પૂછતા જ કરતા તેને કુલ.24 ગુનાની કબુલાત આપતા પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિગતો મુજબ દસ દિવસ પહેલા આજીડેમ ચોકડી થી સરધાર જવા માટે રિક્ષામાં બેસેલા બે પર પ્રાંતિય શ્રમિકોને ભાવનગર રોડ પાસે લઈ જઈ રીક્ષા ગેંગે છરીની અણીએ રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવી હતી જેમ…
બદાયૂં પોલીસે ઉંદરને મારનાર આરોપી વિરુદ્ધ કોર્ટમાં 30 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કે 25 નવેમ્બર 2022ના રોજ મનોજે એક ઉંદરને પથ્થર સાથે બાંધીને ગટરમાં ફેંકી દીધો, જેના કારણે તેની જીવ ચાલ્યો ગયો. કોર્ટે તેને સોમવારે મંજૂર કરી લીધી. હવે આ કેસ કોર્ટમાં ચાલશે. તે જ સમયે, આ દેશનો પહેલો કેસ છે, જેમાં ઉંદરના મૃત્યુ પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.બદાયૂંના ઈન્સ્પેક્ટર રાજેશ યાદવના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પશુ ક્રૂરતા આવી છે, તેથી આરોપી મનોજ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. બદાયૂંના રહેવાસી મનોજ પર આરોપ છે કે તેણે 25 નવેમ્બર 2022ના રોજ ઉંદરની પૂંછડી સાથે પથ્થર બાંધીને…
કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને જ્યારે ભાજપમાં જોડાવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ભાજપમાં જોડાવાની વાત મામલે ગેનીબેન ઠાકોરે કહ્યું કે તેમના ભાજપમાં જવાની વાત એક અફવા છે. તેમણે કહ્યું કે, ભાજપ તરફ હું ઓશીકું પણ ન રાખું.મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ભાભર તાલુકાના વાવ ખાતે કોંગ્રેસ પાર્ટીના સંકલ્પ સત્યાગ્રહ સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ભાભર આર્ય સમાજના મંદિરે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, હાલ મારા ભાજપમાં જવાની વાતો થઈ રહી છે. પરંતુ આ વાતો માત્ર અફવા છે. 33 ટકા મહિલા અનામતની…