જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 60 બેઠકોમાંથી 55 બેઠક પર ભાજપ ચાર બેઠક પર એનસીપી અને એક બેઠક પર કોંગ્રેસના નગરસેવક ચૂંટાયા હતા ત્યારબાદ ભાજપના નગરસેવકનું અવસાન થતા ખાલી પડેલ બેઠક પર ચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા હતા ત્યારબાદ એનસીપીના નગરસેવકનું અવસાન થતાં તે બેઠક પર પણ કોંગ્રેસના નગરસેવક ચુટાતા કોંગ્રેસના કુલ ત્રણ નગર સેવકોની સભ્ય સંખ્યા થઈ છે જ્યારે એનસીપીના ત્રણ નગર સેવકો હોવાથી વર્તમાન બોડીની પ્રથમ ટર્મ પૂરી થતાં કોંગ્રેસના નગરસેવકો દ્વારા બંને વિરોધ પક્ષની સભ્ય સંખ્યા સરખી હોય જેથી બીજી ટર્મ માટે કોંગ્રેસના નગરસેવકને વિરોધ પક્ષના નેતાનું પદ મળે તેવી લેખિતમાં માંગણી કરી હતી આ મુદ્દે…
કવિ: satyadaydesknews
જુનાગઢ શહેરમાં રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં હજુ મોટાભાગના કામો અધૂરા છે તેમજ પેન્ડિંગ છે આ તમામ પ્રશ્નોને લઈને ગઈકાલે જુનાગઢ મહાનગરપાલિકાની સંકલન સમિતિની ટીમ ગાંધીનગર ખાતે પહોંચી હતી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા વિચારણા કરીને જૂનાગઢના વિકાસના કામોને જેમ બને એમ ઝડપથી પૂર્ણ થાય તે માટે નિર્ણયો લેવા માટે રજૂઆત કરી હતી. જુનાગઢ શહેર એ સાંસ્કૃતિક કલાત્મક આધ્યાત્મિક પ્રવાસન અને ધાર્મિક નગરી છે આ પ્રવાસન ક્ષેત્રને વધુ વિકાસ થાય તે ધ્યાને લઈને કચ્છના રણોત્સવની જેમ ગિરનાર ઉત્સવ ઉજવવા અંગે રજૂઆત કરવામાં આવી છે સાથે જોશીપરામાં વર્ષોથી પેચિંદો બનેલો પ્રશ્ન કોમર્શિયલ કોમ્પ્લેક્સની જમીન…
CM પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા ઉનાળામાં સરોવરોની સ્થિતિ, તમિલ સંગમ, વરસાદથી થયેલા નુકશાન સહીતના વિવિધ મુદ્દે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીનગરમાં દર બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે પણ મંત્રીઓ અને સચિવો તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં સીએમની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતેની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટમાં આ મુદ્દાઓ રહ્યા ધ્યાને સૌરાષ્ટ્ર તમિલ સંગમની કામગીરી અને કોરોનાના વધતા કેસ સહિત અનેક મુદ્દાઓ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે પણ કૃષિ વિભાગના સંકલનમાં ચર્ચા કરાઈ હતી. આગામી નવી શિક્ષણ નીતિને…
BSNL રૂપિયા 797 પ્લાન: BSNL તેની સસ્તી સસ્તી વાર્ષિક યોજનાઓ માટે જાણીતું છે. ભારત સંચાર નિગમ લિમિટેડનો રૂપિયા 797નો પ્લાન 12 મહિનાની વેલિડિટી આપે છે. આ અન્ય કંપનીઓ અને BSNLના અન્ય વાર્ષિક પ્લાનની તુલનામાં તેને સૌથી સસ્તો પ્લાન પણ ઓફર કરે છે. કસ્ટમર્સને માત્ર 797 રૂપિયામાં અનલિમિટેડ કૉલ્સ અને 2GB ડેટાનો બેનિફિટ પણ મળે છે. આ પ્લાનની મંથલિ કિંમત માત્ર રૂપિયા 66 છે.BSNL નો રૂપિયા 797 પ્લાન (BSNL Rupees 797 Plan)BSNLનો રૂપિયા 797 પ્રીપેડ પ્લાન પ્લાન 365 દિવસ એટલે કે 12 મહિનાની વેલિડિટી આપે છે. આ પ્લાનમાં કસ્ટમર્સને દરરોજ 2GB ડેટા મળે છે. આ પ્રીપેડ પ્લાનમાં કસ્ટમર્સને અનલિમિટેડ કોલિંગની સર્વિસ…
અરવલ્લી જિલ્લામાં ઉનાળો શરૂ થતાં જ પાણી ની પોકારો શરૂ થઈ જતી હોય છે ત્યારે બાયડ તાલુકામાં પાણી નહીં મળતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. બાયડ પાલિકાના પેટાપરા કાંસના છાપરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી પાણી ન મળતાં કંટાળેલી મહિલાઓએ બાયડ પાલિકામાં હલ્લાબોલ કરી દીધો હતો. મહિલાઓએ જણાવ્યું કે અમારા વિસ્તારમાં ઘણા સમયથી પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. ઉનાળાની ગરમીમાં આસપાસના ખેતરોમાં ભટકી પાણી લાવવું પડે છે છેલ્લા એક સપ્તાહથી તો પાણી બિલકુલ આવતું નથી જેને લઇ પાલિકામાં આ વિસ્તારની મહિલાઓએ સોમવાર સવારના સુમારે અચાનક જ આવી ભારે હોબાળો કરી મૂક્યો હતો. પાલિકા સત્વરે આ વિસ્તારમાં પાણીનો પુરવઠો પૂરો પાડે…
સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠું વરસાદ અને સાથે વાવાઝોડું ત્રાટક્યું હતુ. જેમાં સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ પાંચ વખત વરસાદ માવઠું પડ્યું હતુ. જેમાં ખેડૂતોને જીરું, ઘંઉ, ચણા, અજમો, એરંડા અને વરીયાળી જેવા ઉભા પાકમાં મોટું નુકસાન વેઠવું પડ્યું હતુ. ત્યારે આ બાબતે ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કૃષિ નિયામક અધિકારીને રજુઆત કરવામાં આવી હતી. અને મુખ્યમંત્રી કીશાન સહાય યોજના અને એસ.ડી.આર.એફ. બંનેના નિયમ મુજબ ખેડૂતોને વળતર ચુકવવા માંગણી કરવામાં આવી હતી. અને તાત્કાલિક સર્વેની કામગીરી ચાલુ કરી ખેડૂતોને વળતર ચુકવવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી. ….સુરેન્દ્રનગર જિલ્લામા નાના મોટા પાંચ માવઠા થયા હતા. તેમ છતાં કેમ સર્વે કામગીરી ચાલુ કરવામાં આવી નહીં ?…
2023-24થી 1 જૂને 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ ધોરણ 1 એટલે કે પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જો બાળક 1 જૂને 6 વર્ષ પૂર્ણ નહીં કરે તો તેને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.ત્યારે આ મામલે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. આમ રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં અરજદારે 3 લાખ બાળકોના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરતા આ બાબતનો કર્યો ઉલ્લેખ રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો 6 વર્ષની વયે બાળકોને શાળામાં પ્રવેશ મુદ્દે હાઈકોર્ટમાં કરવામાં આવી અરજી સરકારના નિર્ણયથી 3 લાખથી વધુ બાળકોને થશે અસરઅરજદાર દ્વારા કરવામાં આવ્યો આક્ષેપબાળકોને વધુ એક વર્ષ પ્રી પ્રાઈમરી સ્કૂલોમાં ભણવું પડશે તેવી…
સરકારે પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત નાની બચત યોજનાઓ પર વ્યાજમાં વધારો કર્યો છે. જે બાદ હવે પોસ્ટ ઓફિસ સ્કીમ્સ બચત અને રોકાણના સંદર્ભમાં બેંક FD કરતાં વધુ સારો વિકલ્પ સાબિત થઈ રહી છે. જો તમે પણ કોઈ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે તેની ટર્મ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરી શકો છો. સરકાર દ્વારા બેક-ટુ-બેક વ્યાજ દરમાં વધારાને કારણે, આ યોજના રોકાણની દ્રષ્ટિએ ઘણી સારી સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ આ સ્કીમ સંબંધિત તમામ વિગતો વિશે.પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ સ્કીમ શું છેઆ પોસ્ટ ઓફિસ સ્કીમ હેઠળ કોઈપણ ભારતીય વ્યક્તિ પોતાનું ખાતું ખોલાવી શકે છે. આ સ્કીમમાં…
રાજકોટમાં અલગ-અલગ વિસ્તારોમાં સાઉથ ઇન્ડિયનના હાટડા ખૂલી ગયા છે. મદ્રાસ કાફેમાં રિતસર બિમારી પીરસવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. નિયમિત ચેકીંગના અભાવે શહેરીજનોના આરોગ્ય સાથે લેભાગૂ વેપારી ચેડા કરી રહ્યા છે. કહેવાતી ચેકીંગ ઝુંબેશમાં થોડું ઘણું કામ કરવામાં આવે છે. બાકી હોતા હૈ, ચલતા હૈ જેવી નીતી અપનાવવામાં આવી રહી છે. વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના ત્રિકોણબાગ ચોકથી સિવિલ કોર્ટ સુધીના ઢેબર રોડ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જે અંતર્ગત 9 પેઢીઓને ફૂડ લાઇસન્સ મેળવી લેવા અને હાઇજેનીંક…
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા 8 મંત્રીઓને સમાવવામાં આવી શકે છે. ઘણા સમયથી આ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે કેબિનટેનું વિસ્તરણ થઈ શકે છે. જેમાં આ નામો સાથે સંભવ છે કે નવા મંત્રીઓ આવે આ ઉપરાંત કોઈનું પત્તું કપાઈ પણ શકે છે. અત્યારેટ 16 મંત્રીઓ છે ત્યારે વધુ મંત્રીઓ સમાવી મંત્રી મંડળ મોટું પણ બનાવવામાં આવી શકે છે. જેમાં ખાસ કરીને 22 જેટલા જિલ્લાઓમાં કેટલાક ધારાસભ્યોને સ્થાન આપવામાં નથી આવ્યું જેથી નવા આ બાકી રહેલા જિલ્લાઓમાંથી કોઈ મંત્રી મંડળમાં પસંદ કરવામાં આવી શકે છે. જો કે તે સ્પષ્ટ નથી કે હાલના મંત્રીમંડળમાંથી કોને પડતા મૂકવામાં આવશે કે કોને સમાવવામાં આવશે. ભાજપ સરકાર કેબિનેટમાં…