કવિ: satyadaydesknews

Side Effect Of Cold Water: ઉનાળાની ઋતુ આવી ગઈ છે. એપ્રિલ મહિનામાં જ ગરમી ચરમસીમાએ છે. ઘણા શહેરોમાં તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે. એકંદરે, તે ખૂબ જ ગરમ થઈ રહ્યું છે. હવે આવી સ્થિતિમાં પોતાને હાઇડ્રેટ રાખવું પણ જરૂરી છે. કેટલાક લોકો ઉનાળાના ત્રાસથી બચવા ઠંડા પાણીનો સહારો લે છે. ઠંડા પાણીની ચુસ્કી તમને રાહત આપે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી 2 મિનિટની રાહત તમારા માટે આફત બની શકે છે. ઠંડુ પાણી તમને તાત્કાલિક રાહત આપી શકે છે, પરંતુ તે તમારા માટે ખૂબ જ નુકસાનકારક પણ હોઈ શકે છે. આ લેખમાં આપણે ઉનાળામાં ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને…

Read More

વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલા આર્થિક અનિશ્વિતતાના માહોલ વચ્ચે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (IMF) દેશના આર્થિક વૃદ્ધિદરના અનુમાનને અગાઉના 6.1 ટકાથી 20 બેસિસ પોઇન્ટ ઘટાડીને 5.9 ટકા કર્યો છે. આઇએમએફનું આ અનુમાન અન્ય મલ્ટીલેટ્રલ ડેવલપમેન્ટ બેન્કોની તુલનામાં સૌથી ઓછુ છે. વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના વિકાસદરનું અનુમાન 6.3 ટકા અને એશિયન ડેવલપમેન્ટ બેન્કે 6.4 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અનુસાર વૈશ્વિક વૃદ્ધિદર આગામી વર્ષે સામાન્ય રીતે વધીને 3 ટકા પહોંચતા પહેલા 2023માં 2.8 ટકાના નીચલા સ્તર પર પહોંચી જશે. તે જ સમયે, ખરીદ શક્તિની સમાનતાના સંદર્ભમાં, માથાદીઠ ઉત્પાદનમાં ભારતનો વિકાસદર નાણાકીય વર્ષ 2023માં 5.8 ટકાથી…

Read More

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના પૂર્વ ચેરમેન અને દેશના સૌથી વૃદ્ધ અબજપતિ કેશવ મહિન્દ્રાનું 99 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેઓ 1962થી 2012 સુધી 48 વર્ષ સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન તરીકે કાર્યરત રહ્યા હતા. અત્યારે આ પદ પર તેમના ભત્રીજા આનંદ મહિન્દ્રા છે. કેટલાક સમય પહેલા ફોર્બ્સે તેમને 1.2 અબજ ડૉલરની સંપત્તિની સાથે ભારતના સૌથી વૃદ્ધ અબજપતિની યાદીમાં સ્થાન આપ્યું હતું. કેશબ મહિન્દ્રાના નિધનની જાણકારી શેર કરતા ઇનસ્પેસના અધ્યક્ષ પવન ગોયનકાએ પોતાના ટ્વિટર હેન્ડલમાં જણાવ્યું હતું કે બિઝનેસ જગતે આજે પોતાના સૌથી મહાન વ્યક્તિત્વમાંથી એક એવા કેશબ મહિન્દ્રાને ગુમાવ્યા છે. તેમની સાથે મુલાકાત હંમેશા શાનદાર રહી હતી. તેઓ…

Read More

આમોદ તાલુકાના વેડચા ગામે મંગળવારે બપોરના સમયે બે પ્રેમી પંખીડાઓએ ખેતરમાં પહોંચી ઝેરી દવા ગટગટાવી જતાં તેમને સારવાર અર્થે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા ત્યાર બાદ વઘુ સારવાર અર્થે રીફર કરાયા હતા.જે પૈકી યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમોદ પોલીસે સૌપ્રથમ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આમોદ તાલુકાના વેડચા ગામે રહેતા બે પ્રેમી પંખીડા પૈકી યુવક વિષ્ણુ રાજુભાઇ રાઠોડ જે પરિણીત છે જ્યારે યુવતી દીપિકા મુકેશ રાઠોડ કુંવારી છે. જે બે વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ગત બપોરના સમયે મજૂરી કામે જવાનું કહીને…

Read More

ભારતમાં અબજોપતિઓની રેસમાં પુરૂષોની સાથે સાથે મહિલાઓ પણ કદમથી કદમ મિલાવીને ચાલી રહી છે. દેશની ઘણી અબજોપતિ મહિલાઓએ તેમના બિઝનેસથી વિશેષ ઓળખ અને દરજ્જો મેળવ્યો છે. લોકપ્રિય બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ ઇન્ડિયાએ દર વર્ષની જેમ 4 એપ્રિલ 2023ના રોજ અબજોપતિઓની યાદી બહાર પાડી હતી. આ યાદીમાં દેશના 16 નવા અબજોપતિ જોડાયા છે, જેમાંથી 3 મહિલાઓ છે.ફોર્બ્સની તાજેતરની યાદી મુજબ, ભારતની 5 સૌથી અમીર મહિલાઓમાં સાવિત્રી જિંદાલ, રોહિકા સાયરસ મિસ્ત્રી, રેખા ઝુનઝુનવાલા, લીના તિવારી અને વિનોદ રાય ગુપ્તાનો સમાવેશ થાય છે. આ યાદી અનુસાર વિનોદ રાય ગુપ્તા દેશની ચોથી સૌથી અમીર મહિલા છે. ચાલો તમને જણાવીએ કે વિનોદ રાય ગુપ્તા કોણ છે…

Read More

જુનાગઢ શહેરના વોર્ડ નંબર છ માં આવેલ ઓઘડનગરમાં પીવાનું પાણી મળતું ન હોય મહિલાઓનું ટોળું મહાનગરપાલિકા ખાતે પહોંચ્યું હતું મહિલાઓએ પાણી આપો પાણી આપવાના નારા લગાવી પાણીની સમસ્યા દૂર કરવા માંગ કરી હતી આ અંગે મોંઘીબેન મકવાણા દ્વારા જવામાં આવ્યું હતું કે તેમના વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નખાઈ ગઈ છે પરંતુ પાણી વિતરણ કરાતું નથી પાણી ડંકી બગડી ગઈ છે પરિણામે નાના બાળકોને લઈને મહિલાઓને પાણી ભરવા પડે છે ત્યારે અન્ય એક મહિલા દ્વારા જણાવવામાં આવ્યું કે અમારે પાણીની મુશ્કેલી છે નવા કપડાં ધોવાતું પાણી નથી શોચાલય પણ ઉપયોગ થઈ શકતો નથી ઘરે શૌચાલય બનાવી હશે પણ પાણી ન હોય શોચ…

Read More

અરવલ્લી જિલ્લા પોલીસતંત્રની માનવતાવાદી અભિગમ માટે સતત પ્રય્તનશીલ રહે છે આંબલીયારા પોલીસ સ્ટશનની સી-ટીમ રોડ પર ભટકતી માનશીક અસ્વસ્થ મહિલાને મદદે પહોંચી મહિલાને પોલીસે સ્ટેશન લાવી કાઉન્સલિંગ કરી ભારે જહેમત બાદ તેના પરિવારજનોની શોધખોળ કરી પરિવારજનો સાથે મિલન કરાવતા પરિવારજનોના ચહેરા પર આનંદ છવાયો હતો બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.ડી.માળીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટશન વિસ્તારમાં સી-ટીમ પેટ્રોલિંગ હાથધરતાં બાયડ-દહેગામ રોડ પર મધ્યરાત્રીએ રોડ પર ભટકતી મહિલાને જોઈ ચોકી ઉઠ્યા હતા સી-ટીમે મહિલાને અટકાવી પૂછપરછ કરતા મહિલા માનસિક બિમાર જણાતા મહિલા કોઈ અનિચ્છનીય ઘટનાનો ભોગ બને તે પહેલા મહિલાને આંબલીયારા પોલીસ સ્ટેશન લાવી ચા-નાસ્તો કરાવી હિંમત આપી પૂછપરછ કરતા…

Read More

ફર્જી વેબ સિરીઝથી નકલી નોટો ફરી ચર્ચામાં આવી છે. જોકે નકલી નોટો બનાવવી એ બાળકોની રમત નથી. જો કે, મોટા ખેલાડીઓ આ રમતમાં વ્યસ્ત છે. તેઓ નવી ટેકનિક વડે અસલી નોટ બનાવવાના પ્રયાસમાં લાગેલા છે. ક્યારેક તેઓ આમાં સફળ થાય છે તો ક્યારેક પકડાઈ જાય છે. આ નકલી નોટો એવી રીતે બનાવવામાં આવે છે કે જ્યાં સુધી લોકોને ખબર પડે કે તે નકલી છે ત્યાં સુધીમાં ઘણું વિલંબ થઈ ગયું હોય છે.જો તમારી સાથે ક્યારેય આવું થાય. એટલે કે, કોઈ તમને નકલી નોટ આપે અથવા તમને એટીએમમાંથી જ નકલી નોટ મળી જાય, તો તમારે શું કરવું જોઈએ. આરબીઆઈનો નિયમ છે…

Read More

રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક સર્વિસ રોડ પુલ નીચે ચોરાઉ બાઈક સાથે ગેરેજ સંચાલકને ઝડપી લઈ 11 બાઈક ચોરીનો એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે ભેદ ઉકેલી 12 બાઈક અને સ્પેરપાર્ટસ મળી રૂ. 5.75 લાખના મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વિગત મુજબ શહેરમાં વાહન મોબાઈલ ઘરફોડી અને ચીલઝડપ જેવા બનાવોને અટકાવવા અને વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર રાજુભાર્ગવે આપેલી સુચનાને પગલે એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. કે.એન.ભુૂકણ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ. શહેરના જામનગર રોડ વોરા સોસાયટી કૃષ્ણનગર શેરી નં.12માં રહેતો અબ્દુલ હમીદ પઠાણ નામનો ગેરેજ સંચાલક જી.જે.03 એચ.કર્યુ 1099 નંબરના બાઈક સાથે સીવીલ હોસ્પિટલ ચોક નજીક…

Read More

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન અને કન્યા કેળવણી યોજનાએ સુરતના વાઢેર પરિવારના ભાઈ-બહેનની જોડીના ઉચ્ચ શિક્ષણના સપનાને પાંખો આપી વરાછા વિસ્તારના ભાઈ-બહેન MYSY યોજનાની મદદથી એન્જિનિયરિંગ અને ડોકટરીનો અભ્યાસ કરી રહ્યા છે ૨૧ વર્ષીય ધારા વાઢેર ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’માં રૂ.૪ લાખ અને કન્યા કેળવણી હેઠળ રૂ.૮ લાખ મળી બે વર્ષમાં કુલ રૂ.૧૨.૩૪ લાખની સહાય મળી: ધારા ભરૂચની KMCRI મેડિકલ કોલેજમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે ધારાનાં ૧૬ વર્ષીય ભાઈ મૃદુલ વાઢેરને ડિપ્લોમા ઈન કમ્પ્યુટર એન્જિ.ના અભ્યાસ માટે રૂ.૨૫ હજારની સહાય સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા સુરતના રત્નકલાકાર પિતાના બે બાળકોની ઉજ્જવળ કારકિર્દીની કેડી કંડારતી MYSY યોજના…

Read More