રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઉંડા કરવાની કામગીરીમાં ખેડૂતને સ્વખર્ચે માટી લઇ જવાની છૂટ અપાઇ હતી જેમાં બે વર્ષ સુધી પરમીટ અપાઇ હોય તેવા ખેડૂતોને ત્રીજા વર્ષે પરવાનગી આપવી નહીં તેવી શરત નક્કી થઇ હતી પરંતુ આ તઘલખી જી.આર.ને લીધે ધરતીપુત્રોને અન્યાય થતો હોવાનું જણાવી પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ જિલ્લાના પ્રભારી મંત્રી અને સિંચાઇ વિભાગના સચિવને ભલામણ કરીને પરિપત્રમાં ફેરફાર કરી ખેડૂતોને માટી લઇ જવા માટે છૂટ મળવી જોઇએ તેવી માંગ કરી હતી અને સરકારે હકારાત્મક નિર્ણય લઇને માટી લઇ જવાની ત્રીજા વર્ષે પણ આપી હોવાનું જાહેર થયું છે.પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે…
કવિ: satyadaydesknews
રાજ્યના નાગરિકોની સુરક્ષામાં સતત ખડેપગે રહેતા પોલીસ કર્મયોગીઓની સુવિધામાં વધારો કરવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જે અંતર્ગત આવતીકાલે તા.૧૩મી એપ્રિલના રોજ ગૃહ રાજ્ય મંત્રીહર્ષ સંઘવીના હસ્તે ધોળકા ખાતે પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. તે ઉપરાંત અમદાવાદ ખાતે નવનિર્મિત રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, સેનાપતિ કચેરી તથા આવાસોનું લોકાર્પણ કરી મંત્રી એન્ટી હ્યુમન ટ્રાફીંકીંગ યુનિટના નવા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.ધોળકા ખાતે પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સવારે ૯ કલાકે લોકાર્પણ કરાશે. આ કાર્યક્રમમાં ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી તથા અમદાવાદ જિલ્લાના ધારાસભ્યઓ તેમજ અમદાવાદ રેન્જ…
પોરબંદર શહેરમાં આવેલ વોર્ડ ૮માં અનેક સમસ્યાના લીધે સ્થાનિકો પીડાઇ છે, ભાજપ શાસિત વોર્ડ ૮ના સ્થાનિકો કોગ્રેસ સધુરાઇ સભ્ય પાસે સમસ્યાનુ નિરાકરણ લાવવા રજુઆતો કરે છે, વોર્ડ ૮ માં ભગવતિ શેરીમાં પેવર બ્લોકનુ કામ નબળુ થયુ હોવાથી સ્થાનિકો પસાર થવુ મુશ્કેલી બન્યુ છે. ઉપરાંત પીવાના પાણી સાથે ગટરના ગંદા પાણી ભળી ગયા સાથે ડંકીઓ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે. વોર્ડ ૮ ના નિષ્કિય સુધરાઇ સભ્યના લીધે સ્થાનિકો અનેક સમસ્યાથી પીડાઇ છે. તેવા પણ આક્ષેપ પોરબંદરના સામાજિક કાર્યકર કાર્ય છે.પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં પાલિકા દ્વારા વેરાની વસુલાત કરવામાં આવે છે. પરંતુ તેની સામે નાગરિકોને પુરતી સુવિધા મળતી નથી તેવા…
CM ભૂપેન્દ્ર પટેલ સાથે યુકે સરકારના પ્રતિનિધિ મંડળની મુલાકાત યોજવામાં આવી હતી. CM ભૂપેન્દ્ર પટેલ સાથે યુકેના 11 સાંસદોએ મુલાકાત કરી હતી. જી 20 અંતર્ગત મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી ડેલિગેશનના આઠ જેટલા સાંસદોની ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભમાં રાજ્યના મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ મુલાકાત-બેઠક યોજાઇ હતી. ગુજરાતના લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુદ્રઢ સપ્લાય ચેઇનથી પ્રભાવિત બ્રિટીશ સાંસદોએ ગ્રીન ગ્રોથ અને ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ બાબતે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અમેરિકા સ્થિત જનરલ એટમિક્સ ગ્લોબલ કોર્પોરેશનના…
પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજીત ફાઈબર ગૃપ ઓફ પોરબંદર ના સહયોગ થી ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ ખારવા સમાજ કપ-૨૦૨૩નુ ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ૩૨ ટીમોએ ભાગ લીધેલ હતો અને ઉત્સાહભેર જ્ઞાતિના યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફાયનલમાં મિરાજ ઇલેવન ચેમ્પીયન થતા ટ્રોફી સાથે રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાયાં હતાં. પોરબંદર શહેરમાં ખારવા સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જ્ઞાતિના યુવાનો રમત-ગમત ક્ષેત્રે આગળ વધે અને ભાઇચારામાં એકતા વધે તેવા ઉદેશથી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૦૯-૦૪-૨૦૨૩ રવિવારના રોજ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ નો ફાઈનલ રાખવામા આવેલ. જેમાં ફાઈબર ઈલેવન તેમજ મીરાજ ઈલેવન…
ભારતમાં જયારે જયારે ક્રિકેટરની વાત આવે ત્યારે જામનગરનું નામ ન આવે એવું ક્યારેય ન બને !!! એ પછી ઘરેલું ક્રિકેટ હોય કે હોય આંતરષ્ટ્રીય ક્રિકેટ, જામનગરની ધરતીમાં જામ રણજીથી માંડી હાલના રવીન્દ્ર જાડેજા સુધીના ક્રિકેટરોને આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે ડંકો વગાડી જામનગરનું નામ રોશન કર્યું છે. આજે એવા જ એક જામનગરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરની જન્મ જયંતી છે….નામ છે વીનું માંકડ, નવી પેઢીના ઉગતા ક્રિકેટરોને આ નામ ઓછું કોઠે પડ્યું હશે…પણ વર્તમાન ક્રિકેટર સાથે વીનું માંકડને નાતો છે…તો ચાલો આજે જન્મ જયંતી નિમિતે વીનું માંકડને યાદ કરીએ…એ વર્ષ હતું ૧૯૩૧નું, તારીખ હતી બારમી એપ્રિલ, જામનગરના માંકડ પરિવારના ઘરે એક તેજસ્વી બાળકનો જન્મ થયો,…
જૂનાગઢ જિલ્લા ફ્રુટ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં ફરસાણ મીઠાઈ અનાજ કરિયાણા ડેરી પ્રોડક્ટ જેવા ખાદ વસ્તુ વેચતા દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવે છે પરંતુ આ સેમ્પલ ના રિપોર્ટ એક વર્ષ સુધી આવતા નથી તેનું કારણ શું છે તે આમ જનતા માંથી સર્જાઈ રહ્યું છે તાજેતરમાં જ માણાવદર શહેરમાં વર્ષમાં બે ત્રણ વખત દેખતા ફૂડ વિભાગના અધિકારીઓ સેમ્પલ લેવા આવે છે પરંતુ આ લીધેલા સેમ્પલના રિપોર્ટ એક વર્ષ સુધી આવતા નથી ત્યારે અધિકારીઓની મિલીભગત કે શું અને શહેરમાં ફૂડ વિભાગની જોઈએ તેવી કામગીરી પણ થતી ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે જ્યારે જૂનાગઢ જિલ્લા ફુટ સેફટી ઓફિસરના જણાવ્યા અનુસાર રિપોર્ટ…
જૂનાગઢના ઐતિહાસિક હેરિટેજ બિલ્ડીંગ ધરાવતી બાઉદીન કોલેજમાં અંગ્રેજોના સમયમાં એક ઘંટો આવેલો છે આ અંગે બાઉદીન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પી વી વારસીયા ના જણાવ્યા અનુસાર કોલેજની અગાસી પર એક ઘંટ છે જેનો વજન 52 કિલો એટલે કે 1000 ચાલીસ કિલો છે છેક 18 મી સદીમાં વિલિયમ જેમસ એ આ ઘંટને અગાસી પર ચડાવ્યો હતો આ ઘંટને મહાન મહેનત ઉપર ચડાવવામાં આવ્યો હતો. અન્ય ઘંટ કરતા આગ ઘંટ પંચધાતુ માંથી ત્રણ ઇંચની જાડાઈ વાળો બન્યો છે તેની તરંગ લંબાઈ વધુ છે જેના પરિણામે જ્યારે પણ આ ઘંટ શાંત વાતાવરણમાં વગડે ત્યારે તેનો અવાજ બાઉદીન કોલેજ થી લઈને છેક જુનાગઢ ની ભવનાથ…
રાજ્યની 5 જેલના જેલર સામે કાર્યવાહી કરાતા બદલીઓ થઈ શકે છે. 5થી વધુ જેલોના જેલરોની બદલીઓ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. દરોડા પાછળનો હેતુ જેલમાં ચાલતા ગેરકાયદેસર કામને પ્રકાશમાં લાવવાનો હતો. એક સાથે અગાઉ અચાનક રાત્રે 17 જેલમાં અચાનક જ ગુજરાત પોલીસના 1700 કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને સીએમ અને ગૃહ મંત્રીએ પણ આ કામગિરી નિહાળી હતી. રીપોર્ટ પણ સીએમને સોંપાયો હતો. ગૃહ વિભાગ દ્વારા મિશન જેલ સફાઈ અંતર્ગત કડક પગલા લેવાશેઅગાઉ પોલીસે જેલોમાં પાડ્યા હતા દરોડા 17 જેલોમાં કરાઈ હતી કાર્યવાહી માદક પદાર્થો, મોબાઈલ પકડાયા હતા ગુજરાતી જેલોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન અગાઉ હાથ ધર્યું હતું.. આ સર્ચ…
સમગ્ર દેશમાં કોરોના મહામારીએ ફરી એકવાર માથુ ઉંચકયુ છે. દેશમાં અને ગુજરાત રાજયમાં કોરોના કેસમાં ધીમી ગતિએ વધારો થતાં કેન્દ્ર અને રાજય સરકાર સતર્ક બની ગઈ છે. રાજયમાં કોરોના મહામારી ફરી એકવાર ફેલાય ત્યારે હોસ્પિટલમાં કેવી સતર્કતા છે તે માટે રાજયની તમામ હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અમરેલી જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ સજ્જતા તપાસવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં કોવિડ નિયંત્રણ માટેની તમામ વ્યવસ્થાઓ જેવી કે, ઓક્સિજન ટેન્ક, વેન્ટીલેટર, આઈસીયુ, બેડની ઉપલબ્ધતા, દવાનો જથ્થો સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ યોગ્ય સમયે યોજાય તે માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.એમ.…