ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ બુધવારે,12 એપ્રિલ રાત્રે IPLમાં સામસામે રમતા હતા. આ મેચ CSKના હોમ ગ્રાઉન્ડ એટલે કે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈના ચેપોક ખાતે રમાઈ હતી. આ મેદાનને CSKનો કિલ્લો માનવામાં આવે છે, જ્યાં મુલાકાતી ટીમો માટે આ ટીમને હરાવવાનું હંમેશા મુશ્કેલ રહ્યું છે. જો કે, રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે રમાયેલી મેચમાં ચેન્નાઈના આ કિલ્લાને તોડી પાડ્યો હતો. રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે રમાયેલી રોમાંચક મેચમાં CSKને 3 રને હરાવ્યું હતું. રાજસ્થાન માટે આ જીત ઘણી ખાસ હતી. કારણ કે ચેપોકમાં CSK સામે રાજસ્થાનની આ બીજી જીત હતી. તેને 15 વર્ષ પહેલા IPL 2008માં પહેલી જીત મળી હતી. ત્યારબાદ…
કવિ: satyadaydesknews
રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 રનથી હરાવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેચ જીતવા માટે 176 રનનો ટાર્ગેટ હતો, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 172 રન જ બનાવી શકી હતી. મહેન્દ્ર સિંહ ધોની અને રવીન્દ્ર જાડેજાએ ટીમને જીત સુધી લઈ જવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટાર્ગેટથી 3 રન પાછળ રહી ગયા હતા. જો કે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સની હાર બાદ રાજસ્થાન રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. વિજય બાદ રાજસ્થાન રોયલ્સ ટીમ ટોપ પર પહોંચી ગઈ છે રાજસ્થાન રોયલ્સની જીત બાદ લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં બીજા…
Bollywood Stories: ડેબ્યુ ફિલ્મ પહેલા જ શાહરૂખ ખાનનો ઋષિ કપૂર સાથે ઝઘડો થયો હતો! ગીત માટે એવી રીતે લડ્યા કે…બોલિવૂડ સ્ટાર્સ ઘણીવાર ફિલ્મમાં પાત્ર ભજવવા માટે સ્પર્ધા કરતા જોવા મળે છે.. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કલાકારો ગાયકના ગીત માટે પણ લડતા હોય. જો નહીં તો આજે અમે તમને એવી જ એક કહાણી જણાવવા જઈ રહ્યા છીએ.. જ્યાં એક ગાયકના ગીત પર બે કલાકારો સામસામે આવી ગયા હતા.એક ગીત માટે શાહરૂખ ખાન-ઋષિ કપૂર વચ્ચે ટક્કર!90ના દાયકામાં ઋષિ કપૂરની ગણતરી તે બોલીવુડ સ્ટાર્સમાં થતી હતી જેમણે સફળતાના આકાશને સ્પર્શ કર્યો હતો, પરંતુ શાહરૂખ ખાન તેની પ્રથમ ફિલ્મની રિલીઝની રાહ…
લગ્ન બાદ રેખાએ સાસરિયાંમાં પગ મૂક્યો જ હતો, ત્યાં સાસુએ મારવા માટે હાથમાં ચપ્પલ લઈ લીધુ હતું…બોલિવૂડની સુંદર અભિનેત્રી રેખાએ પોતાના જોરદાર અભિનયથી લાખો ચાહકોને દિવાના બનાવી દીધા છે. આજે પણ જ્યારે રેખા કોઈ પણ ઈવેન્ટ કે ફંક્શનમાં જોવા મળે છે ત્યારે લોકો તેની સુંદરતાના દિવાના થઈ જાય છે. જ્યારે રેખા 80-90ના દાયકામાં જોરદાર રીતે કામ કરી રહી હતી… ત્યારે તેનું નામ ઘણા કલાકારો સાથે જોડાયું હતું. જેમાંથી એક વિનોદ મહેરા પણ હતા. બોલિવૂડ ગોસિપ કોરિડોરમાં એવી વાર્તાઓ છે કે રેખા અને વિનોદ મેહરા અફેરે પણ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.લગ્ન પછી રેખા જ્યારે સાસરે પહોંચી ત્યારે…!બોલિવૂડ ગોસિપ કોરિડોરમાં રેખાના…
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી 19 એપ્રિલ બુધવારે બપોરે 12:00 વાગે જનરલ બોર્ડ બોલાવવામાં આવશે જોકે આ જનરલ બોર્ડમાં માત્ર એક જ મુદ્દાની ચર્ચા કરવામાં આવશે આવનારા જનરલ બોર્ડમાં ખાસ કરીને વિરોધપક્ષ નેતા ની નિમણૂકને લઈ આ બોર્ડ બોલાવવામાં આવશે ત્યારે વોર્ડ નંબર 6 કોર્પોરેટર લલિત પરસાણા વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર મંજુલાબેન પરસાણા વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર કાદરી અને પક્ષી નેતા અદ્ર્માન પંજા જણાવ્યું છે કે શહેરમાં રોડ રસ્તા ગટર પીવાનું પાણી સફાઈ સ્ટ્રીટ લાઇટ અને પ્રાથમિક સુવિધા નો પૂરતો લાભ મળતું નથી ત્યારે આ મુદ્દાની કેમ બાદબાકી કરે છે માત્ર ને માત્ર રાજકીય રોકદ્રેશ રાખીને નિમણૂક સમય મર્યાદા…
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં એક ગામમાં પાંચ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલ કોઝવે બાજુના ગામમાં બનાવી દેવાયું હોવાનું. ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આ એક ગંભીર બાબત કહી શકાય જે ગામની હદમાં બનાવવામાં આવ્યો છે તે ગામના સરપંચ કહી રહ્યા છે કે અમે તો કોઈ કોઝવે માંગણી જ કરી નથી ત્યારે સવાલ ઊભો થાય છે કે જે ગામના સરપંચે પોતાના ગામમાં કોઝવે બનાવવા માટે માંગણી કરી નથી તો પછી અહીં કોઝવે બનાવવા પાછળનું કારણ શું? આ મામલે શેરગઢ ગામના લોકો દ્વારા ગંભીર આક્ષેપ કરતાં ટીડીઓ દ્વારા તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં વર્ષ 2020…
અમદાવાદની શોભા એવા સાબરમતી રીવરફ્રન્ટ પર મોતના બનાવો એટલે કે, સ્યુસાઈડની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે છેલ્લા એક જ વર્ષમાં 184 લોકોએ પોતાનું જીવન સાબરમતી નદીમાં ઝંપલાવીને ટૂંકાવ્યું છે. તેમાં પણ મહિલાઓ અને પુરુષો કે જેઓ આત્મહત્યા કરી ચૂક્યા છે તેમાં પુરુષોની સંખ્યા વધુ છે. અત્યાર સુધી વર્ષ 2022થી 23માં 147 જેટલા પુરુષોએ સાબરમતી નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે. સાબરમતી રીવરફ્રન્ટ પર કેટલાક લોકોને કૂદ્યા બાદ બચાવી લેવામાં આવે છે જેમાં કેટલાક પોલીસ કર્મીઓના કિસ્સાઓ પણ બચાવ્યાના સામે આવતા હોય છે ત્યારે કેટલાક સ્યુસાઈડ કરતા બચી નથી શકતા.સાબરમતી રિવરફ્રન્ટ આપઘાતનું હોટસ્પોટએક વર્ષમાં જ 184 લોકોએ જીવન ટૂંકાવ્યું ડીપ્રેશન અને મુશ્કેલીઓ…
ટંકારા: જબલપુર ખાતે હોમિયોપેથી કેમ્પને બહોળો પ્રતિસાદ, વિનામૂલ્યે નાગરિકોએ નિદાન મેળવ્યું ટંકારામાં જબલપુર ખાતે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિનો વિનામૂલ્યે નિદાન-સારવાર કેમ્પ યોજાયો હતો. જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. અને એક જ દિવસમાં 80થી વધુ દર્દીઓએ વિનામૂલ્યે નિદાન મેળવ્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભારત સરકારના આયુષ મંત્રાલય વિભાગ, નિયામક,આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત અને જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શાખા,જિલ્લા પંચાયત મોરબીના માર્ગદર્શન હેઠળ જૂની પ્રાથમિક શાળા, જબલપુર ખાતે સવારે 09:00થી બપોરે 03:00 વાગ્યા દરમિયાન હોમિયોપેથીનો વિનામૂલ્યે નિદાન-સારવાર કેમ્પ યોજાયો હતો. આ અંગે ટંકારા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.જે.પી.ઠાકરે મીડિયાને જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષથી તેઓ ટંકારા ખાતે…
ઘમણાદ ગામે રહેતા લલ્લુ બેચરભાઈ ચૌહાણને નાયબ કલેકટર જંબુસરના હુકમથી ગરીબ મજૂરોને જીવન નિર્વાહ ગુજારવા માટે સરકાર તરફથી ૧૮ માર્ચ ૨૦૧૬ થી જમીન ખેડાણ માટે આપી હતી. જે જમીન ઉપર ગામના ત્રાહિત વ્યક્તિઓ દ્વારા મકાન તેમજ વાડામાં બાથરૂમ બનાવી દબાણ કરવામાં આવ્યું હતું.જે બાબતે ઘમણાદ ગામના લલ્લુ બેચરભાઈ ચૌહાણે ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૬ માં ઘમણાદ ગામના તલાટીથી માંડી આમોદ મામલતદાર, આમોદ તાલુકા વિકાસ અધિકારી, જંબુસર નાયબ કલેકટર, ભરૂચ જીલ્લા કલેકટર, દબાણ શાખા, ભરૂચ જીલ્લા વિકાસ અધિકારી, તત્કાલીન મુખ્યમંત્રી સહિતનાને અનેક વખત રજુઆત કરવામાં આવી હતી.આ ઉપરાંત ભરૂચ ડી.આઈ.એલ.આર.દ્વારા જમીનની માપણી પણ કરવામાં આવી હતી. તેમજ માપણી શીટની નકલ પણ…
જો આપણે આપણું નાણાકીય સંચાલન યોગ્ય રીતે નહીં કરીએ તો નાણાકીય કટોકટીમાં ફસાવવામાં લાંબો સમય નહીં લાગે. નાણાકીય સલાહકારોનું કહેવું છે કે કેટલીક નાની ભૂલોને કારણે લોકો આર્થિક સંકટમાં આવી જાય છે. ચાલો આજે જાણીએ એ ભૂલો વિશે જે આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ.જો તમે ઈમરજન્સી ફંડ (emergency fund) નથી બનાવી રહ્યા તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. આ ભૂલ તમને ભવિષ્યમાં દેવામાં ડૂબાડી શકે છે. અચાનક મોટા ખર્ચાઓ, માંદગી અને નોકરી ગુમાવવાના કિસ્સામાં ઈમરજન્સી ફંડ ક્યારેક કામમાં આવે છે. આ ફંડ ના હોવા પર તમારે લોન લેવી પડશે. દેવાને લીધે તમે ન તો બચત કરી શકશો કે…