કવિ: satyadaydesknews

ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામના એન્કાઉન્ટર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતિક્રિયા આપી છે. તેમણે કાયદો અને વ્યવસ્થાને લઈને મોટી બેઠક બોલાવી છે. આ દરમિયાન તેમણે અધિકારીઓની પ્રશંસા કરી. સીએમ યોગીએ ડીજીપી, સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર અને સમગ્ર ટીમ સાથે યુપી એસટીએફની પ્રશંસા કરી. મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું કે મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદે મુખ્યમંત્રીને એન્કાઉન્ટર અંગે માહિતી આપી. આ સમગ્ર મામલે સીએમ સમક્ષ રિપોર્ટ મૂકવામાં આવ્યો.’જે અપરાધ કરશે તે બચશે નહીં’ઉમેશ પાલ મર્ડર કેસમાં મોસ્ટ વોન્ટેડ ગુનેગાર અસદના એન્કાઉન્ટર પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું, “યુપી એસટીએફને અભિનંદન, ઉમેશ પાલ…

Read More

સમાજ સુરક્ષા પ્રભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંચાલિત સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રિત બાળક રવિને (ઉમર. 07 માસ) ધી જુવેનાઇલ જસ્ટીસ એકટ 2015 અને એડોપ્શન રેગ્યુલેશન -2022ના નિયમોનુસાર દિલ્હીના દંપતીએ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી નિયમોનુસાર પૂર્વ દત્તક – પ્રિ એડોપ્શન ફોસ્ટર કેરમાં આપેલો છે. રવિના દત્તક પિતા આઈ.ટી કંપનીમાં સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને માતા ગૃહિણી છે. ….જેમને 10 વર્ષની એક દીકરી છે. એડોપશન રેગ્યુલેશન 2022 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર સુરેન્દ્રનગરમાં નિયમોનુસાર કેશ દાખલ થશે અને આખરી આદેશ પાસ કરવામાં આવશે. આજના આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યકક્ષા મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, મહિલા અને બાળ વિકાસ વિભાગ…

Read More

વઢવાણ શહેરમાં રખડતા પશુઓના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.ત્યારે હવે શાકમાર્કેટમાં પશુઓ અડીંગો જમાવી વેપારી તેમજ ગ્રાહકોને અડફેટે લઇને ઇજા કરતા લોકોમા રોષ ફેલાયો છે. આ પશુઓએ શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં ફેલાવેલો ત્રાસ દૂર કરવા લોકમાંગ ઉઠી છે. …વઢવાણ શહેરની માર્કેટ એ તાલુકાના ગ્રામ્યજનો માટે હટાણું મુખ્ય સેન્ટર ગણવામાં આવે છે. આથી મહિલા સહિતના લોકો મોટી સંખ્યામાં શાકભાજી લેવા ઉમટી પડે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ માર્કેટમાં પશુઓનાં અડીંગાઓથી શાકભાજીના વેપારીઓ તેમજ શાકભાજી ખરીદનાર મહિલાઓ પરેશાની ભોગવી રહ્યાં છે. આ અંગે રેખાબેન, લતાબેન, વાલીબેન, પ્રકાશભાઈ વગેરે જણાવ્યું કે, શિયાણીપોળનાં બંને દરવાજાઓની અંદર સવારથી રખડતા પશુઓનાં ત્રાસ શરૂ થઇ…

Read More

અમદાવાદ: હાટકેશ્વર ફ્લાયઓવરના નબળા બાંધકામ માટે કોન્ટ્રાક્ટર જવાબદારીમાંથી છટકી ગયો હોવા છતાં નાગરિક સંસ્થાએ કોઈ પાઠ શીખ્યો નથી જયારે કે પ્રોજેક્ટની ખામી જવાબદારીનો સમયગાળો એક વર્ષનો નિર્ધારિત કરવામાં આવ્યો હતો. હવે ઘાટલોડિયાના સત્તાધાર ચોકડી પર આગામી ફ્લાયઓવર માટે આ જ ભૂલનું પુનરાવર્તન થઈ રહ્યું છે.2017માં ઉદ્ઘાટન કરાયેલા હાટકેશ્વર ફ્લાયઓવરના કિસ્સામાં ચાર વર્ષ બાદ તેના જર્જરિત થવાના સંકેતો દેખાવા લાગ્યા હતા. જુલાઈ 2022 સુધીમાં, ફ્લાયઓવરને અસુરક્ષિત ગણાવી દેવામાં આવ્યો હતો અને ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો. જો ખામી જવાબદારીની મુદત લંબાવવામાં આવી હોત, તો કોન્ટ્રાક્ટર નુકસાન માટે જવાબદાર હોત.ખામી જવાબદારીનો સમયગાળો કોન્ટ્રાક્ટરને આપેલ સમયગાળામાં ઉદ્દભવતી કોઈપણ ખામી માટે જવાબદાર બનાવે છે.…

Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ રખડતા ઢોર માટે નવી નીતિ દરખાસ્ત સાથે આવી છે, જયારે ગુજરાત હાઈકોર્ટે પણ નાગરિક સંસ્થાને આવું કરવા માટે નિર્દેશ આપ્યો છે. આ નવી નીતિ હેઠળ, પશુઓની માલિકી ધરાવતી વ્યક્તિઓ અને સંસ્થાઓએ ફરજિયાતપણે AMC પાસેથી લાઇસન્સ મેળવવું પડશે અને ઢોરને ઘરે રાખવા માટે પણ સમાન પરમિટની જરૂર પડશે.લાઇસન્સ અને પરમિટ દર ત્રણ વર્ષે એક વખત રિન્યુ કરાવવાની રહેશે. જેટલાની પરમિટ આપે છે તેના કરતા વધુ ઢોર જોવા લેશે તો તેઓને દંડ ફટકારવામાં આવશે. લાયસન્સ ફી 2,000 રૂપિયા, ત્રણ વર્ષ માટે પરમિટ ફી 500 રૂપિયા હશે. માલિકોએ તેમના પશુઓની નોંધણી પશુ દીઠ 200 રૂપિયામાં કરાવવાની રહેશે.પાંજરાપોળ અને…

Read More

અરવલ્લી જિલ્લાના ગાજણ કંપાના ખેડૂતે તરબૂચની ખેતીમાં આત્મનિર્ભર બની બમણી કમાણી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા પુરી પાડી છે. બજારમાં પોષણક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતો જાતેજ પોતાનો ઉત્પાદન કરેલો પાક વેચી બમણી કમાણી કરી રહ્યા છે.વડા પ્રધાન દ્વારા ખેડૂતો આત્મનિર્ભર બને તેવા પ્રયાસો કરવામાં ખેડૂતોને પોતાના ખેતરમાં ઉત્પાદિત જણસ જાતેજ ટ્રેડ માર્ક કરી ડબલ કમાણી કરવા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના આ ખેડૂતો આત્મ નિર્ભર બની વાળા પ્રધાનના સૂત્રને સાર્થક કરતા અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બની રહ્યાં છે. ડૂતોને પ્રતિ કિલોનો ભાવ માત્ર 10 રૂપિયા મળતા જાતે વેચાણ કરી ડબલ કમાણી અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં તરબૂચ પાકનું વાવેતર…

Read More

કોવિડના કેસોમાં તાજેતરમાં ઉછાળો જોવા મળ્યો છે, આ સાથે જ દરેક રાજ્યએ કોરોના સામે લડવાની પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ત્યારે રાજ્યને લગભગ 2 લાખ કોરોના વિરોધી રસીના ડોઝ મળવાની સંભાવના છે. જો કે, તેના માટેની સમયરેખા હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.કોવિડ-19 રસીકરણ કેન્દ્રોમાં ઓછો સ્ટોક હોવાના અહેવાલ સાથે, રાજ્યના રોગપ્રતિરક્ષા અધિકારી ડો. નયન જાનીએ જણાવ્યું કે બે ડોઝનું 100% કવરેજ હાંસલ કર્યા પછી, સાવચેતી બૂસ્ટર ડોઝ લેનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે, ફ્રી રસીકરણ કરવામાં આવ્યું હોવા છતાં આવી સ્થિતિ છે. તેથી, રાજ્યના આરોગ્ય વિભાગે સ્ટોકનો બગાડ અટકાવવા માટે નવી રસીની વિનંતીઓ મોકલવાનું બંધ કર્યું.જો કે, કોવિડના…

Read More

Gold Price 13th April: સોના-ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાય દિવસોથી ઝડપી વધારાનો સિલસિલો ચાલી રહ્યો છે. ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં સોના અને ચાંદી બંનેમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ત્યાર બાદ બંને કિંમતી ધાતુઓ તેજીનો રેકોર્ડ બનાવી રહી છે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે, દિવાળીની સિઝનમાં સોનું 65,000 રૂપિયા અને ચાંદી 80,000 રૂપિયાની સપાટીએ પહોંચી શકે છે. હાલમાં ચાંદી 76,000 રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ છે, સોનું પણ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.સોનું અને ચાંદીનો લેટેસ્ટ ભાવસોના અને ચાંદીના ભાવમાં વધારો સતત ચોથા દિવસે પણ ચાલુ રહ્યો હતો. ગુરુવારે, મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના દર નવા સ્તરે પહોંચ્યા હતા.…

Read More

રાજકોટમાં ગઈકાલે એ-ડીવીઝન પોલીસે 60 થી વધુ ટુ-વ્હીલરની ચોરી કરનાર ગેરેજ સંચાલકને ઝડપી લીધા બાદ બી-ડીવીઝન પોલીસે પણ વધુ એક વાહન ચોર ત્રિપુટીનેઝડપી લીધી છે. જેમાં તેમની પુછપરછમાં આ ટોળકીએ રાજકોટ,વાંકાનેર અને અમદાવાદમાં 16 ટુ-વ્હીલરની ચોરી કર્યાની કબૂલાત આપી છે. જે માથી પોલીસે હાલ 8 ટુ-વ્હીલર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે. મળતી માહિતી મુજબ બી ડિવિઝન પીઆઈ આર.જી.બારોટ અને પીએસઆઈ મારૂએ બાતમીના આધારે પેડક રોડ પર શ્યામજી કૃષ્ણ વર્મા બગીચા પાસેથી બુલેટ સાથે આરોપી કિશન ઉર્ફે અનિલ ઉર્ફે બકાલી, વિજય જમોડ (રહે.ઢેઢુકી, તા.વિંછીયા), મહેશ ઉર્ફે ગોકી મનસુખ સાકળીયા (રહે. ઢેઢુકી, તા.વિંછીયા) અને અજય રમેશ કુનતીયા (રહે. નવાગામ, ચોટીલા)ને ઝડપી…

Read More

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ચામુંડા માતાના મંદિરમાં આભૂષણ તેમજ ચાંદીની ચીજ વસ્તુઓની ત્રણ લાખથી વધુની ચોરની ઘટના પ્રકાશમાં આવી છે અજાણ્યા ચોર ઈસમોએ રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશી દરવાજાનો લોકો તોડી લાખો ના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા. સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ સતત બનતી રહે છે.. જેને જોતા સુરત ક્રાઈમ સીટી તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે.. હવે ચોરો ચોરી કરવામાં મંદિરને પણ છોડી નથી રહ્યા. તેવી જ એક ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગર સોસાયટીમાં બની હતી. સોસાયટીમાં આવેલા ચામુંડા માતાના પૌરાણિક મંદિરમાં રાત્રિના સમયે ચોરી ઈસમો મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરના ગર્ભગૃહનો દરવાજાનો લોક તોડી મંદિરની…

Read More