ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલા આયોજન સંદર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે કુલ ૧૩ જિલ્લાઓમાં ૩૨૫ નવીન ટ્યુબવેલ સારવામાં આવી છે તેમજ ૪૩૨ નવીન મીની યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં જરૂરિયાત જણાશે તો નવીન ૨૦૦ D.R. બોર તથા ૩૦૦૦ જેટલા D.T.H. બોર બનાવવાનું પણ આયોજન છે. રાજ્યના અગરિયાઓને દરિયા કાંઠે પાણી પુરું પાડવા માટે જરૂરિયાત જણાય તો ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવાનું આયોજન કરવામાં આવ્યુ છે. મંત્રી એ ઉમેર્યુ કે, પીવાના પાણીની ફરિયાદો મેળવવા માટે ટોલ ફ્રી…
કવિ: satyadaydesknews
વૈશ્વિક રોગચાળા કોરોનાવાયરસના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. ભારતમાં છેલ્લા 10 થી 12 દિવસથી દરરોજ 5 હજારથી વધુ કોરોના કેસ સામે આવ્યા બાદ આજે છેલ્લા દોઢ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,158 નવા કેસ નોંધાયા છે. દૈનિક કેસોમાં સતત વધારા વચ્ચે, સક્રિય કેસની સંખ્યા 44 હજારને વટાવી ગઈ છે, જે કોરોનાની નવી લહેરનો ખતરો દર્શાવે છે.વાસ્તવમાં, દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોરોનાવાયરસના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. રોજબરોજના કેસોમાં ઉછાળા વચ્ચે ભયાનક બાબત એ છે કે બુધવારની સરખામણીમાં આજે 30 ટકા વધુ કેસ સામે આવ્યા છે. એટલું જ નહીં,…
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગત વર્ષે ૧૬,૫૭૪ બાળકોનું સંપુર્ણ રસીકરણ કરાયું આજનું બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે, સરકાર દ્વારા બાળકોના સ્વસ્થ આરોગ્ય માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મુકવામાં આવ્યા છે જે થકી બાળકોની તંદુરસ્તી, પોષણ, રસીકરણ, સારવાર વગેરેનું ધ્યાન રાખવામાં આવે છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ બાળકોના સ્વાસ્થ્યની કાળજી રાખી તેમની સતત ચિંતા કરવામાં આવે છે, જે થકી જિલ્લાના બાળ મૃત્યુ દરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવેએ જણાવ્યું હતું કે, “બાળકના સારા સ્વાસ્થ્ય માટે આજના સમયે રસીકરણ ખૂબ અગત્યનું છે. બાળકના જન્મ બાદ નિયત સમયે ધનુર, ઓરી, પોલીયો વગેરે જેવી બિમારીઓને રોકવા માટે રસી…
Medicine Side Effects List: બીમાર થવું અને સ્વસ્થ થવું એ કુદરતી પ્રક્રિયા છે. જેમ જ શરીરમાં વાયરસ, બેક્ટેરિયા અને અન્ય રોગ પેદા કરતા પરોપજીવી પ્રવેશે છે તો શરીરમાં થાક, શરીર ગરમ થવું જેવા લક્ષણો દેખાવા લાગે છે. આ બીમાર હોવાની નિશાની છે. જેમ તમે દવા લો છો અથવા રોગપ્રતિકારક શક્તિ પોતાની રીતે કામ કરે છે, તો તે આ બેક્ટેરિયા, વાયરસને મારવા લાગે છે અને દર્દી ફિટ થઈ જાય છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય ત્યારે દવા લે છે. પરંતુ શું તમે જાણો છો કે સમયસર દવા લેવી જ જરૂરી નથી, તમે દવાની સાથે શું ખાઓ છો? આનું ધ્યાન…
આજના સમયમાં દરેક વ્યક્તિ ઓછા સમયમાં વધુ શોધે છે. બેંક FD, LIC, પોસ્ટ ઓફિસ જોખમ મુક્ત રોકાણ વિકલ્પો છે પરંતુ રિટર્ન થોડું ઓછું છે. જેના કારણે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ખૂબ પસંદ કરે છે. તમે મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) માં નાની એસઆઈપી (SIP) કરીને વધુ સારું રિટર્ન મેળવી શકો છો. જો તમે પણ તમારા પોર્ટફોલિયોમાં સુધારો કરવા માગો છો, તો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ (Mutual Fund Scheme) માં રોકાણ કરવું ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે.આજે અમે તમને એક એવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ, જેણે તેના રોકાણકારોને છેલ્લા ત્રણ વર્ષમાં 10 હજારની SIP પર 10 લાખથી…
દમણ પોલીસને પોતાના સૂત્રોથી danangames.in ના નામથી ચાલી રહેલ એક ઓનલાઈન વેબસાઈટ ઉપર ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મથી લોકોનો વિશ્વાસ જીતી વ્યક્તિગત અને આર્થિક જાણકારી ચોરવાની સાથે જુગાર રમવાની ગેરકાનૂની ગતિવિધિ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. પોલીસે પ્રારંભિક તપાસમાં અનેક બેંક ખાતાઓની માહિતી મેળવી હતી. ખાતાઓની ઊંડાણથી કરેલી તપાસ દરમિયાન વિવિધ બેંક ખાતાઓમાં આ ઓનલાઈન ગેમ્સ દ્વારા ગેમ્બલિંગ (જુગાર) માધ્યમથી દરરોજ કરોડો રૂપિયાની લેણદેણ થઈ રહી હતી. બેંક ખાતા દ્વારા પોલીસને જાણકારી મળી કે મોટાભાગના વ્યક્તિઓ દેશના અલગ અલગ વિસ્તારમાં સક્રિય હતા. કેટલાક વ્યક્તિઓ દેશના બહારથી સંચાલન કરી રહ્યા હતા. કેસની ગંભીરતાને જોતાં પોલીસની ટીમને તપાસ માટે દેશના અલગ અલગ રાજ્યોમાં…
અમેરિકામાં $100 મિલિયન (આશરે રૂ. 8,200 કરોડ)ના કોર્પોરેટ છેતરપિંડીના કેસમાં ભારતીય મૂળના બે અમેરિકનો અને તેમના એક અમેરિકન સાથીદારને દોષી ઠેરવવામાં આવ્યા છે. ત્રણેયએ શિકાગો, યુએસએમાં હેલ્થ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ દ્વારા છેતરપિંડી આચરી હતી, જેમાં ગ્રાહકો, ધિરાણકર્તાઓ અને રોકાણકારો ત્રણેય સાથે આટલી મોટી રકમની છેતરપિંડી કરવામાં આવી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અનુસાર, લગભગ 10 અઠવાડિયા સુધી ચાલેલી ટ્રાયલ પછી, જ્યુરીઓએ આઉટકમ હેલ્થના સહ-સ્થાપક 37 વર્ષીય ઋષિ શાહ, પૂર્વ CEO 37 વર્ષીય શ્રદ્ધા અગ્રવાલ, અને પૂર્વ COO 33 વર્ષીય બ્રેડ પર્ડીને છેતરપિંડીમાં દોષિત ઠેરવ્યા છે.આટલા આરોપોમાં દોષિત ઠર્યાઅહેવાલોમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને ટાંકીને જણાવ્યું કે શાહ વિરુદ્ધ 22 આરોપો હતા, જેમાંથી…
ઉમેશપાલ હત્યા કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસની STF ટીમે હત્યાકાંડની આગેવાની કરી રહેલા અતીકના પુત્ર અસદને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ સાથે પોલીસે અન્ય એક શૂટર ગુલામ મોહમ્મદને પણ મારી નાખ્યો છે. અસદના એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા ત્યારે માફિયા અતીક અહેમદ પ્રયાગરાજ કોર્ટમાં હતો. એન્કાઉન્ટરના સમાચાર સાંભળીને તે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો. આ સાથે તેનો ભાઈ અશરફ પણ ત્યાં જ રડવા લાગ્યો.ઉમેશપાલ હત્યા કેસમાં રજૂ કરવામાં આવ્યો હતોજણાવી દઈએ કે ઉમેશપાલ હત્યા કેસમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને આજે પ્રયાગરાજ સીજેએમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં UP STFએ પૂછપરછ માટે કોર્ટમાં બંનેના 14 દિવસના રિમાન્ડ…
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજના ઉમેશપાલ હત્યાકાંડ પર કહ્યું હતું કે તેઓ માફિયાઓને માટીમાં ભેળવી દેશે. ત્યારે હવે યોગી સરકારની પોલીસ તેમના નિવેદન પર અમલ કરી રહી છે. આ ઘટનામાં સામેલ અતીક અહેમદનો પુત્ર અસદ અહેમદ યુપી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઢેર થઈ ગયો છે. પ્રયાગરાજમાં, જ્યા એક સમયે અતીક અહેમદનો સિક્કો ચાલતો હતી, જેની સામે હત્યા, ગેરકાયદે ખંડણી અને કબજાના ડઝનેક કેસ હતા, તેની હવા હવે નીકળી ગઈ છે. UP STF એ ગુરુવારે ઝાંસીમાં એન્કાઉન્ટરમાં માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને તેના એક સાથી ગુલામને મારી નાખ્યા. ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઉમેશ પાલ હત્યા…
નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના ૭૧ હજારથી વધુ ઉમેદવારોને કેન્દ્રની સરકારી નોકરી માટેના નિમણુંક પત્ર વિતરણનો કાર્યક્રમ દેશના ૪૫ સ્થળોએ યોજાયો હતો. વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકારના રેલવે, પોસ્ટ, બેન્ક, આયકર, ઉદ્યોગ વિભાગમાં મળી સૌરાષ્ટ્રવાસીઓને રોજગારી. સરકારી સેવામાં ‘નેશન ફર્સ્ટ’નો હેતુ રાખવા નવ નિયુક્ત ઉમેદવારોને કેન્દ્રીય મંત્રીપુરૂષોતમભાઈ રૂપાલાએ સૂચન આપ્યું હતું. આ શૃંખલા અન્વયે સૌરાષ્ટ્ર કક્ષાનો રોજગાર મેળો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને રાજકોટના જગજીવનરામ સીનીયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કોઠી કમ્પાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યનું જીવંત પ્રસારણ કરાયું હતું. આ પ્રસંગે વડાપ્રધાનએ કહ્યું હતું કે દેશના યુવાનોને દરેક ક્ષેત્રે રોજગારી મળે તે માટે પ્રતિબધ્ધ કેન્દ્ર સરકારે અનેક…