સતલોક આશ્રમ પ્રકરણમાં વિવાદાસ્પદ સંત બાબા રામપાલને હત્યાના કેસોમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે. સતલોક આશ્રમમાં 2014માં થયેલી હત્યા કેસમાં બાબા રામપાલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. 16-17 ઓક્ટોબરે સજાનું એલાન કરવામાં આવશે. હિસાર જેલમાં જજે આ ચુકાદો આપ્યો છે. બાબા રામદેવની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જજ સામે રામપાલને રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 18 નવેમ્બર 2014માં સતલોક આશ્રમમાં હંગામો થયો હતો. જેમાં એક 5 મહિલા સહિત 6 લોકોના મોત નિપજ્યા હતા. આ કેસમાં રામપાલ સહિત કુલ 14 આરોપી છે. આ મામલે બાબા રામપાલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. હત્યા કેસમાં ચુકાદો જાહેર થવાનો હોવાથી હિસાર…
કવિ: Satya-Day
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હાથમાંથી સત્તા જતાં-જતાં રહી ગઈ. હાર્દિક પટેલ. અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીના આંદોલને ભાજપને ભોયભૂ કરવામાં કોઈ કસર રાખી ન હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું સંગઠન આ ત્રણેય યુવા નેતાઓની તોલે ઉણો ઉતર્યું એ વાતનો કોઈ ઈન્કાર કરી શકે એમ નથી. વિધાનસભામાં ભાજપની બૂરી વલે થઈ હોવા છતાં પ્રદેશ ભાજપના પ્રમુખ પદે જીતુ વાઘાણીને અનેક વિરોધ વચ્ચે ચાલુ રાખવામાં આવ્યા તે વાતની પાછળના અનેક કારણો હોઈ શકે છે પરંતુ મહત્વનું કારણ એ છે કે જીતુ વાઘાણી પર સીધી રીતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહના ચાર હાથ છે. અમીત શાહે બોલેલા એકેય શબ્દને તેઓ જરાય અવગણતા નથી. યસમેન…
ભાજપના ધારાસભ્ય દ્વારા હવે કારખાનામાં કામ કરતા લેબરને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રાજેન્દ્રસિંહે પરપ્રાંતિય(હિન્દીભાષી-ઉત્તર ભારતીય) સામે ખુલ્લેઆમ ચમીકી ઉચ્ચારી છે. રાજેન્દ્રસિંહે કહ્યું છે કે જો કારખાનાઓમાં 80 ટકા સ્થાનિક ગુજરાતીઓને રોજગારી આપવામાં નહીં તો આંદોલન કરવાની ફરજ પડશે. સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામમાં બનેલી એક ચકચારી દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતિઓ ઉપર હુમલા થવાની ઘટનાઓ વધી ગઇ હતી. પરપ્રાંતિઓ ઉપર હુમલાઓની ઘટનાઓ બાદ રાજકીય નેતાઓ આમને સામને આવી ગયા છે. વિપક્ષનેતાઓ આ મુદ્દે ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ સરકારે પોતાની રીતે ખુલાસા કર્યા છે. ધારાસભ્ય…
ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિરુધ્વ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાછલા એક અઠવાડિયાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવો બન્યા છે. આ બનાવો અટકાવવા સરકાર નિષ્ફળ ગઈ છે અને હુમલાના ટોપલો ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર પર નાંખી દેવામાં આવ્યો છે. ગુજરાતના બનાવોના પડઘા છેક યુપી અને બિહારમાં પડી રહ્યા છે. મુઝફ્ફરપુરની કોર્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરુદ્વ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ એવું કહ્યું હતું કે સ્થાનિક ફેક્ટરીઓમાં 80 ટકા મજુરો-કારીગરો સ્થાનિક રાખવામાં આવશે અને જે ફેક્ટરી એવું નહી કરશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં…
સુરતની સ્મીમેર મેડીકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે રેંગિંગ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ડોક્ટર વિરુદ્વ રેગિંગની ફરીયાદ કરવામાં આવી છે. 6 ડોક્ટરો દ્વારા ઓર્થોપેડિકના 2 ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં આવતા સ્મીમેર પર કલંક લાગ્યું છે. આ મામલા અંગે એન્ટી રેગીંગ કમિટીને તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. રેગિંગ અંગે જાણવા મળ્યા મુજબ ડોક્ટરો દ્વારા ડોક્ટરોનું રેગિંગ કરવામાં આવતા સમગ્ર મેડિકલ કોલેજમાં ભારે ઊહાપોહ મચી ગયો છે. ઓર્થોપેડિકના ડોક્ટરોને જાત-જાતની બાબતોથી હેરાન કરવામાં આવતા હતા. તેમને હોસ્પિટલમાં લટારો મરાવવામાં આવતી અને વણજોઈતા કામ સોંપી હેરાન કરવામાં આવતા હતા. આ ઉપરાંત 6 ડોક્ટરો દ્વારા ઓર્થોપેડિકના ડોક્ટરોની માનસિક અને અન્ય રીતે…
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના વિશ્વાસુઓને ભાજપમાં ખેંચી લાવવાનું ઓપેરશન થયું હતું તેવી જ રીતે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાનું પણ એ જ તર્જ પર પડીકું વાળી દેવાનો તખ્તો ગોઠવાયો હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાસના કેટલાક યુવાનોને હાર્દિક પટેલથી દુર કરી દેવાનો ખેલ કરવામાં આવ્યો હતો. આ ખેલ સુરતથી થયો હોવાનું કહેવાય છે. હાર્દિક પટેલ એકલો તો પડ્યો નહીં પણ વધુ મજબૂતાઈથી યુવા નેતા તરીકે બહાર આવ્યો અને આ વાત ભાજપના નેતાઓના માથા પર ગોફણની જેમ આજ દિન સુધી વિંઝાઈ રહી છે અને આવનાર દાયકાઓ સુધી વિંઝાયા કરશે. હાલ…
વિકરાળ રૂપ ધારણ કરીને ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારોને ધમરોળતા ચક્રવાત તિતલીએ ઓરિસ્સામાં મોટાપાયા પર ખાનાખરાબી સર્જી છે જ્યારે આંધ્રમાં તિતલીના કારણે બેના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. ઓરિસ્સામાં તિતલીના કારણે કોઈ જાનહાનીના સમાચાર હજુ સુધી મળી રહ્યા નથી. ઓરિસ્સાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વૃક્ષો તૂટી પડવાની ઘટનાઓ નોંધાઈ છે. આ ઉપરાંત કાચા મકાનો તૂટી ગયા છે. ઓરિસ્સા સરકારે સ્થિતિને પહોંચી વળવા માટે વ્યવસ્થા ગોઠવી છે. સરકારે પાંચ જિલ્લાના ત્રણ લાખ લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. કેન્દ્ર સરકારે રાહત અને રેસ્ક્યુ ટીમો મોકલી છે. આંધ્રપ્રદેશ અને પ.બંગાળમાં એનડીઆરએફના એક હજાર જવાનોને તૈનાત કરાયા છે.
વૈશ્વિક માર્કેટમાં થયેલી ભારે ઉથલપાથલના કારણે ગુરુવારે મુંબઈ સ્ટોક એક્સચેન્જ પર તેની ખતરનાક અસર જોવા મળી. સેનસેક્સમાં 1,037.36 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે નિફટીમાં પણ 10,138.60નો કડાકો બોલાયો હતો. નિફટીમાં 321.5 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. ગુરુવારે સવારે જ્યારે શેરબજાર 33,723.53 પોઈન્ટ પર અને નિફટી 10,138.60 પોઈન્ટ પર રેકોર્ડ થયા હતા.જ્યારે રૂપિયો નવ પૈસા વધુ કમજોર થયો હતો. ડોલરની સામે રૂપિયો 74.30 પર રેકોર્ડ થયો હતો. હજુ પણ આ કડાકો ચાલી રહ્યો છે અને 74.47ના સૌથી નિમ્ન સ્તરે રૂપિયો પહોંચી ગયો છે. બુધવારે શેરબજારે તેજી જોઈ હતી. બેન્કીંગ,ઓટો અને અન્ય ધાતુનાં શેરોમા નિવેશકો તરફથી લેવાલી નીકળતા બજારમાં 461 પોઈન્ટનો ઉછાળો આવ્યો…
ગુજરાતમાં ઉત્તર ભારતીયો(હિન્દીભાષીઓ) પર થઈ રહેલા હુમલાના અનુસંધાનમાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ મેદાનમાં આવ્યો છે. હાર્દિક પટેલે પોસ્ટર લોન્ચ કર્યું છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે બિહારીઓ પર અત્યાચાર સહન કરવામાં આવશે નહી. પોસ્ટરમાં વધુમાં લખાયું છે કે બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ગુજરાત સહિતના રાજ્યોમાં રોજી-રોટી માટે આવતા લોકો સાથે કોઈ મારપીટ કરે છે અથવા તો તેમને ગુજરાત છોડવાની ધમકી આને છે તો હાર્દિક પટેલને આ અંગે ઈન્ફર્મ કરવામાં આવે. હાર્દિકે આ માટે હેલ્પ લાઈન નંબર પણ જારી કર્યો છે. બીજી તરફ બિહારના પટના સહિત ઠેર-ઠેર હાર્દિકના ફોટો સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાં 14 વર્ષની બાળા સાથે…
ગુજરાતમાં હિન્દીભાષીઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રી બનવાના અભરખા છે એટલે તેઓ હિન્દીભાષીઓ પર રાજકારણ રમે છે અને ઠાકોર સેનાને બદનામ કરે છે. અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના અંગે ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડયાએ બચાવનામું રજૂ કર્યું છે અને તેમણે પણ હિન્દીભાષીઓને પરપ્રાંતીય જ ગણાવ્યા છે. આ પહેલા હાર્દિક પટેલે પરપ્રાંતીય નહીં પણ તમામને હિન્દુસ્તાની ગણવાવ્યા હતા. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોરને આકરા શબ્દોમાં જવાબ આપતા મામલે વધુ ઉગ્ર બને એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા…