છત્તીસગઢની વિણા સેન્દ્રેએ દ્વિતીય મિસ ટ્રાન્સક્વિન ઇન્ડિયા- 2018 સ્પર્ધા જીતી લીધી છે. આ માટે મુંબઇના ધ લલિત હોટેલમાં ટ્રાન્સક્વિન સૌંદર્ય સ્પર્ધા યોજવામાં આવી હતી. હિમાચલપ્રદેશની સન્યાયા સુદ તામિલનાડુનૃી નમિતા અમ્મુ બીજા ક્રમાંકિત સ્પર્ધક રહ્યા હતા અને પંજાબની નાઝ જોશી ક્લાસિક ક્લાસમાં જીતી હતી. ટીવી અભિનેતા આશિષ શર્મા , સુશાંત દિગ્વિકર, બિગ બોસની ખ્યાતિ વગેરે પેજન્ટમા નિર્ણાયકો તરીકે હાજર રહ્યા હતા. મિસ ટ્રાન્સક્વિન ઇન્ડિયા સૌંદર્ય સ્પર્ધા માટે રીના રાય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રીના રાય માને છે કે એલજીબીટી સમુદાયની સ્વીકૃતિ અને સમાધાન ફક્ત ત્યારે જ થઈ શકે છે જ્યારે અમે તેમને યોગ્યતા અને ગૌરવ સાથે તેમને સ્થાન આપવામાં આવે,…
કવિ: Satya-Day
દવાખાનામાં કામ કરતા વિકૃત માનસિકતા ધરાવતા કમ્પાઉન્ડરના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. પોલીસે કમ્પાઉન્ડરની ધરપકડ કરી છે. કમ્પાઉન્ડર દ્વારા સારવાર માટે આવતી મહિલાઓને ટેબલ પર સુવડાવી તેમના નગ્ન ફોટો લેવાની વિકૃતિથી પીડાતા હવસખોરીયાને પોલીસે પકડી પાડ્યો છે. આ ઘટના સુરતના ડીંડોલી વિસ્તારની છે. ડીંડોલી વિસ્તારમાં ક્લિનિક ધરાવતા ડોક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા ગોપાલની વિરુદ્વ પોલીસે કાર્યવાહી છે. આ કમ્પાઉન્ડર મહિલા દર્દીઓને એનીમા આપવાના બહાને ટેબલ પર નિર્વસ્ત્ર સુવડાવી દેતો હતો. ત્યાર બાદ મહિલાની આંખ પર બ્લાઉઝ ઢાકી તેમના શરીરનો નગ્ન વીડિયો ઉતારતો રહેતો હતો. આ ઘટના અંગે મહિલાઓએ પોલીસ અને પોતાના પરિવારજનોને ફરીયાદ કરતા કમ્પાઉન્ડરની વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી…
બુલેટ ટ્રેનનો ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડુતોએ બુલેટ ટ્રેનની સામે મોરચો ખોલી દીધો છે ત્યારે હવે દિલ્હીમાં પણ બુલેટ ટ્રેનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં મળેલી સભામાં બુલેટ ટ્રેનનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ સિવાયના કોંગ્રેસ, સપીઆઈએમ, સીપીઆઈ, સપા,બસપા, આપ,જદ-યુ ઉપરાંત દેવગૌડા સેક્યુલર જનતાદળ, ખેડૂત સંઘર્ષ સમિતિ, ના નેતાઓ એ હાજર રહી સમર્થન કર્યું. ગુજરાત સીપીઆઈએમ ના આગેવાન અરુણ મહેતા, સુરતના મનસુખ ખોરાસિયા, વલસાડના હસમુખ વારલી, ભાવનગરના અશોક સોમપુરા સહીત 50 થી વધુ ખેડૂતો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં બુલેટ ટ્રેન વિરુદ્વ ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. ખેડુતોનો જમીનના વળતરમાં અન્યાય કરવામાં આવી…
ગુજરાત ભરમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવ બની રહ્યા છે. એક તરફ ભાજપના નેતાઓ પરપ્રાંતીયો પરના હુમલાને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવે છે તો બીજી તરફ ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયા અને જાહેરમાં તેમના વિરુદ્વ નિવેદન અને પોસ્ટ મૂકવામાં આવી રહી છે. છોટાઉદેપુરના ભાજપના ખચાનચીએ પરપ્રાંતીયોને કદવા કહી તેમના વિરુદ્વ પોસ્ટ મૂકતાં ચકચાર જાગી છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ રાજ્યની ભાજપ સરકાર દ્વારા પરપ્રાંતિયોને ગુજરાતમાં તમામ સુરક્ષા આપવામાં આવતી હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે, તો બીજી બાજુ ભાજપના જ કાર્યકરો દ્વારા ખુલ્લેઆમ પરપ્રાંતીયોને ધમકાવવામાં આવી રહ્યાં છે. છોટાઉદ્દેપુરના ભાજપના કોષાધ્યક્ષ સચિન સરકાર તડવીએ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર…
જામખંભાળિયામાં બે દિવસ પહેલા સાંસદ પૂનમ માડમનો આદેશ ન માનનારા અને ખંભાળિયા પ્રજાના હિતમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા ફટાકડાના વેપારીઓના લાયન્સ રીન્યુ ન કરનારા મામલતદાર ચિંતન વૈષ્ણવને સાંસદ પૂનમ માડમની સુચના મુજબ રજા પર મોકલી આપવામાં આવ્યા છે. ચિંતન વૈષ્ણવ 2011માં મામલતદાર તરીકે નિમણુક પામ્યા બાદમાં તેમની બદલી હળવદ ખાતે થઈ હતી. પરંતુ હળવદમાં જાહેર રસ્તા પર ગેરકાયદે હોટેલ ખડકી દેનારા અને તત્કાલીન ભાજપના ધારાસભ્ય જયતિ કવાડીયાના ટેકેદારનું દબાણ હટાવવા જતા તેમની બદલી મહેસાણા ખાતે કરી નાખવામાં આવી. મહેસાણામાં ચિંતન વૈષ્ણવે ટેક્સ ન ભરનારી, બાળ મજુરો રાખનારી અને વાસી ફૂડ પીરસતી એક રેસ્ટોરન્ટને સીલ મારી દીધું પણ આ રેસ્ટોરન્ટના એક મોટા…
પાટીદાર સમાજના શ્રધ્ધા ધામ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ આવતીકાલે સુરત આવી રહ્યા છે. નરેશ પટેલ હવે જાહેરમાં વધુ સક્રીય થઈ રહેલા દેખાય છે. ગયા પખવાડિયે હાર્દિક પટેલના 13 દિવસના ઉપવાસના પારણા કરાવ્યા બાદ હવે તેએ સુરત આવી રહ્યા છે. વિગતો મુજબ રાજદ્રોહના કેસમાં જેલવાસ ભોગવી રહેલા અને પાટીદાર અનામત આંદોલન સમિતિના મહત્વના આગેવાન એવા અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિ માટેના નરેશ પટેલ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સુરત આવી નરેશ પટેલ પ્રથમ અલ્પેશ કથીરીયાની ઘર અને પરિવારજનોની મુલાકાત લેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન નરેશ પટેલને કોંગ્રેસના સિક્રેટ સીએમ તરીકે ખાસ્સા ઓળખવામાં આવ્યા હતા. પરંતુ રાજકારણમાં જોડાવા અંગે…
વિવિધ બેન્કોના માસ્ટર કાર્ડ, અમેરિકન એકસપ્રેસ, વીઝા કાર્ડ છે, તો તમને આંચકો લાગી શકે છે. 15 ઓકટોબર 2018ની મધરતાથી આ તમામ કાર્ડ બંધ થઇ જવાના ભણકાર વાગી રહ્યા છે. જોકે,હજુ સધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દેશભરમાં નિશ્ચતિ કરાયેલી કંપનીઓ ATM/ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની સેવા પૂરી પાડે છે. તે ઉપરાંત ફેસબુક, પેપાલ, અમેઝોન, માઇક્રોસોફટ અને અન્ય વિદેશી પેમેન્ટ કંપનીઓથી અકિલા ચુકવણી પર અસર પડશે. આવું આ કંપનીઓ તરફથી આરબીઆઇની લોકલ ડાટા સ્ટોરેજની નીતીને સ્વિકારવાની ના પાડવાના કારણે થશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ(RBI) આ કંપનીઓને 6 મહિનાનો સમય આપ્યો હતો, કેમકે તેઓ ભારતમાં અકીલા જ ડાટા…
હાલમાં MeTooનો વિવાદ ચાલી રહ્યો છે તેવામાં રાજકોટ ખાતે હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. યુવતીએ ફેસબુક ફ્રેન્ડને બોલાવી 12 લાખ રૂપિયા માંગ્યા હોવાનો કિસ્સો ચકચારી બન્યો છે. સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી ત્રણ યુવકો સાથે સાંઠગાંઠ રચીને યુવાનને માર માર્યો, મોબાઈલ લૂંટી લીધો હતો અને 12 લાખની ખંડણી માંગી હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. વિગત એવી છે કે ફેસબુક પર ફ્રેન્ડશીપ કર્યા બાદ યુવતે સુરેશ નામના યુવકને રાજકોટના રેસકોર્સ ખાતે આવેલા લવગાર્ડન ખાતે મળવા બોલાવ્યો હતો. નીતુ રાવલ નામની યુવતીએ સુરેશને મળવા બોલાવ્યા બાગ તેની સાથે ત્રણ શખ્સો પણ આવ્યા હતા. નીતુ સાથે આવેલા ત્રણેય…
જુલાઈ-2019થી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જારી થનાર ડ્રાઈવિંગ લાયસન્સ અને વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી બુક એક જેવા બનશે. ડ્રાઈવિંગનો રંગ, લૂક અને ડિઝાઈન સહિતના ફિચર્સ સાથે નવા ડ્રાઈવિંગ લાયસન્સ લોકોને મળશે. સ્માર્ટ ડીએલ અને આરસીમાં માઈક્રોચીપ તથા ક્યુઆર કોડ હશે. આ કાર્ડમાં મેટ્રો અને એટીએમ કાર્ડની જેમ નિયરફિલ્ડ કોમ્યુનિકેશન(NFC) પણ હશે.આનાથી ટ્રાફિક પોલીસને તરત જ સંપૂર્ણ જાણકારી મળી જશે. જો વાહન હાંકનારે અંગ કર્યું છે તો તેની પણ જાણકારી તેમાં ઈઝીલી મળી જશે. જો ડ્રાઈવર દિવ્યાંગ છે તો ખાસ રીતે તૈયાર કરાયેલી સૂચના કાર્ડમાં ઉપલબ્ધ હશે. પ્રદુષણ નિયંત્રણની સુવિધા માટે ઈમિશનની પણ આરસી બુકમાં સુવિધા હશે.…
સુરત ખાતે આવેલી સ્મીમેર હોસ્પિટલમાં બનેલા રેગિંગના મામલામાં પાંચ રેસિડેન્ડ ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ રેગિંગની ફરિયાદ હોસ્પિટલના ડીનને કરી હતી જેમણે આ મામલો એન્ટી રેગિંગ કંપનીને સોપ્યો હતો. ત્યારબાદ રેસિડેન્ટ ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો મુજબ સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડો. મિતેશ, ડો. અંકિત. ડો. શાલીન સહિત પાંચ રેસિન્ડેટ ડોક્ટરો સામે રેગિંગની ફરિયાદ કરવામાં આવી હતી. આ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ડો. રાજનને બે ટર્મ માટે અને ડો. અંકિતને એક ટર્મ માટે સસ્પેન્ડ કરાયા છે. જ્યારે અન્ય ત્રણને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે…