ગુજરાત કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રોજેક્ટ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસની વિચારધારામાં માનતા લોકોને કોંગ્રેસ સાથે જોડવાનું આ કામ રાહુલ ગાંધીએ શરૂ કરાવ્યું છે, પરંતુ ગુજરાતમાં શક્તિ પ્રોજેક્ટના નામે કોંગ્રેસીઓ ઉલાળીયું કરી રહ્યા છે. શક્તિ પ્રોજેક્ટમાં જે કાર્યકરો, આગેવાનોનાં સૌથી વધુ મેમ્બર હશે તેમને હોદ્દો મેળવવામાં કોઈની પણ ભલામણની જરૂર રહેશે નહીં અને રાહુલ ગાંધી સાથે તેમની મુલાકાત કરાશે. શક્તિ પ્રોજેકટમાં એક મેમ્બરના 10 પોઈન્ટ આપવામાં આવે છે. જેને મેમ્બર બનાવવાના હોય તેમણ કોંગ્રેસ દ્વારા નક્કી કરાયેલા નંબર પર એસએમએસ મોકલવાનો રહે છે અને ઈલેકશન કાર્ડ નંબર થકી રજિસ્ટ્રેશન કરી જે-તે આગેવાનનો નંબર સબમીટ કરવાનો હોય છે. આમ એક મેમ્બર…
કવિ: Satya-Day
ચંબલ,અંચલના પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ આચારસહિંતાના ડરે અજબ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. હકીકતે રાહુલ ગાંધી ગુરુદ્વારમાં નમન કરવા પહોંચ્યા હતા. નમન કર્યા બાદ દાનપેટીમાં નાંખવા માટે 500 રૂપિયાની નોટ કાઢી,પરંતુ તેમની બાજુમાં ઉભેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આચારસંહિતાનો હવાલો આપી 500 રૂપિયાની નોટ પોતાના ગજવામાં સેરવી લીધી હતી. ગ્વાલિયરના ચંબલ-અંચલમાં રાહુલ ગાંદી મંદિર-મસ્જિદની મુલાકાત કરી હતી. ગુરુદ્વારેમાં જઈ માનતા માની હતી. ગ્વાલિયરના કિલ્લા પાસે આવેલા ગુરુદ્વાર પહોંચ્યા અને કોંગ્રેસ તથા કાર્યકરોની ખુશાલીની કામના કરી હતી. પણ આચારસંહિતાના કારણે રાહુલ ગાંધી દાન કરી શક્યા નહીં. ગુરુદ્વારમાં દર્શન કરતા પૂર્વે રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથે લીધી હતી. રાહુલે કહ્યું…
ગુજરાતી નોન ફિલ્મી આલ્બમ “ચાર-ચાર બંગડીવાળી ગાડી”થી પ્રસિદ્વ થયેલી રોક સ્ટાર કિંજલ દવેનો અમદાવાદ ખાતે બુધવારે રાત્રે વિરોધ થયો હતો. નવરાત્રીના એક કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી. લોકોનો રોષ એટલો બધો હતો કે કિંજલ દવેની કારને પણ આગળ વધવા દીધી ન હતી. તેની ચાર બંગડીવાળી ગાડીને લોકોએ અટકાવી દીધી હતી. વિગતો મુજબ અમદાવાદ ખાતે આવેલા સાયન્સ સિટી સેન્ટરના પાર્ટી પ્લોટમાં નવરાત્રીને અનુલક્ષીને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિંજલ દવે અને તેના મ્યુઝીક ગ્રુપને પર્ફોર્મ કરવા માટે બોલાવાયું હતું. સૌ પ્રથમ સ્ટેજ નજીક રમતા ખૈલેયાને ગરબા રમતા અટકાવી દેવાયા હતા જેના કારણે ભારે વિવાદ થયો હતો. આયોજકોની…
કન્વર્ટેડ એટલે કે હિન્દુમાંથી મુસ્લિમ બનેલા અને પોતાના બાળકોના નામ મુકુલિકા અકબર(દિકરી) અને પ્રયાગ અકબર(પુત્ર)ના નામ રાખનારા એક જમાના ઝુઝારુ પત્રકાર અને બાદમાં કોંગ્રેસથી લઈ ભાજપમાં જનારા, હાલ વિદેશ રાજ્યમંત્રી મુબશ્શર જાવેદ અકબરે(એમ.જે.અકબર) #MeTooના વિવાદ બાદ આખરે રાજીનામું આપી દીધું છે. યૌન શોષણના આરોપોથી ધેરાયેલા અકબરને છેવટે મંત્રીપદ છોડવું પડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે તેમનું રાજીનામું માંગી લીધું છે. 20 જેટલી મહિલા પત્રકારોએ અકબર પર યૌન શોષણના આરોપ મૂક્યા છે. વિદેશ યાત્રાએથી પાછા ફરેલા એમ.જે.અકબરે કહ્યું હતું કે આક્ષેપો પાયાવિહોણા છે. અકબરે આરોપ મૂકનારી મહિલા પત્રકાર પ્રિયા રામાણી વિરુદ્વ બદનક્ષીનો કેસ પણ દાખલ કર્યો…
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપને ઝટકો લાગ્યો છે. ભાજપના સંસ્થાપક મેમ્બર રહેલા જશવંતસિંહના પુત્ર માનવેંદ્રસિંહ સમગ્ર પરિવાર સાથે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. ભાજપના સંસ્થાપક મેમ્બર અને પૂર્વ વિદેશ મંત્રી જશવંતસિંહના પરિવારે કોંગ્રેસની કંઠી બાંધી લીધી છે. રાજસ્થાનના મારવાડમાં તેમનો ખાસ્સો પ્રભાવ માનવામાં આવે છે. જશવંતસિંહના પરિવારનો ભાજપ સાથે છેડો ફાડવો ભાજપ માટે મોટો ઝટકો મનાય છે. દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નિવાસે જશવંતસિંહના પુત્ર માનવેંદ્રસિંહે કોંગ્રેસમાં જોડાવાનું એલાન કર્યું છે. હાલ માનવેંદ્રસિંહ શિવ વિધાનસભા સીટ પરથી ભાજપના ધારાસભ્ય છે. માનવેંદ્રની સાથે તેમની પત્ની ચિત્રાસિંહ, જીવંતસિંહ, દ્વિતીય પુત્ર ભૂપેન્દ્રસિંહ અને જશવંતસિંહના પત્ની શીતલ કવરે કોંગ્રેસની મેમ્બરશીપ…
દુનિયાભરમાં એક કલાક માટે YouTube ડાઉન થઈ ગયું હતું. આ સમય દરમિયાન યુઝર્સને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. યુઝર્સ ચેનલને એક્સેસ કરી શકતા ન હતા. જોકે, થોડાંક જ સમયની અંદર YouTubeએ ટેક્નિકલ ખામીને દુર કરી દીધી હતી અને ત્યાર બાદ રાબેતા મુજબ YouTube ચાલુ થઈ ગયું હતું. પણ સોશિયલ મીડિયામાં #YouTubeDown ટ્રેન્ડ બની ગયું હતું. ટેક્નિકલ ખામીને દુર કરી કંપનીએ જૂના ટ્વિટને કોડ કરી કહ્યું કે હવે અમે પાછા ફર્યા છે. તમારા ધૈર્ય માટે ધન્યવાદ, જો તમને ડાઉન જેવો કોઈ ઈશ્યુ ફેસ થઈ રહ્યો હોય તો તાત્કાલિક અમને જાણ કરો. જ્યારે YouTube ડાઉન થયું ત્યારે યુઝર્સને વીડિયોની જગ્યાએ વાંદરા…
લાંબા સમયથી બિમાર ચાલી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના સ્થાને કોને સીએમ બનાવવા તે અંગે ભાજપમાં ગડમથલ ચાલી રહી છે ત્યારે ગોવા સરકારમાં હાલ મંત્રીપદું ધરાવતા વિશ્વજીત પ્રતાપસિંહ રાણેનું નામ સીએમની રેસમાં ચર્ચાઈ રહ્યું છે. ગઈકાલે કોંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. બન્ને ધારાસભ્યોને ભાજપમાં લઈ પાછળ વિશ્વજીત પ્રતાપ રાણેની ભૂમિકા મહત્વની રહી હતી. રાણેએ કહ્યું છે કે ગોવામાં કોંગ્રેસને બરબાદ કરી નાંખીશ.બચાવી લેવાતી હોય તો બચાવી લે કોંગ્રેસ, વિશ્વજીત પ્રતાપસિંહ રાણેએ ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે ક્રિસમસ અને નવા વર્ષ સુધીમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 10 પર આવી જશે. જો કોંગ્રેસને તૂટતી બચાવી લેવા માગતા હો તો બચાવી લો નહિંતર…
પાછલા લાંબા સમયથી રાજદ્રોહના કેસમાં જેલવાસ ભોગવી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને હાર્દિક પટેલના ખાસ વિશ્વાસુ એવા અલ્પેશ કથીરીયાના પરિવારજનોની ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મુલાકાત કરી હતી. નરેશ પટેલે અલ્પેશના પરિવારજનોને હૂંફ આપી હતી અને કથીરીયાનો જેલવાસ જલ્દીથી પૂર્ણ થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે ન્યાયતંત્રમાં સંપૂર્ણ ભરોસો હોવાનું જણાવ્યું હતું અને સરકાર સાથે વાતચીત ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. એક સમયે PAASમાં નંબર ટૂની પોઝીશન ધરાવતા દિનેશ બાંમભણીયા સહિતના કાર્યકરો સાથે નરેશ પટેલે સુરતના નાના વરાછા ખાતે આવેલી ગીરનાર સોસાયટીમાં અલ્પેશ કથિરીયાના ઘરે મુલાકાત કરી હતી, મુલાકાત દરમિયાન પરિવારજનોના ખબર અંતર પુછ્યાં હતાં. આ ઉપરાંત…
ગોવામાં કોંગ્રેસનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. મનોહર પરિકરની ગોવા વાપસી બાદ કોંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં જોડાતા સરકાર રચવા માટે ફાંફા મારી રહેલી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ભારે ઉથલપાથલ વચ્ચે ગોવામાં રાજકીય ગરમા ગરમી ચાલી રહી છે. પરિકરને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોંગ્રેસના બે ધારાસભ્યો સોમવારે અડધી રાત્રે દિલ્હી જવા રવાના થયા હતા અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને મળ્યા હતા અને ભાજપ કાર્યાલય પર જઈ સીધો ભગવો ખેસ ધારણ કરી લીધો હતો. ગોવા વિધાનસભા ના સ્પીકર પ્રમોદ સાવંતે કહ્યું કે કોંગ્રેસનાં બે ધારાસભ્યોમાં દયાનંદ સોપતે અને સુભાષ શિરોડકરનું રાજીનામું મળ્યું છે. બન્ને ધારાસભ્યોના રાજીનામા મંજુર…
સુરતમાં આંજણા અને ભાઠેનામાં પીપી સ્કીમ લાગુ કરી ત્યાં 17 માળના ટાવરો બાંધી ઝુંપડપટ્ટી ખસેડવાના મામલે ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. આ ઊહાપોહ અંગે સુરતના કોંગ્રેસ સાથે સંકળાયેલા જાણીતા વકીલ અને પીપી યોજનાની તરફેણ કરતા કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. બન્ને જણાએ એકબીજાને માર માર્યો હોવાની વિગતો આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળી છે. જોકે, હજુ સુધી બન્નેમાંથી એક પણ જણાએ પોલીસ ફરીયાદ કરી નથી. હાલ આ ઘટનાને લઈ બન્ને આગેવાનોના કાર્યકરો વચ્ચે તણખલા ઝરી રહ્યા છે. પાછલા 6 મહિનાથી કોંગ્રેસના કોર્પોરેટર વિરુદ્વ વકીલે સોશિયલ મીડિયામાં એકપછી એક પોસ્ટ વાયરલ કરી હતી.…