આજે સોમવારે દિલ્હીવાસીઓ દુકાન કે ઓફીસ જવા નીકળશે તો પેટ્રોલ ભરાવવા માટે ભટકવું પડી શકે છે. દિલ્હીના પાડોશી રાજ્ય યુપી અને હરિયાણામાં સસ્તા પેટ્રોલ-ડીઝસ હોવાના કારણે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં ઘટાડો થતાં પંપ માલિકોએ બંધનું એલાન આપ્યું છે. દિલ્હીનાં 400 જેટલા પંપ બંઘ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત CNG પંપ પણ બંધમાં જોડાયા છે. સંચાલકોનું કહેવું છે કે પાડાશી રાજ્યોએ વેટ ઘટાડતા પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા છે. યુપીની સરખામણીએ દિલ્હીમાં પેટ્રોલ 3 રૂપિયે અને ડીઝલ 2 રૂપિયા જેટલું મોંધું મળી રહ્યું છે. મોંધા પેટ્રોલ-ડીઝલના કારણે વાહન ચાલકો યુપી અને હરિયાણામાં જઈને ઈંધણ ભરી રહ્યા છે. ઓલ ઈન્ડીયા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય…
કવિ: Satya-Day
એક સમયે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા રેશ્મા પટેલે આજે ફેસબુક પર પોસ્ટ મૂકી શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને નોકરી આપવાનો મુદ્દો ઉપસ્થિત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આજે બરાબર એક વર્ષ પહેલા રેશ્મા પટેલ અને વરુણ પટેલનો ભાજપમાં વાજતે ગાજતે પ્રવેશ કરી હાર્દિક પટેલને ફટકો મારવાની કોશીશ કરવામાં આવી હતી. રેશમા અને વરુણના ભાજપમાં જવાથી હાર્દિક પટેલને કોઈ અસર થઈ હોય એવું આજદિન સુધી જણાયું નહીં પણ ભાજપમાં જઈને હોદ્દા મેળવી લીધા બાદ પણ ઈગનોરીઝમનો ભોગ બનેલા બન્ને પાટીદાર યુવા નેતાઓનો ધીમે ધીમે ભ્રમ ભાંગી રહ્યો છે. રેશ્મા પટેલે ફેસબુક પર પોસ્ટ મૂકી સ્પષ્ટ રીતે ગુજરાતના સીએમને ચીમકી આપી છે…
પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળયેલી રેશ્મા પટેલે એક વર્ષ સુધી ભાજપમાં રહ્યા બાદ સૂર બદલવાના શરૂ કર્યા છે. રેશ્મા પટેલની પોસ્ટ વાંચી એવું લાગે છે હવે આ પટલાણી પણ મોહભંગથી પીડાઈ રહી છે અને ભાજપનો સામનો કરવા સજ્જ થઈ રહી છે. વાયદાઓ આપવામાં માહેર ભાજપ સરકાર પોતાના નેતાઓને પણ વાયદાઓ જ આપે છે તે રેશમા પટેલની પોસ્ટથી પૂરવાર થયું છે. એક વર્ષ પહેલા રેશમા પટેલ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે કેટલીક માગ પૂર્ણ કરવાની શરતે જોડાયા હતા. પરંતુ ભાજપ સરકારે તેમની આ માગ પૂર્ણ ન કરતા તેઓ હવે લડવાના મુડમાં આવી ગયા છે. રેશમા પટેલ આ નામ એક વર્ષ પહેલા…
#MeToo મૂવમેન્ટના કારણે સંગીતકાર અનુ મલિકનો ટીવી શોમાંથી ભોગ લેવાયો છે. સોની ટીવી પર આવતા ઈન્ડીયન આઈડલ-10માંથી અનુ મલિકને તગેડી મૂકવામાં આવ્યા હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. જ્યારે અનુ મલિકનુ કહેવુ છે કે ટીવી શોમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે. બ્રેક લેવાના કારણે અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે. અનુ મલિકે કહ્યું છે કે ઈન્ડીયન આઈડલમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે. પોતાના કામ પર વધુ ફોકસ કરવા માટે આ નિર્ણય લીધો છે. સંગીત અને કેટલાક શોમાં બિઝી હોવાના કારણેટીવી શોને સમય ફાળવી શકું એમ નથી. દરમિયાન સોની એન્ટરટેઈન્મેન્ટ ટેલિવિઝને પ્રેસને જણાવ્યું છે કે હવેથી અનુ મલિક ઈન્ડીયન આઈડલની જ્યુરી પેનલમાં…
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈ ચાલી રહેલી ચર્ચામાં ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહ રાવે મોટું નિવેદન આપ્યું છે. રાવે કહ્યું કે મોદી સરકાર અને ભાજપ રામ મંદિર નિર્માણને લઈ પ્રતિબદ્વ છે. આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોશે. રાવે કહ્યું કે ભાજપના નેતાઓના એક વર્ગે મંદિર પર કાયદો અને અધ્યાદેશ લાવવાની માંગ કરી હતી, પાર્ટી તેમની લાગણીને સમજે છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી રામ મંદિર નિર્માણનો મુદ્દો છે ત્યાં સુધી અમારી પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે. અમે હંમેશાથી ભવ્ય મંદિર નિર્માણની તરફેણમાં છીએ પરંતુ કોર્ટના માધ્યમથી ફેંસલો થાય અથવા બન્ને સમાજના લોકો વચ્ચે સમજૂતી દ્વારા નિરાકરણ થાય ત્યાં સુધી મંદિર નિર્માણનો…
CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની વિરુદ્વ ખુદ CBIએ FIR દાખલ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસ 15મી ઓક્ટોબરે દાખલ કરવામાં આવ્યો છે. FIRને જોઈએ તો અસ્થાના પર લાંચ લેવાનો આરોપ છે. માલૂમ પડી રહ્યું છે કે રાકેશ અસ્થાનાએ મોઈન કુરેશી નામના શખ્સનો કેસ રદ્દ કરવા માટે લાંચ લીધી છે. આ મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપી મનોજ પ્રસાદ(મીડલ મેન)નું નિવેદન નોંધવામાં આવ્યું છે. મનોજ દુબઈમાં રહે છે. આ કેસમાં હૈદ્રાબાદ સ્થિત વેપારી સના સતીષની પણ જૂબાની નોંધવામાં આવી છે. આરોપ છે કે મોઈન માટે સના સતીષ રૂપિયાની વ્યવસ્થા કરતો હતો. મનોદ મારફત લાંચ આપવામાં આવી હતી. મનોજને CBIએ પકડી પાડ્યો…
હૈદ્રાબાદના ઐતિહાસિક ચાર મીનાર ખાતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ AIMIMના અધ્યક્ષ ઔવેસીને આડે હાથે લીધા હતા. ઔવેસીને તેમના ગઢમાં જ રાહુલે બરાબરના ઘેરી લીધા હતા. ઔવેસીની નીતિઓ પર સવાલ ઉઠાવી રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની વિચારધારા નફરત ફેલાવનારી છે. તેલંગાણી વિધાનસભા ચૂંટણી પ્રચારની કમાનને આક્રમક રીતે સંભાળી રાહુલ ગાંધીએ ઔવેસીની વિચારધારાને ભાજપની નફરત ફેલાવનારી વિચારાધારા સાથે સરખાવી હતી. રાહુલે કહ્યું કે ભાજપની નફરત ફેલાવનારી વિચારધારાના ઔવેસી ભાગીદાર છે. બન્ને પાર્ટીઓની વિચારધારા એક જ છે. કોંગ્રેસ પ્રમુખે અસદુદ્દીન ઔવેસી પર કડક રીતે શાબ્દીક પ્રહારો કર્યા હતા. વિશાળ જનમેદનીએ તાળીઓથી રાહુલ ગાંધીને વધાવી લીધા હતા. ચાર મીનાર ખાતેથી રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી…
છત્તીસગઢમાં 12મી નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં ભાજપે અનેક મંત્રી અને ધારાસભ્યોની ટીકીટ કાપી નાંખી છે. હાલ 77 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. 14 ધારાસભ્ય અને હાલના મંત્રીની પણ ટીકીટ કાપી લેવામાં આ છે. છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજવામાં આવનાર છે. છત્તીસગઢ ઉપરાંત ભાજપે મિઝોરમ અને તેલંગાણા માટે પણ ઉમેદવારો જાહેર કર્યા છે. ઉમેદવારોની પસંદગીમાં પીએમ મોદી, રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ, રાજનાથસિંહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. રાજસ્થાન,મધ્યપ્રદેશની ચૂંટણી માટેના ઉમેદવારો હવે પછી જાહેર કરવામાં આવશે. છત્તીસગઢમાં કુલ 90 બેઠક છે. 77ની પ્રથમ યાદીમાં 14 ધારાસભ્યોને કાપી નાંખવામાં આવ્યા છે અને 14…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની રચનાના ભણકારા વાગી રહ્યા છે ત્ચારે સુરતમાંથી હોદ્દો મેળવવાની લાઈનમાં એક ડઝન કરતાં પણ વધારે લોકોના નામની ભલમાણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ વિદેશ યાત્રાએથી પરત આવી ગયા છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી(GPCC)ની રચના કરવનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. GPCCના લિસ્ટમાં સુરતમાંથી તાજેતરમાં જ સુરતના પ્રમુખપદેથી વિદાય લેનારા હસમુખ દેસાઈ, સુરત મહાનગર પાલિકાના વિપક્ષના નેતા પ્રફુલ તોગડીયા(પપ્પન તોગડીયા), બાબુ કાપડીયા, શૌકત મુન્શી, ઈકબાલ મલીક, દીપ નાયક, અર્શિત જરીવાલા, અસદ કલ્યાણી, દિનેશ કાછડીયા વગેરેના નામો ચર્ચાઈ રહ્યા છે. દિનેશ કાછડીયા વિરુદ્વ વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક વીડિયો ક્લિપ…
ગુજરાતમાં પરપ્રાંતયો પરના હુમલા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના ચીફ અલ્પેશ ઠાકોરને ટારગેટ કરવામાં આવ્યા બાદ અલ્પેશ ઠાકોરે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. ડીસા ખાતે દશેરા નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમમાં હાજર રહેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સિંહગર્જના કરી વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. અલ્પેશ ઠાકોરે જનમેદનીને સંબોધતા જણાવ્યું કે રાત્રે બાર વાગ્યે પણ એકલો ફરું છું, જેનામાં તાકાત હોય તે આવી જાય. મને મારવો હયો તો મારી નાંખે. હું કોઈનાથી ડરતો નથી. તેમણે કહ્યું કે મારા નામે ગુજરાતને તોડવાનું ષડયંત્ર કરી રહેલા લોકો રાજકારણ રમી રહ્યા છે. પણ તેઓ ફાવવાના નથી. લોકોને ખબર છે કોણ આ નિર્દોષ પરપ્રાંતીયો પર…