વડાપ્રધાન મોદી પોતાના લૂકને કારણે ખાસ ચર્ચામાં રહે છે, કોઇ દેશના પ્રવાસે હોય તો ખાસ સૂટ પહેરે છે, તો દેશમાં કોટી અને કુર્તામાં નજરે પડે છે, પરંતુ હાલ સોશિયલ મીડિયા પર એક વાતની ખાસ ચર્ચા થઇ રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદીએ મેકઅપ માટે એક મહિલા રાખી છે, જેને મહિને 15 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. આ એક ફેક ન્યુઝ છે, જેમાં નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ સાથે તેમના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે . હકીકતમાં વડાપ્રધાન મોદી કોઈ જાતનો મેક-અપ કરતા નથી. તમે મેડમ તુસાદ્સનું નામ…
કવિ: Satya-Day
હવે પોર્ન વેબસાઈટ બ્લોક થઈ જશે. સરકારે ઇન્ટરનેટ સર્વિસ પુરી પાડતી તમામ કંપનીઓને નોટિસ જાહેર કરી છે કે તેઓ તેઓ 827 પોર્ન વેબસાઇટ બ્લોક કરે. ઉત્તરાખંડ હાઇકોર્ટનાં આદેશ બાદ કેન્દ્ર સરકારે આ આદેશ જાહેર કર્યા છે. ઉત્તરાખંડ સરકારે 27 સપ્ટેમ્બર, 2018 ના રોજ આ આદેશ આપ્યો હતો. ઉત્તરાખંડ હાઇકોર્ટે 857 પોર્ન વેબસાઇટ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, ઇલેક્ટ્રોનિક એન્ડ આઇટી મંત્રાલયને 30 વેબસાઇટમાં કોઇ વાંધાજનક મળ્યું નહોતું. આથી આ મંત્રાલયે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને 827 પોર્ન વેબસાઇટ બ્લોક કરવા સૂચના આપી છે. આ તમામ વેબ પોર્ટલનાં હાઇકોર્ટનાં ઓર્ડરમાં નામ આપેલા હતા.
અમદાવાદના બોપલ વિસ્તારમાં વર્ષ 2003ના હાઈપ્રોફાઇલ અને ચકચારિત સજની હત્યા કેસમાં અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે હત્યારા પતિની બેંગલુરુથી ધરપકડ કરી લીધી છે. આરોપી પતિએ અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધમાં 26 વર્ષીય પત્નીની હત્યા કરી નાંખી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે પંદર વર્ષ પછી તેને પકડી પાડ્યો છે. ફિમેલ RJ સાથેના પ્રેમસંબંધમાં 26 વર્ષીય પત્ની સંજનીની હત્યા પછી તરુણ જિનરાજ બેંગલુરુ ભાગી ગયો હતો અને દિલ્હીની કંપનીમાં ઓળખ છુપાવીને નોકરી કરતો હતો. તરુણ અહીં પ્રવીણ ભટેલીના નામથી રહેતો હતો. તેણે પોતાના મિત્રનું નામ ધારણ કરી લીધું હતું વિગત મુજબ તરુણ ઓરેકલ કંપનીમાં સિનિયર મેનેજર…
ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવે પર નવરાત્રી દરમિયાન અમદાવાદમાં કાર રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો આજે સામે આવેલી અન્ય એક ઘટનામાં કિંજલ દવેને ચાલુ કાર્યક્રમ દરમિયાન હડસેલી બાઉન્સરો સાથે ઝપાઝપી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિગત મુજજ કિંજલ દવે તેની ટીમ સાથે 23મી ઓક્ટોબરે માઉન્ટ આબુ ખાતે આવેલા રિસોર્ટમાં પ્રોગ્રામમાં ગરબા ગાવા માટે ગઈ હતી. ગરબાના કાર્યક્રમ દરમિયાન કેટલાક ઉશ્કેરાયેલા યુવાનોએ કિંજલ દવે અને તેની ટીમ સાથે રીતસરનો ઝઘડો કર્યો હોવાનું જણાય છે. યુવાનો સ્ટેજ સુધી ઘસી આવ્યા હતા. કેટલાક સમય માટે ગરબાના કાર્યક્રમને બંધ કરી દેવામાં આવ્યો હતો. વીડિયો જોતાં એવું લાગે છે કે યુવાનોએ…
હરીયાણા-પંજાબ હાઈકોર્ટે આસારામના પુત્ર અને સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાઈને જામીન આપવાનો હુકમ કર્યો છે. નારાયણ સાઈ પર હત્યા અને યૌન ઉત્પીડનના આરોપ છે. હાઈકોર્ટમાં સતત સુનાવણી કરવામાં આવી હતી. હરીયાણા સરકારે માગ કરી હતી કે નારાયણ સાઈને કોઈ પણ સંજોગોમાં જામીન આપવામાં આવે નહીં, કારણ કે નારાયણ પર ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. હરીયાણા સરકારે જામીન આપવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું નારાયણ સાઈ કેસને અસર કરી શકે છે. સરકારે કહ્યું કે નારાયણ સાઈ પર કુલ નવ કેસ ચાલી રહ્યા છે. હરીયાણા સરકારે કહ્યું કે તમામ કેસમાં નારાયણ સાઈ મુખ્ય આરોપી છે. પાછલી સુનાવણીમાં કોર્ટે સરકારને ત્રણ…
કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા સોશિયલ મીડિયા પર આને લઈ ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ગઈ છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરના નિવેદનને લઈ વિવાદમાં ઘેરાયેલા સ્મૃતિ ઈરાનીએ ટીકાકારોને પોતાના આગવા અંદાજમાં જવાબ આપ્યો તો ખરો પણ જે ફોટો મૂક્યો તેને લઈ નેટીઝન્સ દ્વારા જોરદાર ચર્ચા કરવામાં આવી રહી છે. સ્મૃતિ ઈરાનીએ જે ફોટો શેર કર્યો તેમાં તેમનું મોઢું બંધાયેલું છે. ફોટો સાથે કેપ્શન લખી છે કે” હમ બોલેગે તો બોલોગે કે બોલતા હૈ.” સ્મૃતિ ઈરાનીનો જવાબ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કેટલાય લોકોએ આ ફોટોની ટીકા કરી છે, તો કેટલાકે જવાબ આપવાના ઈરાનીની…
ઓફિસ ઓફ પ્રોફીટને લઈ આમ આદમી પાર્ટી(AAP)ને મોટી રાહત મળી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લાભના પદનો ઉપયોગ કરવા બદલ AAPના 27 ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાની અરજીને ફગાવી દીધી છે. દિલ્હીની હોસ્પિટલો સાથે સંકળાયેલી રોગી કલ્યાણ સમિતિના પ્રમુખ તરીકે ધારાસભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી અને ઓફિસ ઓફ પ્રોફીટ અંતર્ગત ઘારાસભ્યો વિરુદ્વ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચના અભિપ્રાયના આધારે ગેરલાયક ઠેરવવાની અરજીને ફગાવતા આદેશ પર સહી કરી દીધી છે. ચૂંટણી પંચે અરજીને વિચારયોગ્ય નહી માની હતી. જેથી કરીને આવા પ્રકારની અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલી આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ વિમર્શ કરી તે અરજીને ફરી…
સતત વિવાદમાં રહેતી રાખી સાવંતે હાલમાં મીડિયા સમક્ષ રજુઆત કરી હતી કે તનુશ્રી મને આટલો પ્રેમ કરે છે તેની મને ખબર નહોતી. તનુુએ મારા માટે મુંડન કરાવ્યું હતું અને હવે તે ગેમ કરી રહી છે. નાર્કો ટેસ્ટ નાના પાટેકરનો નહી પણ તનુશ્રીનો થવો જોઈએ. વિવાદો મહારાણી તરીકે જાણઈતી રાખી સાવંતે બુધવારે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેણે તનુશ્રી દત્તા સાથે જોડાયેલા ઘણા સવાલોના ખુલાસા કર્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં તેણે તનુશ્રી પર માનહાનિનો કેસ કર્યા બાદ તેના પર રેપ જેવા ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. રાખી પ્રેસ કોન્ફરન્સમાં સાડી પહેરીને આવી હતી, તેણે કહ્યું કે…
થોડા સમય પહેલા સુરતના ડોક્ટર પર બળાત્કારની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરને ફાંસની સજા આપો સાથેના નારા સાથે મહિલા, પતિ અને સમાજે રસ્તા પર ઉતરીને દેખાવો કર્યા હતા. બળાત્કારની ઘટનામાં મહિલાએ 164 મુજબનું નિવેદન નોંધાવ્યું હતું અને ડોક્ટરને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. આ ડોક્ટરને બળાત્કારની ફરીયાદમાંથી ઉગારી લેવા માટે સમાજનો ઉપયોગય કરવામાં આવ્યો. લોકોએ રસ્તા પર ઉતરીને દેખાવો કર્યા અને ડોક્ટરને ફાંસીની સજાની માંગ કરી. પણ, પણ, જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ આ કેસમાં કોર્ટ બહાર સમાધાન કરી લેવામાં આવ્યું. મહિલા માની ગઈ અને એફિડેવિટ રજૂ કરી કહ્યું કે મારે હવે મારા પર થયેલા બળાત્કારના…
દુનિયાનું સૌથી પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર આફત મંડાઈ રહી છે. ક્યારેક રાજકીય નેતાઓના ડેટા સાથે છેડછાડ તો ક્યારેક 5 કરોડ યુઝર્સના અકાઉન્ટ હેકિંગના સમાચારોથી કંપનીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો આવું જ ચાલુ રહ્યું તો એ દિવસ દુર નથી જ્યારે ફેસબુક બંધ થઈ જશે. ડેવિડ કર્કપેટ્રીક નામના એક લેખકે 2010 માં ફેસબુક પર લખેલા પોતાના આ પુસ્તકમાં એક વાત લખી હતી કે જો કંપની ઐ રીતે જ સિક્યોરિટી ઈસ્યુનો સામનો કરતી રહી તો ટુંક સમયમાં જ એડવર્ટાઈઝર આ સાઈટ પર પોતાની જાહેરાતો આપવાનું બંધ કરી દેશે. ઉલ્લેખનીય છે કે આ સોશિયલ નેટવર્કીંગ કંપની છેલ્લા ઘણા…