કવિ: Satya-Day

ગુજરાતમાં સૌપ્રથમ વખત અમદાવાદમાં આવેલા ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) ગ્રાઉન્ડ પર એક્વેસ્ટ્રીયન બ્રીડર અને સ્પોર્ટ્સ એસોસિએશન તેમજ ઓલ ઈન્ડિયા મારવાડી હોર્સ સોસાસટી ગુજરાત ચેપ્ટર દ્વારા સ્ટડ સ્ટોરી- ધ હોર્સ શો ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યો છે. આ શો 28 ઓક્ટોબર સુધી શરુ રહેશે, જેમા અંદાજે 225 થી વધુ ઘોડાની પ્રજાતિ જોવા મળશે. આ શોમાં એક બ્રાઉન પાછ ઘોડો પણ આવ્યો છે જેની કિંમત એક કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ શોમાં જોવા મળતા ઘોડાની કિંમત છ લાખથી લઈને એક કરોડ સુધી તેમજ તેનાથી પણ વધુ છે.હોર્સ શોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ અને દેશના અન્ય વિસ્તારમાંથી વિવિધ પ્રકારના ઘોડા લઈને તેમના માલિકો ભાગ…

Read More

એક સમયે હાર્દિકના ખાસ મિત્ર મનાતા દિનેશ બાંભણીયાએ ફરીવાર હાર્દિક પટેલને ટારગેટ કરી કેટલાક આરોપો મૂક્યા હતા. આ આરોપો અંગે સોશિયલ મીડિયા પર દિનેશ બાંભણીયા વિરુદ્વ હાર્દિકના ચાહકોનો ગુસ્સો ફાટ્યો હતો. દિનેશ બાંભણીયાએ પત્રકાર પરિષદ યોજી કહ્યું હતું કે હાર્દિકનું આંદોલન જેડીયુના ઉપપ્રમુખ પ્રશાંત કિશોર પ્રેરિત છે અને જેડીયુના પૈસે આંદોલન કરવામાં આવ્યું હતું. બાંભણીયાના આરોપો પર હાર્દિકના ચાહકોએ બરાબરનો રોષ ઠાલવ્યો હતો. એક ચાહકે લખ્યું કે હાર્દિક પાક્સિ્તાનના પીએમને મળશે તો આંદોલન પાકિસ્તાન પ્રેરિત થઈ જશે. હાર્દિકને તોડવા અને બદનામ કરવા માટે આ આક્ષેપો કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલ સાથે સંકળાયેલા સુરત ખાતેના કન્વીનર ધાર્મિક માલવિયાએ કહ્યું કે હાર્દિક…

Read More

પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અને એક સમયે સિક્કાની બે બાજુ જેવા ગણાતા મિત્રો આજે શત્રુ બની ગયા છે. હાર્દિકના એક સમયના વિશ્વાસુ એવા  દિનેશ બાંભણિયાએ પત્રકાર પરિષદ યોજી હાર્દિક પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સાથે કેટલાક ડોક્યુમેન્ટ અને એક વીડિયો પર જાહેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં હાર્દિક પટેલ ડાંસ કરી રહ્યો છે, દિનેસ બાંભણિયાએ જણાવ્યું કે ઉપવાસ આંદોલન બાદ હાર્દિક પટેલે બેંગલોરમાં ખૂબ જલસા કર્યા છે. દિનેશ બાંભણિયાએ હાર્દિક પર સીધા અને ગંભીર હુમલા કરી કહ્યું કે આંદોલનની શરૂઆતમાં અમે પાંચ મિત્રોએ સાથે મળી લડત શરૂ કરી હતી. હાર્દિકને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેણે સમાજ સાથે…

Read More

RK સ્ટૂડિયોને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. કપૂર પરિવારને આ સ્ટુડિયો વેચવો હતો અને તે માટે સારા ગ્રાહકની શોધ પણ ચાલી રહી હતી કે જે આ સ્ટુડિયોની સારી કિંમત આપી શકે.સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હવે ટૂંક સમયમાં જ આ સ્ટૂડિયોનાં માલિક બદલાઇ જશે. કારણ કે તેનો સોદો થઇ ગયો છે. જી હાં, રાજકપૂરનાં આ સ્ટૂડિયોને ગોદરેજ પ્રોપર્ટીએ ખરીદી લીધો છે અને તેઓ ટૂંક સમયમાં તેની ઓફિશિય જાહેરાત પણ કરશે. આ સ્ટુડિયોને લઈને કપૂર પરિવારની ઘણી લાગણીઓ અને ભાવનાઓ જોડાયેલી છે. આ સ્ટુડિયોની કૂલ કિંમત 200 કરોડ રૂપિયા છે. કપૂર પરિવાર ઇચ્છતું હતું કે આ સ્ટુડિયોનાં તેમને ઓછામાં…

Read More

શું રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ સરકાર ટકી જશે. શું થશે એવો પ્રશ્ન સતત ચર્ચાઈ રહ્યો છે તેવામાં બુકીઓ ચૂંટણી સંદર્ભે ભાવ બહાર પાડ્યા છે. સટ્ટા બજારમાં ગરમી આવી ગઈ છે. સટ્ટા માર્કેટ પ્રમાણે મધ્યપ્રદેશમાં ભાજપ ફરીથી સત્તા સ્થાને આવશે. બુકીઓની માનીએ તો એમપીમાં ભાજપના રિટર્ન થવાના સંજોગો છે. બુકીઓ મુજબ, જો સટોડીયાઓ ભાજપ પર રૂ .10,000 ની શરત મૂકે છે, તો ભાજપ સત્તામાં આવે તો તેને 11000 રૂપિયા મળશે. જ્યારે સટોડીયાઓ કોંગ્રેસ પર 4,400 રૂપિયા લગાવે છે તો તેને 10,000 રૂપિયા ગુમાવવા પડશે. આમ કોંગ્રેસનો ભાવ ડબલ છે. એટલે સટોડીયાઓ ભાજપ પર દાવ લગાવી રહ્યા છે. કૉંગ્રેસ પર નફો…

Read More

જો તમે ટ્ટ્રારાફિકના નિયમને ગણકારતા ન હોય તો તમારા માટે આ ખાસ સમાચાર છે. ટ્રાફિક નિયમોને ગણકારતા પણ ન હોય તેવા વાહન ચાલકોએ હવે જેલ જવાનો વારો આવી શકે છે. જી હાં, અમદાવાદ ટ્રાફિક પોલીસે આ મામલે સખત કામગીરી હાથ ધરી છે.  હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને સખત સજા કરવામાં આવશે. પોલીસે અપનાવેલ વલણ વિશે જાણ્યા બાદ બીજી વખત તમે ક્યારેય નિયમ તોડવાનું વિચારશો પણ નહિ. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે વર્ષ 2007 અને 2017 દરમિયાન કુલ થયેલ અકસ્માતોમાં 40 ટકા જેટલો ઘટાડો આવ્યો હતો.સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ અકસ્માતમાં થતા મૃત્યુની સંખ્યામાં ખુબ વધારો જોવા મળ્યો હતો. જણાવીદઈએ કે…

Read More

દુનિયાની સૌથી મોટી હેલ્થકેર યોજના એટલે કે આયુષમાન ભારત કે મોદીકેર સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. મોદી સરકાર પણ તેને સફળ બનાવવા માટે પુરા પ્રયત્નો કરી રહી છે.. મોદીકેર યોજનાના લગભગ 50 કરોડ લાભાર્થીઓ આયુષમાન યોજનાથી અજાણ છે. પીએમ મોદીએ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરી રહી છે. પીએમ મોદી મોદીકેર યોજનાના લાભો વિશે લોકોને જાગ્રત કરવા માટે 50 કરોડ પરિવારોને પત્ર પાઠવી રહ્ આ યોજનાના લાભ વિશે લોકોને વાકેફ કરાવવા માટે પીએમ મોદીએ લોકોને પત્રો લખવાનું શરૂ કર્યું છે. સપ્ટેમ્બર 2018માં પીએમ મોદીએ શરૂ કરેલી આયુષમાન યોજના શું છે ચાલો જોઈએ. નીતિ આયોગના સભ્ય વિનોદ પોલે કહ્યું કે મોદીકેરને સફળ…

Read More

ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્વ નગર જિલ્લાના સેક્ટર-63ના મકાનમાં ગેરકાયદે રીતે ચાલી રહેલા કોલ સેન્ટર દ્વારા વિદેશીઓના રૂપિયા ઉસેટી લેવાનો ગોરખધંધો કરનારી ટોળકીને પોલીસે પકડી પાડી છે. સમગ્ર પ્રકરણનો માસ્ટર માઈન્ડ અમદાવાદનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કોલ સેન્ટરના સંચાલક રાજેન્દ્ર ખાલસા અને અભિષેક ભારદ્વાજ સહિત 31 લોકોની ધરપકડ કરી છે. પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ જપ્ત કર્યા છ. પોલીસના જણાવ્યા મુજબ 31 શખ્સોની ધરપકડ કરવા ઉપરાંત 34 કમ્પ્યુટર CPU, 34 મોનીટર, 34 હેડફોન ઉપરાંત ચેકબુક, એટીએમ કાર્ડ સહિત અનેક દસ્તાવેજો પણ કબ્જે કરવામાં આવ્યા છે. પકડાયેલા બન્ને સંચાલકો અમદાવાદના રહીશ છે. જ્યારે મોટાભાગના કર્મચારીઓ નાગાલેન્ડના દિમાપુર જિલ્લાના છે. આ લોકો કોલ સેન્ટરના…

Read More

કચ્છના અબાડાસાના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ફરી વિવાદમાં સપડાયા છે. દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ છબીલ પટેલ પર જાતીય શોષણ અને બ્લેક મેઈલીંગ કરવાના આરોપ સાથેનો પત્ર લખ્યો છે. છબીલ પટેલ પર થયેલા નવેસરના આક્ષેપોને લઈ ભાજપનો અંદરો-અંદરનો ડખો વધુ તીવ્ર બન્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. છબીલ પટેલ સામેના આક્ષેપો કેટલા સાચા અને કેટલા ખોટા છે તે તો તપાસ બાદ જ ખબર પડશે. દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ લખેલા પત્ર મુજબ છબીલ પટેલે એનજીઓ ખોલાવી આપવા લાલચ આપી ફલેટ પર લઈ ગયો હતો. મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ વલ્ગર ફોટો પાડવામાં આવ્યા હતા અને ત્યાર…

Read More

#MeToo અભિયાન જોર-શોરમાં ચાલી રહ્યું છે ત્યારે બોલિવુડ પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. તનુશ્રી દત્તાએ નાના પાટેગર પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા, તેના જવાબમાં રાખી સાવંતે તનુશ્રીને લેસ્બિયન કહી હતી તેની મજાક ઉડાવી હતી, જેનો તનુશ્રીએ જવાબ આપ્યો હતો. રાખીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તનુશ્રી ખોટા આરોપો લગાવી રહી છે. તનુશ્રીએ 12 વર્ષ પહેલા રેપ કર્યો હતો હતો અને તેણે મારા માટે મુંડન પણ કરાવ્યું હતું.તનુશ્રી ડ્રગ્સ લેતી હતી અને તેના પ્રાઈવેટ પાર્ટસને પણ અડકી હતી. રાખીના આરોપોના જવાબમાં તનુશ્રી દત્તાએ જણાવ્યું હતું કે હું ડ્રગ્સ એડિક્ટ નથી અને હું લેસ્બિયન પણ નથી. હું મહિલા વિરોધી સમજની…

Read More