કવિ: Satya-Day

જગતભરમાં મશહુર સુરતનો હીરા ઉદ્યોગ હાલના દિવસોમાં કપરી સ્થિતિમાં મકાઈ ગયો છે. લગભગ 1 લાખ કરોડની ડાયમંડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયલા કારીગરોના માથે બેરોજગારીની તલવાર લટકી રહી છે. હાલના દિવસોમાં જ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને બેરોજગાર થઈ ગયેલા 8 જેટલા કારીગરો આપધાત કરી ચુક્યા છે. હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા દિનેશના દિવાળી પછી લગ્ન હતા અને તેનો પગાર બે મહિના પહેલા અડધો થઈ ગયો હતો. બોસે તેને બીજી નોકરી શોધી લેવા કહ્યું. દિનેશ માથે આભ તુટી પડ્યું અને તેણે કારખાનામાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. હીરા ઉદ્યોગ સંકળાયેલા દિનેશ જેવા ઘણા કારીગરો મોતને ઘાટ ઉતરી રહ્યા છે. હાલમાં જ…

Read More

ગુજરાતમાં દિવસે-દિવસે બગડતી રાજકીય સ્થિતિના અનુસંધાને વડાપ્રધાન મોદી ગુજરાત વહેલા આવશે. તેઓ 30મી ઓક્ટોબરે રાત્રે જ અમદાવાદ આવી જવાના હોવાની માહિતી મળી રહી છે. ગુજરાત સરકાર સામે કોઈકને કોઈક રીતે આંદોલનો ચાલી રહ્યા છે. ગુજરાત ભાજપની નેતાગીરી તમામ આંદોલનને થાળે પાડવામાં નાકામ રહી છે. એક રીતે કહીએ તો સરેઆમ નિષ્ફળ રહી છે. વિજય રૂપાણી, નીતિન પટેલ અને જીતુ વાઘાણીની ત્રિપુટીના રાજમાં ભાજપનો ગ્રાફ ચઢવાના બદલે સતત ડાઉન થઈ રહ્યો છે. ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે કે વડાપ્રધાન મોદી ગુજરાત ભાજપની સ્થિતિને લઈ ચિંતામાં છે. તાજેતારમાં પરપ્રાંતીયો પર હુમલા, પાટીદાર અનામત આંદોલન, ઓબીસી આંદોલન, સરકારી-અર્ધ સરકારી કર્મચારીઓના આંદોલનો, દુષ્કર્મની બની રહેલી…

Read More

દેશમાં શિયાળો શરૂ થવાની તૈયારી જ છે ત્યાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સલુપરજ હવે પહેલા જેવો તપતો નથી, ત્યારે કચ્છમાં શિયાળાની ઋતુ અત્યંચ આહલાદક બની ગઈ છે. 1 નવેમ્બરથી કચ્છમાં રણોત્સવ શરૂ થવાની તૈયારીમાં છે. જો તમે જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ વાત જરૂરથી જાણજો. આ વર્ષે 1 નવેમ્બર 2018થી 20 ફેબ્રુઆરી 2019 સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છના સંગીતકારો, નૃત્યકારો, ભરતકામ કરનારા કારીગરો ભાગ લેશે. અહીં તમે કચ્છની સંસ્કૃતિ ખુબ નજીકથી માણવા મળશે. આ સાથે તમને ગુજરાતના શ્રેષ્ઠ ભોજનનો પણ સ્વાદ મળી રહેશે. આખા દેશમાં રણોત્સવ ખુબ પ્રખ્યાત અને લોકોને મનગમતો મેળો છે. ખુબ લોકપ્રિય…

Read More

હાર્દિક પટેલે ફેસબુક પર લાઈવ થઈ 31મી તારીખે વંથલી ખાતેના ખેડુત સત્યાગ્રહના કાર્યક્રમ બાબતે લોકોને જોડાવા માટે આહવાન કર્યુ હતું. સાથે સાથે હાર્દિકે પોતાના પર દિનેશ બાંભણીયા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો તેનું નામ લીધા વગર જવાબ આપ્યો છે અને કહ્યું છે કે જ્યારે-જ્યારે આવી રીતે કોઈ કાર્યક્રમ હોય છે ત્યારે તેને નિષ્ફળ બનાવવાના પ્રયાસ થાય છે, પણ આપણે ખેડુતોના હિતમાં કાર્યક્રમને સફળ બનાવીએ. હાર્દિકે કહ્યું કે જો નરેન્દ્ર મોદી પોતાના સ્વાર્થ માટે 182 ફૂટની મૂર્તિ બનાવી શકતા હોય તો અમે પણ 10 ફૂટની મૂર્તિ બનાવી છે. ભાજપ દ્વારા કાઢવામાં આવેલી એકતા યાત્રામાં સરદાર સાહેબની મૂર્તિઓને રઝળતી મૂકી દેવામાં આવી છે.…

Read More

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે લાહોર હાઇકોર્ટના આદેશને ફગાવી દીધો છે, સુપ્રીમ કોર્ટ સ્થાનિક ટીવી ચેનલો પર ભારતીય કાર્યક્રમોના પ્રસારણ પર પ્રતિબંધ  પર અડગ રહી છે. હવે પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો રિલિઝ થશે નહીં. મુખ્ય ન્યાયાધીશ સાકિબ નિસારે યુનાઇટેક પ્રૉડ્યૂસર્સ એસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટ કરાચી રજિસ્ટ્રીમાં સ્થાનિક કોર્ટે ભારતીય કાર્યક્રમોના પ્રસારણનં બંધ કરવાના આદેશ આપતા કહ્યું કે, “તે અમારા બંધારણનું ઉલ્લંઘન કરે છે. શું આપણે તેમની ચેલનો પર પ્રતિબંધ નથી લગાવી શકતા?” રિપોર્ટ્સ અનુસાર, ન્યાયાધીશે કહ્યું કે સંબંધિત અધિકારીઓને માત્ર યોગ્ય કન્ટેન્ટ જ પ્રસારિત કરવી જોઇએ.ટીવી ચેનલો પર વિદેશી કાર્યક્રમો બતાવવા સંબંધી એક અરજી મામલે પોતાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન…

Read More

જો તમે પાસપોર્ટ બનાવવા અથવા તેને રિઇશ્યૂ કરવાને લઇને પાસપોર્ટ ઓફિસના ચક્કર લગાવી રહ્યા છો, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આ કામ હવે તમે પાસપોર્ટ ઓફિસ ગયા વગર કરી શકો છો. હવે સરકારે સરકારી પોર્ટલ પાસપોર્ટ સેવા પાસપોર્ટ બનાવવાની સાથે તેને રિઇશ્યૂ કરાવવાની સુવિધા પણ ઓનલાઇન આપે છે. જાણો શું છે પ્રોસેસ  પાસપોર્ટ રિ ઇશ્યૂ ક્યારે કરવો પડે. પાસપોર્ટના પેજ પુરા થઇ જવા પર પાસપોર્ટની વેલિડિટી પુરી થવા પર અથવા ખતમ થવાની હોય. પાસપોર્ટ ખોવાઇ જાય અથવા ચોરી થઇ જાય. પાસપોર્ટ ડેમેજ થઇ જવા પર, પર્સનલ ડિટેલ્સ ચેન્જ કરવાની હોય. સ્ટેપ 1 પાસપોર્ટ સેવા ઓનલાઇન પોર્ટલ  https://portal2.passportindia.gov.in પર રજિસ્ટ્રેશન…

Read More

સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના મામલે સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ મોટો ખુલાસો કર્યો છે. રાકેશ અસ્થાના જ્યારે સુરતના સીપી હતા ત્યારે 20 કરોડ રૂપિયાનું પાર્ટી ફંડ ભાજપમાં પહોંચતું કરવામાં આવ્યું હોવા અંગે સતીષ શર્માએ જાતે કેટલીક સ્પષ્ટતા કરી હતી.2011 થી 2016 સુધીના તમામ હિસાબો ચેક કરવામાં આવ્યા છે. સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે રાકેશ અસ્થાના જ્યારે સુરતના સીપી હતા ત્યારે તેમણે સુરત પોલીસ વેલ્ફેર ફંડમાંથી 20 કરોડ રૂપિયા ભાજપને પાર્ટી ફંડ તરીકે આપ્યું હતું. મીડિયામાં આવેલી આ હકીકત અંગે રેકોર્ડ ચેક કરવામાં આવ્યા છે. આ વાત ખોટી છે. બેબુનિયાદ છે. આવી રીતે કોઈ રૂપિયા…

Read More

પાટીદાર અનામત આંદોલનના આંદોલનકારી હાર્દિક પટેલે દિનેશ બાંભણીયા પર આક્રમક રીતે પ્રહાર કર્યા છે. બાંભણીયાને ભાજપનું મહોરું ગણાવી હાર્દિકે કહ્યું કે અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિ થઈને જ રહેશે. 31મી તારીખે વંથલી ખાતેથી કથીરીયાની જેલમૂક્તિ માટે આરપારની લડાઈ લડવામાં આવશે. હાર્દિકે કહ્યું કે હું લોકોના કામો કરી રહ્યો છું આવા આક્ષોપોથી ડરતો નથી. હંુ મરી જઈશ પણ વેચાવાનો નથી. હાર્દિક પટેલની તરફેણમાં  સોશિયલ મીડિયામાં ફોટો સાથેની પોસ્ટ મૂકી જણાવ્યું કે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરીયા અને સમાજ સાથે ગદ્દારી કરનરાઓ આજે અલ્પેશ કથીરીયાને લઈ રાજનીતિ કરી રહ્યા છે. પાટીદાર સમાજને અનામત અને અલ્પેશની જેલમૂક્તિ માટે સરદાર જંયતિએ વંથલીમાં હૂંકારા થશે. જેનાથી ગભરાઈને સરકારે…

Read More

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના વન ડે કરિયરમાં વધુ એક ઉપલબ્ધી મેળવી હતી. કોહલીએ સતત ત્રણ વન ડે ઈન્ટરનેશનલ મેચમાં સેન્ચ્યુરી લગાવનાર ભારતનો પહેલો ક્રિકેટર બન્યો છે. કોહલીએ શનિવારે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણેમાં પોતાના ODI કરિયરની 38મી સેન્ચ્યુરી લગાવી હતી. તેણે 110 બોલ પર 10 ચોગ્ગા અને 1 સિક્સર લગાવીને તેની પોતાના વન ડે કરિયરની 38 મી સદી પુરી કરી હતી.

Read More

ભારતીય રેલવેનું એક બેદરકારીનું દશ્ય સામે આવ્યું છે. જો કે આ વખત માણસોએ નહીં પણ મુંગા પ્રાણીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.  ઓરિસ્સાના ઢેંકનાલના કમાલંગા ગામમાં કરંટ લાગવાના કારણે 7 હાથીઓના મોત થયા છે. સુત્રો રાસેથી મળેલી માહિતી પ્રમાણે પ્રમાણે 13 હાથીઓનુ ટોળુ રેલેવ લાઈન પાસેથી પસાર થઈ રહ્યુ હતુ ત્યારે તેઓ ત્યાં પડેલા વીજળીના વાયરની લપેટમાં આવી ગયા હતા. જેમાં 7 હાથીઓના મોત નિપજ્યા હતા. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે સાંજે રેલવે ટ્રેક બનાવવા માટે વાયર પાથરવામાં આવ્યા હતા. જોકે તેની ઉંચાઈ બહુ ઓછી હોવાથી વાયર હાથીઓને અડી ગયા હતા. રેલવે ના તારને કોટિંગ હોતું નથી જેથી 7 હાથીઓના ઝુંડમાંથી એક…

Read More