વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું તેઓ લોકાર્પણ કરશે. વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાની આ વિશેષતા છે પ્રતિમાના 153 મીટર અંતરે જાળી લગાવીને વ્યૂંઈગ ગેલેરી બનાવવામાં આવી છે. જે તેનું મુખ્ય આકર્ષણ છે.અહીં પોહંચવા માટે હાઈ સ્પિડ લિફ્ટ ગોઠવવામાં આવી છે. આ લિફ્ટની સ્પિડ પ્રતિ સેકન્ડ 4.5 મીટર છે. આટલું જ નહીં તેની ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમ સહિતના નજારા જોઈ શકાય છે. નર્મદા નદીના કિનારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેને તૈયાર કરવા માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લિફ્ટની સ્પિડ 4.5 મિટર પ્રતિ સેકન્ડ હોવાથી ગેલરી સુધી પહોંચવા માટે ફક્ત 30…
કવિ: Satya-Day
હાલ મી ટુ અભિયાન હેઠળ બોલિવુડમાં યૌનશોષણના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.બોલીવુડમાં ઘણી મહિલા કલાકારોએ પોતાની આપવીતી જણાવી છે. તેવામાં હવે ટીવી શો “દિલ સે દિલ તક” ની ફેમ જસ્મીન ભસીને પણ પોતાની આપવીતી જણાવી છે. જાસ્મીને જણાવ્યું હતું કે જ્યારે હું મુંબઈ આવી હતી ત્યારે હું ઓડિશન માટે જતી હતી. આ દરમિયાન મારી એજન્સીએ મને મિટીંગ માટે જાણ કરી. તેમણએ કહ્યું એક ડાયરેક્ટર છે, જે ફિલ્મ બનાવવા માંગે છે , તારે મળીને ઓડિશન આપવા જોઈએ. હું તેમને મળવા માટે ગઈ. અમારી વાતચિત શરૂ થઈ તો મને થોડી અસહજત લાગી.તેમણે મને પુંછ્યું કે ‘તું એક્ટ્રેસ બનવા માટે કઈ હદ સુધી…
ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝને મુંબઈના બ્રેબ્રોન સ્ટેડિયમાં રમાયેલી ચોથી વન-ડેમાં 224 રનથી હરાવીને પાંચ મેચની વન ડે શ્રેણીમાં 2-1 થી વિજય મેળવ્યો છે. આ મેચમાં વિજય સાથે ભારતે નક્કી કરી લીધું હતું કે ભારતીય ટીમ આ વન-ડે શ્રેણી જીતવા માટે મક્કમ છે, હવે હાર-જીતનો નિર્ણય તિરુવનંતપુરમાં રમનારી પાંચમી અે છેલ્લી વન-ડેમાં થશે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પાંચ મેચોની વન-ડે શ્રેણી 1-1 ની બરાબરીએ હતી અને એક મેચ ટાઈ પડી છહતી. ચોથી વન-ડે આજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. જેમાં વેસ્ટ ઈન્ડિઝ 153 રને ઓલઆઉટ થઈ ગયું હતું, જ્યારે ભારતે 377 રન કરી વિજયી બન્યું હતુ. આ મેચમાં રોહીત…
સુરત ભાજપ લઘુમતિ મોરચા સાથે સંકળાયેલા અને ભાજપના નેતાઓના જમીનના સોદામાં આગળ પડતી ભૂમિકા ભજવનારા ઝાકીર શાહની પોલીસે ધરપકડ કરી છે. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનમાં ઝાકીરને આખરે જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. ઝાકીર શાહનો ઈતિહાસ ભાજપ સાથે જ શરૂ થયો હતો. ભાજપમાં રહીને ઝાકીર શાહે સુરત અને આજુબાજુના વિસ્તારોની જમીનના સોદાનો ધંધો શરૂ કર્યો હતો અને સુરતના ધાસ્તીપુરા વિસ્તારમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. હાલ ઝાકીર શાહ ભાજપના લધુમતિ ફેસ મનાતા મહેબુબ અલીના ખાસ વિશ્વાસુ મનાય છે. આ ઉપરાંત ભાજપના ધારાસભ્યનો પણ તે અંગત હોવાનું કહેવાય છે. વિગતો મુજબ ભાજપ માઈનોરીટી સેલના પૂર્વ એક્ઝિકયુટીવ મેમ્બર ઝાકીર શાહ વિરુદ્વ…
ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટાપાયા પર ફેરબદલના સંકેત મળી રહ્યા છે. પ્રદેશ કમિટીની જાહેરાતમાં સતત થઈ રહેલા વિલંબના કારણે કોંગ્રેસમાં યાદવાસ્થળી જામી હોવાનુ મનાય છે. કોંગ્રેસના સંગઠનનું જમ્બો લિસ્ટ તૈયાર છે અને 200થી 250 હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે એમ મનાય છે. ટૂંકમાં કોંગ્રેસ સેના તૈયાર કરી રહી છે. પણ આ સેના કામની કેટલી હશે કે પછી લેટરપેટીયા કે ફેસબુકીયા હશે તે જોવાનું રહે છે. કોંગ્રેસ વર્તુળો મુજબ એક બે દિવસમાં જ રાજ્યના પ્રભારી દિલ્હી હાઈકમાન્ડ પાસે મંજુરીની મહોરની પ્રક્રિયા કરીને જાહેરાત કરે તેમ માનવામાં આવે છે. કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના આગેવાનો દિલ્હી હાઈકમાનડ સાથે…
જાપાનની વિદેશયાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રગતિની પ્રશંસા કરી છે. તેમણે સોમવારે જણાવ્યું હતું કે ભારતમાં હવે એક gb ડેટા ઠંડા પાણીની બોટલ કરતા પણ સસ્તો છે. તમને જણાવી દઈએ કે ભારત-જાપાન વાર્ષિક સંમેલનમાં વડાપ્રધાન શનિવારે ટોકિયો પહોંચયા હતા. મોદીએ સોમવારે ટોચના જાપાની નેતાઓની સાથે બેઠક કરી અને ભારતીયય સમુદાયને સંબોદઇત કર્યું હતું. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે વડાપ્રધાને ભારતમાં દુરસંચાર અને ઈન્ટરનેટના નેટવર્કની પ્રશંસા કરી હતી. કન્સલ્ટીંગ કંપની ઈવાયના અનુસાર 2022 સુધી ભારતની ડિજીટલ અર્થવ્યવસ્થા એક હજાર ડોલરની થઈ જશે જેથી એક કરડો રોજગારનું સર્જન થશે.
સુરતના રહેવાસી પરિવારની એક દીકરી પુજા શાહ સંસારની મોહમાયા છોડીને સંન્યાસ લેવા જઈ રહી છે. સુરતની પુજા શાહ નેશનલ લેવલની જીમનાસ્ટ ચેમ્પિયન છે. છે. તેને અનેક એવોર્ડ મેળવ્યા છે. પુજા હાલ માસ્ટર્સ ઓફ કોમર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે, જે આગામી 14મી ફેબ્રુઆરીના રોજ દીક્ષા લેવાની છે. આ અંગે પુજા શાહે જણાવ્યું હતું કે, મને સંયમ માર્ગ જ સાચો લાગે છે. મારા ગુરુજનોએ મને સંસારથી સંયમના માર્ગમાં શું છે તેના વિશે સાચું માર્ગદર્શન આપ્યું છે. હું છેલ્લા 22 વર્ષથી સંસારના માર્ગે હતી, પરંતુ મને સંસાર કરતા સંયમનો માર્ગ વધારે સારો લાગ્યો અને તેમાં મને શ્રદ્ધા છે. આ માર્ગ પ્રભુએ બતાવેલો…
30મી ઓક્ટોબરે પીએમ મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવાનું છે ત્યારે તેને લઈને ગુજરાતના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં કેટલાક સવાલો ઉઠાવ્યા છે, શંકરસિંહે પત્રકાર પરિષદ યોજી વડાપ્રધાન મોદીને સવાલ કર્યા કે યુનિટીનો અર્થ શું થાય છે, જ્યારથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વાત સામે આવી છે ત્યારથી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જેઓએ પોતાના રજવાડા આપી દીધા છે તેમનું સરકારે સન્માન કરવું જોઇએ. ગાંધીનગર ખાતે શંકરસિંહે જણાવ્યું કે સરદાર પટેલનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવવું સારી બાબત છે, પરંતુ જેઓએ સરદારને પોતાના રજવાડા આપી દીધા છે તેમનું સન્માન કરવું જોઇએ. જેમાં ખાસ કરીને વડોદરાના રાજપીપળાના રાજવીનું સન્માન કરવું જોઇએ.…
સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ આસ્થાનાની ધરપકડ કરવા અંગે દિલ્હી હાઈ કોર્ટમાં લાંચ કેસમાં સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે ધરપકડ મામલે અસ્થાનાને રાહત આપી હતી અને મુદ્દત વધારી આપી છે. કોર્ટે સીબીઆઈ દ્વારા જવાબ રજૂ કરવામાં થઈ રહેલા વિલંબ અંગે સવાલ કર્યા હતા. રાકેશ અસ્થાનાની વિરુદ્વમાં લાંચ લેવાના આરોપસર સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી છે. જસ્ટીસ નજમી વાઝીરીએ સીબીઆઈને સવાલ કર્યા હતા કે શા માટે સીબીઆઈના દેવેન્દ્રકુમાર વિરુદ્વ ફરીયાદ દાખલ કરવામાં આવી નથી. સીબીઆઈના વકીલે કહ્યું કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) અસ્થાના સામેના આક્ષેપોની તપાસ કરી રહી છે. આના કારણે કોર્ટમાં જવાબ રજૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. CVC દ્વારા તપાસ રિપોર્ટ…
મોરબીમાં તરખાટ મચાવતી ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય પરષોત્તમ સાવરીયાની ધરપકડ કરાઈ છે. મોરબી પોલીસે લાંચ માંગવાના આરોપ હેઠળ સાવરીયાને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે સાવરીયા ઉપરાંત વકીલ ભરત ગણેશ, વિભાગીય એન્જિનિયર સહિત ચાર વ્યક્તિને ઝડપી પાડ્યા છે. વિગતો મુજબ માઈક્રો ઈરીગેશન ડિપાર્ટમેન્ટના એન્જિનિયર પાસેથી 60 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. સૌદો 60 લાખ રૂપિયામાં નક્કી કરાયો હતો. વકીલ ભરત ગણેશ દ્વારા રૂપિયા લેવામાં આવી રહ્યા હતા. એન્જિનિયરે પોલીસનો સંપર્ક કરી કેસ કરતા મોરબીના એસપી દ્વારા ધારાસભ્ય પરષોત્તમ સાવરીયાને હિરાસતમાં લેવામાં આવ્યો હતો. સિંચાઈ વિભાગના કરોડો રૂપિયાના કૌભાંડને દબાવી દેવા માટે ધારાસભ્યને લાંચ આપવાનો તખ્તો ગોઠવવામાં આવ્યો હતો. સરકારી…