આમ તો વજન ઘટાડવાનો દાવો કરતી અનેક સ્માર્ટફોન એપ શોધાઈ છે, જો કે હાલમાં અમેરીકાની ડ્યૂક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વેઈટલોસનો સફળ પ્રયોગ કરીને મદદરૂપ થાય એવી એપ તૈયાર કરી છે. ખાસ કરીને જે દર્દીઓ વધુ પડતા વજનને કારણે હાર્ટ ડિસીઝનું જોખમ ધરાવતા હોય તેમને આ એપ બહુ જ મદદરૂપ થઈ શકે છે. આ એપથી બિહેવિયરલ ચેન્જનું મોનિટરીંગ થાય છે. અને સમયાંતરે ડાયટિશિયન દ્વારા કન્સલ્ટેશન અને ફોલોઅપ મળે છે. આ એપને મદદથી 43 લોકોએ એક વર્ષના ગાળામાં તેમના કુલ વજનનું પાંચ ટકા વજન ઘટાડવામાં સફળતા મેળવી હતી. તેમની કમરનો ઘેરાવો ઘટ્યો અને એટલે બ્લડપ્રેશરમાં પણ સુધારો નોંધાયો હતો.
કવિ: Satya-Day
સુરતની મહિલાની લાશ રાજસ્થાનના ઝાલાવડ ખાતેથી મળી આવતા ચકચાર જાગી છે. મહિલાની ઓળખ 38 વર્ષીય રચના મોદી તરીકે થઈ છે. સુરતના પોશ વિસ્તાર VIP રોડ ખાતે રચના મોદી રહેતી હોવાનું તેના આધાર કાર્ડના આધારે માલૂમ પડ્યું છે. રચનાનું આખું નામ રચના જયરાજ મોદી છે અને તે બી-903, શગુન વિલા એપાર્ટમેન્ટ, વીઆઈપી રોડ, અલથાણ, સુરત ખાતે રહેતી હોવાનું બહાર આવ્યું છે. વિગતો મુજબ આ મર્ડર મિસ્ટ્ર પરથી ઉંચકવાનો બાકી છે. રાજસ્થાન પોલીસે સુરત પોલીસને ઘટના અંગે જાણ કરતા સગા-સંબંધીઓ સુધી ખબર પહોંચી હતી અને રચનાની ડેથ બોડીને લેવા માટે તેઓ રવાના થયા હોવાની માહિતી મળી રહી છે. માહિતી પ્રમાણે રચનાની લાશ…
આજે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદીનની ઉજવણીના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે આના કારણે આદિવાસીઓને રોજગાર મળશે. બીજી તરફ સુરતના કોસંબામા આદિવાસીઓએ બંધનું એલાન આપ્યું હતુ અને રસ્તા પર ચક્કાજામ કરી દીધું હતુ. સુરતના કોસંબામાં નેશનલ હાઈવે 48 પર આદિવાસીઓ ઉતરી આવતા ચક્કાજામ કર્યો હતો. હાઈવેના બંને બાજુના રોડ પર ઉતરીને તેમણે ટાયરો સળગાવી મોટી સંખ્યામાં વિરોધ નોંધાવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિકાસના નામે આદિવાસીઓ જંગલોના વિનાશના વિરોધમાં તથા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ના નામે આદિવાસીઓનું વિસ્થાપન અટકાવવા ગુજરાતના આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં એલાનમાં કરાયેલા…
સરદાર પટેલની જન્મ જયંતિએ વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ને રાષ્ટ્રને સમર્પિત કરી છે, ત્યારે ડાંગ, સાપુતારા, નવસારી, ચીખલી, સુરત અને તાપી જિલ્લામાં આદિવાસીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમ વેળા વડાપ્રધાન દ્વારા આદિવાસીઓને મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા પણ તેની કોઈ અસર જોવા મળી ન હતી. વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે આદિવાસીઓને રોજગાર મળશે. ત્યારે બીજી બાજુ ડાંગ જિલ્લાના આદિવાસીઓએ સાપુતારામાં સજ્જડ બંધ પાળ્યું હતું. આ ઉપરાંત નવસારીના ચીખલામાં આદિવાસીઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં પણ આદિવાસીઓનો વિરોધ જોવા મળ્યો હતો. આ મામલે મળતી માહિતી પ્રમાણે ડાંગ…
બોલિવૂડના ચરિત્ર અભિનેતા અનુપમ ખેરે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડીયા(FTII)ના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે ઈન્ટરનેશનલ શોમાં બિઝી હોવાનું કારણ આગળ ધર્યું છે. ખેરે કહ્યું છે કે FTIIની જવાબદારી પર તેઓ ફોક્સ કરી શકતા નથી. ખેરને ઓક્ટોબર 2017માં FTIIના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. અનુપમ ખેર હાલ એક ઈન્ટરનેશલ ટીવી સિરીઝ સાથે જોડાયેલા છે. તેમનું કહેવું છે કે FTIIને સમય ફાળવી શકતો નથી. જેથી કરીને રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. અનુપમ ખેર અમેરિકાના મેડીકલ ડ્રામા ન્યૂ એમ્સટર્ડમમાં ડો.અનિલ કપુરની ભૂમિકા ભજવી રહ્યા છે. અનુપમ ખેરે રાજીનામું આપતા લખ્યું કે ઈન્ટરનેશનલ શોમાં ચાર મહિનાનો વધારો થયો છે. આના કારણે…
આજે સરદાર જયંતિ નિમિત્તે વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરાયું ત્યારે ખોડલ ધામ ટ્રસ્ટના આગેવાન નરેશ પટેલ પણ કેવડિયા કોલોની લોકાર્પણમમાં હાજર રહ્યા હતા. નરેશ પટેલે જણાવ્યું હતું કે આજે દેશને ગૌરવ લેવાનો દિવસ છે. નરેશ પટેલે પાટીદાર સમાજની અનામત વિશે વાત કરતા જણાવ્યું હતું કે અનામત ફક્ત પાટીદારને જ નહી પણ દેશના તમામ નબળા વર્ગને મળવી જોઈએ. નરેશ પટેલે આ સમયે હાર્દિક પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નહોતી. લોકાપર્ણમાં તેમણે અનામતની માંગણી બાબતે અનામતની જરૂર છે એવું જણાવ્યું હતું. નરેશ પટેલે આર્થિક ધોરણે પાટીદારને અનામત મળવી જોઈએ તે અંગે માંગણી કરી હતી.
સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું આજે વડાપ્રધાન મોદીએ અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ 2014ના વર્ષમાં ચૂંટણી પહેલા તેનું ખાતમુહૂર્ત કર્યું હતું. આજે તેમણે જ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. મોદીએ ભાષણની શરૂઆત ‘સરદાર પટેલ અમર રહે,’ ‘દેશની એકતા ઝિંદાબાદ’ના નારા સાથે કરી હતી. મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે, “આજનો આ દિવસ ભારતના ઇતિહાસમાં અમર થઈ જશે. જેને મીટાવી શકવો મુશ્કેલ છે. ધરતીથી લઈને આસમાન સુધી સરદાર સાહેબનો અભિષેક થઈ રહ્યો છે. ભારતે એક નવો ઇતિહાસ રચ્યો છે એટલું જ નહીં ભવિષ્ય માટે પ્રેરણાનો ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે.” “ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે આ વિચાર આવ્યો હતો ત્યારે મને માલુમ ન…
ગુજરાતના કેવડિયા કોલોનીમાં વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતતિમા સ્ટે’ચ્યુ ઓફ યુનિટી’નું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. તે દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. આ પ્રતિમા પરથી સરદાર સરોવર ડેમ,તેનું જળાશય, સાતપુડા અને વિધ્યાંચલની ટેકરીઓ જોઈ શકાય છે. ખાસ વાત એ છે કે આ સ્ટેચ્યુને નક્કી કરેલા સમયે પુરી કરવા માટે 4076 મજૂરોએ બે શિફ્ટમાં કામ કર્યું છે, જેમાં 800 સ્થાનિક અને 200 કારીગર ચીનથી આવ્યા હતા. પ્રતિમાની 135 મીટરની ઉંચાઈ પર એક દર્શક વ્યુ બનાવવામાં આવ્યો છે. જ્યાંથી લોકો ડેમ સહિત અન્ય નેચરને માણી શકે છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની ભવ્યતા એટલી છે કે તેની સામે ઉભેલી કોઈ…
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીની પાંચમી અને છેલ્લી વન ડે ગુરુવારે 1 નવેમ્બરના રોજ કેરળના તિરુવનંતપુરમમાં રમાશે. ભારત હાલ સીરિઝમાં 2-1થી આગળ છે અને તેની કોશિશ અંતિમ વન ડે જીતીને શ્રેણી જીતવાની રહેશે. ભારતને પ્રથમ અને ચોથી વન ડેમાં એક તરફી જીત મળી તો બીજી વન ડે માંવટાઈ પડી હતી. જ્યારે ત્રીજી વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝે બાઝી મારી હતી. હવે પાંચમો અને અંતિમ મુકાબલો રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે અને ક્રિકેટ પ્રેમીઓ પણ મેચ જોવા આતુર છે. સીરિઝની અંતિમ મેચ માટે અત્યાર સુધીમાં ત્રણ કરોડ રૂપિયાથી વધારેની ટિકિટ વેચાઈ ગઈ છે. કેરલા ક્રિકેટ સંઘના અધિકારીઓના જણાવ્યા મુજબ, 45000ની ક્ષમતાવાળા…
મુકે્શ અંબાણી અને નીતા અંબાણીની દિકરી ઈશા અંબાણીના લગ્ન બિઝનેસમેન ટાઈકુન આનંદ પિરામલ સાથે થવા જઈ રહ્યા છે. ઈશા અને આનંદના લગ્ન 12 ડિસેમેબરના રોજ મુંબઈમાં થશે. લગ્ન વિધી ગુજરાતી રિત રિવાજ પ્રમાણે યોજાશે. આ લગ્નમાં અનેક સેલિબ્રિટીઓ હાજર રહેશે એવું માનવામાં આવી રહ્યું છે. તેના લગ્નના કાર્ડ છપાઈ ગયા છે. પહેલું કાર્ડ ગણપતિ બાપ્પાને આપવામાં આવ્યું છે. સોમવારે ઈશાના લગ્નની કંકોત્રી લઈને ભગવાનના આર્શિવીદ લેવા અંબાણી ફેમિલી સિધ્ધિ વિનાયકના દર્શન કરવા જશે.