એક સમય હતો જ્યારે આ સમાચાર સાંભળીને લોકો શોક થઈ ગયા હતા જ્યારે સોનાલી બેન્દ્રેએ પોતાને કેન્સર હોવાનું જણાવ્યું હતું. જો કે સોનાલી તરત જ સારવાર માટે ન્યુયોર્ક જતી રહી હતી. પોતાની કેન્સર સામેની જંગ તે મીડિયા અને લોકો સાથે શેર કરતી હતી. જે સમયે સોનાલીને પોતાની બિમારી વિશે જાણ થઈ હતી ત્યારે તે ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ શો ને જજ કરી રહી હતી. ઈલાજના પગલે સોનાલીએ આ શો ને અધવચ્ચે મુકી દીધો હતો. તેના ફેન્સ સોનાલી જલ્દી પરત ફરે એવી પ્રાર્થના કરી રહ્યા હતા. હાલમાં જ નમ્રતા શિરોડકર સોનાલીને મળવા ન્યુયોર્ક પહોંચી હતી. તેણે જણાવ્યું હતું કે સોનાલીની તબિયત સુધરી…
કવિ: Satya-Day
મુંબઈ પોલીસે સોમવારે એક સેક્સ રેકેટ ઝડપી પાડ્યું હતું. વિદેશમાં સેક્સ રેકેટ ચલાવાના આરોપમાં સોમવારે ક્રાઈમ બ્રાન્ચે મોહમ્મદ કમાલ શેખ, ટિકૂ દિનેશ રાજ અને ફરીદ ઉલ હક નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં તેમણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. ક્રાઈમ બ્રાંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈમાં ડાન્સ બાર બંધ છે છતાં પણ ઓર્કેસ્ટ્રાને બહાને હજી પણ હોટલ માલિક પોતાને ત્યાં છોકરીઓને બોલાવે છે. મુંબઈની હોટલ્સમાં નોકરીના બહાને અનેક છોકરીઓના ફોટા લઈને આરોપીઓને મોકલવામાં આવતા હતા. આરોપીઓ આ ફોટા દુબઈ અને ખાડી-દેશોના તમામ શહેરોની હોટલોના માલિકોને મોકલતા હતા. આ હોટલોમાં જે છોકરીઓને પસંદ કરવામાં આવતી હતી તેમનો સંપર્ક કરવામાં…
ભાવાંતર યોજનાને અમલી બનાવવાની માંગ સાથે આજે રાજકોટ માર્કેટે સજ્જડ બંધ પાળ્યો હતો. રાજકોટ યાર્ડ કમિશન એજન્ટ્સ એસોસિએશન અને સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવાના બદલે અન્ય રાજ્યોમાં અમલી છે તેવી ‘ભાવાંતર યોજના’ અમલી બનાવવાની માગ સાથે આજે માર્કેટ યાર્ડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પગલે રાજકોટ માર્કેટ યાર્ડ આજે સજ્જડ બંધ રહ્યું હતું અને હરાજી સહિતના કામકાજ ઠપ્પ રહ્યા હતા અને કરોડો રૂપિયાનું ટર્નઆેવર ઠપ્પ થઈ ગયું હતું. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના 35 જેટલા માર્કેટ યાર્ડોમાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અમુક યાર્ડોમાં રાબેતા મુજબ હરાજી સહિતના કામકાજ ચાલુ રહ્યા હતા તો અમુકમાં સવારથી…
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા ખાતે વિશ્વની સોથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકર્પણ કર્યું ત્યારે ભાજપની એકતા અને એકલતા બન્ને જોવા મળી હતી. વડાપ્રધાન મોદી જ્યારે હેલિપેડથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા રવાના થયા અને કેવડીયા પહોંચ્યા ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી જોવા મળ્યા નહી. વડાપ્રધાન મોદી જેમ જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પહોંચ્યા ત્યારે તેમની સાથે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યપાલ ઓપી કોહલી, પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કેન્દ્રીય કૃષિમંત્રી પરષોત્તમ રૂપાલાની 6 જણાની ટીમ જ નજરે પડી હતી. વડાપ્રધાન ગુજરાત ભાજપના સંગઠનથી નારાજ છે એવી…
શહેરમાં અનેક સર્કલો પર મહાપુરુષોની પ્રતિમાઓ મુકાયેલા છે તેમાંથી કોઈ પણ પ્રતિમાને રોજ ફુલ હાર થતા નથી. સુરતમાં વરાછામાં સરદાર પટેલની આ એક માત્ર પ્રતિમા છે જેને રોજ ફુલ હાર થાય છે. દરેક પ્રતિમાઓને જે તે મહાપુરૂષોની જન્મજંયતિ અને પૂણ્યતિથિએ જ ફુલહાર થતાં હોય છે. ખાદીના ઝભ્ભા પહેરીને તેમના નામની જય બોલાવી ફોટા પડાવી પોતાનું કર્તવ્ય પુરૂ થયું સમજી નેતાઓ જતાં રહેતા હોય છે અને અંતે આ ફુલ હારનો જથ્થો સુકાઈ જતો હોય છે. ચૂંટણીના સમયે ક્યારેક એક જ દિવસમાં બેથી ત્રણ વખત હારતોરા થતાં હોય છે પરંતુ, ચૂંટણી પતી જાય પછી કોઇ રાજનેતા કોઇ મહાપુરૂષોની પ્રતિમા પર હારતોરા તો…
નડિયાદના એક પરિવારની 2 વર્ષ 6 મહિનાની માસુમ બાળકી પર તેના સગા પિતાએ પરિવરજનોનની મદદથી દુષ્કર્મ આચર્યું છે. આ ફરિયાદ બાળકીની માતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બાળકીની ઉંમર અને અન્ય પાસાને ધ્યાનમાં રાખીને પોલીસે ગુપ્ત રીતે તની તપાસ ચાલુ કરી છે. આ હેવાન પિતાએ 6 મહિના પહેલા પણ પોચતાની માસુમ દિકરી પર દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં માતાની ફરિયાદના આધારે બાળકીના પિતા અને દાદા-દાદી સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સુત્રો પાસ,ેથી મળતી માહિતી પ્રમાણે નડિયાદમાં જિલ્લા કોર્ટ પાસેની એક સોસાયટીમાં રહેતા પરિવારની 2 વર્ષની બાળ કી પર તેના પિતાએ પ્રથમ વખત 6 મહિના પહેલા અને હાલમાં બીજી વાર દુષ્કર્મ…
એક તરફ લોકો મોંધવારીનો સામનો કરી રહ્યા છે ત્યારે ટોરેન્ટ પાવરે વીજબીલમાં વધારો ઝીંક્યો છે. હાલ પેટ્રોલ-ડીઝલ સહિત શાકભાજી અને અન્ય ચીજ વસ્તુઓ પર ભાવ વધારોનો સામનો કરી રહેલા અમદાવાદ, સુરત અને ગાંધીનરના લોકોએ હવે વીજબીલ માટે ગજવા ખાલી કરવા પડશે. ટોરેન્ટ પાવરે પ્રતિ યુનિટ વીજ બીલ પર 23 પૈસાનો વધારો કર્યો છે. આ વધારાથી ત્રણેય શહેરોના લોકોના ગજવામાંથી વીજબીલમાં વધારાના રૂપે કરોડો રૂપિયા જતા રહેશે. લોકોએ હવે વીજ વપરાશમાં પણ તોતીંગ વધારો ચૂકવવો પડશે.
જૂનાગઢના વંથલી ખાતે ખેડુત સત્યાગ્રહમા હાર્દિક પટેલ, કેન્દ્રના પૂર્વ મંત્રી અને ભાજપના પૂર્વ નેતા યશવંતસિંહા તથા શત્રુઘ્નસિંહાએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. 2019માં મોદી સરકારને સબક શીખવાડના કોલ કર્યા હતા અને ખેડુતોની વેદનાનો પડઘો પાડ્યો હતો. વિશાળ જનમેદનીને સંબોધતા હાર્દિક સહિતના વકતાઓએ મોદી સરકારને અનેક મુદ્દાઓ પર ધેરી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ સવાલો ઉભા કર્યા હતા. હાર્દિક પટેલે આક્રમક રીતે કહ્યું કે આપણી લડાઈ આવાનારી પેઢીના ભવિષ્ય માટે છે. ખેડુતને વળતર મળી શકે તે માટેની લડાઈ છે. ખેડુતના ખેતરમા ઉગેલા પાકના ટેકાનાં ભાવ આપો. આ માંગ સાથે પાછલા ત્રણ વર્ષથી સરકાર સામે લડીએ છીએ. અનામતની…
ભારતમાં ચાલી રહેલી મીટૂ મૂવમેન્ટ અંતર્ગત ઘણી મહિલાઓએ પોતાની વ્યથાઓ વ્યક્ત કરી છે. ખાસ કરીને, એન્ટરનેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઘણી મહિલાઓ જે વર્ષો પહેલા પોતાની સાથેના અયોગ્ય વર્તન વિશે નહોતી બોલી શકી તે હવે સામે આવવાની હિંમત કરી રહી છે. આમાં, રોજ ઘણી દિગ્ગજ હસ્તીઓ પર પણ આરોપ લાગી ચૂક્યા છે. આવામાં જે લોકો આ બાબતે મૌન બેઠાં છે તેઓ પર આલોચનાઓ અને આરોપોમાં ઘેરાતા દેખાઈ રહ્યાં છે. આ જ ક્રમમાં બોલિવૂડના ખલનાયક અમિતાભ બચ્ચનનું નામ પણ જોડાઈ ગયું છે. મૉડલ એક્ટ્રેસ ડાયેન્ડ્રા સૉરેસે પણ પોતાનો અનુભવ શેર કરતા સુહેલ સેઠ પર યૌન પર આરોપ લગાવ્યા હતા. હવે ડાયેન્ડ્રાએ અમિતાભ…
દેશની પહેલા ગૃહમંત્રી સરદાર પટેલની મૂર્તિનુ આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જે દેશની સૌથી ઉંચી પ્રતિમા છે. તે દેશ માટે ગૌરવની વાત છે. આ સાથે તેની સાથે જોડાયેલી બધી માહિતીઓ સામે આવી રહી છે. પણ શું તમને ખબર છે આની સંભાળ રાખવા માટે કેટલો ખર્ચ થવાનો છે અને આ પૈસા ક્યાથી આવશે? જો આના 15 વર્ષ સુધીની સારસંભાળની વાત કરીએ તો પ્રતિમા પાછળ 657 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વળી, વર્ષ પ્રમાણે ખર્ચ 43.8 કરોડ રૂપિયાનો આવે છે. આનો અર્થ એ થયો કે આ પ્રતિમા પર દરરોજ 12 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. આ મૂર્તિની સારસંભાળ માટે કેન્દ્ર સરકારની પાંચ પીએસયુ…