સુરતની માથાભારે ભુરી ઉર્ફે લેડી ડોનની પોલીસે અંતે ધરપકડ કરીને જેલમાં ધકેલી છે. તેના આતંકથી લોકો ખુબ પરેશાન હતા. સોશિયલ મીડિયામાં તેનો ધાક-ધમકી અને મારપીટનો વીડિયો વાયરલ થયા બાદ તે ખુબ ચર્ચામાં આવી હતી. અંતે પોલીસે તેને જેલમાં ધકેલી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ,સુરતની લેડી ડોન તરીકે જાણાતી બનેલી મિતા ઉર્ફે ભુરીની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેને હાલ વડોદરા જેલમાં ધકેલવામાં આવી છે. પોલીસે ભયજનક વ્યક્તિ તરીકે તેની ધરપકડ કરી છે. વરાછા વિસ્તારમાં તેણે ધણી વાર મારામારી અને લુટ-ફાટ કરી છે. કેટલાક ધાતક શસ્ત્રો સાથે પણ તે દાદાગીરી કરતી જોવા મળી છે. પોલીસે અત્યાર સુધીમાં 3…
કવિ: Satya-Day
દિવાળીની રજા પડવાની તૈયારીમાં છે, ત્યારે ગુજરાતીલાલાઓ દેશમાં વિવિધ રાજ્યોમાં ફરવા જતા હોય છે પરંતુ આ વખતે ફરવા જાવ તો ચેતીને જજો. રાજસ્થાનને અડીને આવેલું હોવાને કારણે ગુજરાત ઉપર પણ ઝીકા વાયરસનો ખતરો છે. તેવી સ્થિતિમાં અમદાવાદમાં કેસ પણ મળી આવ્યો છે. ત્યારે દિવાળી વેક્શન દરમિયાન બોર્ડર ક્રોસ કરીને રાજસ્થાન જતાં પ્રવાસીઓને સતર્ક રહેવા માટે જિલ્લા આરોગ્ય તંત્રએ સૂચન કર્યું છે. તાવ આવવા ઉપરાંત માથુ, સ્નાયુ કે સાંધા દુઃખાવાની સાથે આંખો લાલ થઇ જવાની તકલીફ હોય તો આવા પ્રવાસીઓએ તાત્કાલિક નજીકના ડોક્ટરનો સંપર્ક સાધવા પણ તંત્રએ અપીલ કરી છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં ઝીકા વાયરસના કેસ વધતા જાય છે. તેમાં…
રાષ્ટ્રીય એકતાના શિલ્પી વિરાટ સરદાર પટેલની જન્મજંયતિના શુભદિને ભાજપના નેતાઓએ વિવાદ ઉભો કર્યો હતો. સરદારનગરમાં આવેલા સરદારની પ્રતિમા પર સીડી મૂકીને ભાજપના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. આમ ભાજપના કાઉન્સીલર અને હોદ્દેદારોએ ભાન ભુલીને સરદારના નગર જ સરદારનું અપમાન કર્યું છે. જેથી લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું. તે પહેલા મોદીએ વેલી ઓફ ફ્લાવર્સ અને ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમના શુભારંભમાં સ્ટેજ પર મોદી સહિત અમિત શાહ તેમજ અન્ય રાજકીય હસ્તીઓ હાજરી રહી હતી.
બોલિવુડમાં હાલ જોવા જઈએ તો બાયોપિકનો ક્રેઝ વધી રહ્યો છે. મોટા ભાગની ફિલ્મો હવે બાયોપિક પર બનતી આવે છે. હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાયું છે. તે નામ છે પ્રસિદ્ધ અને દિગ્ગજ ફિલ્મકાર સુધિર મિશ્રાનું. તેઓ મહાત્મા ગાંધી પર ફિલ્મ બનાવવા માંગે છે. સુધીર મિશ્રાએ હાલમાં પ્રખ્યાત બંગાળી સાહિત્યકાર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયના ઉપનયસ ‘દેવદાસ’ પર આધારિત ફિલ્મ ‘દાસદેવ’ બનાવી હતી. હવે તેઓ ગાંધી જી પર બાયોપિક બનાવવા માંગે છે. તેમમે કહ્યું હતું કે હું દિલથી એક બાયોપિક બનાવવા માંગું છું, પણ તેને ગુપ્ત રાખીશ.
ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સના હાલના રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટને દુનિયામાં 66 મું સ્થાન મળ્યું છે. આ રેન્કિંગ પાસપોર્ટના વિઝા મુક્ત સ્કોર પર આધારિત હતું. પોતાના પાસપોર્ટ ધારકોને 66 દેશોમાં વગર વિઝાએ પ્રવાસ કરવા માટે ભારતીય પાસપોર્ટનું રેન્કીંગ ગયા વર્ષની તુલનામાં 9 પોઈન્ટ સુધર્યું છે. આ હાલમાં જ જાહેર કરવામાં આવેલા વાર્ષિક પાસપોર્ટ ઈન્ડેક્સમાં આપવામાં આવેલી વિગતો અનુસાર , સિંગાપોર અને જર્મનીના પાસપોર્ટ દ્વારા 165 દેશોનો પ્રવાસ વિઝા વગર થઈ શકશે. આમ આ દેશોના પાસપોર્ટ સૌથી શક્તિશાળી પાસપોર્ટ બન્યા છે. આ યાદીમાં સૌથી અંતિમ સ્થાન અફધાનિસ્તાનનું છે, જે 22 પોીન્ટ સાથે 91 માં ક્રમે છે. પાસપોર્ટ ધરાવતા ભારતીયોને આ દેશોમાં વગર વિઝાએ જઈ…
રાજ્યમાં રોજ હજારો લોકો પોતાના જીવ ગુમાવે છે, આવી વધુ એક ઘટના વડોદરા નજીક બની હતી, જેમાં એક વિદેશ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના પારૂલ યુનિવર્સિટી પાસે બની હતી, ત્યારે ફરી એક વખત પારૂલ યુનિવસિર્ટીનું નામ અહેવાલોમાં છવાયું હતું. આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, વડોદરા પાસે આવેલી પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝામ્બિયાના વિદ્યાર્થીનો બાઇક સાથે રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર, બુધવારે સાંજે મિત્રો સાથે બાઇક ઉપર કોલેજ જતા સમયે આગળ જતી ટ્રકમાં બાઇક ઘૂસી ગઇ હતી, જેના લીધે ઝામ્બિયાના વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને ગંભીર…
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફિક્કીની નેશનલ એકઝીકયુટીવ કમિટી બેઠકને અમદાવાદમાં સંબોધન કરતાં હવેથી આવી રાષ્ટ્રીય કક્ષાની પરિષદો-નેશનલ કોન્ફરન્સ કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે યોજવાનું પ્રેરક આહવાન કર્યુ હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સ્થળે વર્લ્ડ કલાસ ફેસેલીટીઝ વિકસાવવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાત પરપ્રાંતીયો માટે એક આદર્શ રાજ્ય છે. ગુજરાતમાં ઔદ્યોગિક શાંતિ છે. પરપ્રાંતીયોના અનુસંધાને ઝીરો ટોલરેન્ટસની નીતિ અપનાવવામાં આવી રહી છે. તમામને સુરક્ષા આપવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી પરપ્રાંતીયો પર હુમલાના બનાવો બની રહ્યા છે. મુખ્યમંત્રીએ આ બનાવોના અનુસંધાનમાં ફિક્કીના કાર્યક્રમમાં કેટલીક સ્પષ્ટતા કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો…
CBIએ દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું કે CBIનાં સ્પેશિયલ ડાયરેક્ટર રાકેસ અસ્થાના અને અન્ય શખ્સો વિરુદ્વ લાંચની નોંધાયેલી FIRમાં પ્રાથમિક રીતે ગંભીર ગુનો જણાઈ આવે છે. CBIએ રાકેશ અસ્થાનાની FIR રદ્દ કરવાન અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે આ લેવલ પર રોવિંગ ઈન્ક્વાયરીને મંજુરી આપી શકાય નહીં. CBIએ કોર્ટેને કહ્યું કે અસ્થાના વિરુદ્વની તપાસ હાલ પ્રારંભિક સ્ટેજ પર છે. અલગ-અલગ ડોક્યુમેન્ટસ અને અન્ય લોકોની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. CBI પાસે હાલના તબક્કે ડોક્યુમેન્ટસ ઉપલબ્ધ નથી કારણ કે તપાસ સીવીસી કરી રહી છે. CBIએ અસ્થાના દ્વારા મૂકવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. અસ્થાના, CBIના પોલીસ ઉપાધિક્ષક દેવેન્દ્રકુમાર અને કથિત રીતે…
ટીમ ઈન્ડિયા અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની વન ડે શ્રેણીમાં આજે પાંચમો અને છેલ્લો મુકાબલો હતો, જેમાં ભારતે જીત મેળવી છે. ભારતીય બોલરોના સપાટા વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ ટીમ માત્ર 31.5 ઓવરમાં તમામ વિકટ ગુમાવી 104 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યાં ભારતે માત્ર 14.5 ઓવરમાં એક ફક્ત 1 વિકેટ ગુમાવીને 105 રન બનાવી શાનદાર જીત મેળવી હતી. આ સાથે ભારતે 3-1 સિરિઝ પણ પોતાના નામે કરી લીધી હતી. આ મેચમાં ઓપનિંગ કરવા માચે રોહિત શર્મા અને શિખર ધવન મેદાનમાં ઉતાર્યા હતા. આજે ભારતીય બોલરો પુરા જોશમાં હતા. વેસ્ટ ઈન્ડિઝને પહેલો ઝટકો ભુવનેશ્વર કુમારે આપ્યો હતો તો રવિન્દ્ર જાડેજાએ સેમ્યુઅલ્સને 24…
વિપક્ષી એકતાને મજબૂત કરવાના આશય સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે સારા વાતાવરણમાં મુલાકાત થઈ છે. લોશાહી અને દેશના ભવિષ્યને બચાવવો છે, એટલે એક સાથે આવી રહ્યા છીએ. તમામ વિપક્ષ પાર્ટીઓએ એક થવું પડશે. ભાજપને હરાવવા માટે ચંદ્રબાબુ મહાગઠબંધનની સાથે આવ્યા છે. કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે ભૂતકાળને ભૂલવો પડશે અને વિપક્ષોએ એકતા દર્શાવવી પડશે. રાહુલ ગાંધી અને તેલુગુ દેશમ પાર્ટીના ચીફ ચંદ્રબાબુ નાયડુની મુલાકાત વેળા ટીડીપીના સાંસદ જયદેવ ગલ્લા, સીએમ રમેશ અને અન્ય નેતા હાજર રહ્યા હતા. આ પૂર્વ વિપક્ષી નેતા શરદ પવાર અને ફારુક અબ્દુલ્લા સાથે…