અયોધ્યા મામલે ભાજપના નેતા અને રામ મંદિર ન્યાસ સમિતિના પ્રમુખરામવિલાસ વેદાંતી અને સાધ્વીએ પ્રાચીએ કહ્યું કે છઠ્ઠી ડિસેમ્બરે કોઈની પણ રાહ જોયા વગર રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે મંદિર-મસ્જિદના ટાઈટલ અંગેનો કેસ જાન્યુઆરી-2019 સુધી લંબાવી દેતા વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ દ્વારા રામ મંદિર અંગે નવેસરથી સળવળાટ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ચર્ચા એકવાર ફરી શરૂ થઇ ગઇ છે. શનિવારે રામ જન્મભૂમિ ન્યાસના પ્રેસિડેન્ટ રામદાસ વેદાંતીએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બરમાં શરૂ થઇ જશે. વેદાંતીએ વધુમાં કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ કોઇ પણ પ્રકારના વટહુકમ વિના પરસ્પર સહમતિથી અયોધ્યામાં કરવામાં…
કવિ: Satya-Day
RSSના મહાસચિવ ભૈયાજી જોશીએ સંઘની શિબિરના સમાપન દરમિયાન કહ્યું કે રામ મંદિર માટે જરૂર પડી તો 1992 જેવું આંદોલન કરવામાં આવશે. 1992નું આંદોલન એટલે શું? 1992નું વર્ષ ભારત દેશના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાશે. આ દિવસે મસ્જિદ જ ધ્વંશ કરાઈ ન હતી પણ દેશની જડબેસલાક કોમી એકતાને પણ ધ્વંશ કરવામાં આવી. આખા દેશમાં હિન્દુ-મુસ્લિમોએ કદી ન જોયેલા હોય તેવા કોમી રમખાણ જોયા હતા. ચારેતરફ હિંસા, નિર્મમતાપૂર્વક માણસોને સળગાવાયા અને લોહી નિતરતી લાશોથી ઉભરાયેલી સરકારી હોસ્પિટલોના દ્રશ્યો આજે પણ પટલ પરથી ખસતા નથી. આખા દેશમાં મોટાપાયા પર મહાભયાનક કોમી દંગલ ખેલાયું. કાપાકાપી અને જીવતા માણસોને ભૂંજી નાંખવાની જાણે હોડ ચાલી હતી. આમાં…
આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે પત્ની ઐશ્વર્યાથી તલાક લેવાની અરજી અંગે પ્રથમ વખત નિવેદન આપ્યું છે. શનિવારે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા તેજપ્રતાપે કહ્યું કે હા, આ સાચું છે કે મેં અદાલતમાં અરજી કરી છે. ગૂંગળાઈ-ગૂંગળાઈને જીવવાનો કોઈ ફાયદો નથી. તેજપ્રતાપે ગઈકાલે સ્થાનિક કોર્ટમાં ડિવોર્સ એપ્લીકેશન ફાઈલ કરી છે. તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન 6 મહિના પહેલા થયા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ તેજપ્રતાપ અને ઐશ્વર્યા પાછલા ચાર મહિનાથી સાથે રહી રહ્યા નથી. મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેજપ્રતાપે આનો કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. પરંતુ તેમણે એટલું જરૂર કહ્યું કે તે કૃષ્ણાવતારમાં રહેવાં માંગે છે.…
બોલિવુડ એક્ટ્રેસ આહનાએ સાજિદ ખાન પર ખુબ ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે સાજિદ પર અશ્લીલ વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. ગયા મહિને મી ટુ અભિયાન અંતર્ગત ચાર મહિલાઓએ સાજિદ પર સેક્સ્યુઅલ હેરસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. આહનાએ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લગભગ 1 વર્ષ પહેલા મારી સાજીદ સાથે મિટીંગ હતી. તે કેવા પ્રકારની વ્યક્તિ છે તે હું જાણતી હતી. તમે તેના ઘરે જાવ તો તમને રૂમ સુધી લઈ જવામાં આવે, ત્યાં ખુબ અંધારુ હોય. તેણે મને વિચિત્ર સવાલો પુછ્યા હતા, જેમ કે હું તને 100 કરોડ રૂપિયા આપુ તો તુ કોઈ કુતરા સાથે સેક્સ કરે? લિપસ્ટીક અન્ડર માય બુરખાની એક્ટ્રેસ…
31 ઓક્ટબોરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયાના બીજા દિવસે ગુરુવારે દેશભરમાંથી 3,500થી વધારે પ્રવાસીઓ આવ્યાં હતાં. પરંતુ સવારે 9 વાગ્યાનો સમય હોવા છતાં બપોરે 2 વાગ્યા સુધી ટિકિટ કાઉન્ટર શરૂ ન કરાતા હોબાળો કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓના ભારે હોબાળા બાદ બપોર બાદ લીફટ શરૂ કરવામાં આવતાં માત્ર 900 જેટલા જ સહેલાણીઓ વ્યુ ગેલેરીમાં જઇ શકયાં હતાં. લોકાર્પણ બાદના પ્રથમ દિવસે દેશભરમાંથી સહેલાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે આવી પહોંચ્યાં હતાં. બપોરના 12 વાગ્યાના અરસામાં વારાણસીથી આવેલાં 1,500 લોકોના જૂથે હોબાળો મચાવતાં તંત્રમાં દોડતું થયું હતું. બપોરે 2 વાગ્યા બાદ ટીકિટ કાઉન્ટર…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ કર્યું છે. હવે અયોદ્યામાં બનાવવામાં આવતી ભગવાન રામની મુર્તીની ઉંચાઈ પણ 152 મીટર કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.પહેલા 100 મીટર ઉંચાઈ રાખવાનો પ્રસ્તાવ હતો તે વધારીને 151 મીટર કરવામાં આવ્યો છે. જાહેર અને ખાનગી ફંડના ઉપયોગથી આ પ્રતિમા બનાવવામાં આવશે. આ પ્રતિમાનું સ્થાન પણ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમામા હશે. આક્યોબર 2017 માં યોગી આદિત્યનાથ સરકારે સરયુ નદીના કિનારે ભગવાન રામની પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી. હવે ઉત્તરપ્રદેશમાં ભગવાન રામની મુર્તી પ્રસ્થાપિત કરવામાં આવશે. પ્રતિમાનું કદ વધારી દેવાયા બાદ ખર્ચની રકમનો આંકડો પણ વધી જશે.
મોદી સરકારે પોતાનો ટાર્માગેટ પુરો કરવા માટે આ એક નવી યોજના શરૂ કરી છે. માર્ચ 2019 સુધીમાં દેશમાં 5000 જનઔષધી સ્ટોર ઓપન કરવાનો તેમણે ટાર્ગેટ રાખ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 4300 સ્ટોર ઓપન થઇ ચુક્યા છે. સરકારનો દાવો છે કે, આવનાર 5 મહિનામાં 700 નવા સ્ટોર ખોલવામાં આવશે. આના માટે તમે પણ એપ્લાય કરી શકો છો. જો તમે સરકારની શરતો પર યોગ્ય સાબિત થયા તો દર મહિને સરળતાથી 25 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. જો કે સરકારનો દાવો છે કે આ સ્ટૉરની સેલ્સ ઝડપથી વધી રહી છે, એટલા માટે તમારી ઇનકમમાં વધારો થવાની પુરી સંભાવનાઓ છે. સરકારે પહેલા જનઔષધી…
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કારણે સ્થાનિક લોકોને રોજગારી મળશે પરંતુ સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણના બીજા જ દિવસે આજે કોન્ટ્રાક્ટરે 200 જેટલા આદિવાસી કામદારોને છુટ્ટા કરતા હોબાળો મચી ગયો હતો. જોકે પોલીસની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કેવડિયા ખાતે ગઇકાલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ કોન્ટ્રાક્ટરોએ આજે સ્થાનિક કામદોરને કામમાં આવવા માટે પ્રતિબંધ મુક્યો હતો. જેથી 200 જેટલા સ્થાનિક આદિવાસીઓને કામમાંથી છુટ્ટા કરીને બહારના લોકોની ભરતી કરી હતી. જેથી સ્થાનિક આદિવાસી કામદારો હોબાળો મચાવ્યો હતો. અને તમામ ભરતીમાં સ્થાનિકોને પહેલી પસંદગી મળે તેવી માંગ કરી હતી.…
વિવાદાસ્પદ રાફેલ ડીલને લઇને કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતું કે, રાફેલ ફાઇટર પ્લેન બનાવનારી ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશને સીઇઓએ કહ્યું હતું કે, અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર એટલા માટે બનાવી કારણ કે તેમની પાસે જમીન હતી. કોગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો હતો કે દસોલ્ટે અનિલ અંબાણીને 284 કરોડ રૂપિયા આપ્યા અને અંબાણીએ તેમાંથી જમીન ખરીદી હતી. વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દસોલ્ટ ફક્ત મોદીને બચાવી રહી છે અને જો તપાસ થશે તો વડાપ્રધાન ટકી શકશે નહીં. તેમને રાત્રે ઉંઘ આવી રહી નથી, તે ટેન્શનમાં છે…
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવે પત્ની ઐશ્વર્યાથી અલગ થવા માટે કોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. બન્નેના લગ્નને માત્ર 6 મહિના જ થયા છે. તેજપ્રતાપની તલાકની અરજી અંગે લાલુ પરિવાર દ્વારા કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી. પરિવારે તલાકની ખબરને ખોટી ગણાવી છે. તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન આ વર્ષની 12મી મેનાં દિવસે પટનામાં થયા હતા. લગ્ન સમારંભમાં અનેક નામી હસ્તીઓ આવી હતી. ઐશ્વર્યા બિહારના પૂર્વ મુખ્યમંત્રી દારોગાપ્રસાદ રાયની પૌત્રી છે. જ્યારે પિતા ચંદ્રીકા રાય સારણ પરસા બેઠક પરથી આરજેડીના ધારાસભ્ય છે. ચારા કૌભાંડના અનુસંધાને જેલમાં બંધ લાલુપ્રસાદ યાદવને લગ્ન માટે પેરોલ પર જામીન મળ્યા હતા, તેમણે વધુને પોતાના માટે ભાગ્યાશાળી…