કવિ: Satya-Day

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી GPCCની નવી ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે ત્યારે સુરતમાંથી GPCCમાં સામેલ થવા માટે દોઢ ડઝન જેટલા મૂરતિયાઓ થનગની રહ્યા છે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના સંગઠનમાં ફેરફારો આવી રહ્યા છે અને 200થી 250નું જમ્બો લિસ્ટ સાથે હોદ્દેદારોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી GPCCમાં કોણ આવશે એની સતત ચર્ચા ચાલી રહી છે. અનેક જૂથોમાં વહેંચાયેલી કોંગ્રેસમાં આ વખતે અમિત ચાવડા જૂથવાદ નહીં પણ સંગઠનના ક્રાઈટેરીયા પર વર્ક કરી રહ્યા છે છતાં પણ મામા-માસીવાળું ચાલી રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના વર્કરો અને આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર અમિત ચાવડા…

Read More

શહેરના લોકો માટે મુરત કોઇ પણ સમયનુ નિકળશે પરંતુ ફટાકડા તો શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ જ ફોડવા પડશે. જો આમ નહી કરવામાં આને તો પોલીસ જાહેરનામાના ભંગનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરશે. રાત્રે 8થી 10 કલાક દરમિયાન જ ફટાકડા ફોડવાના રહેશે, મોટા પ્રમાણમાં અવાજ, સીરીજ ફટાકડા ફોડી શકાશે નહી, રાખી શકાશે નહી અને વેચાણ પણ કરી શકાશે નહી. સાઇલેન્ટ ઝોનના 100 મીટર દુર ફોડવાના રહેશે. વિદેશી ફટાકડા વેબસાઇટો અને ઓન લાઇન લે-વેચ થઇ શકશે નહી. ચાઇનીઝ તુક્કલ કે અન્યનુ ઉત્પાદન, વેચાણ કે ઉડાડી શકાશે નહી. શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જાહેરનામુ બહાર પાડયું છે જેના કારણે શહેરના…

Read More

સુરતની 108 ની ટીમ ખરેખર પ્રશંસાને લાયક છે.. જન્મજાત હૃદયરોગથી પીડિત બે દિવસના બાળક અને પરિવાર માટે 108- એમ્બયુલન્સ આશીર્વાદરૂપ સાબિત થઇ હતી. હોસ્પિટલમાં દાખલ માસૂમના પરિવાર પાસે તેની સારવાર તો ઠીક પણ અમદાવાદ સુધી લઇ જવા ભાડાના પૈસા પણ નહોતા, ત્યારે સ્પેશ્યલ કેસમાં માસૂમની જિંદગી બચાવવા મંજૂરી મેળવી 108 એમ્બ્યુલન્સમાં તેને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો હતો. રાંદેરા વિસ્તારમાં આયાતબેન મેહમુદભાઇ પઠાણે 1 નવેમ્બરે ખાનગી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. તબીબી તપાસ દરમ્યાન બાળકને જન્મજાત હૃદયની તકલીફ જણાઇ હતી. ત્યારબાદ બાળકને મજૂરાગેટની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. માસૂમને ત્વરીત વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવાની જરૂર હતી, પરંતુ બાળકની આર્થિક સ્થિતિ…

Read More

રાજધાની દિલ્હી પછી હવે અમદાવાદ અને સુરતમાં પ્રદૂષણનુ પ્રમાણ વધી રહ્યુ છે. આ બંને શહેરમાં વધી રહેલ પ્રદૂષણની આડઅસર સામાન્ય લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનુ પ્રમાણ 333ને પણ પાર થઈ ગયું છે. અમદાવાદના વિસ્તારમાં સેટેલાઇટ, બોપલ, એરપોર્ટ અને ગિફ્ટસીટી અને લેકાવાડા સહીતના વિસ્તારોમાં પ્રદુષણ 300ને પાર જોવા મળ્યુ છે. તો બીજી તરફ સુરત સીટીમાં ઇન્ડસ્ટ્રીને કારણે હવાના પ્રદુષણમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે તો બીજીતરફ વાહનોને કારણે પણ પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો ટુ વ્હીલર, ફોર વ્હીલર,ડમ્પર સહીત 41 લાખથી વધુ વાહનો દોડી રહ્યા છે. 41 લાખ પૈકી અનેક વાહનો અનેક…

Read More

લાલુ પ્રારસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે પત્ની એશ્વર્યા સાથે છૂટાછેડાની માંગ કરી હતી. આજ રોજ તેમણે એવું કબુલ્યું હતું કે તેમને ઐશ્વર્યાથી લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ જ હું દબાણ અનુભવતો હતો. આ લગ્ન મારી મરજીની વિરુદ્ધ હતાં. હું ડરી-ડરીને જીવવા નથી માગતો અને એનો કોઈ ફાયદો પણ નથી, એમ તેમણે કહ્યું હતું. શુક્રવારે તેજપ્રતાપે પટના સિવિલ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. તેજપ્રતાપ અને ઐશ્વર્યાનાં લગ્નને હજી માત્ર છ મહિના જ થયા છે, પણ કેટલાક સમયથી બંને વચ્ચે કશું બરાબર નહોતું ચાલતું. આ પહેલાં પણ તેજપ્રતાપના વકીલે પણ છૂટાછેડાની અરજી કરી હોવાની વાત જાહેર કરી…

Read More

પાટીદારોને ન્યાય અપાવવા માટે ભાજપ નેતા રેશમા પટેલ તડ અને ફડ કરવાના મૂડમાં હોવાનું લાગી રહ્યું છે. થોડા વખત પહેલા સોશિયલ મીડિયામાં પાટીદારોના શહીદ પરિવારોને ન્યાય અાપવાની માંગ  કરતી પોસ્ટ મૂકી હતી તો આજે એ દિશામાં આગળ વધી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળી રૂબરૂમાં રજૂઆત કરી છે. રેશ્મા પટેલ એક સમયે હાર્દિકની સાથે પાટીદાર અનામત આંદોલનમાં સામેલ હતા તે હવે ભાજપના મહિલા આગેવાન બન્યા છે. અમદાવાદના પાંચ શહીદ પાટીદાર યુવાનોના પરિવારજનો સાથે રેશ્મા પટેલ નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલ પાસે પહોંચ્યા હતા. ડે. સીએમ સાથેની મુલાકાતમાં તેમણે મૃતક પાટીદાર યુવાનોના પરિવારજનોને લાભ ન મળ્યા હોવા અંગે રજૂઆત પણ કરી હતી. નાયબ…

Read More

સુરતના નહીં પણ ગુજરાતના દરેક વ્યક્તિએ આ ઘટના જાણવા જેવી છે. આ ઘટના પરથી એ વાતની શીખ લેવી જોઈએ કે ક્યારેય પણ રસ્તા પર જતી એમબ્યુલન્સને રોકવી જોઈએ નહીં. તાત્કાલિક તેને સાઈડ આપશો.કારણકે આ એમ્બ્યુલન્સ કોઈકની જીંદગીની બચાવવા માટે ઝડપથી ચાલતી હોય છે. 108ના પિતાજી વિકાસ ગુપ્તા ખુશ છે. કારણકે તેને બે દિકરી બાદ દિકરાનો જન્મ થયો છે. જેનું નામ તેણે 108 રાખ્યું છે. આ કેવું કોઇ તેના બાળકનું નામ એમ્બ્યૂલન્સના નંબરની જેમ 108 રાખે? નવાઇ લાગે છે ને? પરંતુ જ્યારે વિકાસ તેની પત્ની કિરણ ગુપ્તા અને 108 નામના આ બાળક અને 108 એમ્બ્યૂલન્સની ઘટનાને સાંભળશો તો ખબર પડી જશે…

Read More

પંચમહાલ જિલ્લાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા ફરી એક વાર ગોધરા ખાતે વિવાદિત નિવેદન આપ્યું હતું. આ વખતે તેમણે દારુ વગર ચૂંટણી જીતાતી ન હોવાનું નિવેદન કરી ગુજરાતની ભાજપ સરકારની દારુબંધીની નીતિના ધજાગરા ઉડાડયા હતા. પ્રભાતસિંહે જણાવ્યું હતું કે, આગામી 3 ટર્મ સુધી તેઓ ભાજપ તરફથી જ લોકસભાની ચૂંટણી તેઓ લડશે અને વિજયી પણ બનીશ. તેમ જ પંચમહાલ જિલ્લામાં તેમને હરાવી શકે તેવું કોઈ છે નહીં, વધુમાં તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે, વાઈન વગર ચૂંટણી જીતી શકાતી નથી. પંચમહાલ જિલ્લાના સાંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણ વિવાદિત નિવેદનો તેમ જ ચૂંટણી ટાણે ટિકિટ મેળવવા માટે પણ રાજકીય રમત રમવા માટે જાણીતા છે,…

Read More

દરેક વ્યક્તિને નવી નવી જગ્યા જોવાનો શોખ હોય છે. જો તમને પણ એવી કોઈ નવી જગ્યા શોધી રહ્યા હોય તો નેધરલેન્ડનું ગિએથ્રૂન ગામ તમારા માટે એકદમ બેસ્ટ જગ્યા છે. આ ગામની ખાસિયત એ છે કે અહીં આવતા-જતા લોકો માટે રસ્તો જ નથી. એક વખત આ ગામમાં ફર્યા પછી તમે દરેક વીકેન્ડમાં અહીં ફરવા જવાની ઈચ્છા થશે. આ ગામમાં નથી રસ્તો નેધરલેન્ડના ગિએથ્રૂન ગામમાં આવતા-જતા લોકો માટે રસ્તો નથી પણ લોકો નાવડીથી આ ગામ સુધી પહોંચે છે. આ સુંદર ગામ ચારેય તરફથી પાણીથી ઘેરાયેલું છે. દક્ષિણ નું વેનિસ અથવા નેધરલેન્ડનું વેનિસ નામથી પ્રખ્યાત આ ગામમાં પર્યટકોની ભીડ વધારે જોવા મળે છે.…

Read More

ગુજરાતમાં ફરી એક વાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જસદણમા ખરાખરીનો ખેલ જોવા મળવાનો છે. કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ મંત્રી બનતા જસદણની પેટાચૂંટણી આવી રહી છે. જસદણની પેટાચૂંટણીમાં જાણે કોઈ કિલ્લો સર કરવાનો હોય તે રીતે ભાજપે પંદરથી વધુ નેતાઓની ફોજને જસદણમાં અત્યારથી જ તૈનાત કરી દીધી છે. 1962થી જસદણમાં વિધાનસભાની કુલ મળી 14 વખત 2017 સુધી ચૂંટણી થઇ જેમાં ધારાસભ્ય તરીકે અત્યાર સુધીમાં સાત વખત કોળી જ્ઞાતિના ઉમેદવારએ મેદાન માર્યુ છે અને 2017ની ચૂંટણીનું પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવ્યું હતું. પણ કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. બાવળીયાએ ભાજપ જોઈન કરતા તેમની વિરુદ્વમાં મોટાપાયા…

Read More