કવિ: Satya-Day

એપલ કંપની હવે 5G IPHONE લોન્પચ કરવા જઈ રહી છે. હેલા 5G આઇફોનમાં ઇન્ટેલ મૉડમ 8161નો યૂઝ કરવામાં આવી શકે છે અને આનું ક્લાઉડ 2020 માં સ્ટૉર પર આવશે. ફાસ્ટ કંપનીના એક રિપોર્ટમાં આ વાતની માહિતી સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, જો બધી યોજના પ્રમાણે રહ્યું તો ઇન્ટેલ આઇફોન મૉડેમ પ્રૉવાઇડ કરાવનારી એકમાત્ર કંપની બનશે. 5G ફોનના નમૂના અને ટેસ્ટિંગ માટે ઇન્ટેલ કથિત રૂપથી 8161ની છેલ્લી એડિશન 8060 પર કાર્ય કરી રહી છે. વધારે ગતિ અને દક્ષતા હેતુ ટ્રાન્જિસ્ટર સઘનતાને વધારવા માટે ઇન્ટેલ પોતાની 10 નૈનોમીટર પ્રક્રિયાનો પ્રયોગ કરી 8161ને બનાવી શકે છે.જલ્દી ગરમ થઇ જવાના વિવાદના…

Read More

રવિવારે આનાથઆશ્રમના એક ટ્રસ્ટી દ્રારા છોકરીઓની જાતિય સતામણીનો એક કેસ બહાર આવ્યો છે. ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા FIR લખ્યા બાદ પોલીસે મૈનેષ પરમારની ધરપકડ કરી હતી. આરોપીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે અનાથ આશ્રમમાં જઈને ખુબ હંગામો કર્યો. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 42 વર્ષીય પરમાર છેલ્લા 17 વર્ષથી ટ્રસ્ટી છે. તે છોકરીઓને પોતાના કૂમમાં બોલાવી અડપલા કરતા હતો અને કોઈને ન કહેવ માટે ધમકાવતો હતો. ધોરણ 10 ની ચાર વિદ્યાર્થીનીઓએ તેની વાત રેકોર્ડ કરીને મહિલા વોર્ડનનને પણ મોકલી હતી. પોલીસ દ્વારા રવિવારે તેની ધરપકડ કરવામાં આવી છે.

Read More

સુરતમાં રહેતા અને વહોરા સમાજના અગ્રણી ઉપરાંત તાજેતરમાં સુપર ડુપર ફ્લોપ થયેલી ઈસ્માઈલ દરબારની ફિલ્મ યે કૈસી તિકડમમાં એક ગીત લખનારા સુરતનાં ઝાંપા બજાર વિસ્તારમાં રહેતા બદરી લેસવાલા પર કુખ્યાત વસીમ બિલ્લા અને તેના સાગરિતોએ હુમલો કરતા સનસનાટી વ્યાપી ગઈ છે. પોલીસ સૂત્રો મુજબ બદરી લેસવાલાની બેગમપુરા ખાતે કરોડો રૂપિયાની જમીન આવેલી છે. આ જમીનને લઈ વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો ફાયદો ઉઠાવી ઝાંપા બજારના કુખ્યાત વસીમ બિલ્લા અને કોસાડનાં ચારથી પાંચ ટપોરીઓએ બદરી લેસવાલાના વહોરા સમાજની દેવડી મુબારક પાસે આવેલા મુસાફર ખાના નજીકના લેસવાલાના ઘર પાસે આજે સાંંજે હુમલો કર્યો હતો. લેસવાલાને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો.…

Read More

નવસારીના સાંસદ સીઆર પાટીલ એક એવા સાંસદ છે જેઓ પ્રજાકીય કાર્યોમાં સતતને સતત રચ્યા-પચ્યા રહે છે. સરકારની યોજના હોય કે પછી કોઈને સહાયભૂત થવાનું હોય. સાંસદ સીઆર પાટીલ હરહંમેશ લોક સેવા માટે અગ્રેસર જોવા મળે છે. નવસારીના સાંસદ તરીકે કેન્દ્ર સરકારની યોજનાઓને ગામે ગામ સુધી પહોંચાડી લોકોને વધુમાં વધુ ફાયદો-લાભ મળે તેવા પ્રયત્નો કરવાની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે. વડાપ્રધાન મોદીએ સાંસદ સીઆર પાટીલની કામ કરવાની ભાવના અને કર્મનિષ્ઠાની ભરપૂુર સરાહના કરી છે. એક નહીં પણ બબ્બે  ટવિટ કરી વડાપ્રધાન મોદીએ સાંસદ સીઆર પાટીલની પ્રશંસા કરી છે અને અન્ય સાંસદોને પણ તેમાંથી પ્રેરણા લેવાની શીખ આપી છે. સાંસદ સી.આર.…

Read More

રણવિર સિંહ અને દીપિકા પાદુકોણના લગનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેઓ ટૂંક સમયમાં જ લગ્નગ્રંથીમાં જોડાવા જઈ રહ્યા છે. દીપિકાના બેંગલુરુનાં ઘરમાં નંદી પૂજા કરવામાં આવી હતી. નંદી પૂજા પૂર્ણ કરીને દીપિકા મુંબઈ પાછી આવી ગઈ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, દીપિકા પાદુકોણે પોતાના મંગળસૂત્રની ખરીદી કરી દીધી છે. એક સૂત્ર દ્વારા જાણવા મળ્યુ છે કે, દીપિકા પાદુકોણે ૨૦ લાખ રૂપિયાનું મંગળસૂત્ર ખરીદ્યુ છે. પોતાના માટે મંગળસૂત્રની શોપિંગ કર્યા બાદ દીપિકાએ રણવીર સિંહ માટે એક ચેઈન પણ ખરીદી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, દીપિકાએ મંગળસૂત્ર અને ચેઈન ઉપરાંત લગભગ એક કરોડ રૂપિયાની જ્વેલરીની શોપિંગ કરી…

Read More

રાકેશ અસ્થાનાએ અમેરિકામાં રોકાણ કર્યું હતું તેની પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામા આવી રહી છે. સુરતનાં બે પોલીસ અધિકારીઓ તપાસના સાણસામાં આવી શકે છે. રાકેશ અસ્થાના અંગે પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે તેમાં ડિપ્લોમેટીક વિઝા પર અમેરિકાની મુલાકાત લેવાની બાબતનો પણ સમાવેશ થઈ રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સીબીઆઈના સૂત્રો મુજબ આલોક વર્માએ રાકેશ અસ્થાના વિરુદ્વ મજબૂત પુરાવા એકત્ર કરવા માટે મહિના પહેલા સીબીઆઈની ટીમને ગુજરાત મોકલી હતી. સીબીઆઈના અધિકારીઓએ વડોદરા અને સુરતમાં ગુપ્ત રાહે તપાસ કરી વિગતો અને પુરાવા અકત્ર કર્યા હતા. આ પુરાવાને લઈ દિલ્હી રવાના થયા હતા. લાંચ કેસ ઉપરાંત રાકેશ અસ્થાના વિરુદ્વ આવક કરતા વધું…

Read More

થોડા સમય પહેલા જ ગુજરાતમાં સરદારની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ થયું હતું, જેના કારણે વિશ્વમાં ગુજરાતનું નામ ગૂંજતું થઇ ગયું. હવે જાણે દેશમાં એક પછી એક રાજ્યો હરીફાઇમાં ઉતર્યા હોય તેમ નીતિશ કેબિનેટે પટણા મેડિકલ કોલેજ અને હોસ્પિટલને વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેના માટે સરકારે પણ મંજૂરી આપી દીધી છે. વિશ્વની સૌથી મોટામાં મોટી હોસ્પિટલમાં 5462 બેડ ક્ષમતા હશે. આ હોસ્પિટલ બનવવાનો અંદાજિત ખર્ચ 5540.07 કરોડ થશે. માનવામાં આવી રહ્યું છે કે આ દુનિયાની સૌથી મોટી હોસ્પિટલ બની જશે, જ્યાં વર્લ્ડ ક્લાસની સુવિદ્યાઓ દર્દીઓને પુરી પાડવામાં આવશે. આ નિર્ણય મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં…

Read More

યોગગુરુ બાબા રામદેવે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ દેશમાં જે અમારી જેમ લગ્ન ના કરે તેમનું વિશેષ સન્માન થવું જોઇએ અને આ સાથે જે લગ્ન કરે છે અને બેથી વધુ બાળકો પેદા કરે છે તેમનો મતાધિકાર છીનવી લેવો જોઇએ. સ્વામી રામદેવે રવિવારે હરિદ્ધારમાં આ નિવેદન આપ્યુ હતુ. રામદેવે કહ્યું કે, આ રાજકીય અને રાષ્ટ્રીય મુદ્દો છે. પરંતુ ભારતીય પરંપરામાં જ્યારે જનસંખ્યા ઓછી હતી ત્યારે વધુ બાળકો પેદા કરવાની વાત કરવામાં આવી હતી. 10 બાળકો પેદા કરવા સુધીની વાત કરાઇ હતી. તેમણે કહ્યું કે, જેઓ સંપન્ન છે તેઓ જરૂર કરી લે પરંતુ એક-બે બાળકો અમને પણ…

Read More

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં સોહારબુદ્દીનના સાગરિત આઝમ ખાને સ્પેશિયલ કોર્ટમાં જૂબાની આપી નવો ઘટસ્ફોટ કર્યો છે અને ડીજી વણઝારાએ સોહરાબુદ્દીનને સોપારી આપી હતી અને ત્યાર બાદ હરેન પંડ્યાની ગોળી મારી હત્યા કરી કરવામાં આવી હોવાની ગવાહી આપતા સનસનાટી ફેલાઈ ગઈ છે. મુદ્દો એ છે ડીજી વણઝારાએ હરેન પંડ્યાની સોપારી કેમ આપી? કોના કહેવાથી આપી હતી? આવા પ્રશ્નો સતત ઘૂમરાઈ રહ્યા છે. હરેન પંડ્યાના પત્ની હાલ ભાજપ સરકારમાં ચાઈલ્ડ રાઈટ્સ  પેનલના ચીફ છે. પતિ હરેન પંડ્યાની હત્યાની લડાઈને તેઓ છેક સીબીઆઈ સુધી લઈ ગયા હતા. કોંગ્રેસની સરકારમાં અનેક ધક્કા ખાધા હતા પરંતુ પરિણામ શું આવ્યું? તમામ આરોપીઓ આજે જેલની…

Read More

સોહરાબુદ્દીન-તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં જબરદસ્ત ઘટસ્ફોટ થયો છે. મુંબઇની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં મુખ્ય સાક્ષી અને સોહરાબના સાગરિત આઝમ ખાને કોર્ટમાં નિવેદન આપતા કહ્યું હતું છે કે, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાની ડીજી વણઝારાએ સોહરાબુદ્દીન શેખને સોપારી આપી હતી. આઝમ ખાને સીબીઆઇ કોર્ટને કહ્યું કે, સોહરાબુદ્દીન અને તુલસી તેના સારા મિત્રો હતા અને સોહરાબુદ્દીને મને કહ્યું હતું કે તેણે નઇમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન અને શાહિદ સાથે મળીને હરેન પંડ્યાની હત્યા કરી હતી. નોંધનીય છે કે વર્ષ 2003ના માર્ચમાં હરેન પંડયાની હત્યા થઇ હતી. પહેલા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પકડ્યા હતા. જે પછી જાહેર કરવામાં આવ્યું હતું કે આ હત્યા કોમી તોફાનોનો બદલો…

Read More