પ્રખ્યાત ગાયક વિનોદ અગ્રવાલનું આજ રોજ નિધન થયું છે. મંગળવારે સવારે વિનોદ અગ્રવાલે યુપીના મથુરામાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને છાતીમાં દુખાવો થયા બાદ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે ચાર વાગે તેમનું નિધન થયું હતું. ડૉક્ટરોએ જણાવ્યું કે વિનોદ અગ્રવાલનું નિધન મલ્ટિપલ ઓર્ગન ફેલના કારણે થયું છે. વૃંદાવનમાં પોતાના પરિવાર સાથે રહેતા અગ્રવાલ 63 વર્ષના હતા. રવિવારે અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો, જેથી પરિવારજનોએ તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અહીં બે દિવસ સુધી તેમની સારવાર થઇ, પરંતુ તેનો કોઈ લાભ ન થયો. ધીમે-ધીમે તેમના તમામ અંગોએ કામ કરવાનું બંધ કર્યું હતું…
કવિ: Satya-Day
વિરાટ કોહલીનો ગઈ કાલે જન્મદિવસ હતો અને આજે તે 30 વર્ષનો થઈ ગયો છે. વિરાટ કોહલી ફક્ત ક્રિકેટ જ નહી પણ તેના લવ ્ફેરને કારણે પણ ખુબ ચર્ચામાં છે. 2017 માં અનુષ્કા સાથેના અફેર પહેલા પણ વિરાટની લાઈફમાં ઘણી સ્ત્રીઓ આવી હતી પણ તેણે ક્યારેય તેનો સ્વીકાર કર્યો નહોતો. તેનું પહેલું અફેર બાહુબલીની એક્ટ્રેસ તમન્ના ભાટીયા સાથે હતું. તમન્ના અને વિરાટ 2012-13 માં એક મોબાઈલ એડમાં એક સાથે કામ કરતા હતા. આ દરમિયાન બન્ને નજીક આવ્યા હતા. તમન્ના સાથે બ્રેક અપના સમાચાર બાદ થોડા દિવસો પછી જ વિરાટ કોહલી જુહુમાં બ્રાઝિલની બોલિવુડ એક્ટ્રેસ ઈઝેબેલ લેટી સાથે જોવા મળ્યો હતો. જો કે…
પાછલા કેટલાક સમયથી સુરતમાં બાળકીઓના અપહરણ અને તેમની સાથે દુષ્કર્મની બની રહેલી ઘટનાઓના અનુસંઘાને લીંબાયત વિસ્તારમાંથી ગૂમ થયેલી બાળકીની શોધમાં પોલીસે આકાશ પાતાળ એક કરતા બાળકી હેમખેમ મળી આવી હતી. પોલીસે રાહતના શ્વાસ લીધા હતા. વિગતો મુજબ લીંબાયતના મારૂતિ નગરમાંથી શમા નામની બાળકી ગૂમ થઈ હતી. આજે સાંજે પાંચ વાગ્યે બાળકી ગૂમ થઈ હોવા અંગે લીંબાયત પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરીયાદ કરતાં પોલીસે તાબડતોડ કાર્યવાહી શરૂ કરી હતી. બાળકી સાંજના સમયે ઘરની બહાર રમી રહી હતી. બાળકીઓ પર થતાં અત્યાચારની ઘટનાઓને પગલે લીંબાયત પોલીસ મથકના પીઆઈ સી.આર, જાદવે અલગ અલગ 10 ટીમ બનાવી હતી. ટીમોને કાર્યરત કરી બાળકીની શોધખોળ કરવામાં આવી…
લોકોને બિનખેતી માટે પરવાનગી મેળવવામાં પડતી મુશ્કેલીઓમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. લાભપાંચમ પછી રાજ્યની તમામ જિલ્લા કલેકટર કચેરીમાં બિન ખેતી જમીન માટેની પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે રાજ્યના તમામ જિલ્લા પંચાયતોમાં બિનખેતી ની પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન થઇ જશે. અગાઉ મહેસૂલ વિભાગે પ્રાયોગિક ધોરણે અમદાવાદ અને ગાંધીનગરની કલેકટર કચેરીમાં ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરી હતી. આ પહેલા બિન ખેતી માટેની પરવાનગી પ્રક્રિયા લાંબી હોવાથી હોવાથી લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઉલ્લેખનિય છે કે, 15મી ઓગસ્ટના દિવસે મુખ્યપ્રધાન દ્વારા બિનખેતી પરવાનગી પ્રક્રિયાને ઓનલાઈન કરવાની જાહેરાત…
IAS ઓફિસર બી ચંદ્રકલાએ સોશિયલ મીડિયામાં ખુબ લોકપ્રિયતા મેળવી છે. ફેસબુક પર એવી શાનદાર ફેન્સ ફોલોઈંગ છે કે PM મોદીથી લઈને યોગી આદીત્યનાથ સહિત બધા મુખ્યમંત્રી અને બોલીવૂડના સુપરસ્ટારોને પાછળ મોકલી દીધા છે. PM મોદી સહિત તમામ સુપરસ્ટારના ફેસબુક પેજને કરોડો લોકોએ ફોલો કરી રાખ્યા છે. જ્યારે ચંદ્રકલાના ફેસબુક પેજને તેનાથી ઓછા 85 લાખ ફોલોવર્સ છે. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન. દીપિકા પાદુકોણ પણ પોતાની તસ્વીરો પર લાઈક્સ નથી મેળવી શક્તા જેટલી કેટલાક કલાકોમાં જ ચંદ્રકલાને લાઈક્સ મળે છે. 28 ઓક્ટોબરે ચંદ્રકલાએ ફેસબુક પર DP લગાવી હતી. તે તસ્વીરને રેકોર્ડ બે લાખ લાઈક્સ મળી છે. જ્યારે 14 હજાર…
બિઝનેસમેન મુકેશ અંબાણીએ ધનતેરસના દિવસે બદ્રીનાથમાં નમન કર્યું હતું. પુત્રી ઈશાના ડિસેમ્બરમાં લગ્ન છે અને પ્રથમ નિમંત્રણ કાર્ડ બદ્રીનાથને આપ્યું હતું. તેમણે બદ્રીનાથ, કેદારનાથ ધામની ભોગ-પૂજાઓ માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. સાથે સાથે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિને ઈનોવા કાર ગિફટ કરી હતી. મુકેશ અંબાણીની દિકરીના લગ્ન 12મી ડિસેમ્બરે આયોજિત કરવામાં આવ્યા છે. લગ્નની કંકોત્રી આપવા માટે તેઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ કેદારનાથ ગયા હતા. હેલિકોપ્ટરથી સવારે સાડા આઠ વાગ્યે તેઓ બદ્રીનાથ આવ્યા. તેમણે બદ્રીનાથ સભા મંડપમાં પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત, વધુ શ્લોકા, પુત્રી ઈશા અને થનાર જમાઈ આનંદની સાથે ભગવાન બદ્રીનાથને લગ્નની કંકોત્રી ચરણે ધરી…
ભાજપને આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીનું સૌથી મોટું દાન મળ્યું છે. 7 પ્રમુખ કંપનીઓના એક સમૂહ ટ્રસ્ટે સત્તાધારી પાર્ટીને કુલ 169 કરોડ રૂપિયામાંથી 144 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. સુત્રો પાસેથી મળતી માગિતી પ્રમાણે તેણે કોંગ્રેસ અને બીજુ જનતા દળને પણ દાન આપ્યુ છે. અત્યાર સુધી હંમેશા નાની રાજકીય પાર્ટીઓને દાન આપનારા આ ટ્રસ્ટે પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની પાર્ટીને સૌથી મોટું દાન આપ્યું છે. પ્રુન્ડેન્ટ ટ્રસ્ટને પહેલા સત્યા ઇલેક્ટ્રોરલ ટ્રસ્ટના નામથી ઓળખવામાં આવતી હતી. જે કંપનીઓએ આ ટ્રસ્ટ દ્વારા દાન આપ્યું છે, તેમાં ડીએલએફ (52 કરોડ), ભારતી ગ્રુપ (33 કરોડ), શ્રોફ ગ્રુપ 22 કરોડ, ટોરેન્ટ ગ્રુપ (20 કરોડ), ડીસીએમ શ્રીરામ (13…
ઈરાદાપૂર્વક બેન્કનું દેવું નહીં ચૂકવાનરાઓની યાદી અંગે ખુલાસો નહીં કરવા બાબતે સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશન(CIC) દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ગવર્નર ઉર્જિત પટેલને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. સાથે સાથે CICએ વડાપ્રધાન ઓફીસ, નાણા મંત્રાલય અને આરબીઆઈને કહ્યું છે કે સલવાઈ ગયેલા દેવા અંગે પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના પત્રને સાર્વજનિક કરવામાં આવે. જોકે, સરકાર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ કોર્પોરેટ અફેર્સના સચિવ ઈન્જેતી શ્રીનિવાસે કહ્યું છે કે કોઈ પણ બેન્ક ડિફોલ્ટરની યાદીને જાહેર કરવા અગે કોઈ વાંધો હોવો જોઈએ નહીં. અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં 50 કરોડ કરતાં વધુ લોન લેનારા અને જાણી જોઈને…
ગાંધીનગર સચિવાલયની સુરક્ષા અંગે મોટો પ્રશ્ન લાગી ગયો છે. રવિવારે રાત્રે અચાનક દિપડો સચિવાલયમાં ઘુસી જતાં ભારે હો-હા મચી ગઈ છે. સચિવાલયના બેરીકેટની નીચેથી દિપડો અંદર ઘુસી ગયો હતો. સિક્યોરીટીને આની જાણ થતાં તમામના મોતીયા મરી ગયા હતા. રાતથી દિપડાને પકડવાની કોશીશ કરવામાં આવી રહી છે. પરંતુ બપોર સુધી દિપડો પકડાયો નથી. લોકોને અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. સિકોયોરીટીને સીસીટીવી ફૂટેજ જોઈને એવું લાગ્યું કે ગેટ નંબર સાતથી કુતરું અંદર ઘુસી રહ્યું છે. પરંતુ જ્યારે ઝૂમ કરી ફટેજ જોવામાં આવ્યા તો દિપડાને જોઈને બધા મોંમાં આંગળા નાંખી ગયા હતા. દિપડો ઘુસ્યો હોવાની ખબર વાયુવેગે પ્રસરી ગઈ હતી. દિપડો ધીમી…
ગુજરાતે ફરી એક વખત નામ રોશન કર્યુ છે. અમિતાભ બચ્ચન ફેમ કૌન બનેગા કરોડપતિમાં અમદાવાદની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં આ વર્ષે જ આઈટી એન્જિ.માંથી પાસ થયેલા 22 વર્ષીય યશરાજસિંહ ડોડીયાની પસંદગી થઈ છે. આજે 5 ઓક્ટોબરના રોજ રાત્રે 9 વાગે KBCની ફાસ્ટેટ ફીંગર ફર્સ્ટનો રાઉન્ડ સફળતા પૂર્વક પાસ કરીને યશરાજસિંહ કેબીસીની હોટ સીટ પર અમિતાબ બચ્ચન સાથે જોવા મળશે ત્યારે કેબીસી શોમાં પહોંચવાથી લઈને પહેલી વખત ફેસ ટુ ફેસ બીગ-બી સાથે મળ્યાના અનુભવો યશરાજસિંહેં શેર કર્યા હતા. કેબીસી અંગે વાત કરતા યશરાજસિંહે કહ્યું કે, ‘કેબીસીમાં જવા માટે તમારે મેસેજ દ્વારા ક્વિઝ કોમ્પિટિશન માટે એન્ટ્રી મોકલવી પડે છે. ત્યાર બાદ કેબીસી ટીમ…