ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પાર્ટીનું માળખું આજે સાંજ સુધીમાં બહાર પડે એવી શક્યતા જણાઈ રહી છે. સંગઠનના ઉપપ્રમુખ અને મહામંત્રીમાં અનુભવી અને યુવા નેતાઓનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત મંત્રી તરીકે નવા ચહેરાઓને સ્થાન મળશે. પ્રદેશ કોંગ્રેસનું નવું માળખુ જાહેર થયા બાદ ગણતરીના દિવસોમાં કોંગ્રેસ સંગઠનની બેઠક મળશે. જેમાં મહામંત્રી, એક પ્રમુખ અને બે મંત્રીને લોકસભાની જવાબદારી સોંપવામાં આવશે
કવિ: Satya-Day
PNB કૌભાંડને અંજામ આપનાર મેહુલ ચોકસીએ એન્ટીગુઆ અને બારબુંડા સરકાર સામે કેસ દાખલ કર્યો છે. ચોક્સીના કેસની સુનાવણીમાં પ્રધાનમંત્રી અથવા તેમના કાયમી સચિવને સમાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. ચોકસીએ એન્ટિગુઆ સરકારના કોમનવેલ્થ કરાર સામે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ એગ્રીમેન્ટ મુજબ ભારત અને એન્ટિગુઆ સરકાર વચ્ચે પ્રત્યાર્પણ સંધિ ન હોવા છતાં ચોકસીને ભારત મોકલવાની શક્યતા છે. ભારત સાથે 2001માં એન્ટિગુઆ ના મંત્રીએ આ કરાર કર્યો હતો..જેને કોમનવેલ્થ કંટ્રીઝ અમેન્ડમેન્ટ ઓર્ડર નામ આપવામાં આવ્યું હતું. જે એ સ્પષ્ટ કરે છે કે, કરાર મુજબ ભારત અને એન્ટીગુઆ વચ્ચે કોઈ પ્રત્યાપર્ણ સંધિ થઈ નથી અને બંને દેશ આ મામલે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે.…
ઝારખંડનાં જામતાડા જિલ્લામાં હચમચાવી નાખે એવીા એક ઘટના સામે આવી છે. અહીં કેટલાક નરાધમોએ એક મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારી તેના ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી દેતા સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યુ છે. પોલીસ અધિકારી બી એન સિંહે જણાવ્યુ કે, આ ઘટના નારાયણપુર થાણા વિસ્તારના ઉદયપુરની છે. ઘટનાની જાણ થતા જ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાનો અંજામ આપનાર ઓરોપી પૂર્વ પતિ ઉદયની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે બી એન સિંહે જણાવ્યુ હતું કે, મહિલા પબિયામાં યોજાયેલ મહાકાળીની પૂજાના અવસર પર યોજાયેલ સંથાલી યાત્રા જોવા માટે ગઈ હતી. જ્યાં તેનો પૂર્વ પતિ પણ આવ્યો…
આજે ભાઈબીજના દિવસે મોદી સરકારે દેશની તમામ બહેનોની રસોઈને મોંઘી કરી દીધી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવેમ્બર મહિનામાં સરકારે બીજી વખત LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. મોદી સરકારે LPG ડીલર્સના કમીશનમાં વધારો કરવાથી ઘરેલુ કુકિંગ ગેસ LPGની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ વધારા સાથે 14.2 કિગ્રા સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 507.42 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે અત્યાર સુધી તેની કિંમત 505.34 હતી. પેટ્રોલિયમ મંત્રાલયે ડીલર કમીશન વધારવાનો આદેશ આપ્યો હતો. મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું હતું કે, 14.2 કિલો અને 5 કિલોના સિલિન્ડર પર ઘરેલુ LPG ડિસ્ટ્રીબ્યૂટર્સનું કમિશન ગત વર્ષે…
રાજદ પ્રમુખ લાલુ પ્રસાદના પુત્ર અને ધારાસભ્ય તેજપ્રતાપ યાદવે શુક્રવારે કહ્યું કે તે હમણાં જ હરિદ્વારમાં રહે છે. જ્યાં સુધી પત્નીથી તલાકના નિર્ણયનું કૌટુંબિક સમર્થન નહીં મળે, ત્યાં સુધી તે ઘરે પાછો નહીં આવે. પટનાની સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે ફોન પર વાતચીત કરતી વખતે તેજ પ્રતાપે નાના ભાઈ તેજસ્વી યાદવને જન્મદિવસના અભિનંદન પણ આપ્યા હતા અને કહ્યું કે તે નવી દિલ્હીમાં ભાઈના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થશે નહીં. નવી દિલ્હીમાં તેજસ્વી યાદવ બહેનોને મળવા ગયા છે. તેજપ્રતાપ યાદવને છેલ્લી વખત બોધગયામાં શનિવારે જોવાયા હતા. રાંચીમાં બીમાર પિતા લાલુ પ્રસાદને મળી તેઓ પાછા ફર્યા બાદ તેઓ હોટલમાં રોકાઈ ગયા હતા. તાજેતરમાં તેજ…
પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ એન્ટિગુઆ અને બરબુડા સરકાર વિરુદ્વ કેસ કર્યો છે. મેહુલ ચોકસીએ ટ્રાયલ દરમિયાન વડા પ્રધાન અથવા તેમના કાયમી સચિવને સામેલ કરવાની માંગ કરી છે. મેહુલ ચોકસીએ એન્ટિગુઆ સરકારના કોમનવેલ્થ કરાર સામે કોર્ટનું શરણું લીધું છે. આ કરાર હેઠળ ભારત અને એન્ટિગુઆમાં પ્રત્યાર્પણની સંધિ હોવાના કારણે ચોકસીને ભારતમાં પરત મોકલી શકાય છે. 2001માં એન્ટિગુઆના પ્રધાનએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આને કોમનવેલ્થ કન્ટ્રીઝ અમેન્ડમેન્ડ ઓર્ડર તરીકે ઓળખવામા આવે છે. દેશોના સુધારા ઓર્ડર તરીકે ઓળખાય છે. કોમનવેલ્થ દેશો સાથેના આ કરાર બાદ, ભારત અને એન્ટિગુઆ આપમેળે પ્રત્યાર્પણના દાયરામાં આવી ગયા છે. એન્ટિગુઆના એટર્ની જનરલ ઑફિસે આ…
ઈન્ટરનેટ સેન્સેશન પ્રિયા પ્રકાશ વારિયરે આંખો મટકાવવાના વિંક એક્ટ દ્વારા પ્રસિદ્ધ હાંસલ કરી હતી. દિવાળી ટાણે ફોટો-શેરિંગ સાઇટ Instagram પર તેની નવી તસવીર શેર કરી હતી. નવીનતમ ફોટોમાં, પ્રિયા પ્રકાશ દેશી અવતારમાં જોવા મળેછે. ગોલ્ડન ગ્રીન લહેંગામાં તેનું સૌંદર્ય જોઈને હર કોઈ નજર હટાવી શકે નહીં. ચમકદાર એરિંગ સાથે તેની હેરસ્ટાઈલ ઈન્સ્ટાગ્રામ પર ટ્રોલ થઈ હતી. તેણે મલ્ટીકલર પટ્ટાવાળા ક્લચ સાથે તે અદ્દભૂત લાગી રહી છે. પ્રિયાના પોશાકે તેની ફિમેલ ફેન્સને ઘેલું લગાડ્યું છે. નિર્દોષતાના ભાવ સાથેનો ચહેરો આકર્ષક લાગી રહ્યો છે. પ્રિયાએ ઓરું આદર લવમાં માત્ર નયન મટક્કા કરીને ઈન્ટરનેટ પર ધમાલ કરી મૂકી હતી. ચર્ચા છે કે પ્રિયા…
રિશ્વતખોરી મામલામાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) સમક્ષ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના હાજર થયા હતા. સીવીસીએ રાકેશ અસ્થાનાની પૂછપરછ કરી હતી. સીવીસી સમક્ષ અસ્થાનાએ પોતાનો પક્ષ મૂક્યો હતો અને પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોનો ઈન્કાર કર્યો હતો. સીવીસીના કેવી ચૌધરીએ અસ્થાનાની પૂછપરછ કરી હતી. આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને કેન્દ્ર સરકારે રજા પર ઉતારી દીધા છે. સીબીઆઈના અધિકારીઓએ કહ્યું કે અસ્થાનાએ સીવીસીના ચૌધરી સમક્ષ પોતાની જૂબાની નોંધાવી હતી. મહત્વના કેસોની તપાસ કરી રહેલા સીબીઆઈના અધિકારીઓની સીવીસીએ પૂછપરછ કરવામાં આવી હતી. આ તમામ અધિકારીઓના નામે રાકેશ અસ્થાનાએ કરેલી આલોક વર્મા વિરુદ્વની ફરીયાદમાં બહાર આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે સીબીઆઈના ઈન્સપેક્ટરથી લઈ…
રાહુલ ગાંધીએ શુક્રવારે છત્તીસગઢના કાંકેરમાં જનસભાને સંબોધિત કરી હતી. રાહુલે અહીની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પસંદગીના બિઝનેસમેન મિત્રોના 3 લાખ કરોડથી વધારેનું દેવું માફ કર્યું, પરંતુ ખેડૂતો માટે કંઇ કર્યું નથી. તેમણે વધુમાં કહ્યું, નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસી જનતાના રૂપિયા લઇને ભાગી ગયા છે. વિજય માલ્યાએ દેશ છોડ્યા પહેલા નાણામંત્રી અરૂણ જેટલીને મળીને ગયા હતા. રાહુલ ગાંધીએ અહીં રેલીને સંબોધિત કરતા રાફેલ ડીલનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલે કહ્યું કે, મોદી સરકારે HALથી કોન્ટ્રાક્ટ છીનવીને અનિલ અંબાણીની કંપનીને આપ્યો હતો. મોદી સરકારે 526 કરોડ રૂપિયાનું રાફેલ…
મુઘલોએ ભારત પર 1526–1857 સુધી રાજ કર્યું. 331 વર્ષના શાસનકાળ દરમિયાન મુઘલોને ક્યારેય લાગ્યું કે નહીં કે દેશનું નામ હિન્દુસ્તાનથી બદલીને મુસ્લિમિસ્તાન કે ઈસ્લામિસ્તાન કરી દેવામાં આવે. મુઘલો ઘારત તો આ દેશને પળવારમાં ઈસ્લામી દેશ જાહેર કરી દેત પરંતુ ભારતીય સંસ્કૃતિ અને લોકોની રહેણી-કરણીના આધારે બહોળા હિન્દુ સમાજને ધ્યાને રાખી તેમના નામ સાથે જ દેશનું નામ જોડી દીધું. આ મુઘલો મૂર્ખ હતા કે તેમણે મરાઠાવાડને મરાઠા રેજિમેન્ટ કહી અ રાજપુત રેજિમેન્ટને રાજપૂત રેજિસમેન્ટ જ કહી. 331 વર્ષના રાજકાજ દરમિયાન મુઘલો ધારત તો ઘણું બધું કરી શક્યા હોત પરંતુ તેમણે ભારતીય સંસ્કૃતિને રક્ષા કરી છે એ કહેવામાં જરાય અતિશિયોક્તિ નથી. આજે…