વર્ષ 2009 માં નહારિકા સિંહને મસ લવલી ફિલ્મમાં નવાજુદ્દીન સાથે કામ તકવાનો મોકો મળ્યો હતો. એકટ્રેસે જણાવ્યું હતું કે ફિલ્મ દરમિયાન તે નવાજુદ્દીનના સંપર્કમાં આવી અને તેની વધારે નજીક આવી ગઈ હતી. નિહારીકાએ જણાવ્યું હતું કે ‘મે એટલા માટે આ વાત જાહેર કરવાનું વિચાર્યું કે લોકોને સમજાય કે ગેરવર્તનનો અર્થ શું થાય છે અને કોને સજા અપાવવી જોઈએ. હું આ પ્રકારના ઘણા શોષણમાંથી પસાર થઈ છું. ખાસ કરીને મોંડલીંગ અને બોલિવુડના કરિયરમાં મને આ પ્રકારના અનુભવોનો સામનો કરવો પડ્યો છે’. ‘મિસ ઈન્ડિયા’ બન્યા પછી રાજકુમારે તેને પોતાની પહેલી ફિલ્મ માટે પસંદ કરી હતી, પણ ત્યારબાદ ટી સિરિઝના માલિક ભુષણ કુમારે …
કવિ: Satya-Day
CBIમાં ચાલી રહેલા વિવાદમાં રાકેશ અસ્થાનાએ CVC સમક્ષ આપેલી જૂબાનીમાં લાંચ પ્રકરણની હવા નીકળતી દેખાઈ રહી છે. રાકેશ અસ્થાનાએ CVCને સ્પષ્ટ રીતે કહ્યું કે જ્યારે લાંચ પ્રકરણની તારીખની વાત છે ત્યારે હું લંડનમાં હતો. રાકેશ અસ્થાના અને આલોક વર્મા પર લાગેલા આરોપોની CVC તપાસ કરી રહ્યું છે. CVC સમક્ષ હાજર થવાનું ફરમાન મોકલવામાં આવતા રાકેશ અસ્થાના હાજર થયા હતા. પોતાની સફાઈમાં રાકેશ અસ્થાનાએ નવા તથ્યો સામે મૂક્યા છે. સીબીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ હૈદ્રાબાદના વેપારી સના સતીષની ફરીયાદના આધારે સીબીઆઈએ રાકેશ અસ્થાના વિરુદ્વ લાંચનો કેસ કર્યો છે. સનાની જૂબાની બાદ મામલો વધુ ઘેરાતો જઈ રહ્યો છે. સતીષ પાસેથી ત્રણ કરોડ રૂપિયાની…
દિવાળીની ઉજવણી ધામધુમથી ઉજવાય છે પણ આ દિવાળી ઘણા લોકો માટે દુખદાયક બની જાય છે. દિવાળીમાં જ વર્ષનું સૌથી લાંબું વેકેશન હોવાથી ઈમરજન્સીમાં લોકો સારવારનો ખર્ચ પણ વધારે ચૂકવે છે. આ દિવાળી વેકેશનમાં આખા વર્ષની સરખામણીમાં 108 ઈમરજન્સી સેવાને 17 ટકા વધારે કોલ મળ્યા હતા. દિવાળીના તહેવાર દરમિયાન 7 નવેમ્બરથી 10 નવેમ્બર સુધીમાં 108 એમ્બ્યુલન્સ હેલ્પ લાઈન પર સમગ્ર રાજ્યમાંથી રેકોર્ડ બ્રેક ઈમરજન્સી કોલ આવી રહ્યા છે. જેમાં દીવાળી અને નવા વર્ષ દરમિયાન માત્ર બે દિવસમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 7033 કોલ નોંધાયા છે.
વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરાયા બાદ જોવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. શનિવારે 23,66 લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળ્યું હતું. પાછલા 10 દિવસમાં એક લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કર્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને બે કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. માત્ર નવ દિવસમાં આ આવક 1,76,84,465 પર પહોંચી ગઈ હતી અને નવ દિવસમાં આશરે 74,671 લોકો અહીં જોવા આવ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સંકળાયેલા વિવિધ ભાગો નિહાળવા માટેના દરો નિયત કરાયા છે. જેમાં પુખ્ત વયના પ્રવાસીઓ માટે…
કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહે છે. કચ્છમાં આજ રોજ બપોરના સમયે ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આજ રોજ બપોરે 12.57 ના સમયગાળા ગરમિયાન લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સિસ્મોગ્રાફીના અહેવાલમાં ભુકંપનું કેન્દ્રબિંદું ભચાઉથી લગભગ 14 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ કોઈ જાના હાની સર્જાઈ નથી. હાલ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ગુજરાત સરકારે ખેડુતોના પાક માટે ટેકાના ભાવ જાહેર કરતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડુતોની નારાજગી બહાર આવી રહી છે. સુરતના ખેડુતોએ ચોખા-ડાંગરના ટેકાના ભાવ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત સરકારે ભારે વિવાદ બાદ ટેકાના ભાવ જાહેર કર્યા પણ તેમાં મૂળભૂત હકીકતને ધ્યાને લીધા વિના જ ભાવ જાહેર કરતા ખેડુતોમાં મોટાપાયા પર રોષ ભભૂકી રહ્યો છે. તો આવામાં સુરત જિલ્લાના ખેડુતોએ સરકારને પાક નહીં વેચવાનો નિર્ણય કર્યો છે. સુરતના પાલ ગામના ખેડુત જયેશ પટેલે જણાવ્યું કે સરકારે ચોખા અને ડાંગરના ભાવ એક મણના 350 રૂપિયા જાહેર કર્યા છે જ્યારે માર્કેટ ઊંચું છે. સરકારે જાહેર કરેલા ભાવની સામે…
અવાર નવાર ચર્ચામાં રહેતો સંજય દત્ત દિવાળીના સમયે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.સામાન્ય લોકોની જેમ બોલિવુડ સ્ટાર્સે પણ ખુબ ધુમધામથી દિવાળી ઉજવી હતી. પણ આ દિવાળીમાં સજય દત્તે એક ફોટોગ્રાફ પર ગાળોનો વરસાદ વરસાવ્યો હતો. દિવાળી સેલિબ્રેશનના સમયે સંજય દત્તે નશાની હાલતમાં ફોટોગ્રાફરને કહ્યું કે તમારે ઘરે દિવાળી નથી. આટલું કહ્યા પછી સંજય દત્તે ફોટોગ્રાફરને ગાળો આપી હતી. વારંવાર ફોટો લેતા ફોટોગ્રાફ સામે સંજય દત્ત ગુસ્સે ભરાયો હતો અને ફોટોગ્રાફર સાથે ખરાબ વર્તન કર્યું હતું. એક વ્યક્તિએ ફોટોગ્રાફરને ત્યાંથી જવાની વાત કરી હતી પણ તે છતા તે ન જતા સંજય દત્ત તેના પર ભડક્યો હતો.
ગુજરાત હવે રેપનું કેન્દ્ર બની ગયું હોય એવું લાગી રહ્યું છે. એક પછી એક રેપના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજ રોજ વલસાડના મોગરાવાડી વિસ્તાર માં પાંચ વર્ષની નાની બાળકી પર ધોળે દિવસે પડોશ માં રેહતા એક પરપ્રાંતીય ઈસમે બળાત્કાર કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. એક જાગૃત મહિલા ની સરકતા ને લીધે આ હવશખોર ઈસમને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વલસાડ ના મોગરાવાડી વિસ્તાર માં આવેલી હીરા ફેકટરી ની પાછળ એક ચાલી માં રેહતી પાંચ વર્ષની નાની બાળકી ગતરોજ બપોરે ૧:૦૦ વાગ્યા ના સુમારે તેના ઘર નજીક આવેલા શૌચાલય માં…
દિવાળીનો તહેવાર અને રજાના આયોજનમાં ગુજરાતીઓ પિકનીક માટે યાત્રાધામોમાં પોહંચી ગયા છે. તેથી શહેરો ખાલી થઈ ગયા છે અને યાત્રાધામોમાં ટ્રાફિકના દશ્યો સર્જાયા છે.યાત્રાધામો પર લોકોની ભીડ જમા થઈ ગઈ છે અને ટ્રાફિકના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. યાત્રાધામ અંબાજીમાં ભક્તો સહિત પ્રવાસીઓ એક સાથે ઉમટી પડતા ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. ટ્રાફિક જામને કારણે સ્થાનિક લોકો સહિત અવર જવર કરનારા પ્રવાસીઓને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ સમયે પોલીસતંત્ર ખુબ પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યું છે.
વિદેશી ખેલાડીઓને લઈને ભારતાય ફેન્સ વિશે આપેલા નિવેદનનોને લઈને ઘણા દિવસોથી ભારતીય ટીમનો કેપ્ટન ચર્ચામાં છે. તેણે કહ્યું હતું કે વિદેશી ખેલાડીઓને પસંદ કરનારા લોકો દેશ છોડીને ચાલ્યા જાય. જો કે ત્યારબાદ તેણે પોતાનું વલણ સાફ કર્યું હતું. પણ હજી આ વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. દેશ-વિદેશના પ્રશંસકો સહિત આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે આ મુદ્દા પર બોલિવુડ અને સાઉથની ફિલ્મના એક્ટરે સિદ્ધાર્થે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કોહલી પર પોતાની ભડાશ કાઢી હતી. સિદ્ધાર્થે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે જો તમે કિંગ કોહલી બની રહેલા માંગતા હોવ તો ભવિષ્યમાં કંઈ બોલતા પહેલા તે શિખવાનો સમય…