કવિ: Satya-Day

બોલિવુડમાંથી રાજકારણમાં પ્રવેશેલા રજનીકાંતના એક નિવેદને રાજકારણને ફરી ચર્ચામાં લાવી દીધું છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં તે પીએમ નરેન્દ્ર મોદીનો સાથે આપશે કે વિરોધી ગઠબંધનનો એ વાત હજી સુધી સ્પષ્ટ નથી પણ રજનીકાંતે મોદીને મજબુત નેતા ગણાવતા અટકળોને વેગ જરૂર મળ્યો છે. રજનીકાંતનું કહેવું છે કે, જો 10 પાર્ટીઓ કોઈ એક વિરૂદ્ધ મળીને ગઠબંધન રચી રહી છે તો કોણ વધારે શક્તિશાળી છે તે સમજી લેવું જોઈએ. શું ભારતીય જનતા પાર્ટી ખરેખર શક્તિશાળી પાર્ટી છે, જેના કારણે વિપક્ષે તેમના વિરૂદ્ધ મહાગઠબંધન રચવું પડી રહ્યું છે. આ સવાલના જવામાં રજનીકાંતને કહ્યું હતું કે, 10 પાર્ટીઓ ખરેખર વિચારી રહી છે તો બની શકે કે…

Read More

શહેરોના નામ બદલાવની ફેશન વચ્ચે ઈતિહાસકારો અન કેટલાક પોલિટીશિયનોના નામ બદલાવા સુધીની વાત હવે આવી ગઈ છે. તાજેતરમાં ઈલાહાબાદ અને ફૈઝાબાદના નામ બદલાઈ ગયા અને અમદાવાદનું નામ બદલવાની વાત ચાલી રહી છે ત્યારે ઈતિહાસકાર ઈરફાન હબીબે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની અટકને ફારસી મૂળની ગણાવી છે. ઈરફાન હબીબે કહ્યું કે ‘શાહ’ સરનેમ સંસ્કૃતમાંથી આવતી નથી. આ ઈરાની ભાષામાં વપરાય છે. ફારસીમાં રાજાને શાહ કહેવાય છે. મુન્શી, મજૂમદાર વગેરે અનેક આવી અટક છે જે ફારસી કે અન્ય ભાષામાંથી આવે છે. એએમયુના એમરેટ્સ પ્રોફેસર ઈરફાન હબીબે કહ્યું કે શહેરોના નામ બદલવા એ હિન્દુત્વની ફિલોસોફીને લાગૂ કરવાની યોજના છે. સરકાર દર્શાવવા માંગે છે…

Read More

સ્વતંત્ર ભારતમાં એકમાત્ર જીવિત અને વાંસદા સ્ટેટના મહારાજા સાહેબનું નિધન થયું છે. વાંસદા સ્ટેટના મહારાજા દિગ્વિરેન્દ્રસિંહ સોલંકીનું 93 વર્ષની જૈફ વયે નિધન થયું છે. વાપી ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહારાજા સાહેબનું નિધન થયું હતું. વિગતો મુજબ  દેશના બધા રજવાડા એક થયા બાદ અત્યારે એક માત્ર વાંસદાના મહારાજ સાહેબ જ હયાત હતા. જોકે, થોડા દિવસથી તેમની નાદુરસ્ત તબિયતના કારણે તેમને વાપીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. તેઓ સખાવતી અને આદર્શ જીવન જીવતા હતા. મહારાજા દિગ્વિરેન્દ્રસિંહ સોલંકી 94 વરસનું ભરપૂર જીવન જીવી વિદાય થયા.એમના અવસાન સાથે કદાચ ઇતિહાસનું એક વિરલ પ્રકરણ સમાપ્ત થયું.દેશી…

Read More

દસોલ્ટના CEO એરિક ટ્રેંપિયરે રાફેલ ડીલ અંગે ખુલાસો કરી કહ્યું હતું કે રાફેલ ડીલ એ પારદર્શક છે અને એમાં કોઈ જુઠ્ઠાણું નથી. 36 રાફેલ જેટ નવ ટકા જેટલો સસ્તો સૌદો કરવામાં આવ્યો છે. CEO એરિક ટ્રેંપિયરના ખુલાસા બાદ રાહુલ ગાંધીએ તરત જ ટવિટ કરી લખ્યું હતું. રાફેલ ડીલ વિવાદમાં ફરી ગરમાટો આવ્યો છે. પ્રથમ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોમવારે જવાબ રજૂ કર્યો હતો અને હવે આજે દસોલ્ટના CEOએ ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઘટનાક્રમની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વાર પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટવિટ કરી લખ્યું કે સુપ્રીમ કોર્ટમાં મોદીએ પોતાની ચોરી માની લીધી…

Read More

બોલીવુડમાં મિસ્ટર પર્ફેકનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન બે વર્ષમાં ભલે એક જ ફિલ્મ કરતા હોય તે ફિલ્મ માસ્ટર પીસ હોય છે. આ વખથે આમિરની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ભલે ફ્લોપ ગઈ હોય પણ હવે તેઓ આગામી એક જોરદાર ફિલ્મની તૈયારીમાં લાગી ગયા છે.  ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં વખતે આમીર ખાનની સ્ક્રિપ્ટ પરથી નજર હટી અને ઠગ્સ ઑફ હિન્દુસ્તાન જેવી દુર્ઘટના ઘટી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હવે આમિર ખાન પોતાના ભવ્ય પ્રોજેક્ટ, મહાભારત પર કામ શરૂ કરી ચૂક્યા છે, આ ફિલ્મ 1000 કરોડના ખર્ચે તૈયાર થશે, જેમાં તેઓ કૃષ્ણનું પાત્ર ભજવશે

Read More

લાંચ કેસનો સામનો કરી રહેલા સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના ડિપ્લોમેટીક પાસપોર્ટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના પોલીસ કમિશનર પદે રાકેશ અસ્થાના હતા ત્યારે સુરતમાં તેમણે ડિપ્લોમેટીક પાસપોર્ટ બનાવ્યો હતો અને ઓર્ડિનરી પાસપોર્ટ એટલે કે બ્લ્યુ પાસપોર્ટ સુરત પાસપોર્ટ ઓફિસમાં જમા કરાવી દીધો હતો. વિશ્વસનીય સૂત્રોએ આપેલી માહિતી મુજબ રાકેશ અસ્થાનાએ 2016માં અમેરિકા અને યુકેની મુલાકાત લીધી હતી. અમેરિકામાં તેઓ વોશિંગ્ટન ડીસીની હોટલ હયાત રેજન્સી ઓન કેપિટલ હીલમાં રોકાયા હતા. આ ઉપરાંત વિજય માલ્યાના કેસના અનુસંધાને તેમણે યુકેની પણ મુલાકાત લીધી હતી. આ તમામ યાત્રાઓ તેમણે ડિપ્લોમેટીક પાસપોર્ટ પર કરી હતી. ડિપ્લોમેટીક પાસપોર્ટ સીધી રીતે પ્રોટોકોલમાં આવે છે…

Read More

અમેરિકામાં ગુજરાતી દંપતિ પર લૂંટના ઈરાદાથી ફાયરીંગ કરવાનો બનાવ સામે આવ્યો છે. સ્ટોર બંધ કરીને રાત્રે ધરે પાછા ફરી રહેલા ગુજરાતી દંપતિ પર એક ગોરા લૂંટારુએ ફાયરીંગ કર્યું હતું. આ ગોળીબારમાં મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટના જ્યોર્જિયાના આલ્બેની વિસ્તારની છે. આ ઘટનામાં ભોગ બનનાર ગુજરાતી દંપતિ વર્ષોથી ત્યાં વસે છે. આ ઘટનામે સામે આવેલા ફૂટેજમાં ગોરો લૂંટારું ગાડીમાં બેસવા જતાં પતિ-પત્નીએ બંદૂક દેખાડતો ,ડરાવતો અને માંગણી કરતો તેમજ ફાયરીંગ કરતો દેખાઈ આવ્યો છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read More

છેલ્લા ધણા સમયથી રામ મંદિર- બાબરી મસ્જિદના વિવાદ મુદ્દે હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જાન્યુઆરીમાં આ અંગે ફરીથી સુનાવણી થશે. પરંતુ આ પહેલા જ દક્ષિણપંથી સંગઠનોએ સરકાર પર દબાણ લાવવાનું શરૂ કરી દીધું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ), વિશ્વ હિંદુ પરિષદ(વીએચપી) અને અન્ય સંગઠનો રામલીલા મેદાનમાં 9 ડિસેમ્બરે રેલીનું આયોજન કરવા જઇ રહ્યા છે. સંસદમાં શિયાળુસત્ર પહેલા આ રેલી અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.  આ રેલીમાં લગભગ 8 લાખ લોકો જોડાવવાની સંભાવના છે. સાધુ-સંતો સિવાય આ રેલીમાં આરએસએસના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હશે. સુપ્રીમ કોર્ટે રામ મંદિર અંગે સુનાવણી જાન્યુઆરી સુધી લંબાવ્યા બાદથી આ મુદ્દાને કારણે રાજકારણ ગરમાયું…

Read More

સ્ટેચ્યુ ફ યુનિટીના લોકાર્પણ થયાને હજી 11 દિવસ થયા છે એવામાં અહીં ઉગાડવામાં આવેલા ફુલો કેટલીય જગ્યાએ સુકાઈ ગયા છે. નરેન્દ્ર મોદી જ્યાં ગયા હતા તે વોલ પર બોગનવેલ ઉગાડવામાં આવી હતી તે પણ સુકાઈ ગઈ છે. બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુંઈગ ગેલેરી કે સરદાર પટેલની પ્રતિમાના હદ્યના ભાગે છે ત્યાંથી આજુબાજુનો અને ડેમનો સુંદર નજારો જોઈ શકાય છે ત્યાં ગેલેરીમાંથી કોઈએ ગુટખા કે પિચકારી મારી હોય એવા અસંખ્ય ડાધ પણ જોવા મળી રહ્યા છે. આ ખુબ દુખદ વાત છે, જેનાથી પ્રવાસીઓની લાગણી પણ દુભાય છે. આ ડાધાઓ શેના છે અને કોણે પાડ્યા છે તેની તપાસ થવી જરૂરી છે.

Read More

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર વિરાટ કોહલી પોતાની બેટિંગ અને કેપ્ટન્સી સિવાય પત્ની બૅાલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માને કારણે પણ ચર્ચામાં રહે છે.અવાર નવાર આ કપલ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.વિરાટ કોહલીને વિન્ડીઝ વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. આ વચ્ચે કોહલી પત્ની અનુષ્કા સાથે સમય વિતાવી રહ્યો છે. આ વચ્ચે વિરાટ કોહલીએ પત્નીને લઇને કહ્યું કે મારી કોઇ કોમ્પિટીશન નથી. વિરાટ કોહલીએ કહ્યું કે અનુષ્કા એક ફેમસ એક્ટ્રેસ છે અને પોતાની પ્રોફેશનલ લાઇફમાં તેનો એક અલગ નજરીયો છે. મને લાગે છે કે કોઇ પણ સ્તરે અમારી વચ્ચે કોઇ કોમ્પિટીશન નથી. વિરાટ કોહલીએ કહ્યું કે…

Read More