કવિ: Satya-Day

દિવાળી વેકેશનમાં બેંગકોક ફરવાગયેલા અમદાવાદના પ્રવાસીઓ બેંગકોકમાં ફસાયા છે. સ્પાઈસ જેટની બેંગકોકથી અમદાવાદની ફલાઈટ મંગળવારે મોડી રાતે બે વાગ્યે ઉપડવાની હતી જોકે અચાનક ફલાઈટ રદ્ થતાં ગુજરાતી મુસાફરોએ બેંગકોક એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. દિવાળી વેકેશનમાં વિદેશ ગયેલા રાજ્યના 180 મુસાફરો બેંગકોકમાં મુશ્કેલીમાં મુકાયા છે. સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટ એસજી-86 રાતે બે વાગ્યે ઉપડી વહેલી સવારે 6 વાગ્યે અમદાવાદ આવવાની હતી. અલબત્ત, એરલાઈન્સ કંપનીએ ટેક્નિકલ ફોલ્ટ હોવાનું જણાવી અચાનક ફલાઈટ રદ્ કરી દીધી હતી, જેને પગલે મુસાફરો રઝળી પડયા હતા. બેંગકોકથી મુસાફરોએ જણાવ્યું હતું કે, ફલાઈટ રદ્ થઈ એટલે મુસાફરોએ બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવા માગણી કરી હતી. આ સાથે જ…

Read More

ભાજપ સરકારે બે વર્ષ પહેલાં અચાનક લાદેલી નોટબંધીની ગંભીર અસર દેશ વેઠી રહ્યો છે. વેપારધંધા ઠપ થઈ ચૂક્યા છે. બેરોજગારી તેની પરાકાષ્ઠાએ છે. ખેડૂતોની દશા ખુબ બદત્તર થઈ ગઈ છે. નોટબંધીની ઘોર નિષ્ફળતા અંગે સમાજમાં એક સંદેશ પહોંચાડવા સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિએ મંગળવારે પ્રતિક ધરણાંનો કાર્યકમ આપ્યો હતો. અઠવાલાઈન્સ કલેક્ટર કચેરી, જીલ્લા સેવા સદન પાસે આ ધરણા કરાયા હતાં. શહેર કોંગ્રના પ્રમુખ બાબુ રાયકા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ પટેલ, યુથ કોંગ્રેસના પ્રદીપ ભરવાડ, પાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટર્સ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, એન. એસ.યુ.આઇ.અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. તેમણે મોદી સરકાર વિરુદ્ધ સૂત્રચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત…

Read More

ધરમપુરના આસુરા ટાઉનમાં આજે સાંજે અને રાત્રીના સમયે ભૂકંપના અાંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ સર્જાયો હતો. લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપના આંચકા અાશરે 7:43 અને 10:52ના સમયે નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોએ પ્રથમ તો તેને ધ્યાને લીધું ન હતું પરંતુ બાદમાં બીજો આંચકો લાગતા આસુરાના ગ્રામજનોએ મામલતદાર કચેરીને આંચકા અંગેની જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.  આ અગાઉ પણ વલસાડ અને ધરમપુરની આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા લાગી ચૂક્યા છે. આંચકા લાગતા ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો, ભૂકંપનું એપિ સેન્ટર ક્યાં હતું તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી રહી…

Read More

સુરતમાં નવા વર્ષની રાત્રીએ  ગોપીપુરા વિસ્તારમાં આવેલા શિતલવાડીમાં નવા વર્ષની રાતે એક જૈન સાધ્વીના કપડા ખેંચીને તેની છેડતી કરવામાં આવી હતી. અઠવાલાઈન્સ પોલીસે આજ રોજ આ ઘટનાના આરોપી અક્ષય રાઠોડની ધરપકડ કરીને તેને જેલના હવાલે કર્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉપાશ્રયમાં સાધ્વીની છેડતી થવાને કારણે આખો જૈન સમુદાયમાં રોષ ફેલાઈ ગયો હતો. આ ઘટના બાદ અઠવાલાઈન્સ પોલીસની ઢીલી તપાસને કારણે જૈન સમુદાયના લોકોએ કમિશનર કચેરીમાં રજુઆત પણ કરી હતી. પરંતુ પોલીસે બાતમીદાર અને સર્વેલન્સ સ્ટાફને આરોપીની શોધ આ જૈન ઉપાશ્રયની સામે આરોપીના પિતાની દુકાન હતી. તે ત્યાંથી અવર-જવર કરતો હતો. આ ઘટના બાદ પૂછપરછ કરતા તેણે ઉપાશ્રયમાં ચોરી…

Read More

કતારગામમાં અંધશ્રધ્ધાની આડ હેઠળ એક આધેડ ઉંમરના વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર મામલો સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. તેમાં નવાઈની વાત તો એ છે કે આ વૃદ્ધ પિતાની હત્યા તેના જ ત્રણ પુત્રો દ્વારા જ કરવામાં આવી છે. કતારગામના વિમાલનાથ એપાર્ટમેન્ટમાં રહેતા 75 વર્ષના વૃદ્ધને વળગાળની બિમારી છે એમ માનીને અંધશ્રદ્ધાની આડમાં પરિવારજનોએ તેમનો વળગાળ દુર કરવા માટે એક ઘરે એક વિધી કરી હતી, જેમાં તેના ત્રણેય પુત્રએ તેમને કંકુવાળું પાણી પિવડાવીને તેમને ઉંધા સુવડાવી ઘરના તમામ સભ્યો વૃદ્ધની પીઠ પર કુદયા, જેને કારણે વૃદ્ધનું બરોડ અને ફેફસા ફાટી જવાથી તેમનું મોત નિપજ્યું છે. કતારગામ પોલીસે…

Read More

આ રોજ ઉધના -સુરત વચ્ચે ટેકનિકલ પ્રોબ્લેમ આવી જવાથી રેલ વ્યવ્હાર ખોરવાઈ ગયો હતો.  જેમાં રેલ્વેની ઓવરહેડ લાઈનમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવી જવાથી લગભગ એક કલાક સુધી વાહન વ્યવ્હાર બંધ રહ્યો હતો. જેના કારણે લોકોમાં અવ્યવસ્થા સર્જાઈ હતી. ઉધનાથી સુરત તરફ જતી રેલવેમાં સાંજના 6 વાગ્યે ટેકનિકલ ખામી આવવાથી 6 થી 7 ના સમયગાળા દરમિયાન ટ્રેન વ્યવ્હાર અટકી ગયો હતો અને મુસાફરોને અવ્યવસ્થાનો સામનો કરવો પડવો હતો. જો કે હાલ ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાની ટ્રેન ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. મુસાફરોએ રાહતનો શ્વાસ લીઘો હતો.

Read More

ગુજરાતના ઠગ કહો કે અમદવાદના બંટી અને બબલીએ 260 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે. બન્ને ભાગી ગયા છે. બંટી(વિનય શાહ) અને બબલી( પત્ની ભાર્ગવી શાહ)એ ફરાર થઈ જતા અમદવાદમાં ચકચાર મચી ગઈ છે. અનેક લોકોના રૂપિયા એકના ડબલ કરી આપવાની લાલચ આપી બંટી અને બબલી રફૂચક્કર થઈ જતાં પોલીસ દોડતી થઈ જવા પામી છે. 260 કરોડનુ ફુલેકુ ફેરવનારા વિનય શાહ અને ભાર્ગવી શાહે સ્યુસાઇડ નોટ વાયરલ કરીને ફરાર થઈ ગયા. આ સ્યુસાઇડ નોટથી સનસનાટી મચી. કારણ કે એક મોટા માથાઓના નામ પણ આ નોટમાં લખવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી તમામ મોડસ ઓપરેન્ડીથી અલગ છે, પરંતુ…

Read More

કેલિફોર્નિયામાં લાગેલા દાવાનળમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ આગ સદીની સૌથી ભયાનક આગ છે. આ રોજ વધુ 13 શબ મળી આવતા મૃત્યુઆંક 42 પહોંચ્યો છે અને હજી 228 લોકો લાપતા છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પેરેડાઈઝ ટાઉનમાંથી વધુ મૃતદેહો મળી આવ્યા છે. દક્ષિણમાં માલિબમાં બે લોકોના મોત થયા છે. આગને લીધે 7200 જેટલી ઈમારતોને નુકસાન થયું છે અને હજી 1500 જેટલી ઈમારતો પર જોખમ છે. સમગ્ર રાજ્યના 2,50,000 લોકોને આગને કારણે ઘર છોડવું પડ્યું છે.

Read More

ફ્લિપકાર્ટ ગ્રૂપના સીઈઓ બિન્ની બંસલે મંગળવારે રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવાનું કારણ એ છે કે વોલમાર્ટે તેમના વિરુદ્વ ગેરશિસ્તના આરોપ મૂક્યા છે. બંસલે તમામ આરોપોન ફગાવ્યા છે. જોકે, રાજીનામું આપ્યું તેના કરતા બંસલને પાણીચું આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બિન્ની બંસલે ફ્લિપકાર્ટ ગ્રુપના સીઇઓ તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, જેના પર તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટની સ્થાપના પછી બિન્ની ફ્લિપકાર્ટનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે, પરંતુ તાજેતરના ઇવેન્ટ્સમાં ખલેલ પહોંચાડવાના ભાગરૂપે બંસલ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું વૉલમાર્ટે જણાવ્યું હતું. બિન્ની બંસલની વિરુદ્વમાં કોઈ પુરાવા મળ્યા નથી પરંતુ બિન્ની દ્વારા તેનો બચાવ કરવામાં આવ્યો…

Read More

2002માં સાબરમતી એક્સપ્રેસને સળગાવી દીધા બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં અમદાવાદની ગુલમર્ગ સોસાયટીમાં સામૂહિક હત્યાકાંડ થયું હતું. આ હત્યાકાંડમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીને જીવતા ભૂંજી નાંખવામાં આવ્યા હતા અને કુલ 68 મુસ્લિમોને રહેંસી નાંખવામાં આવ્યા હતા. અહેસાન જાફરીના વયોવૃદ્વ પત્ની ઝકીયા જાફરીએસુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી તે વખતા ગુજરાતના મુખ્યમંત્રી અનેહાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ક્લિનચીટને પડકારી છે અને સુપ્રીમ કોર્ટે આ પ્રકરણમાં નવેસરથી સુનવણી કરવાની તૈયારી દર્શાવી છે અને 19મી તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે એક વર્ષ પહેલાં જાફરીની અરજીને ફગાવી દીધી હતી. તે વખતે જાફરીએ 2002ના હત્યાકાંડ બાબતે તે વખતેના સીએમ નરેન્દ્ર મોદી અને અન્યોને…

Read More