વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ગત 31મી ઓક્ટોબરના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના બીજે દિવસેથી જ ત્યાં આખા દેશમાંથી પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. ગત રવિવાર સુધીમાં દિવાળીની રજાઓ હોવાને કારણે એકંદરે ત્યાં દિવસના 15થી 20 હજાર સહેલાણીઓ આવતા હતાં. જેને ધ્યાનમાં રાખીને રાજપીપળામાં ડિસેમ્બરના અંત સુધીમાં એરપોર્ટ પણ બનાવવાનો પ્રારંભ પણ કરવામાં આવશે. જેના કારણે દેશવિદેશના લોકોને ત્યાં આવવામાં સહેલાઇ થાય. એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા સાથે સીએમ વિજય રૂપાણીની બેઠક થઇ હતી. જેમાં રાજ્યમાં ત્રણ જગ્યાએ એટલે ધોલેરા, રાજકોટ અને રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે ફોર લેન રસ્તાથી કેવડિયાને જોડવામાં આવ્યો છે બીજી…
કવિ: Satya-Day
તમારી બાઇક, કાર અથવા સ્કૂટર ચોરી થઈ જશે એવો ડર હવે રાખશો નહીં. કારણકે તમે તમારા વ્હિકલને મોબાઇલ સિમની મદદથી સુરક્ષિત કરી શકો છો. તેમા ચિંતાની જરૂર નથી કારણકે માર્કેટમાં એવા કેટલાક ડિવાઇસ ઉપલબ્ધ છે જેની મદદથી સિમ લગાવીને તમે તમારી ગાડીમાંલગાવી શકો છો અને વ્હીકલ ચોરી થવા પર તમે તરત જ ટ્રેક કરી શકો છો. ઇલેક્ટ્રોનિક ઉપકરણ બનાવનાર કંપનીએ iMarsએ માઇક્રો જી.પી.એસ. ટ્રેકર લોન્ચ કર્યું જેમા સિમ લગાવી શકાય. ત્યારબાદ વાહનને બેટરીથી કનેક્ટ કરીને તેમા છુપાવી શકાય છે. હવે યુઝરને તેના સ્માર્ટફોનમાં તેમા સંબંધિત એપ ઇન્સ્ટોલ કરવી પડશે અને જ્યારે કોઈ તમારા વગર કાર ચલાવશે અથવા તેને ચલાવવાનો પ્રયાસ…
સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’નો ફર્સ્ટ સત્તાવાર લુક રિલીઝ કરવામાં આવ્યો છે. સલમાને ખુદ તેને પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તસવીરમાં સલમાન ખાન અને કેટરીના કૈફ વાઘા બોર્ડર પર ગેટની પાસે ઉભા જોવા મળી રહ્યા છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે આ ફિલ્મ માટે મેકર્સે લુધિયાણામાં વાઘા બોર્ડર જેવો જ સેટ ઉભો કર્યો છે. કેટરીના આ તસવીરમાં સાડી પર સાલ ઓઢીને ઊભી છે, જ્યારે સરમાન નેવી બ્લૂ કલરના સૂટમાં દેખાઈ રહ્યો છે. ફિલ્મનું પોસ્ટર આવતાની સાથે જ છવાઈ ગયું છે. સલામાને પોસ્ટર રિલીઝ કર્યાના 12 કલાકમાં જ તેને 11 લાખ લાઈક્સ મળ્યા છે. લોકોમાં આ ફિલ્મને લઈને આતૂરતા…
અમદાવાદ શહેરનું નામ બદલવાના વલણ સામે ચારેબાજુથી વિરોધ થતા સરકારે નવો અખતરો કરવાનું ટાળ્યુ છે. ૬ઠ્ઠી નવેમ્બર કાળીચૌદશને મંગળવારથી શરૂ થયેલી નિવેદનબાજીના એક સપ્તાહ પછી નવા વર્ષમાં બુધવારે મળેલી કેબિનેટની પહેલી બેઠકમાં આ મુદ્દે એક શબ્દ શુધ્ધા ઉચ્ચારવામાં આવ્યો ન હતો. અમદાવાદનું કર્ણાવતી કરવાની પ્રક્રિયા પડકારરૂપ હોવાથી સરકારે દરખાસ્ત તો દૂર પણ અભ્યાસ માટે કાગળ ચિતરવાનું માંડી વાળ્યાનું જાણવા મળ્યુ છે. સરકાર દ્રારા જણાવામાં આવ્યું હતું કે અમદાવાદનું નામ બદલવા પ્રક્રિયા શરૂ થશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા જ નામ બદલાશે તેમ મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતુ. એક સપ્તાહ પછી પણ સરકારે પ્રક્રિયા શરૂ કરી નથી. એટલુ જ નહી, શહેરી વિકાસ,…
સાપુતારાથી અમદાવાદ જઇ રહેલી બસની બ્રેક ફેઇલ થઇ જતા ઘાટ પાસે એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી જેમાં બે મુસાફરોના મોત થયા છે અને 4 ને ગંભીર ઇજા થતા સામગહાન સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે સાપુતારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શનિદેવ શિરડીના દર્શન કરીને અમદાવાદની લકઝરી બસ સાપુતારાથી અમદાવાદ જવા નિકળી ત્યારે ગુરુવારે બપોરે 12ના સુમારે સાપુતારાથી 3 કિ.મી. દુર આવેલા માલેગાંવ ગેસ્ટ હાઉસ પાસે આવેલા બસની બ્રેક ફેઇલ થઇ જતા એક ઝાડ સાથે ભટકાઇ હતી જેમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જયારે 10 લોકોને ઇજા થતા શામગહાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.…
અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણના લગ્નની પહેલી તસવીર સામે આવી છે. છેલ્લા બે દિવસથી ફેન્સ આ કપલની તસવીરોની રાહ જોઈ રહ્યું હતું. બંને સ્ટાર કપલે સિંધી અને કોંકણી રીતિરીવાજથી લગ્ન કર્યો છે. પરંપારિક રીતી-રિવાજથી લગ્ન સંપન્ન થયા બાદ કપલે પહેલીવાર તસવીરો જાહેર કરી છે. દીપિકા અને રણવીરે ટ્વિટર એકાઉંટ પર બંનેની તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.આ કપલના લગ્ન એકદમ ગુપ્ત રાખવામાં આવ્યા હતાં. બીજા દિવસે પણ દીપિકા-રણવિરે પોતાનો વેડિંગ લુક લીક ના થાય તે માટે છત્રીથી તેને છુપાવવામાં આવ્યો હતો. રણવીર-દીપિકા બંને બ્લેક છત્રીથી ઢંકાઇને જ લગ્નમંડપ…
આજ રોજ ગુજરાત સરકાર દ્રારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આજ રોજ સુડાનો હવાલો સુરત મહાનગર પાલિકાના કમિશનરને સોંપવામાં આવ્યો છે. અત્યાર સુધી તેઓ સુરત મહાનગર પાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. ખુબ લાબાં ગાળા પછી ગુજરાત સરકાર દ્વારા અમિત અરોરાની સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (SUDA) ના ચેરમેન તરીકે નિમણુક કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની ઉત્તર પ્રદેશ સરકારે હાલમાં જ અલ્હાબાદ અને ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલી નાખ્યું છે. પાર્ટીના નેતા કેટલાક અન્ય શહેરોના નામ બદલવાની માંગ કરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના પ્રવાસ પર ગયેલ યુવા નેતા હાર્દિક પટેલે કહ્યું કે, જો દેશમાં માત્ર શહેરોના નામ બદલવાથી દેશ સોનાની ચિડીયા બની શકે છે તો હું માનુ છુ કે, 125 કરોડ હિન્દુસ્તાનિયોનું નામ રામ રાખી દેવુ જોઈએ. આ દેશમાં બેરોજગારી અને ખેડૂતોનો એક મોટો પ્રશ્ન છે. આ લોકો નામ અને મૂર્તિઓના ચક્કરમાં છે. બુધવારે હાર્દિકે કહ્યું કે, આજે ઉત્તર પ્રદેશમાં બેરોજગારીની સમસ્યા ઘણી વધારે છે. હાર્દિકે કહ્યું કે, આજે યુવા રોજગારની ઉણપના કારણે ભટકી…
સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે મેનેજમેન્ટ ટીમને આઈફોનનો ઉપયોગ કરવાની ના પાડી દીધી છે તેમણે ફક્ત એન્ડ્રોય સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું કહ્યુ છે. એક રિપોર્ટ અનુસાર એક નિર્ણય લેવામાં આવી છે ઝકરબર્ગે એપલના સીઈઓ ટિમ કુકની આકરી ટીકા કરી હતી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં ટિમ કુકે ફેસબુકની ટીકા કરી હતી. આ પહેલી વખત નથી કે ટિમ કુકે ફેસબુકની ટીકા કરી હોય. માર્ચમાં જ્યારે ટિમ કુકને પુછવામાં આવ્યુ હતુ કે કેમ્બ્રીજ એનાલિટિકાના મામલે તેઓ શુ કરત જો આવુ એપલમાં થયુ હોત, ત્યારે તેમણે કહ્યુ હતુ કે અમે આવી સ્થિતિમાં આવીએજ નહી. કુકનું કહેવુ હતુ કે ફેસબુકના…
રાધનપુરના વિકાસ માટે હવે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નવા થનગનાટ સાથે પગરવ માંડ્યા છે. અલ્પેશ ઠાકોર જેવા યુવા ધારાસભ્યએ રાધનપુરના વિકાસ માટે બીડું ઝડપી લેતા રહીશોમાં નવી ચેતનાનો સંચાર થયો છે. રાધનપુરમાં બ્રિટીશ સરકારના ડેપ્યુટી હાઈકમિશનર જ્યોફ વૈનની મુલાકાત રાધનપુરના વિકાસ માટે મહત્વની માનવામાં આવે છે. વિકાસ કાર્યોને લઈને રાધનપુરની સતત અવગણના થઈ રહી હતી તેવામાં અલ્પેશ ઠાકોરે રાધનપુરના યુવાનો અને મહિલા ઉપરાંત વડીલો માટે કશુંક નક્કર કરવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને રોજગારી, શિક્ષણ અને પાણીની સમસ્યા પર તેમનો ફોકસ જોવા મળ્યો. સમગ્ર દિવસ દરમિયાન જ્યોફ વૈનને રાધનપુરના જુદા-જુદા સંગઠનો સાથે મુલાકાત કરાવી હતી. ખાસ કરીને દરિયાના ખારા પાણીને પીવા…