CVCએ CBI ચીફ આલોક વર્મા પર તેમના ડેપ્યુટી રાકેશ અસ્થાનાએ મૂકેલા આરોપો અંગે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ રિપોર્ટને જોતાં કહ્યું કે આલોક વર્મા અંગેના રિપોર્ટમાં આલોક વર્માની પ્રશંસા પણ કરવામાં આવી છે તો સાથે તેમની ટીકા અને નેગેટીવ રિમાર્કસ પણ આપવામાં આવ્યા છે. CVCએ રિપોર્ટ બાદ તપાસ કરવા માટે વધુ સમય આપવા પણ માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે આલોક વર્માને CVC રિપોર્ટ અંગે 19મી તારીખ સુધીમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. હવે 20મી તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું કે CVCએ તપાસ રિપોર્ટ રજૂ કર્યો છે. કોર્ટમાં આ રિપોર્ટ ખોલવામાં આવ્યો…
કવિ: Satya-Day
હાલ ગુજરાત ભાજપમાં મોટા પાયા પર સંગઠનને લઈ વિખવાદ ચાલી રહ્યો છે. તેનો પડઘો અમદાવાદ લોકસભાનાં ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલના દિવાળીના સ્નેહમિલન સમારંભ દરમિયાન સાંભળવા મળ્યું. પરેશ રાવલે ગુજરાત ભાજપની નેતાગીરીને આડે હાથે લઈ આક્રમક રીતે શાબ્દીર પ્રહાર કર્યા હતા. ગુજરાત ભાજપના શિરમોર નેતા તરીકે હાલ વિજય રૂપાણી, નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે. પરેશ રાવલે ભાજપની નેતાગીરીનો બરાબરનો ઉઘડો લીધો હતો. આમ તો પરેશ રાવલ પોતાના મત વિસ્તારના કાર્યો આસિસ્ટન્ટ હસ્તક ચલાવે છે અને ઈચ્છા થાય ત્યારે અમદાવાદ આવે છે. પણ જ્યારે અમદાવાદ આવે છે ત્યારે તેઓ પલીતો જરૂર ચાંપી જાય છે. પરેશ રાવલ…
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાની અને દેશની પહેલી ઈલેક્ટ્રિક ઓટો લોન્ચ કરી દીધી છે. કંપનીએ બેટરીથી ચાલતી આ ઓટોને ટ્રિયો નામ આપ્યું છે. સાથે જ, તેનું એક અન્ય મોડલ ટ્રિયો યારી પણ લોન્ચ કર્યું છે. તેની બેંગ્લોર એક્સ શો રૂમ પ્રાઈઝ 1 લાખ 36 હજાર રૂપિયા નક્કી કરાઈ છે. કંપનીએ આ ઓટોનો કોન્સેપ્ટ આ વર્ષે ઓટો એક્સપોમાં બતાવ્યો હતો કંપનીનો દાવો છે કે, આ ઓટોને માત્ર સાડા ત્રણ કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે. ત્યારબાદ આ 130 કિમી સુધી દોડાવી શકાય છે. ત્યારે અઢી કલાકના ચાર્જિંગ પર આ 85 કિમી સુધી દોડશે. કુલ મળીને તેનો રનિંગ કોસ્ટ 50 પૈસા પ્રતિ કિલોમીટર…
છત્તીસગઢમાં અજીત જોગીના નેતૃત્વવાળી જનતા કોંગ્રેસ અને બસપા મળીને બહુમતિ હાંસલ કરવાના દાવા સાથે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે જો એવું નહીં થાય તો અમારું ગઠબંધન ભાજપ કે કોંગ્રેસ સાથે બેસવાના બદલે વિપક્ષમાં બેસવાનું વધુ પસંદ કરશે. પત્રકારો સાથે વાત કરતા માયાવતીએ કહ્યું કે પુરો વિશ્વાસ છે કે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં બસપા અને જનતા કોંગ્રેસ છત્તીસગઢ(જે) ગઠબંધનને સંપૂર્ણ બહુમતિ મળશે, આવી સ્થિતિમાં કોઈ પણ અન્ય પાર્ટીનું સમર્થન લેવાની જરૂર રહેશે નહીં. ભાજપ અને કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત છે તો આવી સ્થિતિમાં અમે વિપક્ષમાં બેસવાનું વધુ પસંદ કરીશું. અત્રે નોંધનીય છે કે જનતા કોંગ્રેસના અજીત જોગીએ કહ્યું હતું કે રાજનીતિમાં કોઈ…
સુરત ખાતે બનનારા વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશનની ડીઝાઈનના અંતિમ તબક્કા અને કામગીરી શરુ કરવા પેહલા આવેલા બીડરો સાથેની ચર્ચા પછી દિલ્હી ખાતે રેલેવે મંત્રાલયે સુરતની માંગ અનુસારના અત્યંત મહત્વના મુદ્દાઓ ઉપર મંજુરીની મહોર મારી દીધી છે. નવસારીના સાંસદ સી આર પાટીલએ આજે આપેલી વિગત અનુસાર નિયમ અને પ્લાનમાં જે જરુરી ફેરફારની આવશ્યકતા હતી તે મંજુર કરી દેવામાં આવ્યા છે. આ અંગેની રજૂઆત અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ પ્રોજેક્ટમાં કામ કરવા ઈચ્છુક એજન્સીઓએ કરી હતી, એ મંજુર થતા હવે આગળનો માર્ગ મોકળો થયો છે. ભારતીય રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન (IRSDC) મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે સુરત રેલવે સ્ટેશન વિકસાવવા માટે ઝડપી…
બોલીવુડ અભિનેતા અર્જૂન કપૂર અને મલાઈકા અરોરાના પ્રેમની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે ત્યારે મલાઈકાના જન્મદિવસ પર અર્જૂન કપૂર તેને લઈને ઈટાલી ગયો હતો, જ્યાં તેમણે સાથે સમય વિતાવ્યો હતો. આવામાં એક ફોટો સામે આવ્યો છે, જેમાં મલાઈકા પોતાની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે. જેમાં તેની સાથે અર્જૂન પણ છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે મલાઈકા અર્જૂન કપૂરની બાહોમાં છે. આ કપલ ધીમે ધીમે પોતાના રિલેશન જાહેર કરી રહ્યું છે.
નવા વર્ષમાં આયોજીત પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. દરેક બુથ પર પેપર ટ્રેઈલ મશીન મૂકવાની માંગ સાથે ચૂંટણી પંચને પત્ર લખ્યો અને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ કરી હતી. બાપુએ કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણી લડવાનો નથી. લોકસભાની ચૂંટણીમાં પોતાની ભૂમિકાને સ્પષ્ટ કરતા શંકરસિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાને આપેલા વચનોમાં નિષ્ફળ ગયા છે. આ સરકારની સ્થિતિ વિમાન જેમ નોસ ડાઉન થઈને પડે તેમ એ પરિસ્થિતિમાં પહોંચી ગઇ છે અને દેશમાં મતદારોએ એનડીએની સરકારને હરાવવા માટે નિર્ણય કરી લીધો છે. રાષ્ટ્રીય કક્ષાએ તેઓ ભાજપની વિરૂદ્ધમાં ભાજપ વિરોધી તમામ રાજકીય પક્ષો એક મંચ પર…
તમે જો ઈમાનદારીથી ટેક્સ ભરતા હોય તો બહુ જલ્દી સરકાર તમારી કદર કરવા જઈ રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા આ પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે. બોર્ડના ચેરમેન સુશીલ ચંદ્રાના કહેવા પ્રમાણે ઈમાનદાર કરદાતાને ઈનામ આપવા માટે ચાલી રહેલી વિચારણના ભાગરુપે એક સમિતિ બનાવી હતી. આ સમિતિએ જે રિપોર્ટ બોર્ડને સોંપી છે તેમાં ભલામણ કરવામાં આવી છે કે જે ટેક્સપેયર પ્રમાણિકતાથી ટેક્સ ભરતા હોય તેમને રેલવે સ્ટેશન, એરપોર્ટ, ટોલ પ્લાઝા તેમજ અન્ય સાર્વજનિક સ્થળોએ સરકારી સેવાઓમાં બીજા કરતા પહેલા પ્રાથમિકતા આપવામાં આવે.ચંદ્રાનુ કહેવુ છે કે આ પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે અને તેના પર બહુ જલ્દી…
વલસાડ પોલીસે અબ્રામા પાસે આવેલા સાંઈ લીલા મોલમાં ચાલી રહેલા દેહ વેપારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો અને લલનાઓ સહિત ગ્રાહકોને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. પોલીસ સૂત્રો મુજબ અબ્રામાના સાઈલીલા મોલના બીજા માળે આવેલા કોલ સ્પાની આડમાં દેહવેપારનો ધંધા ધમધોકાર ચાલી રહ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે સ્પાની આડમાં યુવતીઓને બોલાવી દેહનો વેપાર કરવામાં આવે છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા લલનાઓ સહિત ગ્રાહકો અને સ્પાની આડમાં ધંધો કરી રહેલા તત્વોને પકડી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. ડમી ગ્રાહક ઉભો કરી વલસાડ પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસે જણાવ્યું કે પોલીસે કોરલ થાઈ સ્પાના માલિક…
મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે મરાઠાઓને અનામત આપવાની જાહેરાત કરતા ગુજરાતમાં પાછલા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલે ભાજપ સરકારના દોગલાપણા પર સવાલ ઉભા કર્યા છે. ભાજપની બેવડી નીતિ અંગે હાર્દિક અણીદાર સવાલો કરીને ભાજપની સરકારને ઘેરી લીધી છે અને પાટીદારોને ન્યાય સાથે અનામત આપવા મામલે ફરી એક વાર અનામતની માંગણીને બુલંદ કરી છે. હાર્દિક પટેલે કહ્યું કે ગઈકાલે OBC કમિશન દ્વારા મરાઠા સમાજનો સામાજિક અને આર્થિક રીતે જે સર્વે કરવામાં આવ્યો છે અને એ સર્વે અને તે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી કે મરાઠા સમાજને અનામત આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર, ગુજરાતમાં ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની…