પંજાબના અમૃસરમાં આવેલા નિરંકારી ભવનમાં રવિવારે બપોરે સત્સંગ દરમિયાન ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ત્રણ લોકોના મોત નિપજ્યા છે અને 14 કરતાં વધુ લોકોને ઈજા પહોંચી છે. પંજાબ પોલીસે ત્રણ દિવસ પહેલાં એલર્ટ જાહેર કર્યું હતું. આઈજી બોર્ડર સુરીન્દર પાલ સિંહ પરમારે હુમલામાં ત્રણના મોતને કન્ફર્મ કર્યા છે. અમૃસરના રાજાસાંસી રોડ પર અલીવાલ ગામમાં નિરંકારી ભવન આવેલું છે. અહીંયા રવિવારે સત્સંગ યોજવામાં આવે છે. હુમલાની જાણ થતાં જ ઘટના સ્થળ પર ફોરેન્સિક ટીમ પહોંચી ગઈ હતી. પોલીસ ઉપરાંત અન્ય રેસ્કયુ ટીમો પણ કામે લાગી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં કલમ 144ને લાગુ કરવામાં આવી…
કવિ: Satya-Day
ગુજરાતમાં ક્રાઈમ રેટમાં ભારે વધારો થઈ રહ્યો છે. ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. વહીવટી તંત્ર સીધી રીતે બ્યુરોક્રેટ્સના હાથમાં રમી રહ્યું છે. સરકાર જાણે અચેતન અવસ્થામાં હોય તે રીતે અધિકારી રાજ ચાલી રહ્યું છે. ગુજરાતના વહીવટને ભાજપ સરકાર નહીં પણ અધિકારીઓ ચલાવી રહ્યા હોવાનું વધુ ઉજાગર થઈ રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન થતાં ભાજપના ધોતીયાછાપ નેતાના રિપોર્ટ પર આનંદીબેન પટેલને ખુરશી પરથી ઉતારી મૂકવામાં આવ્યા હતા અને વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. અહિંસા પરમો ધર્મમાં માનતા રૂપાણીના રાજમાં ગુજરાતનો કોઈ પણ ખૂણો સલામત જણાઈ આવી રહ્યો નથી. પાટીદાર અનામત આંદોલનની આગ ફરી પ્રજવલ્લિત થઈ રહી છે. દલિતો પર અત્યાચારની ઘટના…
દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે તે અસ્થમાની પેશન્ટ છે. અને આ સાથે જ પ્રિયંકાએ અસ્થમાની દવાઓનો પ્રચાર કરતો વીડિયો પણ શેર કર્યો હતો તેણે આ એડનાં શૂટિંગ સમયે તેની બીમારી અંગે વાત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે, જે લોકો મને સારી રીતે જાણે છે તેમને ખબર છે કે મને અસ્થમાની તકલીફ છે. આ વિશે મેં ક્યારેય છુપાવ્યું નથી. હવે પ્રિયંકા બાદ તેનાં ભાવિ પતિ નિક જોનાસે પોતાની બીમારી અંગે ખુલાસો કર્યો છે. નિકને ટાઇપ1 ડાયાબિટીઝ છે. અને તે પણ ડાયાબિટીઝની દવાઓનો પ્રચાર કરે છે. નિક જોનસે તેનાં ટ્વટિર પેજ પર આ…
ફેસબુક પોતાના યૂઝર્સ માટે નવા અનુભવ આપવા મેસેન્જર પર એક નવા ફીચર્સ Watch Videos Together નું ટેસ્ટીંગ કરી રહ્યા છે. જેમાં એક વીડિયોને એક ચેટ ગ્રુપ પર અલગઅલગ ડિવાઈસીઝ પર એક સાથે જોઈ શકાય છે. એક રિપોર્ટ અનુસાર ફેસબુકના પ્રવક્તાએ કહ્યુ કે આ એક ઈન્ટરનલ ટેસ્ટીંગ છે. આ ફીચર્સની સાથે તમને મેસેન્જર પર જોડાયેલા તમારા દોસ્તો સાથે વીડિયો જોઈ તે સમયે આ વીડિયોની વાત કરવાની રજા આપી હતી. આ દરમિયાન વીડિયો જોઈ રહેલ તમામ લોકોનો કન્ટ્રોલ તેમના પર રહેશે. તેઓ એ પણ જોઈ શકશે કે એ સમયે કોણ કોણ વીડિયો જોઈ રહ્યુ છે. ફેસબુક મેસેન્જરમાં તમે મેસેજ મોકલી પાછા લઈ શકશો. આ…
ગુજરાતમાં ૨૦૧૭ના વર્ષમાં ૨૨૮ લોકોએ રોડ પરના ખાડાને લીધે જીવ ગુમાવ્યો છે. રોડ પરના ખાડાને લીધે ૨૦૧૭ના વર્ષમાં સૌથી વધુ વ્યક્તિના મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા બાદ ગુજરાત ચોથા સ્થાને છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા ૧૮ નવેમ્બરની ઉજવણી ‘વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમ્સ ‘ તરીકે કરવામાં આવે છે ત્યારે કથળતી જતી માર્ગ સલામતી ચિંતાનો વિષય છે. મિનિસ્ટરી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેસ દ્વારા જારી કરવામાં આવેલા વર્ષ ૨૦૧૭ના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશમાંથી ૯૮૭, મહારાષ્ટ્રમાંથી ૭૨૬, હરિયાણામાંથી ૫૨૨ વ્યક્તિના રોડ પરના ખાડાને લીધે મૃત્યુ થયા છે. રોડ પરના ખાડાને લીધે સમગ્ર દેશમાંથી ૨૦૧૬માં ૨૩૨૪ અને…
માઉન્ટ આબુથી પરત ફરતી વખતે મુસાફરો ભરેલી મીની બસ ગઇકાલે સાંજે છિપાવેરી પાસે પલટી ગઇ હતી. જેમાં 15 જેટલા મુસાફરોની ઇજા થઇ હતી. જેઓને ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં જ પોલીસ 108ની ટીમ સહિત સેવા ભાવિ સંસ્થાઓ મદદે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટથી માઉન્ટ આબુ મીની બસ નંબર GJ 06 AT 4446 લઇને આવેલા પર્યટકો માઉન્ટ આબુની મજા માણી પાછા ફરી રહ્યા હતા. તે સમયે છિપા વેરી નજીક બસ અચાનક પલટી ગઇ હતી. જેમાં 15 જેટલા મુસાફરોને ગંભીર ઇજા થતાં 108 તેમજ જે-તે…
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે ફરી રક્તરંજીત બન્યો છે. સુરેન્દ્રનગરના ચોટીલા નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, તો બે લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે, મૃતકોમાં ત્રણ બાળકનો પણ સમાવેશ થાય છે. અકસ્માત બાદ તાત્કાલિક ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવાની કામગીરી હાથ ધરાઇ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું પડીકું વળી ગયું હતું. ક્રેનની મદદથી મૃતદેહોને બહાર કાઢવા પડ્યાં હતા. પ્રાથમિક વિગત પ્રમાણે ચોટીલા નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વઢવાણના દરજી પરિવારના 3 બાળક સહિત કુલ 6નાં મોત ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા…
પાટીદારોને અનામત અંગે પાછલા ત્રણ વર્ષથી કોણીએ ગોળ લગાડી રહેલી ગુજરાતની ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં મરાઠાઓને આપવામાં આવેલી અનામત બાદ ભીંસમાં મૂકાઈ જવા પામી છે. અત્યાર સુધી ગુજરાત ભાજપના નેતાઓ સહિત પાટીદાર અનામત આંદોલનને છોડી ગયેલા લોકો પણ એવું કહેતા હતા કે ગુજરાત સરકારે અનામત અંગે નિર્ણય લઈ લીધો છે અને પાટીદારોને અનામતની કોઈ જરૂર નથી પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે સ્પષ્ટતા કરી છે તે જોતાં એટલું ચોક્કસ લાગે છે કે ભાજપે કબુલાત કરી છે કે પાટીદારોને અનામત આપી શકાય છે. આજે સવારે જાલનામાં મરાઠા સંગઠનોને મળ્યા બાદ હાર્દિક પટેલે કહ્યું હતુ ંકે ગુજરાત સરકાર પાટીદારો અંગે સરવે કરાવે તો…
મુંબઈ પોલીસે વધુ એક સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બોલિવૂડના સૌથી મોટા સેક્સ રેકેટ ચલાવનારી રાનીને પકડી લીધી છે. એગ્નેસ હેનિલ્ટન બોલિવૂડનું એક જાણીતુ નામ છે. જે યુવતીઓને ડાન્સ શીખવવાના નામે સેક્સ રેકેટ ચલાવતી હતી. દેશમાં જ નહીં વિદેશોમાં પણ આ યુવતીઓને ધમકીઓ આપી ખોટું બોલી દેહ વ્યાપાર માટે મોકલી દેતી હતી. એગ્નેસ હેમિલ્ટન પર ડાન્સ શીખવવાના બહાને યુવતીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો આરોપ છે. એગ્નેસનો દાવો છે કે તેણે સલમાન ખાન, સુશાંત સિંહ રાજપૂતને ડાન્સ શીખવ્યો છે..જ્યારે પ્રભુ દેવા અને ગણેશ આચાર્યને આસિસ્ટ કરી ચૂકી છે. એગ્નેસ કોરિયોગ્રાફર કોન્સર્ટના નામે યુવતીઓને વિદેશ મોકલતી અને આ ગોરખધંધામાં ધકેલી દેતી હતી. મુંબઈ પોલીસને…
ભારતની સૌથી મોટી કંપની બની ચુકેલી રેડમી પોતાના ફોનની સાથે હેડફોન આપતી નથી, તેની પાછળ એક મોટું કારણ છે. માર્કેટમાં પોતાની જગ્યા બનાવવા માટે દરેક કંપનીઓ એક બીજાથી સસ્તો ફોન લાવવાનો પ્રયત્ન કરે છે. રેડમી પણ સસ્તામાં સસ્તા અને સારા સ્માર્ટફોન લૉન્ચ કરે છે અને આ કારણે જ રેડમી ભારત માર્કેટમાં પોતાની સારી પકડ બનાવી રહ્યું છે. રેડમીના હેડફોનની વાત કરવામાં આવે તો તેના હેડફોન 2000ની આસપાસ આવે છે. જો રેડમી પોતાના મોબાઈલ સાથે હેડફોન આપે તો તેના મોબાઈલની કિંમત ₹2000 વધી જશે અને તેની સીધી અસર તેના માર્કેટ પર થઈ શકે છે અને આવાતનો ફાયદો બીજી કંપનીઓ પણ ઉઠાવી…