કવિ: Satya-Day

સપનાઓની કોઈ ઉંમર હોતી નથી અને દરેક સપનું હકીકત બનતું નથી.તેમાંય કોઈ ગરીબને તો ભવ્યતા કે વૈભવનો ખ્યાલ જ આવી શકે નહીં. અહીં એક એવા ખેડુતની વાત છે કે જેણે પોતાની ડ્રીમ કાર ખરીદવા માટે એક બે નહીં પણ પુરા 80 વર્ષ લાગી ગયા. કાર ખરીદવા માટે તેઓ બચત કરતા રહ્યા હતા. આજે મર્સિડીઝને એક સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે. કંઈ કેટલીય જમીન હોય તો પણ ખેડુતોને કોડીયું બચાવવામાં નવનેજા પાણી ઉતરે છે. સરકારની અણધડ નીતિઓના કારણે ખેડુતોને હારાકરીનો સામનો કરવો પડે છે ત્યારે આ દાખલો અવશ્ય હાશકારો આપનારો બની જાય છે. આ ખેડુતનું નામ દેવરાજન એચ છે. તામિલનાડુમાં…

Read More

2002માં ગોધરાકાંડ પછીના કોમી તોફાનોમાં તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના આરોપીઓને ક્લિનચીટને પડકારતી અરજી પર હવે સુપ્રીમ કોર્ટમાં 26મી નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) દ્વારા નરેન્દ્ર મોદીને ગુલમર્ગ હત્યાકાંડ અંગે ક્લિનચીટ આપવામાં આવી છે. જસ્ટીસ એ.એમ.ખાનવિલકરની બેન્ચ સમક્ષ કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની ઝકીયા જાફરીએ નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ક્લિનચીટને કોર્ટમાં ચેલેન્જ કરી છે. SIT વતી દલીલ કરતા સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું કે ઝકીયા જાફરીની અરજી માન્ય રાખી શકાય એમ નથી અને તિસ્તા શેતલવાડ આ કેસમાં દ્વિતીય પીટશનર પણ નથી. કોર્ટે કહ્યું કે સુનાવણી દરમિયાન તિસ્તાને સેકન્ડ પીટીશનર તરીકે જોડી શકાય કે કેમ…

Read More

સુરતમાં સૌને હચમચાવી નાખે એવો કિસ્સો બન્યો છે. છૂટાછેડા થયા બાદ પૂર્વ પત્ની પતિના ઘરે આવીને ખાવામાં ઝેર ભેળવીને જતી રહી હતી. સુરતના ડભોલીના હીરા વેપારીના ઘરમાં પ્રવેશીને પૂર્વ પત્નીએ ખાવામાં ઝેર ભેળવીને જતી રહી હોવાની ફરિયાદ થઇ છે. પોલીસે પૂર્વ પત્નીની ધરપકડ કરીને લાજપોર જેલમાં મોકલી દીધી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડભોલી સ્થિત શુકનલેવી એપાર્ટમેન્ટમાં રહેતા દેવુલભાઇ દિનેશભાઈ ગઢિયા હીરા વેપારી છે. તેમણે શનિવારે ચોકબજાર પોલીસ મથકમાં મૂળ રાજકોટના પરંતુ મહેતનાગર, ડભોલી ચાર રસ્તા પાસે રહેતા એક્તાબેન દામજીભાઈ ઠુમ્મર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ એક્તાબહેન ગુન્હો કરવાના ઇરાદે ગત…

Read More

સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી કહ્યું કે સીવીસીની પ્રારંભિક તપાસ અંગે બપોરે એક વાગ્યા સુધી જવાબ રજૂ કરી શકશે નહી. આલોક વર્માના આ જવાબ પર સુપ્રીમ કોર્ટે તેમને વધુ ત્રણ કલાકનો સમય આપ્યો છે અને કહ્યું છે કે વિચાર પણ નહીં કરતા કે કોર્ટ તમને વધારાનો સમય આપશે અને મામલાની સુનાવણી મંગળવારે જ કરવામાં આવશે. તારીખ પણ આગળ વધારાવામાં આવશે નહીં. અત્રે નોંધનીય છે કે સીવીસીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટે આલોક વર્માનો જવાબ માંગ્ય હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સીલબંધ કવરમાં આલોક વર્મા પોતાનો જવાબ રજૂ કરે. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે રિપોર્ટને…

Read More

મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને આર્થિક અને સામાજિક રીતે વર્ગીકૃત કરી અનામત આપવાની જાહેરાત કરી છે. અનામત આપવામાં હાલનાં ક્વોટાને યથાવત રાખ્યો છે. બીજી તરફ ગુજરાતમાં પાટીદાર અનામત અંગે ગુજરાત સરકાર કોઈ નિર્ણય કરી શકતી નથી. તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આબીસી પ્રમાણે સરવે કરવાની વાત કરી છે, સરવે ક્યારથી શરૂ કરવામાં આવશે અને ક્યારે પૂર્ણ થશે એની બાંધી મુદ્દત આપી નથી. હાર્દિક પટેેલના આંદોલન બાદ ગુજરાતમાં તે વખતના ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પાટીદારોને 20 ટકા અનામત આપવાનું વચન ચૂંટણી ઢંઢેરામાં આપ્યું હતું. કોંગ્રેસે વિધાનસભામાં પાટીદાર અનામતને લઈ પ્રાઈવેટ બીલ પણ રજૂ કર્યું હતું પરંતુ ભાજપ સરકારે તે પાસ થવા દીધું…

Read More

એક તરફ જ્યાં સરકાર યુવાનોને નોકરી મળી રહી છે તેના દાવા કરી રહી છે તો બીજી તરફ વાસ્તવિકતા કંઇક અલગ જ દેખાય છે. ગોધરામાં એક ઉચ્ચ અભ્યાસ ધરાવતા યુવકને નોકરી ન મળતી હોવાને કારણે બુટ ચંપલ રીપેર કરવાનું એટલે મોચીનું કામ શરૂ કર્યું છે. જેને યુવકે નામ આપ્યું છે ‘શિક્ષિત બેરોજગાર દ્વારા સંચાલિત બુટ ચંપલ રીપેરીંગ સેન્ટર. મૂળમધ્ય પ્રદેશનો અને હાલ ગોધરામાં રહેતો, કોમર્સ ગ્રેજ્યુએટ અને આઈટીઆઈ કરેલા આ યુવાન ઓમવીર માન્ડરે (ઉ વ 24) અત્યાર સુધી સરકારના ચાર ભરતી મેળામાં ગયો હતો. તે ઉપરાંત અનેક ખાનગી કંપનીઓમાં પણ નોકરીની શોધમાં ગયો હતો. પરંતુ તેને ક્યાંય નોકરી ન મળી હતી.…

Read More

અમદાવાદ શહેરમાં આજે તા.૧૯ નવેમ્બરથી ખેલ મહાકુંભ-૨૦૧૮ અંતર્ગત રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા શરૃ થશે. જેમાં રાજ્યની કુલ ૪૧૦ ટીમના ૫,૩૩૦ ખેલાડીઓ કબડ્ડીના મેદાનમાં તેમનું કૌશલ્ય બતાવશે. આમા બહેનોની ૨૦૫ ટીમોની ૨,૬૬૫ મહિલા ખેલાડીઓ પણ ભાગ લેનાર છે. કર્ણાવતી ક્લબ ખાતે આ સ્પર્ધા આગામી તા.૨૯ નવેમ્બર સુધી યોજાશે. ૩૦ નવેમ્બરે ફાઇનલ સ્પર્ધા યોજાવાની છે. આ અંગે અમદાવાદ જિલ્લાના રમતગમત અધિકારી તેજલ ચૌહાણના જણાવ્યા મુજબ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલમહાકુંભની રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા અમદાવાદમાં યોજવાનું નક્કી કરાયું છે. આવતીકાલે સવારે ૯ કલાકે તેનું ઉદઘાટન થશે.  સ્પર્ધા સવારે ૭ થી ૧૨ કલાક તેમજ સાંજે ૪ થી ૯ઃ૩૦ કલાક સુધી યોજાશે. સ્પર્ધામાં પ્રથમ આવનાર ટીમને…

Read More

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. રોજે  કેટલાએ લોકો રોડ અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે. સરકાર દ્વારા સ્લોગન મુકીને લોકોને અવેર કરવામાં આવે છે પણ  લોકોની બેદરકારી અને રોડ રસ્તા ખરાબ હોવાના કારણે અકસ્માતનો ભોગ લોકો બનતા હોય છે. આવી જ વધુ એક અકસ્માતની ઘટના વલસાડના પાવર હાઉસ વિસ્તારમાં બની છે, જેમાં એક જ પરિવારના બે પિતરાઈભાઈના મોત નિપજ્યા છે. વલસાડ ના પાવર હાઉસ વિસ્તારમાં એક બેકાબુ બનેલી ટ્રકે એક સ્કૂટરને ટક્કર મારતા બે યુવાનના ઘટના સ્થળ પર જ મોત થયા છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. સ્કૂટરને ટક્કર મારી…

Read More

સુરતના 108 તંત્રને શરમાવે એવી એક ઘટના બની છે. રીંગરોડ નજીક સહારા દરવાજા પાસે સાંજના લગભગ 10:30 આસપાસ એક આકસ્માત થયો હતો. જેમાં સ્પેલન્ડર પર સવાર બે યુવકોની બાઈક સ્લીપ થઈ જતા તેઓ ખુબ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી.   આકસ્માત થયાને તરત જ 108 ને વારંવાર ફોન લગાવવા છતા અંદાજીત 45 થી 50 મિનિટ સુધી એક પણ 108 તેમની મદદે પહોંચી નહોતી. 108 ની સુવિધા પ્રમાણે તે ફક્ત 15 મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી જાય છે. આકસ્માતના સ્થળેથી સ્મીમેર હોસ્પિટલ માત્ર 100  મીટરના અંતરે જ હતી. દિવાળીના સમયમાં સુરત…

Read More

રાજપીપળા પાસે આવેલા રામપુરાના ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત રામપ્યારેદાસની હત્યા થતા આખા ગામમાં ચકચાર મચી ગઇ છે. મહંત પર દસ માણસોએ હુમલો કર્યો હતો. જેના કારણે તેમની હાલત ગંભીર હાલતમાં રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જે પછી તેમનું મોત નીપજ્યું હતું. રાજપીપળા પોલીસે પૂર્વ આયોજિત કાવતરા સાથે રાયોટીંગ અને હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે રામપુરા ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત રામપ્યારેદાસ ત્યાગીની હત્યા કરવામાં આવી હતી. મહંત પર બહારથી આવેલા આઠથી દસ વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગોપાલપુરા ગામના યશપાલસિંહ ગોહિલ સહિત 10 વ્યક્તિઓ…

Read More