કવિ: Satya-Day

રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલે અમદાવાદ સિટી કોર્ટમાં હાજરી આપી હતી. કોર્ટમાં હાજર રહેલા હાર્દિકને ચાર્જશીટની કોપી આપવામાં આવી હતી. હાર્દિક પટેલ પર અમદાવાદ અને સુરતમાં રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવેલા છે. કોર્ટમાં બાહર આવ્યા બાદ હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે રાજદ્રોહના ખોટા કેસમાં મારા પર આરોપનામું મૂકવામાં આવ્યું છે. કાયદાકીય લડાઈમાં લડત ચાલુ છે સરકાર દ્વારા આંદોલનને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ કેસો કરીને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. પોલીસે ગેરમાર્ગે દોરીને ચાર્જશીટ તૈયાર કરી છે. ખોટી રજૂઆત કરવામાં આવી રહી છે. હવે કોર્ટનો જે આદેશ હશે તે માથે ચઢાવીશું. હાર્દિકે કહ્યું કે…

Read More

ટેલિકોમ કંપનીઓએ મોબાઇલ યુઝર્સને મોટો આંચકો આપ્યો છે. વર્ષોથી આપવામાં આવી રહેલી ફ્રી ઇનકમિંગ કૉલની સુવિધા હવે કંપનીઓએ એક સાથે બંધ કરી દીધી છે. હવે યુઝર્સે ઇનકમિંગ કૉલ્સ માટે દર મહિને (28 દિવસ) ઓછામાં ઓછુ 35 રૂપિયાનું રિચાર્જ કરાવવુ પડશે. નહી તો આઉટગોઇંગ જ નહી, c એક સમય હતો જ્યારે મોબાઇલ નેટવર્ક કંપનીઓ આઉટ ગોઇંગ જ નહી, ઇનકમિંગ કૉલ પર પ્રતિ મિનિટના હિસાબે ચાર્જીસ વસૂલતી હતી. કેટલાંક વર્ષો સુધી ઇન્ટરનેટ પેક એટલે કે ડેટા પણ ખૂબ જ મોંઘો હતો. હરિફાઇના દોરમાં ટેલિકોમ માર્કેટ બદલાયુ તો કંપનીઓએ ઇનકમિંગ કૉલ્સ પર ચાર્જીસ લેવાનું બંધ કરી દીધું. તે પછી આઉટ ગોઇંગ કૉલ્સ પણ…

Read More

ઉમિયાધામમાં ભાજપના નેતાઓને બોલાવી ઉદ્વાટન કરવાની હિલચાલ વિરુદ્વ સોશિયલ મીડિયામાં હાર્દિકે દુખ વ્યક્ત કર્યું છે. નજીકના ભવિષ્યમાં ઉમિયાધામમાં આયોજિત થઈ રહેલા કાર્યક્રમ અંગે હાર્દિકે દુખ સાથે પોતાનો તોખાર પણ બતાવ્યો છે. સોશિયલ મીડિયામાં હાર્દિકે જણાવ્યું છે કે મા ઉમા-ખોડલના રથનું અપમાન કરનારાઓને સમાજના બની બેઠલા આગેવાનો ઉમિયાધામના ઉદ્વટાનમાં બોલાવવાના છે. પાટીદારો પર ગોળીઓ ચલાવનારા.માતા-બહેનો પર અત્યાચાર કરનારા, યુવાનોને જેલમાં ધકેલનારા લોકોને સમાજના કહેવાતા આગેવાનો માથે બેસાડીને નાચે છે, આનાથી મોટી દુખની કઈ વાત હોઈ શકે છે. આગળ લખ્યું છે કે પાટીદારો પર અત્યાચારો કરનારા લોકોને બોલાવનારા સમજના બની બેઠેલા આગેવાનો જ અંધભક્તિ કરે છે. બાકી ભક્તિ થાય તો મા ઉમા-ખોડલની,…

Read More

સુરત એરપોર્ટ પર હવે ફૂડ-એગ્રો તથા મરીન ઇન્ડસ્ટ્રીને કેન્દ્રમાં રાખીને કોલ્ડ સ્ટોરેજ અને એસી પ્લાન્ટની પણ સુવિધા ઊભી કરવામાં આવનારી છે. સુરત એરપોર્ટ ઉપર સતત વધી રહેલા એરટ્રાફિક સાથે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના પાર્સલ-ગુડઝ કાર્ગો માટેની સુવિધા શરૂ કરવાનું આયોજન થઇ રહ્યું છે. હાથ ધરાયેલા કાર્ગો પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે. માર્ચ 2019 સુધીમાં કાર્ગો ટર્મિનલ કાર્યરત થવાનો અંદાજ છે. ત્યારે કાર્ગોની સાથે સાથે કોલ્ડ સ્ટોરેજ હાથ ધરાયો છે. જે માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. . સુરત એરપોર્ટ સાથે સંકળાયેલા જાણકારો મુજબ ઔદ્યોગિક સિટી સુરતના વેપાર-ઉદ્યોગને સપોર્ટ મળી શકે તે માટે સુરત એરપોર્ટ ઉપર કાર્ગો સુવિધા શરૂ કરવા નિર્ણયકરવામાં આવ્યો હતો.…

Read More

સીવીસી રિપોર્ટ પર સીબીઆઈ ચીફ આલોક વર્માના જવાબના કેટલાક અંશ લીક થવા બાબતે નારાજ સુપ્રીમ કોર્ટે 28મી નેવમ્બર સુધી સુનાવણી ટાળી દીધી છે. સીવીસી જવાબની કેટલીક વાતો મીડિયામાં પબ્લીશ થઈ હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ ગોગોઈએ આલોક વર્માના વકીલ ફલી નરીમાનને પૂછ્યું કે સીવીસી રિપોર્ટની કોપી વર્માના વકીલની હેસિયતે નહીં પણ સિનિયર વકીલ હોવાના નાતે આપવામાં આવી હતી, તો પછી આ પેપર મીડિયા પાસે કેવી રીતે પહોંચી ગયા. આ અંગે ફલી નરીમાને કોઈ જાણકારી ન હોવાનું કહી રિપોર્ટ લીક કરનારાઓને કોર્ટમાં હાજર રહેવાનું જણાવવામાં આવે. ફલી નરીમાનના જવાબથી ગુસ્સે ભરાયેલા ચીફ જસ્ટીસે કહ્યું કે તમે આ સુનાવણીના લાયક જ નથી.…

Read More

જમ્બો માળખાની જાહેરાતની સાથે સાથે ગુજરાત કોંગ્રેસે લોકસભાના ઈન્ચાર્જની નિમણૂંકો કરી છે. લોકસભાની 26 સીટ માટે કોંગ્રેસે ઈન્ચાર્ડ બનાવ્યા છે. જેમાં સિનિયર નેતાઓ સાથે નવા ચહેરાઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ તૈયાર કરેલા લિસ્ટમાં વર્તમાન ધારાસભ્યો સહિત અનેક આગેવાનોને ઈન્ચાર્જ બનાવ્યા છે. અમદાવાદ લોકસભાની બે બેઠક છે. અમદાવાદ-પૂર્વની જવાબદારી સાગર રાયકા અને અમદાવાદ-પશ્ચિમની જવાબદારી ધારાસભ્ય નિરંજન પટેલને સોપવામાં આવી છે. જ્યારે વડોદરા લોકસભની જવાબદારી ધારાસભ્ય શૈલેષ પરમારને સુપરત કરાઈ છે. સુરત લોકસભની જવાબદારી હાલ સુરતમાં નિરીક્ષક તરીકે સતત આવી રહેલા વડોદરાના પૂર્વ મેયર રણજિતસિંહને સોંપાઈ છે. નવસારી…

Read More

પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના વધુ એક ટોચના નેતાને અમદાવાદ ડીસીબીએ જેલના હવાલે કરી દેતા પાટીદાર અનામત આંદોલન સમિતિમાં ચકચાર મચી જવા પામી છે. હાલ PAASના અલ્પેશ કથીરીયા જેલમાં છે અને સુરત ડીસીબીએ સુરતના રાજદ્રોહના કેસમાં કથીરીયાની ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ જેલમાંથી ધરપકડ કરી છે. હાર્દિકના એક સમયના ખાસ વિશ્વાસુ અને PAASના અગ્રણી નેતાની હરોળમાં આવતા દિનેશ બાંભણીયાની અમદાવાદ ડીસીબીએ ધરપકડ કરી છે. દિનેશ બાંભણીયા રાજદ્રોહના કેસમાં અવાર-નવાર ગેરહાજર રહેતા પોલીસે કાર્યવાહી કરી છે. રાજદ્રોહના કેસમાં દિનેશ બાંભણીયા કોર્ટમાં હાજર નહીં રહેતા તેની સામે વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડતા ડીસીબીએ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી…

Read More

ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં  ચાર સ્થળો પર નવા ચાર લાયન, ટાયગર અને દીપડાના સફારી પાર્ક બનાવવાની જાહેરાત કરી છે. જેમાં ૪૦૦થી ૫૦૦ હેક્ટર જમીનમાં આ જંગલના રાજાઓ ખુલ્લામાં ફરશે. પ્રવાસીઓ બસમાં બેસીને તેને જોઈ શકશે. રાત્રીના સમયે તેઓને પાંજરમાં પૂરી દેવાશે. આ અંગે વનમંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે, ગુજરાત સરકાર અલગ અલગ સફારી પાર્ક બનાવશે. જેમાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની સામે જંગલ ખાતાની પુષ્કળ જગ્યા છે. કુદરતી વાતાવરણ પણ છે. અહીં લાયન પાર્ક બનાવાશે. જ્યારે કેવડીયા ખાતે ટાયગર સફારી પાર્ક અને વાંસદામાં તથા સુરતના માંડવી ખાતે દીપડાઓનો સફારી પાર્ક બનાવાશે. તેઓએ…

Read More

દેશમાં નવજાત બાળકોના ત્યજવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધારે પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. અણદાવાદમાં ગઈ કાલે સવારે રખિયાલ વિસ્તારમાં એક રિક્ષા ડ્રાઇવરને પોતાના ઘર પાસેથી નવજાત બાળકી મળી આવી હતી. જેની ફરિયાદ તેણે નોંધાવી હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસ વિગતોમાંથી મળતી માહિતી પ્રમાણે મહાગુજરાત બેકરીની પાસે, રખિયાલ વિસ્તારમાં રહેતા રિક્ષા ડ્રાઇવરને ગઇકાલે સવારે આઠ વાગ્યાની આસપાસ એક નવજાત બાળકી મળી આવી હતી. આ રિક્ષા ડ્રાઇવરે આ અંગે કહેતા જણાવ્યું કે, ‘અમારી ચાલીની બહાર એક અવાજ આવતા અમે આસપાસના લોકો ભેગા થયા હતાં. અમારી ચાલીની પાતળી ગલીમાં એક ડોલમાંથી નવજાત બાળકી મળી આવી હતી. જ્યારે તે મળી ત્યારે તે ઘણી જ…

Read More

WhatsAppનો ઉપયોગ નાના મોટા સૌ કોઈ કરે છે.વોટ્સએપ ભારતમાં સૌથી વધારે વપરાતી એપ્લિકેશન છે એટલા માટે જ વોટ્સએપમાં ટુંક સમયમાં બે નવા ફીચર એક્ટિવ કરવામાં આવશે. આ ફીચર કોન્ટેક્ટ શેર કરવાની પ્રક્રિયાને સરળ કરી દેશે. WhatsAppમાં ‘શેર કોન્ટેક્ટ ઈન્ફો વાયા ક્યૂઆર’ ફીચર એક્ટિવ કરવામાં આવશે. આ નવા ફીચરના ઉપયોગથી આઈઓએસ અને એન્ડ્રોયડ બંનેના યૂઝર્સ એકબીજાને કોન્ટેક્ટ તરીકે ક્યૂઆર કોડના માધ્યમથી એડ કરી શકશે. આ ફીચર અગાઉથી સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે. હવે વોટ્સએપમાં પણ સ્ક્રીનશોટ શેર કરી શકાશે. આ સાથે જ વોટ્સએપમાં પણ ક્યુઆર કોડ શેર કરી કોન્ટેક્ટને એડ કરી શકાશે.

Read More