અત્યાર સુધી તમારે Youtube પર આખું મૂવી જોવા માટે પૈસા આપવા પડતા હતા. બે ઓપ્શન મળે છે, કાં તો તમે ફિલ્મ રેન્ટ પર જોઈ શકો અથવા તેને ખરીદી શકો છો. જોકે, અમુક ફિલ્મ્સ તમે ફ્રી પણ જોઈ લેતા હશો જે સામાન્ય રીતે જૂની હોય છે. YouTubeમાં હવે ફેરફાર થવા જઈ રહ્યો છે અને કંપની નવું ફીચર લાવી રહી છે જેના હેઠળ યૂઝર્સ Youtube પર ફ્રીમાં ફિલ્મો જોઈ શકશે. રિપોર્ટ અનુસાર, એક નવું ફિચર આવવા જઇ રહ્યુ છે, જેને ફ્રી ટૂ વૉચ કહેવામાં આવશે. જેના હેઠળ યૂઝર્સ ફ્રીમાં Youtube પર ફિલ્મ જોઇ શકશે. જોકે જોકે, ફ્રી ફિલ્મ્સમાં તમને જાહેરાત બતાવવામાં આવશે,…
કવિ: Satya-Day
મુંબઇના મલબાર હિલ વિધાનસભાની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય, મંગલ પ્રભાત લોધા દેશના સૌથી વધુ મિલિયોનર બિલ્ડર છે. હ્યુરૂન ઇન્ડિયા દ્વારા દેશના ટોચના 100 બિલ્ડરોની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં 30 મી સપ્ટેમ્બર 2018 સુધીના નેટવર્થવાળા લોકો સામેલ છે. આ યાદીમાં ફક્ત ભારતીયોને જ સમાવવામાં આવ્યા છે. હ્યુરુન અનુસાર, લોધાની કુલ સંપત્તિ રૂ. 27,150 કરોડ છે. હાલમાં, લોધા મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ પણ છે. 2017 માં, તેમની કુલ સંપત્તિ 18,610 કરોડ હતી અને તે બીજા સ્થાને હતી. એક વર્ષમાં, તેમની સંપત્તિ 8540 કરોડ રૂપિયા વધી છે. લોધા ગ્રુપનું રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટું નામ છે. બીજા સ્થાને અમ્બેસી પ્રોપર્ટી…
શોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાંથી નેતાઓ, વેપારીઓ અને મોટા ઓફિસરો પરના આરોપોને ફગાવી દેવામાં આવ્યા હો પરંતુ તપાસ અધિકારીઓ હજુ પણ તપાસના તથ્યો પર અડગ છે તેમજ કોર્ટમાં પોતાની જૂબાની આપી રહ્યા છે. એનકાઉન્ટર કેસમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, આઈપીએસ ઓફિસર દિનેશ એમ.એન., રાજકુમાર પાંડીયન અને ડી.જી. વણઝારા કથિત રીતે 2006માં ગુજરાતમાં થયેલા તુલસીરામ પ્રજાપતિના નકલી એન્કાઉન્ટરના મુખ્ય ષડયંત્રકારો હતા. ગુજરાતમાં થયેલા આ એન્કાઉન્ટરની તપાસ કરી રહેલા મુખ્ય તપાસ અધિકારીએ ગઈકાલે સ્પેશિયલ કોર્ટમાં આ દાવો કર્યો હતો અને પોતાની જૂબાની આપી હતી. એપ્રિલ 2012થી આ કેસની તપાસ કરી રહેલા સંદીપ તામગડેએ કોર્ટને જણાવ્યુ હતુ કે, આ રાજનેતાઓ અને અપરાધીઓની સાંઠગાંઠનું…
પાટીદાર સમાજના સક્રીય આગેવાન ગોપાલ ઈટાલીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં પાછલા બે ત્રણ દિવસથી ખાસ્સો વાયરલ થયો છે. આ વીડિયોમાં ગોપાલ ઈટાલીયા દેશી બોમ્બ હોવાની વાત કરે છે અને ભાજપના ભૂતને ભગાડવા આવા બોમ્બનો ઉપયોગ કરવામાં આવશે, તેવું જણાવે છે. વીડિયોનાં ગોપાલ ઈટાલીયા કહે છે કે આ તદ્દન દેશી બનાવટનો દેશી બોમ્બ છે. તેમાં પીવીસી પાઈપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભાજપના ભૂતોને ભગાડવા જે સામે મળે તેમને ભડાકા કરવાના છે. સુપ્રીમ કોર્ટ લાગુ ન પડે, સરકાર લાગુ ન પડે, દેશી એન્જિનિયર છે. નાસાના વૈજ્ઞાનિકો પણ આવો બોમ્બ બનાવી ન શકે. આના ભડાકા દિલ્હી સુધી સંભળાય. પાટીદાર અનામતની માંગ દિલ્હી સુધી…
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં છેલ્લા છ અઠવાડીયામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડની કિંમત 86.29 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 63.3 ડોલર પ્રતિ બેરલ થઇ ગઇ છે. જેના કારણે ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રૂપિયો પણ ડોલરની સામે મજબૂત થઇ રહ્યો છે. 3 ઓક્ટોબરથી 21 નવેમ્બરની વચ્ચે ક્રૂડની કિંમત 36.31 ટકા સુધી 63.3 પ્રતિ બેરલ સુધી ઘટી ગઇ છે. 3 ઓક્ટોબરના રોજ પેટ્રોલની કિંમત 83.85 રૂપિયા પ્રતિ લિટર હતી. જે 21 નવેમ્બરના રોજ 76.30 રૂપિયા પ્રતિ લિટર જોવા મળી હતી. જ્યારે ડિઝલની વાત કરીએ તો 3 ઓક્ટોબરના રોજ તેની કિંમત 75.25 હતી જે…
ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તાજેતરમાં ડેબ્યૂ કરનારા ગુજરાતી સ્પિન ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાના નામે ગઈકાલે બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી20માં શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 શ્રેણીમાં સારું પ્રદર્શન કરવાના કારણે તેની ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પસંદગી થઈ હતી. પરંતુ પ્રથમ મેચમાં તેણે બેટ અને બોલથી નિરાશ કર્યા હતા. બોલિંગ દરમિયાન કૃણાલ પંડ્યાએ 4 ઓવરના સ્પેલમાં 13.75ની સરેરાશથી 55 રન રન આપ્યા હતા. જેના કારણે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતનો ત્રીજો સૌથી ખર્ચાળ બોલર બની ગયો છે. કૃણાલની પહેલા યુઝવેન્દ્ર ચહલ અને જોગિન્દર શર્માનું નામ આવે છે. ચાલુ વર્ષે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે 64 રન આપ્યા હતા. 2007મા ઈંગ્લેન્ડ સામે ડરબનમાં જોગિંદર…
આખા ગુજરાત રાજ્ય માટે સારા સમાચાર છે. ગુજરાતના માથે આ વર્ષે પીવાના પાણીનું સંકટ સર્જાયું છે ત્યારે નર્મદાથી એક સારા સમાચાર આવ્યા છે. હાલ સિંચાઈ અને પીવાના પાણી માટે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સમયે ડેમની સપાટી ધીમે ધીમે ઓછી થઈ રહી છે, ત્યારે મધ્ય પ્રદેશમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. મધ્ય પ્રદેશમાંથી 12,229 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જે બાદમાં પાણીની સતત આવકથી ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી વધીને 127.61 મીટર પર પહોંચી છે. હાલ નર્મદા ડેમમાંથી પીવા તેમજ સિંચાઈ માટે મુખ્ય કેનાલમાંથી 19,995 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.…
વડોદરા નજીક સેવાસી ખાનપુર પાસે પ્રખ્યાત બિલ્ડર મિહિર પંચાલના કારમાં આગ લાગવાને કારણે તેમનું મોત નિપજ્યું છે. જેમાં ઘણા તર્કવિતર્ક છે. મિહિરના પરિવારજનો દ્વારા મિહિરની હત્યા કરાઇ હોવાનો આક્ષેપ કરાયો છે. બીજી તરફ એફએસએલની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઇ સેમ્પલ એકત્રિત કરી તપાસ શરૂ કરી છે. મિત્ર હોવાના નાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મિહિરના મોત બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું. વડોદરાના નામાંકિત બિલ્ડરો પૈકીના એક મિહિર પંચાલના કારમાં આગ લાગવાથી થયેલા મોતને લઇને ચકચાર મચી ગઈ છે. સેવાસી ખાનપુર પાસે અચાનક જ કારમાં આગ લાગતા મિહિર પંચાલ અંદર જ ફસાઇ ગયા હતા અને કારની અંદર જ…
સુરતના PASS ના કન્વીનર અલ્પેશ કથિરીયાને અમદાવાદ કેસમાં જામીન આપવામાં આવ્યા છે, પણ સુરતના કે,માં હજી કોઈ ચુકાદો ન આવતા તેઓ હજી પોલીસ કસ્ટડીમાં છે. આજ રોજ હાર્દિક પટેલ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે અલ્પેશ કથિરિયાની મુલાકાત કરવા માટે આવ્યા હતા, પણ મુલાકાત થઈ ગઈ છે એમ કહીને તેમની અલ્પેશ કથિરિયા સાથે મુલાકાત કતરવા દેવામાં આવી નહોતી. હાર્દિક પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જેલતંત્ર દ્વારા અમારી સાથે અન્યાય કરવામાં આવા રહ્યો છે. દર મહીને અલ્પેશ કથિરીયા સાથે કરવામાં આવતી મુલાકાતમાં કોઈના કોઈ બહાને મુલાકાત ટાળવામાં આવે છે. આજ રોજ અમે મુલાકાત કરવા ગયા એ પહેલા જ કોઈ મુલાકાત કરી ગયું…
દહેજ-ઘોઘા રો-રો ફરી સર્વિસના 400 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા છે. ફેરી સર્વિસના જહાજનું એન્જિન મધ દરિયે ફેઈલ થવાના કારણે તંત્રવાહકોની દોડધામ વધી જવા પામી હતી. 400 મુસાફરો સાથેનું જહાજ દરિયાની વચ્ચે ફસાઈ જવાના કારણે એક તબક્કે સ્થિતિ નાજુક બની જવા પામી હતી. દહેજ ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિસનું જહાજ ટેક્નિકલ ખામીને કારણે મધદરિયે ફસાયું છે. જહાજ ઘોઘાથી 3 નોટિકલ માઇલ મધદરિયે ફસાયું છે, જહાજમાં હાર 461 મુસાફરો સવાર છે, જો કે અધિકારીઓ દ્વારા તાત્કાલિક ટગ બોટ મગાવી જહાજને ઘોઘા બંદરે લઇ જવાના પ્રયાસો શરૂ કરાયા હતા અને મુસાફરોને સલામત રીતે કિનારે લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તાત્કાલિક સેઈફ બોટની મદદ…