આ વિસ્તારમાં આઝાદીના આટલા વર્ષો પછી વિસ્તારના જનપ્રતિનિધીને કેબિનેટ મંત્રી સ્થાન મળ્યું છે. આ વિસ્તારના ખેડૂતોને વિજળી અને પાણીના બે પ્રશ્નો છે. કુવરજીભાઈ પાસે પાણીના પુરવઠાનો વિભાગ છે. હાલ મુખ્ય સિંચાઈનો પ્રશ્ન છે, જે હવે રહેશે નહીં. છેલ્લા ચાર મહિનામાં પાણી પુરવઠા મંત્રી થયા બાદ જે નર્મદાનું પાણી ભુતકાળમાં મળતું હતું તેનાથી 3 ગણું પાણી મળતું થયું છે તેનાથી 95 ટકા પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. નાના-મોટા પાઈપલાઈનના થોડા કામ બાકી છે જે થોડા સમયમાં પુર્ણ થઈ જશે. આવનારા સમયમાં આવી રહેલ ચૂંટણીને લઈને ભરત બોધરાએ જણાવ્યું હતું કે જસદણ અને સાણસણીમાં વર્ષોથી ભાજપને લીડ મળતી હતી. અઠવાડિયા પહેલા અમારો…
કવિ: Satya-Day
Reliance jio એ પોતાના ગ્રાહકો માટે લગભગ દરરોજ કંઈકને કંઈક નવી ઓફર આપતું રહે છે. હવે જિઓએ પોતાના ગ્રાહકોને આ નવી સેવા આપી છે, જે અત્યાર સુધી ટેલિકોમ જગતના ઈતિહાસમાં કોઈએ આપી નથી. જિઓએ પોતાના ગ્રાહકો માટે ઈન્ટરનેશનલ VOLTE રોંમિંગ સેવા શરૂ કરી છે. આ સેવા સૌપ્રથમ ભારત અને જાપાનની વચ્ચે શરૂ થશે. જિયોની આ સેવાનો લાભ ભારત અને જાપાન તેમજ જાપાનથી ભારત જતા લોકોને મળશે. આ ઉપરાંત જાપાનમાં પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટની મજા પોતાના સિમ-કાર્ડ પર મોળવી શકાશે. રિલાયન્સ જિયોએ આ સેવા માટે જાપાનની ટેલિકોમ કંપની KDDI સાથે કરાર કર્યો છે. આ સેવાને લઈને કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું…
સુરત DRI દ્વારા LED ટીવીના ઓથા હેઠળ ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કૌભાંડ સંદર્ભે DRIએ એક વ્યક્તિની ધરપકડ કરી કરોડો રૂપિયાનો માલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. DRIને માહિતી મળી હતી કે LED ટીવીના સેટને ગેરકાયદે ઈમ્પોર્ટ કરવામાં આવે છે. DRIએ સર્ચ ઓપરેશન કરતા 2138 ટીવી સેટ મળી આવ્યા હતા. આ માલની કિંમત આશરે 2.50 કરોડનો માલ હોવાનું અનુમાન છે. આ ઉપરાંત DRI દ્વારા અન્ય એક સર્ચ ઓપરેશનમાં વધુ 4158 ટીવી સેટ મળી આવ્યા હતા. 3.54 કરોડ રૂપિયાનો માલ સ્પેર પાર્ટ્સના નામે માંગવામાં આવ્યો હતો. વિગતો મુજબ LED ટીવી ઈમ્પોર્ટ કરનારા શખ્સે ડયુટી ચોરી કરવા માટે…
જસદણની પેટાચૂંટણી જાહેર થતાંની સાથે જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપે અત્યારથી જ જસદણને હાઈપ્રોફાઈલ ચૂંટણી બનાવતા વિપક્ષો પર આકરા પાણીએ ભાજપ સામે મેદાને પડશે એવા સંકતો મળી રહ્યા છે. કોંગ્રેસ ત્યાગી નેતા અને ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ જસદણની પેટાચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કમરકસી છે. હવે બાપુના ભાજપ હરાઓ અભિયાનથી ફાયદો કોંગ્રેસને થાય છે કે કેમ એ જોવાનું રહે છે. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત થતાં શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પત્રકાર પરિષદમાં તેમણે અમદાવાદનું નામ બદલવાની ભાજપના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાતને આડેહાથે લઈ કહ્યું કે અમદાવાદ એક હેરીટેજ સિટી છે. અનેક મંદિરો-મસ્જિદો…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 22 સાત ભૌગોલિક વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (સીજીડી) કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. તે સિવાય, વડા પ્રધાન મોદી 116 સી.એન.જી. સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સંબંધિત જાહેરાત આજે ભુવનેશ્વરમાં ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (ગેઇલ), અદાણી અને ભારત રિસોર્સ દ્વારા યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 129 જિલ્લામાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન (CGD) પ્રોજેક્ટની શરૂઆત કરાવી, દેશના 19 રાજ્યોમાં સીજીડી માટે હાલમાં જ પૂર્ણ થયેલા 9માં બિડિંગ રાઉન્ડમાં આ પરિયોજનાનો ઉલ્લેખ હતો. આ સિવાય પીએમ મોદી દેશના 14 રાજ્યના 124 જિલ્લામાં 50 નવા જિયોગ્રાફિકલ એરિયા માટે 10માં…
ગુજરાત ચૂંટણી પંચ તરફથી જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તારીખ જાહેર કરતાની સાથે જ આચારસંહિતાનો અમલ થઈ ગયો છે. આ બેઠક પર હવે 20મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ત્રણ દિવસ બાદ એટલે કે 23મી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. 26મી નવેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ કાર્યવાહી ત્રીજી ડિસેમ્બર સુધી ચાલશે. બાદમાં ફોર્મની ચકાસણી કર્યા બાદ છઠ્ઠી ડિસેમ્બરના રોજ અંતિમ ઉમેદવારોના નામની જાહેરાત ચૂંટણી પંચ તરફથી કરવામાં આવશે. રાજ્યના વર્તમાન મંત્રી કુંવરજીભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. 1971થી 2017 સુધી જસદણ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસનું એકચક્રી સાશન રહ્યું છે.આ…
મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાની જાહેરાત કર્યા બાદ ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તેવા પાટીદાર અનામત આંદોલન સમિતિએ પ્રયાસો શરૂ કર્યા છે. હવે ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તેવી રજૂઆત કરવા હાર્દિક પટેલ ગાંધીનગર પહોંચ્યો હતો. હાર્દિક પટેલ ઓબીસી પંચ સમક્ષ પાટીદારોને અનામત મળે તે માટે સર્વેની કામગીરી હાથ ધરાય તેવી માંગ કરી હતી. જો કે આ બાદ પાસના પૂર્વ નેતા અને હાલ ભાજપમાં જોડાયેલા રેશમા પટેલનું મહત્વનું નિવેદન આપ્યું છે. રેશમા પટેલે નિવેદન આપ્યું હતું કે, હવે જ્યારે પણ પાટીદાર સમાજની માગણી માટે હાર્દિક પટેલ OBC કમિશનમાં જશે ત્યારે તે પણ તેમની સાથે રહેશે. એટલે હાર્દિકની સાથે હવે રેશમા પટેલ જોવા…
પાટીદાર અનામત આંદોલન સમિતિ આજે 25 જિલ્લાના કન્વીનર દ્વારા ગાંધીનગર ખાતે ઓબીસી કમિશનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. હાર્દિક પટેલ, મનોજ પનારા સહિતના પાસના આગેવાનો હાજર રહ્યા હતા.પાસ દ્વારા પાટીદાર સમાજનો સરવે કરવામાં આવે તેની માંગ કરવામાં આવી હતી. હાર્દિક પટેલે કહ્યું કે પાટીદાર સમાજની માંગણી એટલી જ છે કે પાટીદાર સમાજનો સામાજિક અને આર્થિક રૂપે એક ઈમાનદારીથી સરવે કરવામાં આવે, જેના થકી પાટીદાર સમાજમાં કેટલા ટકા લોકો ગરીબ છે, કેટલા ટકા પરિવારો પાસે નોકરી છે, કેટલા ટકા પરિવારો પાસે સારું શિક્ષણ છે, કેટલા ટકા પરિવારો પાસે જમીન છે. જેના અનુસંધાને નક્કી કરી શકાય કે પાટીદાર સમાજને કેટલા ટકા અનામત…
પાસના નેતા હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે ગુજરાતભરના પાસના કન્વિનરો સાથે ઓબીસી આયોગની મુલાકાત લેશે. હાર્દિકે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે પાટીદાર સમાજ તરફથી આ છેલ્લો પ્રયાસ છે. હવે પછી આરપારની લડાઈ લડવામાં આવશે. હાર્દિકે જણાવ્યું હતું કે ગુજરાતમાં આનંદીબેન સરકારે 10 ટકા ઇબીસીની જાહેરાત કરી હતી. આ વખતે હાઇકોર્ટે સૂચન કર્યું હતું કે આ અનામત કોઈ પણ પ્રકારના સર્વે વગર આપવામાં આવ્યું હોવાથી તેને માન્ય રાખી શકાય નહી. સાથે કોર્ટે આદેશ કર્યો હતો કે સર્વે બાદ જ અનામત આપી શકાય. ગુજરાતમાં સર્વે થશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સર્વેમાં ખબર પડી જશે કે પાટીદાર સમાજ કેટલો…
આવતીકાલથી 3 દિવસ માટે બેન્ક બંધ રહેશે. ખરેખર, ગુરુ નાનક જયંતિ 23 નવેમ્બરે છે. જેના કારણે બેંકો બંધ છે. ત્યાર બાદ, 24 તારીખે મહિનાનો ચોથો શનિવાર હોવાને કારણે બેંકોમાં રજા હશે. રવિવારે તો બેંકમાં રજા જ હોય છે. તેથી આ અઠવાડિયાના અંતમાં ત્રણ દિવસ માટે બેંક બંધ રહેવાના કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એટીએમમાં રોકડની સમસ્યા હોઈ શકે છે, તેથી આજે તમારા બેંક સંબંધિત તમામ કામ પૂરા કરી લો. બેંક બંધ દરમિયાન તમે ડિઝિટલ ટ્રાન્ઝેકશનનો લેવડ-દેવડ માટે ઉપયોગ કરી શકો છો. બેંક 23-25 નવેમ્બર સુધી બંધ રહેશે. મુંબઇ, નવી દિલ્હી, હૈદરાબાદ, રાયપુર, રાંચી, શ્રીનગર, દેહરદૂન, જમ્મૂ, કાનપુર…