તમે જ્યારે પણ કાર કે બાઈકથી પ્રવાસ કરો છો તો તમારી પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ, પોલ્યૂશન સર્ટિફિકેટ સહિત અન્ય દસ્તાવેજ રાખવાના હોય છે. પરંતુ હવે તેની જરૂરત નહીં રહે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે એક નવી વ્યવસ્થાની શરૂઆત કરી છે. કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટના નિયમ 139 હેઠળ આ સંશોધનને પસાર કરી દેવામાં આવ્યું છે. આ મામલે સરકારે નોટિફિકેશન પણ જારી કર્યું છે. હવે તમારી પાસે ગાડી સાથે જોડાયેલા કાગળોની માત્ર ઈલેક્ટ્રોનિક કોપી છે તો તમારે પહેલાની જેમ કોઈ પણ પ્રકારનું ચલણ નહી ભરવું પડે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, જો ટ્રાફિક પોલીસ અથવા પોલીસ વર્દીમાં કોઈ પણ…
કવિ: Satya-Day
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વિશ્વહિન્દૂ પરિષદે રવિવારે એક ધર્મસભાનું આયોજન કર્યું છે. જ્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ શનિવારે અયોધ્યામાં પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિને જોતા સુરક્ષાના કારણોસર અહીં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. જેથી રામનગરીનો માહોલ ગરમાઇ ગયો છે. અયોધ્યામાં એકવાર ફરી 1992 જેવી પરિસ્થિતિ બનવા જઇ રહી છે. ઇકબાલ અંસારીએ કહ્યું કે, મોટી સંખ્યામાં ભીડ એકઠી થતા હાલ અયોધ્યામાં ભયનો માહોલ બનેલો છે. ઉદ્ધવ ઠાકરે શિવાજીના જન્મસ્થળની માટી લઇને શનિવારે (24 નવેમ્બર) બપોરે 2 વાગે અયોધ્યા પહોંચી રહ્યા છે. ઉદ્ધવના પહોંચ્યા પહેલા મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકર્તા અયોધ્યામાં ભેગા થશે. વિશ્વ હિન્દૂ…
ભાજપના નેતા પ્રમોદ મહાજનના પુત્ર રાહુલ મહાજન ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. રાહુલ મહાજન પોતાના લગ્નના કારણે ચર્ચામાં છે. 43 વર્ષના રાહુલ મહાજને પોતાનાથી 18 વર્ષ નાની કઝાકિસ્તાની મોડલ નતાલ્યા ઈલીના સાથે લગ્ન કર્યા છે. 20 નવેમ્બરના એક પ્રાઈવેટ સેરેમનીમાં રાહુલે નતાલ્યા સાથે ભારતીય રીતિ-રિવાજ મૂજબ સાત ફેરા લીધા હતા, રાહુલ મહાજને નતાલ્યા સાથે માલાબાર હિલ પર સ્થિત એક મંદિરમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં રાહુલના પરિવારના સભ્યો અને અંગત લોકો જ સામેલ થયા હતા. રાહુલ મહાજને કહ્યું, મે પહેલા બે લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા, પરંતુ તે સબંધો તૂટી ગયા હતા. એટલા માટે હું આ વખતે કોઈ…
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેસ્ક એટલે જે GST લાગુ થયા બાદ લોકો આજે પણ ફરિયાદો કરી રહ્યાં છે કે તેઓને જીએસટી મગજમાં બેસતુ નથી, ત્યારે જીએસટીની પ્રક્રિયાને સરળતાથી સમજાવવા માટે રાજ્ય સરકારે ધોરણ 11 અને 12 કોમર્સ ફેકલ્ટીમાં જીએસટીનો અભ્યાસક્રમ ઉમેરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો અમલ વર્ષ 2019થી થશે. ઉલ્લેખનીય છે કે જીએસટીનો અભ્યાસક્રમમાં સમાવેશ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાત શિક્ષણ વિભાગે જાહેરાત કરી કે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GSTને અભ્યાક્રમમાં જોડવામાં આવ્યું છે. હવે વર્ષ 2019થી ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં જીએસટી અંગે પણ ભણાવવામાં આવશે. આ પહેલા જીએસટીને અભ્યાસક્રમમાં દાખલ કરવા…
મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળ્યા બાદ પાટીદારો પોતાને અનામત મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ પાટીદારો દેશભરમાં વસેલા તેમના ભાઈબંધુઓ પાસેથી પણ મેરેજ ક્વોટાના પ્રયાસો કરી રહ્યા છે. પાટીદાર યુવાનોને કન્યા મળે તે હેતુથી ગુજરાત પ્રદેશ કુર્મી ક્ષત્રિય મહાસભા દ્વારા છત્તિસગઢ, મધ્ય પ્રદેશ અને ઓડિશાની કુર્મી કન્યાઓ માટે અમદાવાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બાપુનગરમાં હરદાસ બાપુની વાડીમાં 4 થી 7 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ કન્યા પસંદગી મેળામાં 5000 પાટીદાર છોકરાઓ અને ત્રણ રાજ્યોમાંથી 200 છોકરીઓના પરીવાર ભાગ લેશે. પાટીદારોએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજમાં 1000 છોકરાઓ સામે ફક્ત 700 છોકરીઓ જ છે. વિકાસની દિશામાં છોકરીઓનો…
સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ભરીમાતા મંદિર પાસે આવેલા ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન અને મેડિકલ વેસ્ટના કચરાને બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સોપો પડી ગયો છે. કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન હાજી ચાંદીવાલાએ ‘સત્ય ડે’ સુધી સ્ટીંગ ઓપરેશન પહોંચાડ્યા બાદ પાલિકાના અધિકારીઓની ટાંય-ટાંય ઠુસ્સ સ્પષ્ટતા આવી રહી છે તેવામાં ભરીમાતાના ટ્રાન્સપોર્ટેશન સેન્ટર પર કામ કરતા કર્મચારીઓએ ઈજારદાર સહિત પાલિકાના અધિકારીઓની સંડોવણી બહાર પાડી છે. ટ્રાન્સપોર્ટેશન સેન્ટર કામ કરતા દાઢીવાળા ચાચા કહે છે કે ડોર ડૂ ડોર ગાડીમાં અમને પગાર આપવામાં આવે છે, પણ અમારો પગાર કેટલો છે તે અમને ખબર નથી. ડ્રાઈવરને 250 રૂપિયા રોજ…
વલસીડમાં આજ રોજ એક કાર ભડકે બળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. વલસાડના ના અતુલ ફાટક પાસે એક કાર વેન ભડભડ સળગી ઉઠયાની ઘટના બની છે. ઉભેલી કારમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. કાર સીએનજી કીટ ધરાવતી હતી અને આગ એટલી જબરદસ્ત હતીકે કાર થોડીજ વારમાં સંપૂર્ણ રીતે આગમાં લપેટાઇ ગઇ હતી. આગના કારણે અફરાતફરીનો માહોલ છવાઇ ગયો હતો. જોકે આગ ને કારણે કોઇ જાનહાની થઇ નથી અને ફાયર ફાઇટર એ સ્થળ પર પહોંચી આગ ને કાબુ માં લીધી.
આજના યુગમાં સ્માર્ટ ફોન જીંદગીનો એક હિસ્સો બની ગયું છે. હાલ એવુ ભાગ્યે જ કોઈ હશે કે જે સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતો હોય. આજે એજ સ્માર્ટફોનનો જન્મદિવસ છે કેમકે આજે દુનિયાનો પહેલો સ્માર્ટફોન IBM Simon આજના જ દિવસે અમેરિકામાં લૉન્ચ થયો હતો. ‘સ્માર્ટફોન’ શબ્દનો ઉપયોગ 1997થી શરૂ થયો જ્યારે IBM Simonને લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનની ખુબીઓના કારણે તેને સ્માર્ટફોન નામ મળેલ છે. જો આજના સ્માર્ટફોન સાથે તેની સરખામણી કરવામાં આવે તો કદાચ પહેલો સ્માર્ટફોન તેની સરખામણીમાં આદમયુગનો ફોન હોય તેવુ લાગે. પણ મોબાઈલ ક્રાન્તીના કારણે આ ઐતિહાસિક પગલુ હતુ. આ સ્માર્ટફોનને IBM અને અમેરિકાની સેલ્યુલર કંપની બેલસેલ્ફે ડેવલોપ કર્યો…
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. કહેવાય છે કે આ સિરિયલમાંં લોકપ્રિય પાત્ર જેઠાલાલે પોતાની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સને વેચવા કાઢી છે. આ એકદમ સાચું છે. જેઠાલાલના આ પગલાથી ગોકુલધામમાં કોહરામ મચી ગયો છે અને બાપુજી સહિત આખીય સોસાયટીમાં હાહાકાર મચી ગયો છે. તારક મહેતના હવે પછીના એપિસોડમાં ગડા ઈલેક્ટ્રોનિકસની સ્ટોરીનું પ્રસારણ કરવામાં આવશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ ઘટના ક્રમ ત્યારે શરૂ થાય છે કે જ્યારે એક વેપારી જેઠાલાલની દુકાને આવે છે અને પોતાના બિઝનેસની વાત કરે છે. વેપારી કહે છે કે તે પોતાની દુકાન વેચવા માંગે છે. જેઠાલાલ વિચારવા લાગે છે કે આજકાલ તેની…
PM મોદીએ 18 રાજ્યોના 129 જિલ્લાઓમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) પ્રોજેક્ટની શરૂઆત કરી છે. આથી ઓટોમોબાઈલ અને પાઈપયુક્ત ગેસથી જમવાનું બનાવવા માટે CNG પુરવઠા માટે કામની શરૂઆતને લઈને પાયો નાખવામાં આવ્યો છે. આ દરમિયાન PM મોદીએ ભારતમાં 2020ના અંત સુધી 10,000 CNG સ્ટેશન શરૂ થઈ જશે. PM મોદીનું કહેવું છે કે 2014 સુધીમાં દેશના 66 જિલ્લાઓ સુધી સિટિ ગેસ વિતરણનો વિસ્તાર હતો. પરંતુ હવે આ આંકડો 174 જિલ્લાઓ સુધી પોહચી ગયો છે. આગામી 2-3 વર્ષોમાં આ 400 જિલ્લાઓ સુધી ફેલાવવામાં આવશે. PM મોદીએ કહ્યું કે સરકાર ગેસ આધારિત અર્થવ્યવસ્થા પર વધારે ધ્યાન આપી રહી છે. દેશના ગેસ મૂળભૂત માળખાને મજબૂત…