જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રવિવારે સુરક્ષા જવાનો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઇ હતી. આ ઘટના શોપિયાંના કપરાન બાટગુંટ વિસ્તારની છે. સુરક્ષા જવાનોની મૂંહતોડ કાર્યવાહીમાં 6 આતંકીઓ ઠાર થયાના અહેવાલ મળી રહ્યા છે. હજી પણ વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે. અથડામણ હજી પણ ચાલું છે. શોપિયાંમાં ઠાર થયેલા આતંકીઓમાં લશ્કર-એ-તૈયબાના જિલ્લા કમાંડર મુસ્તાક મીરનો સમાવેશ થાય છે. સાથે હિજ્બુલના જિલ્લા કમાંડર અબ્બાસ, હિજ્બુલના ડેપ્યૂટી જિલ્લા કમાંડર વસીમ વાગે ઉર્ફ સેફુલ્લાહ ઉમર માજિદ અને એક પાકિસ્તાની આતંકવાદી ઠાર થયાના અહેવાલ મળી રહ્યા છે. ગત શુક્રવારે અનંતનાગ જિલ્લામાં પણ આતંકીઓની સાથે અથડામણ થઇ હતી. તેમાં 6 આતંકીઓ ઠાર થયા હતા. અહીં આતંકીઓ છૂપાયા…
કવિ: Satya-Day
અયોધ્યામાં આજે આજે વિશ્વ હિંદુ પરિષદ (VHP) ધર્મસભા આયોજીત કરવા જઇ રહી છે. ધર્મસભાના માધ્યમથી આજે સંત અને ધર્માચાર્ય રામ મંદિર નિર્માણની તારીખ નક્કી કરવા માટે સરકાર પર દબાણ કરવાનો પ્રયત્ન કરશે. આ સભામાં આરએસએસ અને વિશ્વ હિંદૂ પરિષદ સહિત અન્ય સંગઠનો સાથે જોડાયેલ આશરે 50થી 60 લોકોનું સંબોધન થશે. આ માટે અયોધ્યા છાવણીમાં ફરેવાઇ ગયું છે. વીએચપીની ધર્મસભા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શનિવારે જ પહોંચી ગયા હતાં. આજે સવારે ઠાકરેએ અયોધ્યાના રામલલાના દર્શન ગયા હતાં. અનુમાન છે કે આજે બેથી ત્રણ લાખ રામભક્ત અયોધ્યા પહોંચશે. જેના કારણે શનિવારથી જ હાઇવે પર વાહનોની લાઇનો લાગેલી છે. આ ઉપરાંત અયોધ્યા…
વોડાફોન, આઈડીયા અને ભારતીય એરટેલ દ્વારા પ્રતિ વ્યક્તિ ઓછો ખર્ચ કરનાર શ્રેણીમાં જે યુઝર્સ આવતા હશે તેમના સિમ કાર્ડ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે દર મહિને જે યુઝર્સ 35 રૂપિયાથી ઓછો ખર્ચ કરતો હશે તે લોકોનું મોબાઈલ કનેક્શન બંધ કરી દેવામાં આવશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આશરે 200 કરોડ યુઝર્સના 2 જી મોબાઈલ કનેકેશન બંધ થઈ શકે તેમ છે. હાલ ગણતરી પ્રમાણે એરટેલના આશરે 10 કરોડ લોકો અને વોડાફોન અને આઈડીયાના 15 કરોડ કનેક્શન બંધ થઈ જશે.
એક તરફ દિવાળી વેકેશન પુરુ થઈ ગયુ છે અને સ્કૂલો ચાલુ થઈ ગઈ છે ત્યારે ધો.૬,૭ અને ૮ના બીજા સેમેસ્ટરના મોટાભાગના પાઠય પુસ્તકો બજારમાં હજી સુધી આવ્યા નહી હોવાની બૂમો પડી રહી છે.વડોદરામાં પણ વાલીઓ પાઠય પુસ્તકો માટે દુકાનોના ધક્કા ખાઈ રહ્યા છે.વાલીઓને પાઠય પુસ્તકો ક્યારે મળશે તેનો પણ કોઈ જવાબ મળી રહ્યો નથી. ગુજરાત પાઠય પુસ્તક મંડળ દ્વારા પાઠય પુસ્તકોના પ્રિન્ટિંગમાં અને વિતરણમાં થયેલા વિલંબના પગલે શહેરની સ્કૂલોમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ માટે હજી પણ વેકેશન જેવી જ સ્થિતિ છે. બીજી તરફ પાઠય પુસ્તકોના અભાવે સ્કૂલોમાં અને ખાસ કરીને ગુજરાતી માધ્યમમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને શું ભણાવવુ તે અંગે મૂંઝવણમાં છે.કારણકે ગુજરાતી…
સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી જમરુખ ગલીમાં અઠવા પોલીસના ત્રણ કોન્સટેબલ દ્વાર ડીજેમાં ડાન્સ કરી રહેલા લોકો પર લાઠીઓનો વરસાદ વરસાવવામાં આવતા પોલીસ સામે ભભૂકતો રોષ જોવા મળી રહ્યો છે. નાનપુરામાં લગ્ન પ્રસંગ હોવાથી ડીજેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિગતો મુજબ સુરતના અઠવાલાઈન્સ પોલીસ મથકના રિંકુ સહિતના ત્રણ કોન્સટેબલો સામે નાનપુરાના રહીશોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ઈજાગ્રસ્ત પૈકી એકનું કહેવું છે કે રાત્રે દોઢ વાગ્યાની અાજુબાજુ લગ્ન હોવાથી ડીજે વાગી રહ્યું હતું તેવામાં અઠવા પોલીસ સ્ટેશનના ત્રણ કોન્સટેબલ આવી પહોંચ્યા હતા. કોન્સટેબલોએ આવીને ડાન્સ કરી રહેલા લોકો પર દંડાવાળી કરી હતી અને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. રિંકુ અને અન્ય બે પોલીસવાળા…
એમસી મેરીકોમે વિશ્વ મહિલા બોકસિંગ ચેમ્પિયનશિપમાં છઠ્ઠી વખત ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ બનાવી દીધો છે. તેને 48 કિલોગ્રામ વજનના ફાઈનલમાં યુક્રેનની હન્ના ઓખોતાને 5-0થી હરાવી. તે વિશ્વ ચેમ્પિયશિપમાં છ ગોલ્ડ જીતનારી વિશ્વની પહેલી મહિલા બોક્સર બની. આ પહેલાં મેરીકોમ અન આયરલેન્ડની કેટી ટેલરના નામે પાંચ-પાંચ ગોલ્ડ હતા. કેટી હવે પ્રોફેશનલ બોકસર બની ગઈ છે. આ કારણે તે આ વખતે ટૂર્નામેન્ટમાં ઉતરી ન હતી. જીત મળ્યાં બાદ મેરીકોમે કહ્યું કે, “આ મારે માટે ઘણું મુશ્કેલ હતું. તમારા પ્રેમથી આ સંભવ થઈ શક્યું. વેટ કેટગરીથી હું સંતુષ્ટ ન હતી. 51 કેટેગરી ઓલોમ્પિકમાં મારા માટે મુશ્કેલ થશે, પરંતુ હું ખુશ છું.” હન્ના સાથેના…
આગામી છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં ભાજપ અને અન્ય ધાર્મિક સંગઠનો દ્વારા રામ મંદિર નિર્માણ માટેન હિલચાલ કરવામાં આવી રહી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શિવસેનાનાં ઉદ્વવ ઠાકરે પણ અયોધ્યા પહોંચી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વંય સેવ સંધ દ્વારા 1992 જેવું આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. અયોધ્યાને કેન્દ્ર અને રાજ્ય સરકારે ભલે પોલીસ અને અર્ધ લશ્કરી દળોની છાવણીમાં ફેરવી નાંખ્યું છે પરંતુ સમગ્ર દેશમાં ખોફનું વાતાવરણ નિર્માણ થયું છે. 1992માં અનુભવ કરનારા લોકો કહી રહ્યા છે કે 1992 અને આજની સ્થિતિમાં કોઈ ફરક જોવા મળી રહ્યો નથી. મુ્સ્લિમ સમાજમાં 1992માં આવી જ રીતે મોટા પાયા પર અસંખ્ય લગ્ન ચાલી રહ્યા હતા…
(સૈયદ શકીલ દ્વારા): રાધનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉભરતા યુવા નેતૃત્વ 43 વર્ષીય અલ્પેશ ઠાકોર સામે ખુદ કોંગ્રેસમાં મોટાપાયા પર રાજરમત રમવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોરનો રાજનીતિમાં ઉદય ઠાકોર સેના થકી થયો અને ત્યાર બાદ કોંગ્રસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના વિશ્વાસુ બનેલા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં જરાય ફાવવા નહીં દેવા માટે જે પ્રકારે ગંદો ખેલ કરવામાં આવી રહ્યો છે તેને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે તેની ગંભીર નોંધ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસ વર્તુળો મુજબ અલ્પેશ ઠાકોરને લઈ છાશવારે કોંગ્રેસ અને ભાજપના કેટલાક નેતાઓને સનેપાત ઉપડે છે. ગુજરાતભરમાં વ્યસન મૂક્તિ અભિયાન ચલાવી અલ્પેશ ઠાકોરે યુવાનોમાં જાગૃતિ સાથે નવી નેતાગીરીના બીજ રોપ્યા…
રાધનપુર પંથકમાં છેલ્લા ત્રણ માસમાં જ નર્મદાની 12 કેનાલો તૂટી જતાં હજારો લીટર પાણી વહી ગયું હતું. જે-તે સમયે રાજકીય વગ ધરાવતી સદભાવ એન્જિનિયરીંગ કંપનીને કેનાલો બનાવવા કામ સોંપાયું હતું. પરંતુ આ કંપનીએ અત્યંત નબળું કામ કરતાં વારંવાર કેનાલો તૂર રહી છે પાંચ વર્ષ સુધી મેઈન્ટેન્સની જવાબદારી ન નિભાવવા છતાં ફરી રિપેરીંગનું કરોડોનું કામ સદભાવને ભ્રષ્ટાચાર આરચાયો છે. આનંદીબેન પટેલ જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે રાજકીય દબાણથી કરોડોની કેનાલોનું કામ અમદાવાદની સદભાવ એન્જિનિયરીંગને મળ્યું હતું. પરંતુ આ કંપનીએ કરોડોની કેનાલનું કામ અત્યંત હલકી ગુણવત્તા વાળું કર્યું છે. આ બાબતે ખેડૂતોએ જે-તે સમયે મહેસૂલ પ્રધાનથી લઈને મુખ્યપ્રધાન સુધી રજૂઆતો કરી હતી. પરંતુ…
(સૈયદ શકીલ દ્વારા): ગુજરાત ભાજપના રાવણાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સખત નારાજ છે. મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે શરૂ કરેલી યોજનાઓની હાલત અદ્વરતાલ થઈ જવા પામી છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપના ભૂંડા દેખાવની વડાપ્રધાન દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થવાની વિશ્વસનીય માહિતી સત્ય ડેની મળી છે. સંઘના વર્તુળોએ આપેલી માહીતી મુજબ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કાર્યપદ્વતિથી વડાપ્રધાન મોદી ખુશ નથી. આ બન્નેને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ ત્રણ મહિનાના સમયગાળા દરિમયાન આ જોડી વડાપ્રધાન અને સંઘના…