મુંબઈમાં રવિવારના રોજ અેક સંગઠનો દ્વારા સંવિધાન બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના નેતા અજિત પવાર, કનૈયા કુમાર, ગુજરાતના વિધાનસભ્ય જિગ્નેશ મેવાણી, ભૂમાતા બિગ્રેડના તૃપ્તિ દેસાઇ, પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. સરકાર વતી સંવિધાનમાં થઇ રહેલા ફેરફાર તેમ જ સરકારની નિષ્ફળતાને પગલે આ રેલીનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ પૂર્વે પાટીદાર નેતા હાર્દિક પટેલે ઉદ્ધવ ઠાકરેની અયોધ્યાની મુલાકાતની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. મંદિર મહત્ત્વનું કે ખેડૂતોની આત્મહત્યા ? એવો સવાલ કરી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જગતનો તાત કરજના બોજ હેઠળ દબાઇને આત્મહત્યા કરી રહ્યો છે અને ઉદ્ધવ ઠાકરે મંદિરનો મુદ્દો આગળ કરીને…
કવિ: Satya-Day
બાળકોની સ્કુલબેગનું વજન ઉચક્યું છે ક્યારેય ? જો તમે ઉંચક્યું હોય તો બાળક તે કઇ રીતે ઉંચકીને શાળામાં જશે તેની ચિંતા થઇ જાય. જો તમને પણ આવી ચિંતા હોય તો તમારા માટે અહીં સારા સમાચાર છે. કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે દેશની તમામ શાળામાં ભણતા ધોરણ 1થી 10ના બાળકો માટે સ્કૂલ બેગનું વજન નક્કી કર્યું છે. આ અંગેનો પરિપત્ર પણ તમામ રાજ્યોને મોકલી તેનો ચુસ્ત અમલ કરવા આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દેશની તમામ સ્કૂલોમાં ભણતા ધો.૧થી૧૦ના બાળકો માટે ધોરણ પ્રમાણે સ્કૂલ બેગનું વજન નિશ્ચિત કર્યુ છે અને આ સાથેનો પરિપત્ર પણ તમામ રાજ્યોને મોકલી તેનો ચુસ્ત અમલ…
બોલિવુડના સિતારાઓન ઘણી વાર ધમકિયોનો સામનો કરવો પડે છે. હાલમાં જ સલમાન ખાનને એક શખ્સએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ શાહરૂખ ખાનને ધમકી મળી છે. ભૂવનેશ્વરના સ્થાનીય સંગઠન કોલિંગ સેના ઓડિશામાં શાહરૂખ ખાનના આવવાનો વિરોધ કરી રહ્યા છે. 27 નવેમ્બરે ઓડિશામાં યોજાનારા હોકી વિશ્વ કપની ઓપનિગ સેરેમનીમાં કિંગ ખાન આવવાથી સંગઠનને આપત્તિ છે. જેથી પોલીસે તેમની સુરક્ષા વધારી વધારી દીધી છે. પોલીસે હાલમાં જ જારી કરેલા એક નિવેદનમાં કલિંગ સેનાની ધમકી બાદ ઓડિશામાં શાહરૂખ ખાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારવામાં આવશે. કલિંગ સેનાએ શાહરૂખના ચહેરા પર સ્યાહી ફેકવાની ધમકી આપી છે. જણાવી દઈ કે કલિંગ સેનાએ 17…
માઇક્રોસોફ્ટ કંપનીએ 8 વર્ષબાદ એપલ કંપનીને પછાડી અમેરિકાની સૌથી મુલ્યવાન કંપની બની ગઈ છે, જેનો માર્કેટ કેપ 753.3 અરબ ડૉલર છે, જ્યારે એપલ 2010 પછી પહેલીવાર બીજા નંબર પર સરકી ગઈ છે. જેનું મુખ્ય કારણ એપલના આઈફોનનું ઘટી રહેલ વેચાણ છે. બીજી તરફ એવા પણ સમાચાર છે કે કંપની સપ્લાયર પોતાનું રોકાણ અને કાર્યબળમાં ઘટાડો કરી રહી છે. એપલ ઓગસ્ટમાં અમેરિકાની પ્રથમ 1,000 અરબ ડૉલરવાળી કંપની બની હતી, જેનો માર્કેટ કેપ ઘટીને 746.8 અરબ ડૉલર નજીક પહોંચી ગયો છે. એમેઝોન 736.6 અરબ ડૉલર સાથે ત્રીજા નંબર પર છે અને આલ્ફાબેટ (ગૂગલની પેરેન્ટ કંપની) 725.5 અરબ ડૉલર સાથે ચોથા નંબર પર…
દેશભરમાં રામમંદિરના નિર્માણની માંગણી જોર-શોરથી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત રામ મંદીરને લઈને પોતાનુ નિવેદન આપ્યું છે. રાજસ્થાનના અલવરમાં ચૂંટણી સભાને સંબોધતી વખતે તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે રામ મંદિર નિર્માણના કાર્યમાં કોંગ્રેસ ચેડા કરી રહી છે. તેમણે કહ્યું કે અયોધ્યાના કેસમાં નિર્ણયની બાબતમાં કોંગ્રેસ ખુબ મોટો દાવ રમી રહી છે. વડાપ્રધાને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના મોટા મોટા વકીલોને કોંગ્રેસ રાજ્યસભામાં મોકલવા લાગી થછે. ભાજપ પાસે હજી રાજ્યસભામાં બહુમત નથી. તેઓ રાજ્યસભામાં ખૂબ ગંદી રમત રમી રહ્યા છે. સુપ્ર4ીમ કોર્ટના વકીલ રામ મંદિર મુદ્દે દબાણ નાખે છે. તેઓ કહે છે કે 2019 સુધી…
વિશ્વ હિન્દુ પરિષદ(VHP)ના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ચંપતરાયે કહ્યું કે VHP અયોધ્યામાં રામ મંદિર માટે જમીનનો ટૂકડો નહીં આખીય જમીન જોઈએ. જમીનના ભાગલાની ઈલ્હાબાદ હાઈકોર્ટની ફોર્મ્યુલા અમને મંજુર નથી. અયોધ્યામાં આયોજિત ધર્મસભામાં રાયે કહ્યું કે જમીનના ભાગલાની ફોરમ્યુલા અમને જરાય મંજુર નથી. VHPના મહામંત્રીએ વધુમાં કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ હિન્દુઓનું સપનું છે અને તે કોઈ પણ સંજોગોમાં બનીને રહેશે. જોકે, ભાગલાના કોઈ પણ ફોર્મ્યુલાનો તેમણે ખુલાસો કર્યો ન હતો. બસ તેમણે રામ મંદિર જ જોઈએ છે અને મુસ્લિમ સમાજની લાગણીઓને ઠોકરે મારવા સિવાય વિહિપ પાસે બીજી કોઈ અપેક્ષા પણ રાખી શકાય એમ નથી. આ અંગે અયોધ્યા વિવાદના મુખ્ય અરજદાર સુન્ની…
માઇક્રોસોફ્ટ કંપનીએ 8 વર્ષબાદ એપલ કંપનીને પછાડી અમેરિકાની સૌથી મુલ્યવાન કંપની બની ગઈ છે, જેનો માર્કેટ કેપ 753.3 અરબ ડૉલર છે, જ્યારે એપલ 2010 પછી પહેલીવાર બીજા નંબર પર સરકી ગઈ છે. જેનું મુખ્ય કારણ એપલના આઈફોનનું ઘટી રહેલ વેચાણ છે. બીજી તરફ એવા પણ સમાચાર છે કે કંપની સપ્લાયર પોતાનું રોકાણ અને કાર્યબળમાં ઘટાડો કરી રહી છે. એપલ ઓગસ્ટમાં અમેરિકાની પ્રથમ 1,000 અરબ ડૉલરવાળી કંપની બની હતી, જેનો માર્કેટ કેપ ઘટીને 746.8 અરબ ડૉલર નજીક પહોંચી ગયો છે. એમેઝોન 736.6 અરબ ડૉલર સાથે ત્રીજા નંબર પર છે અને આલ્ફાબેટ (ગૂગલની પેરેન્ટ કંપની) 725.5 અરબ ડૉલર સાથે ચોથા નંબર પર…
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે અજમેર દરગાહ બ્લાસ્ટ કેસમાં ભાગતા ફરતા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સુરેશ નાયરની ધરપકડ કરી છે. અજમેર બ્લાસ્ટ અંગે નવા રહસ્યો પરથી પડદો ઉંચકાવાની શક્યતા છે. વિગતો મુજબ રાજસ્થાનમાં આવેલી અજમેર દરગાહ બ્લાસ્ટ કે જેની તપાસ એનઆઇએ દ્વારા ચાલી રહી છે, તેના વોન્ટેડ આરોપી ખેડા જિલ્લાના ઠાસરાનો રહેવાસી સુરેશ દામોદર નાયરની ધરપકડ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે કરી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના અધિકારીઓને બાતમી મળી હતી કે, સુરેશ નાયર આગામી દિવસોમાં ભરુચ પાસેના શુક્લતીર્થની મુલાકાત લેવાનો છે અને તેથી તે જગ્યાની લાંબા ગાળાની વોચ ગોઠવવામાં આવી હતી. એ.ટી.એસની એક ટીમ દ્વારા સુરેશ નાયરને તેના આગમન સમયે જ ઓળખી…
(સૈયદ શકીલ દ્વારા) : 1980માં જનસંઘમાંથી ભાજપની સ્થાપના કરવામાં આવી ત્યારથી લઈને આજદિન સુધી એટલે કે 38 વર્ષના સમયગાળા દરિમયાન ગુજરાતે ભાજપને ખોબે-ખોબે વોટ આપીને વધાવ્યો છે અને તેમાં પાટીદાર સમાજનું યોગદાન જ મહત્વનું રહ્યું છે. આજે ભાજપને દેશમાંથી સૌથી વધુ ફંડ મળતું હોય તે ગુજરાત છે અને તેમાંય વળી પાટીદારો જ અગ્ર હરોળમાં આવે છે. પુરુષોત્તમ રૂપાલાને સીએમ બનાવવાની વાત આવતા ભાજપની છાવણીમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં આની મોટાપાયા પર ચર્ચા ચાલી છે કે શું આ સાચું છે? લોકસભાની ચૂંટણી ટાણે ગુજરાતમાં આવું શક્ય છે કે કેમ? તો ચર્ચામાં આ માધ્યમથી જવાબ આપવાનો છે કે ગુજરાત ભાજપ આંદોલનકારીઓ અને…
મલાઇકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચેનો સબંધ ત્યાં સુધી પહોંચી ગયો છે કે બંનેએ એક ઘર લીધું છે. કહેવામાં આવે છે કે મલાઇકા અને અર્જુન આવતા વર્ષે લગ્નનાં બંધનમાં બંધાઈ શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તો બંનેએ નવું ઘર સાથે મળીને ખરીદ્યું છે જે મુંબઈનાં લોખંડવાલા કૉમ્પલેક્સની પાસે છે. મલાઇકા અને અર્જુન આ ઘરમાં રહેશે કે નહીં તેની જાણકારી મળશે નહીં. એટલું જરૂર છે કે અર્જુને ‘કૉફી વિથ કરણ સીઝન-6’માં રીલેશન સ્ટેટ્સ પર એવો જવાબ આપ્યો જેમનાં અફેરની ખબરો ક્યાંકને ક્યાંક સાબિત થાય છે. અર્જુન કપૂર બહેન જ્હાન્વી કપૂર સાથે કરણ જોહરનાં રીયાલિટી શૉમાં પહોંચ્યો હતો. શૉ દરમિયાન…