ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને કાલે તાબડતોડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલ ખાતે તેમના પર કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ તેમની તબિયત સ્થિર છે. તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. તબીબોના મતે પ્રદીપસિંહને ઓપરેશનથી મટી જાય તે પ્રકારનું કેન્સર છે. સોમવારે કરાયેલા ઓપરેશન પછી તેમની તબિયત સારી હોવાનું ડોક્ટરોનું કહેવું છેે. મળતી માહિતી પ્રમાણે સોમવારે ગૃહપ્રધાન પ્રદીપસિંહને સારવાર HCG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમને ગળાનું કેન્સર હોવાનું નિદાન થયું છે. ઓપરેશન પછી તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તેમને ICUનાં રૂમ. નંબર-8માં રાખવામાં આવ્યાં છે.
કવિ: Satya-Day
સોનાક્ષી સિન્હા વિરુદ્ધ ઉત્તર પ્રદેશનાં મુરાદાબાદમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેનાં પર ‘ઇન્ડિયન ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડ કંપની’એ તેનાં પર આરોપ લગાવ્યો છે. સોનાક્ષી અને તેનાં મેનેજર સહિત આ કંપની દ્વારા કૂલ 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કંપનીએ ફરિયાદમાં કહ્યું છે કે, દિલ્હીમાં શો કરવા માટે કંપની પાસેથી સોનાક્ષીનાં ખાતામાં 28 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ સાથે ટીમની ફ્લાઈટની 9 લાખ રૂપિયા સુધીની ટીકિટ બૂક કરવામાં આવી હતી પરંતુ સોનાક્ષી કોઈ પણ જાણ કર્યાં વગર કાર્યક્રમમાં પહોંચી નહોતી. ઈન્ડિયન ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડ કંપનીનાં માલિક પ્રમોદ શર્મા છે.તેમની કંપનીએ દિલ્લીનાં સીરીફોર્ટ ઓડિટોરિયમમાં ફેશન શોનું આયોજન કરાવવાનું…
ગુજરાતના ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પર 2002માં થયેલા હુમલાનો આરોપી મોહમ્મદ ફારૂક શેખને પોલીસે અમદવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. હુમલામાં 30 લોકોના મોત થયા હતા, જ્યારે 80થી વધારે લોકો ઘાયલ થયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર SP ભાગીરથ સિંહ ગોહિલે જણાવ્યું કે જેવો મોહમ્મદ ફારૂક શેખ સાઉદી અરબ રિયાધથી અમદાવાદ એરપોર્ટ આવ્યો ત્યાં તેની ધરપકડ કરી લેવામાં આવી. પોલીસે જણાવ્યું કે મંદિરમાં હુમલાની બાદ 2002 રિયાધ ભાગવાની પહેલા ફારૂક શેખ જુહાપુરામાં રહેતો હતો. તેણે જણાવ્યું કે શેખએ હુમલા પહેલા પૈસાની વ્યવસ્થા કરી હતી. ઉલ્લેખનીય છે કેc જેમાં 30 લોકોના મોત થયા હતા અને 80થી વધારે…
શહેરના વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં મોડી સાંજે પહેલા માળની દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. જોત જોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં દુકાનોની ઉપર આવેલી હોસ્પિટલમાં લોકો ફસાઈ ગયા હતા. આ કોમ્પલેક્સમાં ટ્યુશન ક્લાસ પણ આવેલું હોવાથી 50થી વધારે વિદ્યાર્થીઓ પણ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. હાલ આગ પર નિયંત્રણ મેળવી લેવાયું છે. અચાનક આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ છવાયો હતો. 10 થી 12 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. લગભગ કોમ્પલેક્ષમાં 60થી વધુ વિદ્યાર્થી ફસાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફાયરની ટીમે ક્રેન દ્વારા કોમ્પલેક્ષના કાચ તોડી બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટના…
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની હાલ ટીમ ઇન્ડિયાની ટી-20 ટીમનો સભ્ય નથી. એવી અટકળો કરવામાં આવી રહી છે કે ધોની 2019ના વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દેશે. તેથી તેના પ્રશંસકોના મનમાં એક સવાલ છે કે નિવૃત્તિ પછી ધોની શું કરશે? ધોનીએ આ વિશે વિચારવાનું શરુ કરી દીધું છે અને તે ઘણા કામો હાથ અજમાવી રહ્યો છે. ધોનીએ છત્તીસગઢના ખેલાડીઓ માટે પ્રદેશમાં એક ક્રિકેટ એકેડમી શરુ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ માટે ધોનીએ સ્પોર્ટ્સ વિભાગને એક ડ્રાફ્ટ બનાવીને મોકલ્યો છે. રાયપુરમાં શહીદ વીરનારાયણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં એેકેડમી શરુ કરવાને લઈને વાત ચાલી રહી છે. સ્પોર્ટ્સ…
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઇવીએમ) ને જંકિંગ અને ભાવિ રાજ્ય વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મતદાનપત્રો પર પાછા ફરવાની માગણી કરી એક પીઆઈએલને ફગાવી દીધી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સિસ્ટમ સાથે શંકા હંમેશા રહેશે. એનજીઓ ન્યાયા ભૂમિ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલને ચૂકાદો આપતા મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ, જેણે આ કેસ સાંભળનારા ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠની આગેવાની લીધી હતી, જણાવ્યું હતું કે: “દરેક મશીન ઉપયોગમાં લેવા અને દુરૂપયોગ કરવામાં સક્ષમ છે અને દરેક સિસ્ટમમાં શંકા હશે.” અરજદારે એવી દલીલ કરી હતી કે ઇવીએમ ચેડા કરવાના હતા અને આ રીતે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓના હિતમાં ઉપયોગમાં લેવા યોગ્ય…
ગુજરાતમાં ભારે ચકચાર જગાવનારા મગફળી કૌભાંડમાં કોંગ્રેસના તમામ નેતાઓની બોલતી બંધ થઈ ગઈ છે. ખાસ કરીને વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવડીયા, હિંમતસિંહ પટેલ વગેરેએ મગફળી કૌભાંડને લઈ ભારે ઊહાપોહ કર્યો હતો પણ આજે સ્થિતિ એ છે કે વિપક્ષ તરીકે કોંગ્રેસ પણ હવે આ મામલે નરો વા કુંજરો કરવા માંડી હોવાની છાપ ઉપસી રહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં મગફળી ગોડાઉનોમાં આગ લાગવાની એક સાથે અનેક ઘટનાઓ બની હતી. પરેશ ધાનાણીએ આકારા પાણીએ મગફળી કૌભાંડની તપાસ કરવા માટે આંદોલન શરૂ કર્યું હતું. પોલીસ ફરીયાદો નોંધવામાં આવી અને જાડા નરોને જોઈને શૂળીએ ચઢાવી દેવામાં આવ્યા પરંતુ મોટા મગરમચ્છોને ઊની આંચ પણ…
ભારતનું બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ.તે લેખિત સ્વરૂપનો દસ્તાવેજ છે.તે દેશનાં કાયદા કરતાં ચડિયાતું છે.તેમાં સત્તા પક્ષ અને લોકોના હકો સ્પષ્ટ કરાયા છે.ભારતનું બંધારણ સમવાયતંત્રી હોવા છતાં તે એકતંત્રી છે. બંધારણસભાની કામગીરી 9 મી ડિસેમ્બર 1946થી શરૂ કરવામાં આવી. બંધારણસભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ બાદ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ પસાર કર્યુ. 26 મી જાન્યુઆરી 1950થી અમલ શરૂ કરવામાં આવ્યો. 2015 માં પહેલી વખત બંધારણીય દિવસ મનાવવામાં આવ્યો હતો. 26 ડિસેમ્બર 1929ના લાહોર અધિવેશનમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ માટે લડત આપવાનો ઠરાવ કર્યો હતો .26મી જાન્યુઆરી 1930ના દિવસની સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામા આવ્યો. ભારતનું બંધારણ આમુખથી શરૂ…
અમદાવાદમાં ઈન્ટરનેટ પર જાહેરખબર જોવાના રૂપિયા આપવાની લાલચ આપીને વિનય શાહ અને ભાર્ગવી શાહ નામનું દંપતિ લોકોના રૂપિયા 260 કરોડ લઈને ફરાર થઇ ગયા હતા. આ કૌભાંડનો સૂત્રધાર વિનય શાહ અંતે ઝડપાયો છે. નેપાળ પોલીસે વિનય શાહને કાઠમંડુની હોટલમાંથી ઝડપી લીધો છે. વિનય શાહ તથા ભાર્ગવી શાહ નામના આ દંપતિએ થલતેજમાં વર્લ્ડ ક્લેવરેક્સ-આર્ચર ડીજી કંપનીના નામે ઓફિસ ખોલીને લોકોને કરોડોમાં નવડાવી દીધા છે. આ કૌભાંડ પછી વિનય શાહ ભાગીને નેપાળમાં જતો રહ્યો હતો જ્યારે તેની પત્ની ભાર્ગવી શાહ દીલ્હીમાં છે તેવા અહેવાલ મળ્યા હતા. સમગ્ર રાજયમાં હાલ ચર્ચાસ્પદ બનેલા વિનય શાહના એકના ડબલ કરી આપવાની સ્કીમનું ઉઠામણું થઈ ગયા બાદ…
ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમમાં ખુબ લાંબો સમય પસાર કર્યો અને હાલમાં પણ તેઓ પ્રશાસકની ભૂમિકામાં કોઇને કોઇ પ્રકારે પોતાનું યોગદાન આપતા રહે છે. આવનારા દિવસોમાં વિશ્વકપ 2019ની ચર્ચા અને ઝડપ પકડશે અને દિગ્ગજનોના નિવેદનો સાથે તેની શરૂઆત થઇ ચૂકી છે. સૌરવ ગાંગુલી અનુસાર હાલની ભારતીય ટીમનાં મોટા ભાગના ક્રિકેટર આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાનારા ક્રિકેટ વિશ્વકપમાં રમશે. જ્યારે સૌરવ ગાંગુલીને મહેન્દ્ર સિંહ ધોની વિશે પૂંછવામા આવ્યું જેઓ ગત કેટલાક સમયથી સારા ફોર્મમાં નથી અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમમાં પણ તેને સ્થાન આપવામા આવ્યુ નથી તેના પર ગાંગુલીએ કહ્યું,’તે (ધોની) એક ચેમ્પિયન છે. ટી-20 વિશ્વકપ જીત્યા…