ગુજરાતમા નેતૃત્વ પરિવર્તનની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનને લઈ વિશદ અને ગહન ચર્ચા કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવા માટે ભાજપ સંઘની તરફ મીટ માંડીને બેઠું છે ત્યારે સંઘની કોર ગ્રુપની મીટીંગમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન અને નવા મુખ્યમંત્રી કોને બનાવવા તે માટે મંત્રણા કરવામાં આવી હોવાનું વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે. ‘સત્ય ડે’ દ્વારા અગાઉ લખાયું તેમ ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવા માટે સંઘ પરિવાર સક્રીય થયું છે. ગુજરાતની દશા અને દિશા બન્ને અટવાઈ પડતાં સંઘ પરિવાર દ્વારા ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરી નવા મુખ્યમંત્રી તરીકે પુરુષોત્તમ રૂપાલાને…
કવિ: Satya-Day
સુરતમાં સ્વામી નારાયણના સાધુનાં કેસમાં સમાધાનની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો બોટાદના બરવાળા તાલુકામાં સાધુ દ્વારા કામ કરવા આવતી સગીરા પર દુષ્કર્મ આચરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી સાધુની ધરપકડ કરી છે. આ ઘટનામાં પણ સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુની સંડોવણી ખુલી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોટાદના બરવાળા તાલુકાના રોજીદ ગામમાં સ્વામી નારાયણનું આશ્રમ આવેલું છે. આશ્રમમાં કામ કરવા આવતી સગીરાને પટલાવી, ફોસલાવીને સાધુ ઋષિ પ્રસાદદાસ રામજીદાસ દ્વારા આશરે ત્રણેક મહિના પહેલાં આ જ વિસ્તારની સગીરાને આશ્રમમા ઝાડુ-કટાકા મારવા માટે નોકરી પર રાખવામાં આવી હતી. સાધુ દ્વારા માત્ર આશ્રમ જ નહી પણ ઘરે પણ ઝાડુ-વાસણ કરવા માટે…
રાજ્યમાં માર્કેટીંગ યાર્ડમાં આગ લાગવાની વધુ એક ઘટના બની છે. હવે રાજકોટનાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી છે. માર્કેટિંગ યાર્ડમાં મરચાની હજારો બોરીઓનો સ્ટૉક હતો જેમાં આગ લાગી હતી. આ ભયંકર આગમાં મરચાની ગાંસડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ભયંકર આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતુ. આ કારણે માર્કેટયાર્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની ગાંસડીઓમાં આગ લાગતા આગનાં ગોટેગોટા જોવા મળ્યા હતા અને મરચાની ગાંસડીઓ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી…
સુરતમાં અંધશ્રદ્ધાની અજીબોગરીબ ઘટના આવી સામે આવી છે. પહેલા માળેથી પટકાયેલા બાળકને જીવી જવાની આશાએ મંદિરે લઈ જવામાં આવ્યો હતો.સુરતના અંબાજી મંદિર લઈ જઈ બાળક જીવિત થાય તેની વિધિ કરવામાં આવી હતી. પણ બાળક જીવિત ન થતા ફરી દફન વિધિ કરવા ઘરે લઈ જવામાં આવ્યો હતો. દફન વિધિ માટે મરણ દાખલાની જરૂર હોવાથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા મામલો બહાર આવ્યો હતો. સુરત પાંડેસરામાં રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયેલા બે વર્ષના બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. જોકે મૃત બાળક ફરીથી જીવિત થવાની આશા સાથે પરિવાર બાળકના મૃતદેહને બળજબરીથી પીએમ રુમમાંથી સાથે લઈ ગયો…
ભરૂચમાં ખનન પ્રવૃત્તિએ જોર પકડ્યું છે. ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ત્રણ પૈકી એક કર્મચારીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો મુજબ ભરૂચના રતનપોર પાસે આવેલી KCL પાસે આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં વિભાગના ત્રણ કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો, ખાણ ખનીજ વિભાગના કર્મચારી કેયુર રાજપરા સહિત અન્ય સ્ટાફ સાથે ઓરપટાર, જૂની તરસાલી ખાતે ચાલતી લીઝની ચેકીંગ માટે ગયા હતા. ચેકીંગ કરી પરત ફરી રહેલા સ્ટાફે ટ્રકને અટકાવી હતી અને બિલ્ટી તથા રોયલ્ટી પાસ માંગ્યો હતો. સ્ટાફે ટ્રક અટકાવતા અને ચેકીંગ કરતા રોયલ્ટી પાસ નહીં બતાવી શકેલા શખ્સોએ…
છેલ્લા લગભગ 15 દિવસથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તેમના વેડીંગને લીધે ખુબ ચર્તચામાં છે. તેમણે તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. લગ્ન સમાપ્ત થયા બાદ તરત જ રિસેપ્શનની તારીખ નક્કી કરવામાં આવી. 21 નવેમ્બર મુંબઇમાં રિસેપ્શન યોજાયું તો આજે એટલે કે 28 નવેમ્બરના રોજ યોજાનારા રિસેપ્શન પર તમામની નજર છે. જે લોકો એ વિચારીને કન્ફ્યૂઝ થઇ રહ્યાં છે કે કેટલા રિસેપ્શન હશે. તેઓને જણાવી દઇએ કે આજે એક રિસેપ્શન બાદ 1 ડિસેમ્બરે ફાઇનલ રિસેપ્સન હશે. આજે, 28 નવેમ્બરની પાર્ટી મુંબઇની ફાઈવ સ્ટાર હોટેલ ગ્રાન્ડ હયાતમાં હશે. 1 ડિસેમ્બરનું રિસેપ્શન પણ ખાસ હોટલમાં હશે. આ સ્વાગતનું આમંત્રણ કાર્ડ પણ ખૂબ…
સુરતમાં હાલમાં જ દિવાળીનું વેકેશન પૂરુ થયું છે, વેપારીઓ વિધિવત રીતે ફરી ધંધામાં લાગી ગયા છે. પરંતુ શરૂઆતમાં જ એક માઠા સમાચાર આવતાં સુરતની હીરા બજારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વેપારીઓની ચર્ચા પ્રમાણે દુબઇ સ્થિત એક હીરા વેપારીએ 35 કરોડનું ઉઠામણું કર્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દુબઇમાં હીરાનો વેપાર કરનાર એક જૈન વેપારીએ ઉઠામણું કરતાં સુરતના વેપારીઓ મૂંજાયા છે. દુબઇ રહેતો વેપારી મુંબઇ અને સુરતના વેપારીઓ પાસેથી હીરા ખરીદતો હતો, આ વેપારીએ 35 કરોડમાં ઉઠમણું કર્યાની ચર્ચા થઇ રહી છે. તો ઉઠમણાની જાણ થતાં જ સુરત અને મુંબઇ હીરા બજારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ઉત્તર ચીનમાં આવેલ એક કેમિલ પ્લાન્માં બ્લાસ્ટ થયો છે. એક મળતાં અહેવાલ મુજબ આ બ્લાસ્ટમાં 22 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 22 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ચીનના હેબેઈ પ્રાંતમાં કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 22 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 22 જેટલા ગંભીર રીતે દાઝ્યા છે. હેબેઈ પ્રાંતમાં આવેલા કેમિકલ પ્લાન્ટમાં આ બ્લાસ્ટ થયો છે..ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જોકે વિસ્ફોટનું કારણ હજુ પણ અકબંધ છે. બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધે તેવી પણ શક્યતા સેવવામાં આવી રહી છે.
WhatsApp પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી રોકવા માટે ભારત સરકારે નવો કાયદો અમલમાં મુકવાની તૈયારી કરી છે. વોટ્સએપ ગૃપમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી વધારે પ્રમાણમાં શેર કરવામાં આવે છે અને તે હવે ગંભીર સમસ્યા બની ગઈ છે. આ અંગે મળતી માહિતીનુસાર સરકારે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એક્ટમાં કેટલાક સંશોધન કરવાની તૈયારી કરી છે. આ સંશોધન અનુસાર જો કોઈ WhatsApp પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી ક્લિપ શેર કરશે તો તેને સાત વર્ષની સજા થઈ શકે છે. આ સજામાં ગુનેગારને કોઈ જામીન પણ મળશે નહીં. આ સજા ઉપરાંત તે વ્યક્તિએ દંડ પણ ભરવો પડશે. પ્રસ્તાવિત કાયદા હેઠળ તમામ યૂઝર્સ માટે જરૂરી હશે કે તેની પાસે કોઈ…
સુરતના એક વ્યક્તિનો દસ્તાવેજ જોઇને તમે બે ઘડી દંગ રહી જશો. મિલ્કત ખરીદી અને તે પણ પોતાના નામે દસ્તાવેજ કરાવવો તેનો આનંદ કંઇક અલગ હોય છે. ત્યારે સુરતમાં દસ્તાવેજનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ થયો છે. સુરતમાં સૌ પ્રથમ વખત ચાંદીના દસ્તાવેજની નોંધણી થશે. વેસુના એડવોકેટ અરુણ લાહોટી આ નોંધણી કરાવશે. નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં તેની નોંધણી કરવામાં આવશે. તેમાં 2.600 ગ્રામ ચાંદી અને 10 ગ્રામ સોનું છે.જેથી કુલ મળી રૂ 1.81 લાખનો દસ્તાવેજ થશે. આ દસ્તાવેજ બનાવમાં 4 મહિનાનો સમય લાગ્યો છે. તેમજ દસ્તાવેજમાં 200 અમેરિકન ડાયમંડ પણ લગાવામાં આવ્યા છે. સુરતના વેસુ વિસ્તારમા રહેતા રીટા ચાંદકએ રીંગરોડ વિસ્તારમા દુકાન ખરીદી…