ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)માં ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (IPR)નો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ કરીને આત્મવિશ્વાસ વધતા પેટન્ટ એજન્ટની પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યામાં વધારો થતાં ગુજરાતને વધુ પેટન્ટ એજન્ટો ઉપલબ્ધ બનશે એવા અણસાર સાંપડ્યા છે. આ વખતે પેટન્ટ એજન્ટની પરીક્ષા આપનારાઓમાં 25 ઉમેદવારો એવા હતા કે જેમણે GTUમા કોર્સ કરીને પેટન્ટ એજન્ટની પરીક્ષા આપી હતી. ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગની મોટી કંપનીઓમાં આવી લાયકાત ધરાવતા ઉમેદવારોની માંગ વધી છે. GTUએ તાજેતરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન IPR કોર્સની ચોથી બેચમાં પ્રવેશની જાહેરાત કરી તેને વ્યાવસાયિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. GTU અને અન્ય કોઈપણ યુનિવર્સિટીના અનુસ્નાતક અથવા Ph.Dના વિદ્યાર્થીઓ કે તે ઉત્તિર્ણ કરી ચૂકેલી…
કવિ: Satya-Day
પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ટૂંક સમયમાં લગ્નના તાંતણે બંધાવવા જઈ રહ્યા છે. પરંતુ આ લગ્નનમાં સૌથી મહત્ત્વની વિધિ કન્યાદાન પર સૌની નજર હશે કે આખરે પ્રિયંકાનું ક્યાદાન કોણ કરશે.પ્રિયંકા ચોપરા તેની માતા મધુ ચોપરાથી બહુ જ ક્લોઝ છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પ્રિયંકાનું ક્યાદાન તેની માતા નથી કરવાની. લગ્નની તૈયારીઓ ખૂબ જોરશોરથી ચાલી રહી છે. ઉમેદ ભવનમાં પ્રિયંકાની સંગીત સેરેમની હશે. મીડિયા અહેવાલ અનુસાર પરિણીતી ચોપરાના માતા પિતા રીના અને પવન ચોપરા પ્રિયંકાનું કન્યાદાન કરશે. . તેવામાં 1 ડિસેમ્બરે હિન્દુ રિતી રિવાજ અને 2 ડિસેમ્બરે ક્રિશ્ચ્યન રિવાજ અનુસાર લગ્ન થશે
સામાન્ય રીતે સામાજીક ઝઘડા, વ્યાજખોરોનો ત્રાસ, પાક નિષ્ફળ જવાથી કે પછી પ્રેમમાં પાગલ થયેલા લોકો આત્મહત્યાનો રસ્તો અપનાવતા હોય એવા કિસ્સાઓ રોજબરોજના જીવનમાં આપણે અનેકવાર જોયા હશે પરંતુ સુરતમાં એક એવો આત્મહત્યાનો કિસ્સો બન્યો છે જેનું કારણ જાણીને તમારા હોશ ઉડી જશે. વાત જાણે એમ છેકે માથાના આગળના વાળ ઓછા હોવાથી તણાવ અનુભવતા સુરતના ઉગત ગામના યુવકે ફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. મળતી માહિતી પ્રમાણે સુરતના ઉગત ગામમાં આવેલી સત્તાધાર સોસાયટીમાં રહેતા 23 વર્ષીય હાર્દિક અશોકભાઇ પટેલની બુધવારે સવારે ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પરિવારજનોએ તેને ફાંસો ખાધેલી હાલતમાં જોતા હેબતાઇ ગયા હતા. તેને નીચે…
સુરત પોલીસ દ્વારા આજ રોજ પાસ કન્વીનર ધાર્મિક માલવિયા સહિત પાસ કાર્યકર યોગેશ કુંભાણી, આકાશ વાટલીયા, મૌલિક નસીત, મહેન્દ્ર બાલધા, તુષાર કાછડીયાની ધરપકડ કરાઇ છે. પબ્લિક પ્રોપર્ટી ડેમજ અને રાયોટીંગના ગુનામાં સરથાણા અને પુણા પોલીસે ધરપકડની કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે સુરતના સરથાણા વિસ્તારમાં બીઆરટીએસ બસ અને સ્ટેન્ડને નુકસાન થતા આ ધરપકડની કાર્યવાહી કરાઇ છે.
ઈસરો અંતરીક્ષ ક્ષેત્રે એક પછી એક હરણફાળ ભરી રહ્યું છે. ત્ હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ અને 8 દેશોના 30 અન્ય સેટેલાઈટ લોન્ચ કરશે. ઈસરો પોતાના પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ સી-43 દ્વારા ગુરુવારે સવારે 9.59 કલાકે શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટરમાંથી આ સેટેલાઈટ લોન્ય કરશે. પીએસએલવીની આ 45મી ઉડાન હશે. અંતરિક્ષ ક્ષેત્રે ઈસરો એક બાદ એક સિદ્ધિઓ મેળવી રહ્યું છે. ઈસરોના સ્પેસ વ્હીકલ પીએસએલવી સી-43 મારફતે 31 સેટેલાઈટ એક સાથે લોન્ચ કરશે. ઈસરો ભારતનો હાઈપરસ્પ્ક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટની સાથે 8 અન્ય દેશોના 30 સેટેલાઈટ લોન્ચ કરશે. આ માટે બુધવારે સવારે 5.58 કલાકથી કાઉન્ટડાઉન શરૂ કરી દેવાયું હતું. ઈસરોએ જણાવ્યું કે ભારતનો ઈમેજિંગ સેટેલાઈટ…
CBIના ડાયરેક્ટર અલોક વર્મા અને જોઈન્ટ ડાયરેક્ટર એ.કે.શર્માને બુધવારે દિલ્હી હાઈકોર્ટ દ્વારા સીવીસીના ઑફિસમાં તપાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સીવીસી પાસે CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે એફઆઈઆર સંબંધિત કેસની ફાઇલ છે. ન્યાયમૂર્તિ નજમી વાજીરીએ ગુરુવારે આલોક વર્માને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ઑફિસમાં જવા માટે મંજુરી આપી હતી.રાકેશ અસ્થાનાની વિરુદ્વ લાંચ લેવાની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે. દિલ્હી કોર્ટે સાતમી ડિસેમ્બર સુધી અસ્થાનાની વિરુદ્વ કાર્યવાહી કરવા પર બ્રેક મારી સ્ટેટ્સક્વો જાળવી રાખવાનો આદેશ કર્યો હતો. કોર્ટમાં સીલબંધ કવરમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી કોર્ટે અસ્થાના, કુમાર અને મધ્યસ્થી મનોજ પ્રસાદની જુદી જુદી અરજીઓ સાંભળી હતી, જેના વિરુદ્ધ એફઆઈઆર રદ…
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને બુધવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે “મજબૂત” અને “સિવિલાઈઝ્ડ” સંબંધ ઇચ્છે છે, અને ઉમેર્યું કે તેમના દેશના “નાગરિક અને લશ્કરી નેતૃત્વ એ આ જ પૃષ્ઠભૂમિ પર કાર્ય કરી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે 70 વર્ષથી આપણે એકબીજા સાથે લડતા રહ્યા છીએ. ભારત પાકિસ્તાન પર આંગળીઓ ચિંધે છે, અને પાકિસ્તાન ભારત પર આંગળીઓ ચિંધે છે. બંને બાજુએ ભૂલો થઈ છે, પરંતુ આપણે આ દોષ-રમત રમવા કેટલો સમય કરવો જોઈએ? દર વખતે આપણે એક પગથિયું આગળ લઈ જઈએ છીએ, અમે બે પગથિયાં પાછળ પાડીએ છીએ. કતરપુર સાહિબના કોરિડોરના ભૂમિપુજન સમારંભમાં બોલતા ઈમરાન ખાને કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો…
પાટીદાર અનામત આંદોલન સમિતિના આંદોલનકારી હાર્દિક પટેલે કોંગ્રેસના ધારાસભ્ય અને પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ધેરાવ કરવાની જાહેરાત કરી હતી. આજે ધોરાજી ખાતે સમિતિની બેઠક મળી હતી. હાર્દિક પટેલે અગાઉ માંગ કરી હતી કે પાટીદાર સમાજનો સરવે કરવામાં આવે અને તે પ્રમાણે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કહ્યું હતુ કે સરવે કરવામાં આવશે. ત્યાર બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિએ ગુજરાત ઓબીસી કમિશનને પાટીદારોનો સરવે કરવા માંગ કરી હતી. ધોરાજી ખાતે હાર્દિક પટેલે જણાવ્યું કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા ખાનગી બીલ રજૂ કરવામાં આવે તે માટે પરેશ ધાનાણીના ઘરનો ઘેરાવ કરવામાં આવશે. અત્રે યાદ રહે…
સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા ભરીમાતા ટ્રાન્સપોર્ટેશન સેન્ટર ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં કચરા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ આઠ દિવસે સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયક હરકતમાં આવ્યા અને નોટીસ પણ આપી પરંતુ નોટીસ આપવાનું કારણ એવું આપ્યું કે જાણે કોન્ટ્રાક્ટરે કોઈ કૌભાંડ જ કર્યું નથી. નોટીસની વિગત જોતાં એવું લાગે છે કે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ પોતાના સોલિડ વેસ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે. આવું હતું સ્ટીંગ ઓપરેશન… નોટીસની વિગતો મુજબ સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર, હેલ્થ એન્ડ હોસ્પિટલ આશિષ નાયકે કચરાનો નિકાલ કરતા કોન્ટ્રાક્ટર ઈકો વિઝન એન્વાયરમેન્ટલ રિસોર્સીને નોટીસ આપી છે. આ નોટીસ…
સોશિયલ મીડિયા એપ અથવા ચેટિંગ એપને લઇને હાલમાં પણ લોકો પોતાને સુરક્ષિત અનુભવતા નથી. તેઓને લાગે છે કે તેઓનાં ચેટિંગને કોઇનાં પણ દ્વારા એક્સેસ કરી શકાય છે અને તેઓની ખાનગી વાતો પણ સાર્વજનિક થઇ જાય છે. હમણાં જ તાજેતરમાં ફેસબુકનાં અનેક લાખ યૂઝર્સનો ડેટા એક વેબસાઇટ પર વેચવામાં આવી રહેલ છે. ડેટા લીકની તમામ ખબરોની વચ્ચે ભારતમાં એપ લોન્ચ થઇ કે જેનું નામ છે ‘ડાયરેક્ટ બાત’. આ એપને આધારે આપ મેસેજિંગની સાથે સાથે ફાઇલ શેરિંગ, ઓડિયો ફાઇલ અને વીડિયો કોલિંગ પણ કરી શકો છો. ડાયરેક્ટ બાતને લઇને કંપનીનો એવો દાવો છે કે આ એપમાં સુરક્ષાને લઇને આપે કોઇ પણ પ્રકારની…