સુરતમાં એવી ઘટના સામે આવી છે કે જેના અંગે જાણી તમે ચોંકી જશો. સામાન્ય રીતે પતિ પત્ની પર અત્યાચાર ગુજારતા હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે.પરંતુ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પત્નીએ પતિ પર ચારિત્ર્યની શંકા કરી બંને આંખો ફોડી નાંખી. હદ તો ત્યારે થઇ પતિની આંખો ફોડીને પાછો ફોન કરી ખુદ પત્નીએ જ 108ને જાણ કરી. ક્રાઇમમાં પંકાયેલા પાંડેસરાની આ ઘટના જાણી દરેક લોકો ચોંકી જાય છે. મળતી માહિતી પ્રમાણે પત્નીને શંકા હતી કે તેના પતિનું કોઈ અન્ય મહિલા સાથે ચક્કર ચાલી રહ્યું છે. આથી તેણીએ તેના પર ચપ્પાથી હુમલો કરીને પતિની આંખો જ ફોડી નાંખી હતી. બનાવ બાદ…
કવિ: Satya-Day
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની- રિપ્લેસમેન્ટ સર્જરી માટે ગુરૂવારે તેમને મુંબઈ સ્થિત બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્શુયા હતા. આજે તેમના ઘુંટણના ભાગે સર્જરી થશે. રવિવારે તેમને રજા આપી દેવાય તેવી શક્યતાઓ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રીના કાર્યલયે નીતિન પટેલ બે અઠવાડિયા સુધી સચિવાલય નહી આવે તેમ જણાવ્યુ હતુ. બે- અઢી વર્ષથી તેમને ઘુંટણના ઘસારાથી તકલીફ હતી. સતત વ્યસ્તતાને કારણે નીતિન પટેલ કામચલાઉ સારવાર લઈ રહ્યા હતા. યુનિકમ્પાર્ટમેન્ટલ ની-રિપ્લેસમેન્ટ એ લેટેસ્ટ આર્થોપ્લાસ્ટી છે. આ સર્જરીમાં ઘુંટણના ત્રણ કમ્પાર્ટમેન્ટ પૈકી જ્યાં સૌથી વધુ ઘસારો હોય ત્યાં રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે. જે એક સામાન્ય સર્જરી છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડો. અરૂણ મુલાની ટીમ…
ગુજરાત સરકારમાં હવે સત્તાવાર રીતે વ્હોટ્સએપની એન્ટ્રી થઈ ચુકી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે અને રોજીંદા કામમાં સોશિયલ મીડિયા અને વ્હોટસએપ જેવા માધ્યમોનો ઉપયોગ કરવાના નિર્દેશ અપાયા છે. આપદા સંકલન અને સરકારની રોજીંદી બેઠકોની માહિતી વ્હોટસએપ કે, સ્કાયપ જેવા માધ્યમોથી મેળવવા માટે વિભાગે પરિપત્ર કર્યો છે. ઈ-મેઈલ માટે પણ સરકારી બાબુઓને અનુરોધ કરતો પરિપત્ર કરાયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રોજીંદા કામ માટે અધિકારીઓ અને વિભાગોના વડા ગુજરાત સરકાર દ્વારા ઈ-મેઈલની ઉભી કરાયેલી વ્યવસ્થાનો ઉપયોગ કરે. આ સાથે જ પરિપત્રમાં વિભાગના વડા અને સચિવો માટે સ્માર્ટફોન ખરીદવા ઉપરાંત ફીડબેક અને રિસ્પોન્સ સેલ ઉભો કરવા…
ભારતીય જનતા પાર્ટીએ તેલંગણા વિધાનસભાની ચૂંટણી માટે ગુરુવારે એક ચોંકાવનારી જાહેરાત કરી છે અને કહેવામાં આવ્યું છે કે જો અમારી પાર્ટી સત્તામાં આવશે તો દર વર્ષે એક લાખ લોકોને મફતમાં ગાય આપવામાં આવશે. સાથે સાથે ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીનું ધિરાણ, સ્નાતકોને મફત લેપટોપ અને દારૂનું વેચાણ પણ નિયમિત કરવા માટેનાં વચન આપવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 7 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. આ જાહેરાત પત્ર બીજેપીનાં રાજ્ય ઇકાઈનાં મુખ્ય પ્રધાન કે. લક્ષ્મણે રજૂ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પક્ષ સત્તામાં આવશે તો પૈસા અને ઘન આપશે. તેમજ બીજા પ્રલોભન આપતા કહ્યું કે ‘બલાત…
એક તરફ ગુજરાતમાં પાટીદારોને અનામત મળે તે માટે છેલ્લા સાડા ત્રણ વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા અનામત બિલ સર્વાનુમતે પસાર થતા મરાઠાઓને અનામત મળવાનો માર્ગ મોકળો થયો છે. ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકારે રજૂ કરેલા બિલને કોંગ્રેસ-એનસીપી સહિત તમામ પાર્ટીઓએ સમર્થન આપતા વિધાનસભા અને વિધાનપરિષદ એમ બંને ગૃહોમાં સર્વાનુમતે બિલ પસાર થયું હતું. ગુજરાતમાં પાસના કન્વીનરો અનામતની માંગ સાથે ફરી ઓબીસી પંચની કચેરીએ પહોંચ્યા હતા. તો આ તરફ રાજપૂત સમાજ પણ અનામતની માગણી સાથે પછાત વર્ગની ઓફિસે પહોંચ્યા હતા. જ્યા રાજપૂત સમાજના આગેવાનોએ રાજપૂત સમાજને અનામત આપવાની રજૂઆત કરી છે. જો કે પાસના સભ્યોએ ઓબીસી પંચના…
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા માટે તૈયારી દર્શાવી છે. ભારત સાથે શાંતિ સંવાદ માટેના તેમના કોલનું પુનરાવર્તન કરતાં પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ગુરુવારે કહ્યું હતું કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાટાઘાટ કરવા માટે તૈયાર છે કારણ કે તેમણે સ્વીકાર્યું હતું કે આતંકવાદ ઈસ્લામાબાદના હિતમાં નથી. ભારત દ્વારા કહેવામાં આવ્યું છે કે આતંકવાદ અને શાંતિ વાટાઘાટો એક સાથે થઈ શકે નહીં. ભારતની માંગ રહી છે કે પાકિસ્તાન પ્રથમ ક્રોસ બોર્ડર ટેરરિઝમને ખતમ કરે અને આતંકવાદીઓને આશ્રય આપવાનું બંધ કરે. વિદેશ બાબતોના પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓ બંધ…
મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠાઓને 16 ટકા અનામત આપવાનું બીલ પાસ થઈ ગયા બાદ અપેક્ષા મુજબ જ ગુજરાતમાં પાછલા સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને વેગ આપવામાં આવી રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે આજે કહ્યું કે આગામી દિવસોમાં પાટીદાર અનામતની માંગને વધુ મજબૂતાઈ આપવા માટે વિશાળ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાટણ ખાતે ઉત્તર ગુજરાતના કન્વિનર-સહ કન્વીનરોની આજે બેઠક યોજાઈ હતી..મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને 16 ટકા અનામત આપતા સરકારે આજે વિધાનસભામાં બિલ પસાર કર્યું. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની લડાઈ વધુમાં વધુ મજબૂત બને એ હેતુથી આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતમાં સૌથી મોટું મહિલા સંમેલન યોજાશે. હાર્દિક…
સાસણ પાસે આવેલા દેવળિયા સફારી પાર્કમાં આજે સવારે વિફરેલો એક સિંહ વન કર્મચારી પર હુમલો કરી તેને જંગલમાં ઉપાડી ગયાની ઘટના સામે આવી છે. ઝૂનનમાં આવી ગયેલા આ સિંહે ટ્રેકરને બચાવવા આવેલી વન ખાતાની અન્ય ટૂકડી ઉપર પણ હુમલા કર્યા હતા. દરમિયાન સિંહે એક ફોરેસ્ટર તથા અન્ય વન કર્મચારી ટ્રેકરને પણ ગંભીર રીતે ઘાયલ કર્યાનું સામે આવ્યું છે. સિંહને કંટ્રોલ કરવા 100થી વધુ અધિકારી-કર્મચારીઓ સહિતના સ્ટાફે કવાયત શરૂ કરી દીધી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બે ટ્રેકર સવારે પોતાનું રુટિન કામ કરી રહ્યા હતા. એ દરમિયાન વિફરેલા સિંહે એક ટ્રેકર નામ રજનીભાઈ નાથાભાઈ કેશવાલા પર હુમલો કરી દીધો. એટલું…
ધીમે ધીમે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીની લહેર પ્રસરી રહી છે. હવે ઠંડીનો અહેસાસ થવા લાગે છે. દિવસનું મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ નોંધાઇ રહ્યું છે. જોકે, આગામી એક બે દિવસમાં સુરત શહેરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટડો થવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મળતા આંકડા પ્રમાણે સુરતમાં બુધવારે મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં ભેજનું પ્રમાણે 49 ટકા અને પવન નોર્થ વેસ્ટ દિશાનો પ્રતિ કલાક પાંચ કિલોમીટરની ઝડપના નોંધાયા હતા. નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે. પરંતુ શહેરમાં ઠંડીની મોસમ હજી પણ જામતી નથી. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડી અનુભવાઇ છે. હવામાન…
મહારાષ્ટ્ર વિધાનસભાએ ગુરુવારે સર્વસંમતિથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હેઠળ મરાઠા માટે 16 ટકા આરક્ષણ પ્રસ્તાવ પસાર કર્યો હતો. શૈક્ષણિક શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે બેઠકોની અનામત અને મરાઠાને જાહેર સેવાઓની પોસ્ટ્સ જે સામાજિક અને શૈક્ષણિક રીતે નાગરિકના પાછા વર્ગ તરીકે જાહેર કરવામાં આવે છે, તેમાં હવેથી મરાઠાઓને અનામતનો લાભ મળશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા અનામત બીલ સર્વાનુમતે પસાર થતાં ગુજરાતમાં પાટીદારો માટે અનામત બીલ ક્યારે પસાર થશે એ પ્રશ્ન વઘુ ઘૂમરાશે અને હાર્દિક પટેલના નેતૃત્વમાં અનામત આંદોલન વેગ પકડશે એવું લાગે છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે બિલ રજૂ કર્યું હતું., બિલને સર્વસંમતિથી પસાર થવા માટે કોંગ્રેસ, એનસીપીના સહિતના તમામ વિપક્ષનો સભ્યોનો…