બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નમાં સામેલ થવા માટે અંબાણી પરિવાર જોધપુર પહોંચી ગયો છે. અંબાણી પરિવાર તરફથી મુકેશ અંબાણી, ઈશા અંબાણી, પુત્ર અનંત અંબાણી અને તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ અને પત્ની નીતા અંબાણી લગ્નમાં સામેલ થવા માટે જોધપુર ઉમ્મેદ પેલેસ પહોંચ્યા છે. 11 ડિસેમ્બરના ઈશા અંબાણીના પણ લગ્ન છે, છતા પ્રિયંકાના લગ્ન પહેલા જ ઉમ્મેદ ભવન પેલેસ પહોંચી છે. પ્રિયંકાના બેચલર પાર્ટીમાં ઈશા અંબાણી પણ જોવા મળી હતી.પ્રિયંકાના લગ્નમાં આશરે 100 મહેમાન આવશે. આ તમામ મહેમાનો માટે હોટલના તમામ રૂમ બુક કરવામાં આવ્યા છે. પ્રિયંકા અને નિક માટે મહારાજા સ્યૂટ અને મહારાની સ્યૂટ બુક છે. આ લગ્નમાં…
કવિ: Satya-Day
બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને દિલ્લી હાઈકૉર્ટે 3 મહિનાની જેલની સજા ફટકારી છે. ટ્રાયલ કૉર્ટે સામે એક સમજુતીની રકમ રાજપાલ યાદવ આપી શક્યો નહોતો. આ મામલે કડક વલણ અપનાવતા હાઈકૉર્ટે રાજપાલ યાદવને 3 મહિનાની સજા સંભળાવી છે. 2010માં રાજપાલ યાદવે 5 કરોડની લોન લીધી હતી, પરંતુ આ રકમને ના ચુકવી શકતા લોન આપનાર વ્યક્તિએ કૉર્ટની મદદ લીધી હતી. કૉર્ટમાં આ વર્ષે સમજુતી થઈ હતી કે રાજપાલ યાદવ 10 કરોડ 40 લાખ રૂપિયા પરત કરશે, પરંતુ જ્યારે રાજપાલ યાદવે આ રકમ ના ચુકાવી તો કૉર્ટે તેને જેલ મોકલી દીધો. ઇન્દોર નિવાસી સુરેન્દર સિંહ પાસેથી રાજપાલ યાદવે પોતાના અંગત કારણો આપીને કેટલીક રકમ…
જાણો ભારતીય સંવિધાન પારિત એ કાયદા માટે, જેના કારણથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન રજિસ્ટર થશે નહીં… ઇટલીમાં લગ્ન કરીને અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણએ એક એવી ભૂલ કરી દીધી છે, જે કારણથી એમના લગ્નનું રજિસ્ટર થઇ શકશે નહીં. તેઓના મેરેજ એક કાયદાકીય ગૂંચમાં ફસાઇ ગયા છે. વાસ્તવમાં ઇટલીમાં લગ્ન દરમિયાન વિદેશી લગ્ન અધિનિયમ, 1969ના નિયમ ફોલો કર્યા નથી. ચલો તો જાણીએ શું છે વિદેશી વિવાહ અધિનિયમ 1969 અને શું છે એની જોગવાઇ? વિદેશી લગ્ન અધિનિયમ 1969 પ્રમાણે વિદેશમાં જો કોઇ ભારતીય લગ્ન કરે છે તો એમને ત્યાં સ્થિત ભારતીય દૂતાવાસને એની જાણકારી આપવાની હોય છે. દૂતાવાસમાં ઘણા…
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ટેલિકોમ્યુનિકેશનને મોટો ફટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને કેન્દ્ર સરકાર દ્વારા એનઓસી આપવા માટે બે દિવસની અંદર જ 14 અબજ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. હકીકત એ છે કે રિલાયન્સ જીઓને આરકોમને પોતાનો સ્પેકટ્રમ વેચવા માંગે છે. કંપનીએ આ માટે સરકાર પાસેથી એનઓસી લેવાની રહે છે. એનઓસીના બદલામાં કેન્દ્ર સરકારને આરકોમ દ્વારા ગેરંટી આપવાનું કહેવામાં આવ્યું હતું. કંપનીએ આ આદેશના વિરુદ્વ એપેલેટ ટ્રીબ્યુનલમાં દાદ માંગી હતી. કોર્પોરેટ ગેરંટીના રૂપિયા ચૂકવ્યા બાદ જ આરકોમ પોતાનો હિસ્સો રિલાયન્સ જીઓને વેચી શકશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રિલાયન્સ કોમ્યુનિકેશનની સબસીડરી કંપની રિલાયન્સ રિઆલિટી લિમિટેડ તરફથી કોર્પોરેટ ગેરંટી જારી કરવામાં…
પાછલા સાડા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા અને ભાજપ સરકારની નીતિઓ વિરુદ્વ પ્રચાર કરતા યુવા નેતા હાર્દિક પટેલ જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ વિરુદ્વ પ્રચાર કરશે નહીં. વાંચીને આંચકો લાગ્યો હોય તે હવે આગળ વાંચો કે શું કારણ છે. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને માત્ર ત્રણ કલાકમાં જ મંત્રી બનેલા કુંવરજી બાવળીયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપની આખી ફોજ કામે લાગી ગઈ છે. પરંતુ 2015થી ભાજપની નીતિ-રીતિઓની ટીકા કરી પ્રચાર કરતો હાર્દિક પટેલ આ વખતે ભાજપ વિરુદ્વ પ્રચાર કરશે નહીં. પ્રચાર નહીં કરવાનું કારણ એ છે કે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનના અન્ય પ્રોગ્રામોમાં બિઝી છે. પાટીદાર…
એક પછી એક સ્ટાર્સ પોતાના લગ્નની જાહેરાત કરી રહ્યા છે. એવામાં રાખી સાવંતે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નનું કાર્ડ જારી કરીને એવું જાહેર કર્યું છે કે એ 31 ડિસેમ્બરે અમેરિકાના લોસ એન્જેલિસમાં લગ્ન કરવાની છે. હવે સ્વાભાવિક છે ડ્રામા ક્વિન દુલ્હન બનશે તો દુલ્હો પણ ડ્રામા કિંગ હોવો જોઇએ, રાખીનો દુલ્હો રાજા છે દીપક કલાલ. ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના કન્ટેસ્ટેન્ટ દીપક તલાલ એ ખુશનસીબ છે જેની સાથે રાખી સાવંત આ વર્ષે 31 ડિસેમ્બરે અમેરિકાના લોસ એન્જિલેસમાં સાત ફેરા ફરશે. જો કે રસપ્રદ વાત તો એ છે કે લોસ એન્જિલેસમાં થનારા રાખી અને દીપકના લગ્નમાં જે પણ જવા ઇચ્છે એ જઇ શકે…
(સૈયદ શકીલ દ્વારા): ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વહેતી થયેલી ચર્ચામાં રાજકીય જાણકારો સત્ય ડેના અહેવાલ અંગે દાંત કાઢી રહ્યા છે ત્યારે ભાજપ હાઈકમાન્ડની ભીતરમાં નેતૃત્વ પરિવર્તનને લઈ ભારે ચૂપકીદી સેવવામાં આવી રહી છે તો પણ વાતોની વાત એવી છે કે ગુજરાતમાં વિજય રૂપાણીને બદલીને નવા સીએમ બનાવવા માટે ભાજપ હાઈકમાન્ડે મન મક્કમ કરી લીધું છે. ગુજરાતમાં જે પ્રકારે આનંદીબેનને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા છે એ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ હજમ થઈ ન હતી. ગુજરાત વિધાનસભામાં ચૂંટણીને અમિત શાહ અને ગુજરાતની નેતાગીરીએ મોટા ઉપાડે દેકારો મચાવ્યો હતો પણ છેવટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીને માથા પર લીધી હતી અને ભાજપ હારતાં-હારતાં…
અયોધ્યાના રામ મંદિર નિર્માણને લઈ હવે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ફાઉન્ડર મસૂદ અઝહરે ધમકી આપી છે. અઝહરે બાબરી મસ્જિદને લઈને 9 મિનિટની ઓડિયો ક્લિપ જાહેર કરી છે. આ ઓડિયો ક્લિપમાં અઝહર ધમકી આપી રહ્યો છે કે જો ભારત બાબરી મસ્જિદના સ્થળે રામ મંદિર બનાવશે તો દિલ્હીથી કાબુલ સુધી મુસ્લિમ છોકરાઓ બદલો લેવા તૈયાર છે. તેણે કહ્યું કે, અમે લોકો મોટાપાયે તબાહી ફેલાવવા માટે તૈયાર છીએ. આ ઓડિયોમાં મસૂદ અઝહરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ ઝેર ઓક્યું. તેણે કહ્યું કે, આ બધું મોદી ચૂંટણી માટે કરી રહ્યા છે. અઝહરે દાવો કર્યો છે કે કાબુલ અને જલલાબાદમાં ભારતીય સંસ્થાનોને નિશાન બનાવવામાં આવી હતી.…
ગુજરાતમાં દારૂબંધીનું અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે તેવી આલબેલ પોકારતી ગુજરાતની ભાજપ સરકારના ગાલને રાતો કરતી ઘટના સુરતમાં બની છે. સુરતમાં છડેચોક દારુનું વેચાણ થઈ રહ્યું હોવાનો પુરાવો બાઈક અકસ્માતમાં રસ્તા પર વેરાયેલી દારુની બોટલો રૂપે મળી આવ્યો છે. વિગતો મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં ગત મોડી રાત્રે શીતલ ચાર રસ્તા નજીક દારૂ સાથે જઈ રહેલો યુવાન અન્ય બાઈક સવાર સાથે અથડાયો હતો. સામ-સામે બાઈક ભટકાતા એક બાઈક સવારની બાઈક પર મૂકેલી દારુની બોટલનો બોક્સ રસ્તા પર વિખરાઈ ગયો હતો અને રસ્તા પર દારુની બોટલ અને દારુ રેલાઈ ગયું હતું. રસ્તા પર દારૂની બોટલો રસ્તા પર પડી જતાં લોકોએ દારૂની…
કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કેન્દ્ર સરકાર એક બિલ પસાર કરવા જઇ રહી છે જેમાં પ્રાણીઓના ઉપયોગ પર પ્રતિબંધ લગાવામાં આવશે. આ વિધેયક પાસ થયા બાદ સર્કસમાં કોઇપણ પ્રાણી જોવા મળશે નહી. સિંહ, વાઘ છેલ્લા ઘણા સમયથી સર્કસ સાથે જોડાયેલા રહ્યાં, જો કે તેના પર પહેલાથી જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવે ઘોડા, ગેન્ડો, હાથી, કુતરા વગેરે પણ સર્કસમાં જોવા મળશે નહીં. આ નિયમ બનાવવા પાછળ છેલ્લા ઘણા સમયથી પશુ કાર્યકર્તાઓની માંગ હતી. આ બિલ પસાર થયા બાદ પ્રાણીઓ સાથે કોઇ દુર્વ્યવહાર નહી થાય અને આ નાની જગ્યા પર રહેવા માટે મજબૂર નહી બને. તેની…