માનવધિકારો માટે કામ કરતા ગેર સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો. સાધ્યું છે. મોદી પર નિશાન તાકીને એમનેસ્ટી ઈન્ટરનેશનલે ટ્વિટ કર્યું છે કે પીએમ મોદીએ માનવધિકારની રક્ષાનું વચન આપ્યું હતું પરંતુ વડાપ્રધાન માનવધિકાર કાર્યકર્તાઓ અને એવા સંગઠનોને નિશાન બનાવી રહ્યા છે. જ્યારે બીજેપીએ એમનેસ્ટીના આ આરોપોનો વળતો જવાબ આપ્યો છે. બીજેપીએ કહ્યું કે, એમનેસ્ટી ઈન્ટરનેશનલ સંસ્થા પીએમ મોદીના પાછળ પડી છે. બીજેપીનું કહેવું છે કે, આ સંસ્થા દુનિયામાં ભારતને બદનામ કરી રહી છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલે પીએમ મોદી પર આરોપ લગાવતા કહ્યું કે, ભારત જેવી મોટી શક્તિને માનવધિકારની રક્ષા કરવી જોઇએ. શક્તિશાળી નેતા આ…
કવિ: Satya-Day
ઉનામાં 2 દિવસ પહેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 યુવાનોના પરિવારજનોએ ડોકટરને માર મારી તોડફોડ કરી હતી. જે મામલે ડોક્ટરે ઇમરજન્સી સેવાઓ બંધ કરી છે. ઊનાના તમામ ડોકટરો દ્વારા આ ઘટનાના વિરોધમાં અને તોડફોડ કરનાર ટોળા વિરુદ્ધ કાર્યવાહી ન થાય ત્યાં સુધી ઇમરજન્સી સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
ફરજમાંથી મૂક્ત કરાયેલા સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માની મુશ્કેલીઓ વધતી નજરે પડી રહી છે. તેમના પર 36 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શુક્રવારે હરિયાણાની જમીનના સંપાદન કેસમાં ખેડુતો વતી વકીલપત્ર દાખલ કરનાર વકીલ જસબીરસિંહ મલિકે સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના દ્વારા આલોક વર્મા અંગે કેબિનેટ સચિવને કરવામાં આવેલી ફરીયાદનો ઉલ્લેખ કરી કહ્યું કે સીબીઆઈ ડાયરેક્ટરને જમીનનો કેસ બંધ કરવા માટે 36 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. વકીલ જસબીરસિંહે કહ્યું કે સીબીઆઈ દ્વારા વારંવાર તપાસ માટે સમય માંગવામાં આવે છે જે અંગે શંકા થાય છે. કોર્ટે વકીલનેં સંબંધિત ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે અને…
કાશી પીઠના શંકરાચાર્યએ ભાજપની રામ મંદિર અંગેની ઈચ્છાશક્તિ પર આરોપ મૂક્તા કહ્યું કે ભાજપની મંશા મંદિર નિર્માણને લઈ પ્રમાણિક નથી. ભાજપ તો માત્ર 2019ની ચૂંટણીમાં રાજકીય લાભ લેવા માટે આવા સ્ટંટ કરાવી રહ્યો છે અને મંદિર મુદ્દાને ઉછાળી રહ્યો છે. હનુમાનજી અંગે રાચરિત માનસમાં લખાયું છે કે કાંધે મૂજ જનેઉ સાજે. આનો સીધો મતલબ થાય છે કે હનુમાન બ્રાહ્મણ હતા, દલિત ન હતા. શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદે કહ્યું કે કાયદો બનાવી રામ મંદિર અંગેનો પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકાવો જોઈએ. જેના આધારે મંદિર નિર્માણનો રસ્તો આસાન થઈ શકે. પરંતુ ભાજપ સરકાર એવું ન કરી માત્ર મુદ્દાને મીડિયા અને પ્રદર્શનોમાં મારફત ઉછાળી…
સુરતમાં આવેલા સત્યમ ફાઉન્ડેશન આશ્રમના યોગગુરૂ પ્રદિપ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. યોગગુરૂએ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા સાત પાનાની સુસાઇડ નોટ લખીને 10 જેટલા સાધકો દાનમાં આપેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરીને પરત માંગે છે તેવો આક્ષેપ કર્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરમાં આવેલા કામરેજ ધોરણ પરડીમાં એક આશ્રમ આવેલો છે. જે સત્યમ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે. જ્યાં યોગગુરૂ પ્રદીપજી લોકોને યોગ શીખવાડે છે. તેમણે કપાસના પાકમાં છાંટવાની દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. યોગગુરૂએ આપઘાત કરતા પહેલા સાત પાનની સ્યૂસાઇડ નોટ લખી છે. જેમાં સાઘકો તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ કરી છે.…
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને રાજકીય નિવેદનબાજીમાં ગરમાટો આવ્યો છે તો રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પર ખૂબ સક્રીય થઈ ગયું છે. અયોધ્યામાં મંદિર નિર્માણની કવાયતમાં જોડાયેલા સંઘે પાટનગર નવી દિલ્હીમાં યાત્રા કાઢી છે. દિલ્હીમાં સંકલ્પ યાત્રા નવ દિવસ ચાલશે. યાત્રાનો પ્રારંભ ઝંડેવાલા મંદિરથી શરૂ થયો. આ યાત્રા નવ ડિસેમ્બરે સમાપ્ત થશે. બીજી તરફ વિહિપ દ્વારા ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં સ્વદેશી જાગરણ મંચ અને સંઘની ઈકોનોમિક વિંગ પણ સામેલ છે. અયોધ્યામાં મંદિર નિર્માણ માટે સંઘ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. દેશભરમાં મંદિર માટે માહોલ બનાવવામાં આવી રહ્યો છે. અત્રે નોંધીનય છે કે સંતો અને વિશ્વ હિન્દુ…
એવું કહેવાય છે કે જે પાર્ટીનો ઉમેદવાર વલસાડ લોકસભાની સીટ જીતે છે તેની કેન્દ્રમાં સરકાર બને છે. 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને વલસાડ બેઠક પર સૌ કોઈની નજર રહે તે સ્વભાવિક છે. હાલ વલસાડ સાંસદ તરીકે ભાજપનાં કેસી પટેલ છે. સાંસદ તરીકે કેસી પટેલની કામગીરી કેવી રહી હતી તે વલસાડની પ્રજા જાણે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કપરાડાની બેઠક ભાજપે ગુમાવ્યા બાદ કેસી પટેલે શિક્ષકોને ચેતવણી આપી હતી ત્યારથી તેઓ વિવાદમાં આવ્યા હતા. ત્યાર બાદ દિલ્હીની મહિલાએ તેમના પર ખોટા આરોપ મૂક્યા અને એ મહિલાને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવી હતી. કેસી પટેલની સાંસદ તરીકેની કામગીરી અંગે મિશ્ર…
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ.ડબલ્યૂ. બુશનું નિધન થયું છે. તેમને લો બ્લડ પ્રેશર અને ઈન્ફેક્શનના કારણે મે મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સાથે જ તેમને પર્કિંસનની પણ તકલીફ હતી. તેઓ લાંબા સમયથી બિમારીને કારણે વ્હીલચેર પર હતા. બુશના પરિવારે શુક્રવારે મોડી રાત્રે આ જાણકારી આપી હતી. તેમના દીકરા અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે એક નિવેદનમાં જણાવ્યું કે, જેબ, નીલ, માર્વિન, ડોરો અને મને આ જાહેર કરતાં ખૂબ દુખ થઈ રહ્યું છે કે, 94 વર્ષનું યાદગાર જીવન જીવ્યા પછી અમારા પ્રિય નેતાનું નિધન થઈ ગયું છે. જ્યોર્જ ડબ્લ્યુ બુશના પ્રવક્તાએ તેમનું આ નિવેદન ટ્વિટર દ્વારા જાહેર કર્યું…
સુરત શહેર કોંગ્રેસમાં હોદ્દો મેળવવા માટે લાંબી લાઈન લાગેલી છે. અમિત ચાવડાએ સુરત શહેર કોંગ્રેસની કમાન વરિષ્ઠ કોંગ્રેસી નેતા બાબુ રાયકાને સોંપ્યા બાદ રાયકા માટે સૌથી મોટી મોકાણ વર્ષોથી સુરત શહેર કોંગ્રેસમાં પેંઘા પડેલા અને શોભાના ગાંઠીયા જેવા નેતાઓના બદલે નવા ચહેરાઓને સ્થાન આપવાની છે. હાલ સુરત શહેર કમિટીની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. વર્ષોથી જૂથવાદનો અખાડો બનેલી સુરત કોંગ્રેસને વધુ બહેતર કરવા માટે બાબુ રાયકાના માથે મોટી જવાબદારી છે. કોંગ્રેસની ચાદી તો મોટી હોય છે પણ હોદ્દેદારો સુદ્વાં કોંગ્રેસના કાર્યક્રમોમાં હાજર રહેતા નથી. વારેઘડીએ એકનાં એક જ ચહેરાઓ વારાફરતી કોંગ્રેસમાં જોવા મળે છે. વર્તમાન પ્રમુખ બાબુ રાયકા નિવડેલ…
સરકારની કૃષિ વિરોધી નીતિ સામે રાજધાની દિલ્હી ખાતે સેંકડો ખેડૂતોએ કેન્દ્ર સરકાર સામે મોરચો માંડયો છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોની આવકનું સ્તર પણ સતત કથળતું જઇ રહ્યું છે. ગુજરાતનો એક ખેડૂત મહિને સરેરાશ રૃપિયા ૩૫૨૩ની જ ચોખ્ખી આવક મેળવે છે. ભારતના જે રાજ્યોમાં ખેડૂતોની ચોખ્ખી આવક સૌથી ઓછી હોય તેમાં ગુજરાત નવમાં સ્થાને છે. ગુજરાતનો ખેડૂત વિવિધ સ્ત્રોતમાંથી દર મહિને સરેરાશ રૃપિયા ૫૭૭૩ની આવક મેળવે છે અને જેમાંથી રૃપિયા ૨૨૫૦નો ખર્ચ થાય છે. આમ, તેની ચોખ્ખી આવક રૃ. ૩૫૨૩ જ હોય છે. ‘પોકેટબૂક ઓફ એગ્રિકલ્ચર સ્ટેટિસ્ટિક્સ-૨૦૧૭’માં આ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. હરિયાણા, પંજાબની સરખામણીએ ગુજરાતના ખેડૂતોની આવક ત્રીજા ભાગની છે.…