દમણનાં સોમનાથમાં આવેલી ફ્લેર પેન બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 12 જેટલા ફાયરોએ આગને 8 કલાકની જહેમત બાદ કાબુમાં લીધી હતી. દમણનાં સોમનાથ ખાતે આવેલી પેન બનાવતી ફ્લેર પેન નામની કંપનીમાં મોડી રાતે ભીષણ આગ લાગતા ભાગદોડ મચી ગયી હતી. પેન બનાવતી કંપનીમાં કેમિકલ હોવાથી આગે જોત જોતામાં જોર પકડ્યું હતું. ઘટનાની જાણ દમણ અને વાપીનાં ફાયરને થતા શરૂઆતમાં 4 જેટલા ફાયરોએ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આગ કંપનીનાં ત્રીજા માળે લાગી હતી જેને કાબુમાં લેવાનાં પ્રયાસો નિષ્ફળ જતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો, જેને પગલે વલસાડ જિલ્લામાં સરીગામ, ઉમરગામ, વાપી જીઆઈડીસી, વલસાડ અને પારડીની…
કવિ: Satya-Day
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન બાદ મંગળવારે દિલ્હીમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ મહેમાન બન્યા હતા. પીએમ મોદીએ આ નવપરણિત કપલને શુભકામના પાઠવી હતી. રિસેપ્શનમાં પ્રિયંકા સાથે તેના સસુર પૉલ જોનાસ, સાસુ ડેનિસ જોનાસ, માતા મધુ ચોપડા સહિત સમગ્ર પરિવાર નજર આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અને નિક જોનાસે પહેલી અને બીજી ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ પેલેસમાં ખ્રિસ્તી અને હિંદુ રીતિ રિવાજોથી લગ્ન કર્યા હતા.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી જુદી-જુદી પરીક્ષાઓમાં ગેરરીતી થાય અથવા તો છબરડા થાય અને પ્રશ્નપત્ર ફૂટી જાય તે વાતમાં હવે કોઈ નવાઈ જેવું રહ્યું નથી. પરંતુ હાલમાં એવી વિગતો બહાર આવી છે કે યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા કેલેન્ડર મા ડિસેમ્બર મહિનામાં એક જ મહિનામાં બે વખત તારીખ 28 મી દર્શાવવામાં આવે છે. આ મહિનાનું કેલેન્ડર જોઈને યુનિવર્સિટી કેમ્પસમાં હાલ એવી રમૂજ ચાલી રહી છે કે યુનિવર્સિટી તંત્ર ને પરીક્ષાનું સંચાલન કરતા તો નથી આવડતું પરંતુ વાર્ષિક કેલેન્ડર બનાવતા પણ નથી આવડતું. હાલમાં આ વાર્ષિક કેલેન્ડર યુનિવર્સિટી ના કર્મચારીઓ દ્વારા whatsapp પર વાયરલ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ…
પૂર્વ ભારતીય બોટ્સમેન ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી સન્યાસ લઇ લીધો છે. મંગળવારે તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર સંદેશ દ્વારા પોતાના સન્યાસની જાહેરાત કરી. 37 વર્ષના ગંભીરે ભારત તરફથી પોતાની છેલ્લી ટેસ્ટ 2016માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રાજકોટમાં રમાઇ હતી. તેમણે આંતરરાષ્ટ્રીય કરિયરમાં 58 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 41.95ની સરેરાશે 4154 રન બનાવ્યા, જેમાં નવ સદી સામેલ છે. ગંભીર 147 વનડે ઇન્ટરનેશનલમાં 39.68ની સરેરાશથી 5238 રન બનાવ્યા. જેમાં 2011 વર્લ્ડ કપ ફાઇનલની તે 97 રનોની શાનદાર ઇનિંગ છે, જેથી ભારતને બીજા વર્લ્ડ કપ પર જીત મેળવી હતી. વનડેમાં તેમણે 11 સદીવાળી ઇનિંગ્સ રમી હતી. ગંભીરે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં…
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યુઇંગ ગેલેરી પર જવાની બે પૈકી એક લીફટ ત્રણ કલાક સુધી બંધ રહેતા પ્રવાસીઓએ પોતાના પૈસા રીફંડ માગી હોબાળો મચાવ્યો હતો. દરમિયાન કર્મચારીઓ ભાગી જતાં પોલીસ સાથે પ્રવાસીઓને માથાકુટ થઇ હતી. બાદ પોલીસે પ્રવાસીઓને સમજાવતા મામલો થાળે પડયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનીટી નિહાળવા દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડયા છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનીટીના લોકાર્પણના એક મહિના બાદ પણ મેનેજમેન્ટના અભાવે પ્રવાસીઓને હજુ પણ ઘણી તકલીફો વેઠવી પડે છે. રવિવારે ૨જી ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનીટી જોવા 11043 પ્રવાસીઓ ઉમટી પડયા હતા. દરમિયાન આ પ્રવાસીઓનો એક લોટ 11 કલાકે વ્યુઇંગ ગેલેરી પર જવા લીફટ પાસે ગયા હતા. ત્યારે એ લીફટ…
નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધી વિરુદ્વ ઈન્કમટેક્સ રિએસએસમેન્ટની કાર્યવાહી કરવાનો આદેશ આપી મોટી લપડાક આપી છે. કોર્ટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની નાણાંકીય વર્ષ 2011-12 માટે આવકનું ફરી મૂલ્યાંકન કરવા માટે આદેશ આપ્યા છે. જોકે, કોર્ટે જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી આવકવેર વિભાગને પોતાની કાર્યવાહી કરવા અંગે સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની અરજીના ગુણદોષ પર કોઈ અભિપ્રાય આપી રહી નથી. સુપ્રીમ કોર્ટે 2011-12ના કેસને ફરી ખોલવાની મંજુરી આપતા કોંગ્રેસમાં ખળભળાટ વ્યાપી ગયો છે. જસ્ટીસ એ.કે.સિકરી, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસ.અબ્દુલ નઝીરની બેન્ચે…
સુરતમાં ઘણી વાર પ્રતિબંધિત અને ગેરકાયદેસર રીતે દવાઓનો જથ્થાઓ પકડાઈ આવે છે. આજ રોજ વરાછામાં ઉમિયાધામ મંદીર પાસેથી ગેરકાયદેસર રીતે વેંચવામાં આવતી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનામાં વરાછા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં કોરેક્ષ નામની દવાની બોટલમાં આલ્કોહોલ ભરેલી 259 બોટલો મળી આવી હતી. આ દવાનું વેચાણ કરતા આરોપીઓને પોલીસે વરાછાના ઉમિયાધામ સર્કલ પાસેથી પકડ્યા હતા, જેમાં પોલીસે મહારાષ્ટ્રના રહેવાસી સઈદ રફીક શાહ અને કય્યુમ કોસર શેખની ધરપકડ કરી છે. વરાછા પોલીસે આ તમામ બોટલોને મેડિકલ ટેસ્ટ માટે મોકલી છે.
સુરતના વરાછા વિસ્તારમાં આજ રોજ સુરત મહાનગર પાલિકા દ્વારા લંબે હનુમાન રોડ પર આવેલા મંદિરને તોડી નાખવાની નોટીસ આપતા લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. લોકોએ રસ્તા પર ભીડ એકઠી કરી રસ્તો બંધ કરી દીધો હતો. વરાછા વિસ્તારમાં લંબે હનુંમાન પર આવેલું તાડ દેવી માતાનું મંદીર 1948 થી આ રસ્તા પર સ્થિત છે. જે રસ્તા પર એકદમ મધ્યમાં આવેલું છે. ટ્રસ્ટ દ્વારા મંદીરનું રજીસ્ટ્રેશન હોવા છતા મહાનગર પાલિકા દ્વારા સાત દિવસમાં તેને તોડી નાખવાની નોટીસ ફટકારતા સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો હતો અને તેમણે રસ્તા પર ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
લોક રક્ષક દળની પરીક્ષાના પેપર લીક મામલે ગાંધીનગર પોલીસે વધુ એક યુવકની અટકાયત કરી છે. પોલીસે વહેલી સવારે ત્રણ વાગ્યે આ મામલે અરવલ્લી જિલ્લામાંથી પ્રિતેશ નટવર પટેલ નામના 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પ્રિતેશે મનહર પટેલ પાસેથી પેપર ખરીદ્યું હોવાનું જાણવા મળ્યું છે. એલઆરડીપેપર લીક કાંડમાં બાયડ તાલુકો એપી સેન્ટર બની રહ્યાનું સામે આવી રહ્યું છે. કારણ કે પેપર લીક કાંડ મામલે આ પહેલા મનહર પટેલની ધરપકડ તેમજ જયંત રાવલ નામના બીજેપીના કાર્યકરની અટકાયત કરવામાં આવી ચુકી છે. હવે પ્રિતેશ પટેલની પણ અરવલ્લી બાયડ તાલુકાના રસોમ ગામથી અટકાયત કરવામાં આવી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પ્રિતેશને વહેલી સવારે…
(સૈયદ શકીલ દ્વારા): ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ સર્વપ્રથમ પેટાચૂંટણી જસદણમાં યોજાઈ રહી છે. ભાજપે કોંગ્રેસમાંથી આવેલા અને માત્ર ત્રણ કલાકમાં જ કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળીયાને લડાવ્યા છે તો કોંગ્રેસે કુંવરજીના એક વખતના સાથી અવસર નાકીયાને ટીકીટ આપી છે.અવસર નાકીયાની ઉમેદવારીથી બાવળીયા છાવણીમાં છૂપો ફફડાટ છે તો ભાજપમાં પણ બધુ સમુંસુતરું નથી. ભાજપના પાયાના કાર્યકરો અને નેતાઓ કુંવરજીને સહન કરવાના મતના નથી કારણ કે કુંવરજીની જીત ભાજપના કેટલાય નેતાઓને હાંસીયા પર ધકેલી દેશે અથવા તો તેમની રાજકીય કરિયરનું ઉઠમણું પુરવાર કરનારી બની રહેશે. થોડી વાત બદલીએ. લોક રક્ષક દળની ભરતીનું પેપર લીક થયું અને તેમાં ભાજપના જ નેતાઓ અને કાર્યકરોની…