પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા ને સુરત માં રાજદ્રોહ ના ગુનામાં જમીન મળ્યા બાદ અમરોલી માં 307 ના ગુણ માં પણ કોર્ટે જમીન આપ્યા હતા. અલ્પેશ ને જામીન મળતા પાસ કન્વીનર હાર્દિક પટેલ લાજપોર જેલ ખાતે અલ્પેશને મળવા પહોંચ્યો હતો. જોકે ત્યાં અલ્પેશ સાથે મુલાકાત નહીં થતા હાર્દિક અલ્પેશ ના પરિવારજનોના મળવા તેના ઘરે ગયી હતો.અલ્પેશ ના પરિવારજનો એ હાર્દિક નું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અલ્પેશ ની માતા એ હાર્દિક ને જમાડયો હતો. અલ્પેશ ને જમીન બાદ હવે પાસ ની અનામતની લડાઈ કઈ દિશામાં જાય છે તેના પર સૌની મિત મંડાયેલી છે. હાર્દિકે મીડિયા સામે રૂપાણી સરકાર ની ઝાટકણી કાઢી હતી…
કવિ: Satya-Day
કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ દ્વારા સમગ્ર દેશના બાળસુરક્ષા ગૃહના બાળકો માટે હોંસલા 2018 રમત ગમતનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યુ હતુ.જેમાં ગુજરાત રાજ્ય માંથી પસંદગી પામેલા 34 બાળકો પૈકી ધરાસણા બાળ સુરક્ષા ગૃહની અમિત સાનકરએ ઉંચી કૂદમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ગુજરાતમાંથી એકમાત્ર સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ તારાબેન ખાંડાવાલા તેમજ સ્ટાફ દ્વારા તેની સન્માન કરાયું હતું. ભારત સરકારના કેન્દ્રીય મંત્રી દ્વારા હોંસલા 2018 અંતર્ગત દેશના તમામ બાળસુરક્ષા ગૃહના બાળકો માટે દિલ્હી ખાતે રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે ગુજરાત રાજ્યમાંથી 34 બાળકો આ સ્પર્ધા માટે પસંદગી પામ્યા હતા.જેમાં વલસાડ…
બોલીવૂડ સિંગર મીકા સિંહને બ્રાઝીલની એક મોડલ સાથે છેડતી અને અશ્લીલ તસવીરો મોકલવાના કારણે સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈ પોલીસે ધરપકડ કરી છે. મીકા સિંહ પર બ્રાઝીલની 17 વર્ષની એક મોડલે ફરીયાદ કરી હતી કે તેમણે અશ્લીલ તસવીરો મોકલી છે. મીકા સિંહ આ પહેલા બોલીવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંતને 2016માં પોતાના જન્મદિવસની પાર્ટીમાં કિસ કરવાને લઈને વિવાદમાં ફસાયા હતા. મીકા સિંહને દુબઈની મુરક્કાબાત પોલીસે ગુરૂવારે સવારે 3 વાગ્યે ધરપકડ કરી છે. c અને ત્યારે રાખી સાવંત તેના સપોર્ટમાં આવી હતી અને કહ્યું હતું કે મીકા હવે બદલાઈ ગયો છે. 2015માં દિલ્હીમાં એક પ્રોગ્રામમાં મીકા સિંહે સ્ટેજ પર ચડેલા પોતાના એક ડૉક્ટર…
આ બનાવની વિગત અનુસાર થાઇલેન્ડની પોલીસે લગ્નના બોગસ દસ્તાવેજો જમા કરાવવાના આરોપમાં આજે દસ ભારતીય પુરુષો અને 24 થાઇ મહિલાઓની ધરપકડ કરી છે. થાઇલેન્ડ પોલીસ અનુસાર આ ઘટનામાં 20 ભારતીયો હજુ પોલીસ પકડથી બહાર છે. પોલીસ અનુસાર આરોપીઓએ જિલ્લા અધિકારી પાસે બોગસ દસ્તાવેજ રજુ કર્યાં જેથી કરી ત્યાંનું નાગરિકત્વ મળી જાય. આ ભારતીયોએ 24 થાઇ મહિલાઓ સાથે પૈસા આપી બોગસ લગ્ન કર્યા. થાઇલેન્ડના એક અધિકારી અનુસાર આ ઘટનામાં દસ ભારતીયો અને છ થાઇ મહિલાઓ હજુ પોલીસ પકડથી દુર છે. પોલીસ અનુસાર ભારતીય પુરુષોઓએ મહિલાઓ સાથે બોગસ લગ્ન કરવા માટે પાંચ હજાર ચુકવ્યાં હતા. આ ઘટના સપાટી પર આવ્યા બાદ દેશમાં…
ભારત અને યુએઈએ સીમાચિહ્નરૂપ કરાર કર્યો છે. ભારત અને યુએઈ હવેથી પોતાની કરન્સીમાં વેપાર કરશે. ડોલરની જગ્યાએ ભારતીય રૂપિયો અને યુઈએના દિરહામને વેપાર માટે ચલણી બનાવવાના કરાર પર મંજુરીની મહોર મારવામાં આવી છે. બન્ને દેશો આશરે 50 બિલિયન ડોલરનો દ્વિપક્ષી વેપાર કરે છે. ભારત અને યુએઈ વચ્ચે વેપારમાં સૌથી મોટી ભાગીદારી માનવામાં આવે છે. બન્ને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અનેક રોકાણ કર્યા છે. ખાસ કરીને આયાત અને નિકાસને વૃદ્વિ આપવા માટે બન્ને દેશોએ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે. ભારતનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની બે દિવસીય મુલાકાત દરમિયાન તાત્કાલિક અસરથી કરારનો અમલ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. યુએઈનાં વિદેશ…
છેલ્લા એક વર્ષથી સરકાર તરફ નજર તાકીને બેસેલા રાજ્યના સરકારી-અર્ધસરકારી તેમ જ રિટાયર્ડ કર્મચારી માટે આનંદના સમાચાર છે. આ કર્મચારીઓને સાતમું વેતન પંચ આપવા સંદર્ભેનો અહેવાલ બક્ષી સમિતિએ બુધવારે રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. બક્ષી સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં કર્મચારીઓને પગારમાં 17 ટકાના વધારાની ભલામણ કરવામાં આવી છે. 1લી જાન્યુઆરી, 2016થી આ વધારો લાગુ કરવામાં આવશે. વેતનવધારાનો લાભ 25 લાખ કર્મચારી અને રિટાયર્ડ કર્મચારીઓને મળશે. ફેબ્રુઆરી, 2019માં આ વેતનવધારો કર્માચારીઓને મળશે. રાજ્યના સરકારી કર્મચારીઓને ઝડપથી સાતમા પગાર પંચનો લાભ આપવા સરકારે નિર્ણય લઈ લીધો છે. સરકારના વર્તમાન કર્મચારીઓ, નિવૃત કર્મચારીઓ તેમજ અર્ધ સરકારી કર્મચારીઓને પણ સાતમા પગાર પંચના લાભ મળશે.…
દીક્ષા નગરી સુરતમાં ફરી એક વખત સગા ભાઈ-બહેન દીક્ષા લેશે, શહેરના કપડા વેપારી નિર્મલ મારુનાં બે બાળકો ફેબ્રુઆરીના રાજસ્થાનના ઉદયપુરમાં આચાર્ય રામલાલ મહારાજના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરશે. તેઓની શોભાયાત્રા સુરતના સમતાભવનથી નીકળી અગ્રસેન ભવન સુધી સમાપ્ત કરવામાં આવી હતી.. સુરતના કાપડ વેપારી નિર્મલને બે બાળકો છે, નીરજ મારુ 13 વર્ષીય અને 11 વર્ષીય સમતા બંન્ને ભાઈ બહેને નાની ઉંમરે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે કરોડપતિ સમૃદ્ધ પરિવાર હોવા છતાં બંને મુમુક્ષુઓ દીક્ષા લેવા જઈ રહ્યા છે. સમતા અને નીરજ બંન્ને ભણવામાં ખૂબ જ હોશિયાર છે. નીરજ ધોરણ 7માં એ પ્લસ ગ્રેડ હાંસલ કર્યું હતું અને સમતાએ પણ ધોરણ પાંચમાં એ…
દુનિયાની મોટી ટેક કંપની ગૂગલ પોતાની મેસેજનર એપ Alloને શટડાઉન કરી રહી છે. આને કંપનીએ સપ્ટેમ્બર 2016માં લોન્ચ કરી હતી. જોકે, ગૂગલની આશા પ્રમાણે આ એપ લોકપ્રિય થઈ શકી નહતી અને હવે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૂગલે બ્લોગ પોસ્ટમાં કહ્યું છે, ‘Allo માર્ચ 2019 સુધી ચાલશે પછી બંધ થઈ જશે. તમારા જૂના કનવર્સેશન અને વર્તમાન ચેટ્સ આ એપથી એક્સપોર્ટ કરી શકશો. ગૂગલે કહ્યું કે, તેમને એલોના કારણે ઘણું બધુ શિખવા માટે મળ્યું છે, તેમાંય ખાસ કરીને મશીન લર્નિંગ આધારિત ફિચર્સ અને ગૂગલ આસિસ્ટેંટને મેસમેજિંગ એપમાં જ ઈનબિલ્ટ કરવી. આ વર્ષે એપ્રિલથી કંપનીએ એલોમાં રોકાણ બંધ કરી દીધું…
પાટીદાર અનામત આંદોલ સમિતિના આગેવાન અલ્પેશ કથીરીયાના વધુ એક કેસમાં જામની થતાં તે હવે જેલમાંથી બહાર આવશે. કથીરીયાનું વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવશે. અલ્પેશ કથીરીયા સામે બે રાજદ્રોહ અને એક સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્રણેય કેસમાં કથીરીયાનાં જામીન થઈ ગયા હોવાનું પાસના અન્ય એક આગેવાન ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું. અલ્પેશ કથીરીયા વિરુદ્વમાં અમદાવાદ અને સુરતમાં રાજદ્રોહના કેસ નોંધવામાં આવ્યા હતા. અલ્પેશની સાથે હાર્દિક પટેલે પણ બન્ને કેસમાં આરોપી બનાવાયો છે. હાર્દિક પટેલ પણ હાલ જામીન છે. જ્યારે અલ્પેશની અમદાવાદના કેસમાં ધરપકડ કરવામાં આવી અને સાડા ત્રણ મહિના બાદ જામીન આપવામાં આવ્યા. અમદાવાદ કોર્ટ જામીન આપે તે પૂર્વે કથીરીયાની…
થોડા સમય પહેલા એક્ટ્રેસ રાખી સાવંતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાર્ડ શેર કરીને દીપક કલાલ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. કાર્ડ અનુ સાર રાખી સાવંત અને દીપક કલાલ 31 ડિસેમ્બરે લગ્ન કરવાના હતા. લગ્નની વિધિ માટે બન્નેએ લોસ એન્જેલસની પસંદગી કરી હતી. રાખી બાદ દીપક કલાલે પણ લગ્નનું કાર્ડ શેર કર્યું હતું. જોકે આ અહેવાલ આવતા જ લોકોને શંકાઓ ગઈ હતી. લોકોની શંકા હવે સાચી સાબિત થઈ રહી છે. હજુ આ જાહેરાત કર્યાને એક સપ્તાહનો સમય થયો છે ત્યારે આ સંબંધ ખત્મ થઈ ગયો છે. આ વાતની જાણકારી પણ રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ દ્વારા આપી છે. વીડિયોમાં રાખી દીપક અને…