ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો ચર્ચાસ્પદ બની છે ત્યારે સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્રકારે રાજીનામા અંગે પૂછેલા પ્રશ્નનો જવાબ આપ્યા વિના રવાના થઈ ગયા હતા. કટાણું મોં કરીને વિજય રૂપાણી જતા રહેતા નવેસરથી ગુજરાતમાં ચર્ચાએ જોર પક્ડયું છે કે હવે મુખ્યમંત્રીપદેથી રૂપાણીની વિદાય નક્કી છે. ભાજપ દ્વારા નેતૃત્વ પરિવર્તનને લઈ લાંબા સમયથી ગુજરાત સરકારનો રિપોર્ટ કાર્ડ મેળવવામાં આવી રહ્યો હતો અને ગુજરાત સરકારના રિપોર્ટ કાર્ડને બનાવવાની જવાબદારી સંઘના ચોક્કસ નેતાઓને સોંપવામાં આવી હતી. અનેક મોરચે નિષ્ફળ રહેલી ગુજરાત સરકારનો રિપોર્ટ કાર્ડ નેગેટીવ આવતા ભાજપ હાઈકમાન્ડે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન અંગે વિચારણા શરૂ કરી દીધી છે. ભાજપના વર્તુળોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી તરીકે પાંચ…
કવિ: Satya-Day
વલસાડના અતુલ નજીક ત્રિપલ અકસ્માત સર્જાતા બે શખ્સના ઘટના સ્થળે મોત થયા. બે ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. ત્યારે પોલીસે આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના સાંસદ પૂનમબેન માડમની દિકરી શીવાનીનું સિંગાપુરમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. શિવાની દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે દાઝી ગઈ હતી, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. તેની સિંગાપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ખુબ ગંભીર ઈજાને કારણે આજ રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોતાની દિકરીના અંતિમ સંસ્કાર માટે પુનમબેન આજે સિંગાપુરથી દિલ્હી પહોંચશે. શીવાનીના અંતિમ સંસ્કાર પણ દિલ્હીમાં કરવામાં આવશે.
હાર્દિક પટેલે છેવટે જાહેરાત કરી જ દીધી કે તે પોતે નહીં પણ અલ્પેશ કથીરીયા રહેશે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો. જાહેરાત થતાં જ વાતોનાં વડાંના પડીકા બંધાતા થઈ ગયા છે. હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરીયા વચ્ચે કશીક ગરબડ ચાલી રહી હોવાનો મામલો ચર્ચાની ચાકડે ચઢી ગયો છે. સવાલો અનેક છે પણ સાચો જવાબ કદાચ હાર્દિક અને અલ્પેશ જ આપી શકે છે. જાણકારો કહી રહ્યા છે કે PAASમાં ભાગલા પડવાનો આ સીધો પ્રારંભ છે. અલ્પેશ કથીરીયાને ગંભીર અને અસરકરાક માનવામાં આવે છે જ્યારે હાર્દિકને ગંભીર ગણવામાં આવતો નથી. મતલબ કે હાર્દિકને ગંભીરતાથી લેતા નથી જ્યારે અલ્પેશ કથીરીયાને ગંભીરતાથી લેવામાં આવે છે. અલ્પેશને…
ફિલ્મ પ્રોડ્યુસર પ્રેરણા અરોડા ફરી એક વખત મુશ્કેલીમાં મુકાઈ છે. મુંબઈ પોલીસે શનિવારે તેને ગિરફતાર કરી છે. તેના પર 16 કરોડ રૂપિયાના ફ્રોડનો આરોપ છે અને આ મામલે સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથ સાથે જોડાયેલો છે. પ્રેરણા ક્રિઅર્ઝ એન્ટરટેઈન્મેન્ટ પ્રોડ્ક્શન હાઉસની ઓનર છે. આ પ્રોડક્શન હાઉસ રૂસ્તમ, ટોઈલેટ, પેડમેન અને પરી જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી ચુક્યું છે. જ્યારે ક્રિઅર્ઝ એન્ટરટેઈન્મેન્ટએ ફિલ્મ કેદારનાથના રાઈટ્સ રોની સ્કૂવાલાને વેચી દીધા હતા, ત્યારે જૂન 2018એ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર વાસુ ભગનાનીએ પ્રેરણા અને ક્રિ અર્ઝ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભગનાનીનો આરોપ છે કે ગેરકાયદેસર રીતે રોની સ્કૂવાલાને રાઈટ્સ વેચવાના કારણે તેમને 16…
પાટીદાર અનામત આંદોલન(PAAS) અંગે મોટો ધડાકો હાર્દિક પટેલે કર્યો છે. હાર્દિક પટેલે આજે જાતે અલ્પેશ કથીરીયાને એક રીતે અનામત આંદોલનની કમાન સોંપવામાં આવી રહી હોવાનું કહેતા હવેથી પાટીદાર અનામત આંદોલનની કમાન સીધી રીતે અલ્પેશ કથીરીયાના હાથમાં આવી ગઈ છે. અલ્પેશ કથીરીયાની આજે જેલમૂક્તિને વધાવી લેવા માટે લાજપોર જેલથી રેલી આકારે પાટીદાર યુવાનો નીકળ્યા હતા અને ઉધના દરવાજા ખાતેથી સત્તાવાર રીતે રેલી કાઢવામાં આવી હતી. મોરબીમાં પણ મનોજ પનારાની આગેવાની હેઠળ અલ્પેશની જેલમૂક્તિને વધાવી લેવામાં આવી હતી. ઉધના દરવાજાથી યોગી ચોક સુધીની પાટીદાર અનામતની માંગ સાથેની સંકલ્પ યાત્રા કાઢવામાં આવી છે હાર્દિક પટેલ પણ હાજર છે અને હાર્દિકે કહ્યું કે હવેથી…
જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશાની પ્રી-વેડિંગ સેરેમની શનિવારથી શરૂ થઇ ગઇ છે. આ સેરેમનીમાં સામેલ થવા માટે દેશ-વિદેશમાંથી મહેમાન ઉદયપુર આવી રહ્યાં છે. શહેરના ડબોક એરપોર્ટ પર દર 16 મિનિટે એક પ્લેન લેન્ડ થઇ રહ્યું છે. જેમાં 50 ચાર્ટર્ડ અને 40 નિયમિત ફ્લાઇટ્સ પણ સામેલ છે. નોંધનીય છે કે 1500 મેહમાનો માટે 92 જેટલા ચાર્ટર્ડ પ્લેન હાયર કરવામાં આવ્યા છે. ઉદયપુર એરપોર્ટ પર પાર્ક કરવા માટે જગ્યા ઓછી પડતાં અમુક પ્લેનને અમદાવાદ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યા છે. ઉદયપુર એરપોર્ટમાં પ્લેન પાર્કિંગની ક્ષમતા ઓછી હોવાથી સેરેમનીમાં આવી રહેલા મહેમાનોના પ્લેનને પાર્કિંગ માટે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર…
મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કોર્પોરેશનના કલ્ચરમાં સંપૂર્ણપણે પરિવર્તન લાવીને નાગરિકોને તમામ પરવાનગી-મંજૂરીઓ-સેવાઓ ઓનલાઇન મળતી થાય તેના માટે ગુજરાતના આઠેય મહાનગરોના મેયર-સ્ટેન્ડિંગ કમિટિ અધ્યક્ષ-મ્યુનિસિપલ કમિશ્નરોને અનુરોધ કર્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત,જામનગર, જૂનાગઢ, ગાંધીનગરના મેયર-સ્ટેન્ડિંગ કમિટિ અધ્યક્ષ-મ્યુનિસિપલ કમિશ્નરોનીગાંધીનગર ખાતે શહેરી વિકાસ વિભાગના ઉપક્રમે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિજય રૃપાણીએ આઠેય મહાનગરોમાં બ્રોડ વિઝન, પ્લાનિંગ સાથે સ્વચ્છતા કામગીરી, ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ, રિસાયકલિંગ ઓફ વેસ્ટ વોટર તેમજ શહેરી વિકાસની ટી.પી. સ્કીમની માળખાકીય સુવિધાના કામોમાં વેગ લાવીને ગુજરાતના શહેરોને વિશ્વના શહેરો સાથે સ્પર્ધા કરે તેવા સજ્જ કરવા આહવાન કર્યું છે. આ ઉપરાંત શહેરીકરણના વ્યાપ-માનવ વસતીની પાણીની જરૃરિયાતને પહોંચી વળવા ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ, રિસાયકલિંગ ઓફ યુઝ્ડ વોટરના ટોચના ક્રમે પ્રાથમિક્તા આપવા તાકીદ…
રાજદ્રોહ કેસમાં આરોપી પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાના જેલમાંથી બહાર આવી ગયો છે. અલ્પેશના સ્વાગત માટે પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આશરે ત્રણ મહિનાના જેલવાસ બાદ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ થઇ છે. વિવિધ ત્રણ કેસોમાં અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અલ્પેશને આવકારવા માટે PAASએ સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે. જે શહેરના ઉધના દરવાજાથી શરૂ થશે. લાજપોર જેલ બહાર અલ્પેશની મુક્તિને લઈને સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દરમિયાન હાર્દિક પટેલે અલ્પેશ કથિરિયાને આંદોલનનો નેતા જાહેર કર્યો છે. અલ્પેશને મળી તેમના પરિવારજનો ભાવુક થયા હતા. અલ્પેશને આવકારવા માટે PAASએ સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું…
ભારતમાં ગૂગલ મેપ્સે પોતના યૂઝર્સ માટે લાઇવ લોકેશન અને ETA (એસ્ટિમેટેડ ટાઇમ ઓફ અરાઇવલ) ને પોતાના કોન્ટેક્ટ્સ સાથે શેર કરવાનો ઓપ્શન આપ્યો છે. અર્થાત્ હવે તમારા કોઇ પણ સંબંધી કે મિત્ર પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા ટ્રાવેલ કરી રહ્યા છે તો તમે તેને લાઇવ ટ્રેક કરી શકો છો અને જાણી શકો છો કે તે અત્યાકે ક્યાં છે અને તેની ટ્રેન કે બસ કેટલા વાગ્યા સુધીમાં ડેસ્ટિનેશન સ્ટેશન પર પહોંચશે. જો કે, આ ફીચર માત્ર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે જ છે, પરંતુ આવનારા દિવસોમાં આ ફીચર આઇફોન યૂઝર્સ માટે પણ લોન્ચ કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. ગૂગલ ઇન્ડિયાએ ટ્વીટ કરીને નવા ફીચર્સની…