વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી પર અભદ્ર ટીપ્પણીને લઈ વડાપ્રધાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સુરત શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ સિંધવની આગેવાનીમાં સુરતમાં વડાપ્રધાન મોદીના પૂતળનું દહન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદી દ્વારા સોનિયા ગાંધી અંંગે કરાયેલ ટીપ્પણીનો વીડિયો વાયરલ થયા બાદ હરકતમાં આવેલી યુવક કોંગ્રેસે તાનમાં ને તાનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુવક કોંગ્રેસના કાર્યકરોએ મોદી વિરોધી સૂત્રો પોકાર્યા હતા. હાય રે મોદી હાય, સોનિયા ગાંધી ઝીંદાબાદ, રાહુલ ગાંધી ઝીંદાબાદ અને નરેન્દ્ર મોદી મૂર્દાબાદના નારા લગાવ્યા હતા. વડાપ્રધાન મોદીના પૂતળાને લાતો…
કવિ: Satya-Day
સુરતમાં કડીયા કામ કરતા કારીગરો અને મજૂરો રસ્તા પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં કડીયા અને મજૂરોએ રેલી આકારે નીકળી સુરતના કલેક્ટર ધવલ પટેલને આવેદનપત્ર આપ્યું હતું. વિશ્વ માનવ અધિકારી દિવસ નિમત્તે મજૂર અધિકાર મંચના નેજા હેઠળ નીકળેલી રેલીમાં મોટી સંખ્યમાં મજૂર મહિલાઓ પણ જોડાઈ હતી. મજૂર અધિકાર મંચે આવેદનપત્રમાં સાત મુદ્દા સાથેની માંગ કરી છે. મજૂર અધિકાર મંચે આવેદનપત્રમાં જણાવ્યું કે ગાંધીનગર, અમદાવાદ,સુરત, રાજકોટ અને વડોદરા જેવાં શહેરો ઝડપથી વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. ઘણા બાંધકામો અને કાર્યોમાં મજૂરોની જરૂરિયાત હોય છે.જુદા-જુદા ક્ષેત્રમાં રોકાયેલા ઠેકેદારો મારફત ગુજરાતના છેવાડાના ગામડાઓ તેમજ જુદા-જુદા રાજ્યોમાંથી વતનમાંથી સ્થળાંતર કરીને કામ કરવા કડીયા અને કારીગરો…
કનકપુર-કનસાડ નગર પાલિકાએ રાજમાર્ગ, COP અને પાર્કિંગની જગ્યા પર ગેરકાયદેસર બાંધકામને વગર BUC એ આકારણી પણ કરી આપી હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની 25 વર્ષ જુની યોજનાની પ્રાથમિક સુવિધવાળા પ્લોટ પર 300 કરોડના ખર્ચે બંધાયેલા મુખ્યમંત્રી આવાસ યોજના પણ ગેરકાયદે હોવાનું બહાર આવ્યુ છે. તો બીજી બાજુ બિલ્ડરોએ પણ રાજમાર્ગ અને સ્લમ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલા કોમન પ્લોટની જગ્યા પર દબાણ કરી બિલ્ડીંગ બાંધી દીધા હોવાનું RTI માં બહાર આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે ગેરકાયદે બાંધકામને સુડાએ પણ BUC આપી દીધું હોવાનું અને નગર પાલિકાએ આકારણી કરી આપી હોવાનું બહાર આવતા અનેક પ્રશ્નો ઉભા થાય…
ભારતે એડિલેડ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને ૩૧ રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો છે. પહેલી વખત ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સીરીઝની પહેલી ટેસ્ટ મેચમાં વિજય મેળવ્યો છે. ઑસ્ટ્રેલિયા સામે બીજા દાવમાં વિજય મેળવવા માટે 323 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. પરંતુ પાંચમાં દિવસે ટીમ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતે ચાર મેચની સીરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. ભારતે જાન્યુઆરી ૨૦૦૮ બાદ પહેલી વખત ઓસ્ટ્રેલિયામાં કોઈ ટેસ્ટ મેચ જીતી છે. ૨૦૦૮માં ભારતે પર્થમાં ઓસ્ટ્રેલિયાને ૭૨ રનથી હરાવ્યું હતું. ચેતેશ્વર પુજરાએ પહેલા દાવમાં ૧૨૩ રન અને બીજા દાવમાં ૭૧ રનોની ધુંઆધાર બેટિંગ કરીને મેન ઓફ ધી મેચનો ખિતાબ મેળવ્યો છે. પુજારાએ ભારત માટે…
અમદાવાદમાં સીટીએમ પાસે હરિદર્શન ફ્લેટમાં રહેતા ૧૧ વર્ષના બાળકનું હાઈવોલ્ટેજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. બાળકને કરંટ લાગતા વધુ સારવાર માટે એલ.જી. હોસ્પિટલ લઈ જવાયો હતો. સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું. એલ.જી. હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. પરિવારે બાળકનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. મળતી માહિતી મુજબ સોમવારે સવારે સીટીએમ વિસ્તારમાં આવેલા હરિદર્શન ફ્લેટમાં રહેતા ૧૧ વર્ષીય બાળકનું હાઈવોલ્ટેજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. કરંટ લાગતા બાળકને તાત્કાલીક એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં તબીબોએ તપાસ કરી બાળકને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે હાઈવોલ્ટેજ વિજળી વાયરો ખુલ્લા રહેતા હોવાની વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતા…
પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ની કમાન અલ્પેશ કથીરીયાને સુપરત કરવાના હાર્દિકના નિર્ણયને લઈ અનેક સવાલો ઉભા થયા હતા. અલ્પેશ કથીરીયા ગંભીર છે અને હાર્દિક ગંભીર નથી તેવા પ્રકારની ચર્ચા અંગેનો રિપોર્ટ ‘સત્ય ડે’ દ્વારા પ્રસિદ્વ કરવામાં આવ્યો હતો. ગઈકાલથી મીડિયાનો અલ્પેશ કથીરીયા તરફ એટલો બધો પ્રેમ ઉભરાયો કે જેલમાંથી મૂક્ત થયા બાદ માત્ર અને માત્ર અલ્પેશ કથીરીયા કેવા કપડાં પહેરે છે, શું ખાય છે, કેવી રીતે રહે છે વગેરે-વગેરે ઝીણી-ઝીણી વાતો ટેલિકાસ્ટ કરી. કેટલાકે બ્રેકીંગમાં ચલાવી. વાત એ ન હતી કે અલ્પેશ કથીરીયાને વધુ ફૂટેજ આપવામાં આવ્યા પણ વાત એ છે કે જાણે હાર્દિકનો સફાયો થઈ ગયો હોય અને હવે…
વડા પ્રધાનના કાર્યાલયના પબ્લિક રિલેશન્સ ઑફિસર અને ગુજરાતના ભૂતપૂર્વ વરિષ્ઠ પત્રકાર જગદીશ ઠક્કરનું સોમવારે સવારે નિધન થયું હતું. 72 વર્ષીય જગદીશ ઠક્કર, 72 પાછલા કેટલાક સમયથી માંદગીવશ હતા. તેમને દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર આપવામાં આવી રહી હતી. વડાપ્રધાન મોદી સાથે તેમણે 17 વર્ષ કામ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ટવિટ કરી કહ્યું કે પીએમઓના પીઆરઓ જગદીશ ઠક્કરના નિધનથી અત્યંત દુખી છું. જગદીશભાઈ એક અનુભવી પત્રકાર હતા અને મેં તેમની સાથે વર્ષો સુધી કામ કર્યું. ગુજરાત અને દિલ્હી સુધી તેમની સાથે કામ કરવાનો અનુભવ આનંદદાયક હતો. તેઓ પોતાની સાદગી અને જોશભર્યા સ્વભાવ માટે જાણીતા હતા. વડાપ્રધાને વધુમાં કહ્યું કે…
લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ રામ મંદિરનો મુદ્દો ફરી ચર્ચામા આવ્યો છે. આ સ્થિતિ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘે વર્તમાન કેન્દ્રની મોદી સરકાર સામે જ બાયો ચડાવવાના સંકેતો આપ્યા છે. સંઘના નેતા સુરેશ ભૈયાજી જોશીએ ચેતવણી આપી છે કે જો જે પણ લોકો સત્તામાં હાલ બેઠા છે તેમણે લોક લાગણી પર ધ્યાન આપવું જોઇએ અને રામ મંદિર બનાવવાનુ જે વચન આપ્યું હતું તેને પુરુ કરવું જોઇએ. જો જરુર પડે તો સરકાર કાયદો પણ લાવી શકે છે. ભાજપનું નામ લીધા વગર જ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે હાલ જે લોકો સત્તામાં છે તેમણે રામ મંદિર બનાવવાના…
વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલામાં આજે લંડનના વેસ્ટમિસ્ટર કોર્ટ મોટો નિર્ણય લઇ શકે છે. કોર્ટનો નિર્ણય કોઇ પણ પક્ષમાં આવે કારણ કે વિજય માલ્યા ભારત આવી શકશે નહી કારણ કે નિર્ણય વિરુદ્ધ જવા પર માલ્યા મોટી કોર્ટમાં જઇ શકે છે. સીબીઆઇ અને ઇડીની ટીમ લંડન પહોંચી ચૂકી છે અને વકીલોના સંપર્કમાં છે. ભારતીય તપાસ એજન્સીઓ માલ્યાનું પ્રત્યાર્પણ કરીને ભારત લાવવા માંગે છે. સૂત્રોના મતે ઇડીના બે અધિકારીઓ પણ સીબીઆઇના અધિકારીઓ સાથે છે. સીબીઆઇ સૂત્રોના મતે જો નિર્ણય ભારતના વિરોધમાં ગયો તો ઉપરની કોર્ટમાં જવાની તૈયારી કરી દેવામાં આવી છે. નિર્ણય ભારતના પક્ષમાં આવે છે તો ભારત 2019ની ચૂંટણીમાં આ મુદ્દાનો ફાયદો…
કેટલાક સમયથી સુરતીઓએ મોબાઇલ પર વાત કરતા, વોટ્સ એપ પર મેસેજ કરતા કે પછી કાનમાં હેડફોન લગાવીને ગીત સાંભળતા ધૂમ સ્ટાઇલે બાઇક અને કાર ચલાવાની નવી આદત બનાવી છે. જેને કારણે ઘણી વખત નાના-મોટા અકસ્માત થતાં કેટલાક સુરતીઓ ઘવાયા છે તો કેટલાંકના મોત પણ થયા છે. જેના પર નિયંત્રણ મેળવવા પોલીસે છેલ્લા 365 દિવસમાં ગાડી ચલવતા મોબાઇલ પર વાત કરતા 506 સુરતીઓના લાઇસન્સ રદ કરી નાખ્યા છે. હેડફોન લગાડી ધૂમ સ્ટાઇલે ગાડી ચલાવતા બાઇકર્સને સુધારવા માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓએ ઘણાં પ્રયત્નો કર્યાં છે.જેમાં એક વર્ષ દરમિયાન કાર્યવાહી કરી આવા 327ના લાઇસન્સ રદ કરવામાં આવ્યાં છે.