પાંચ રાજ્યોના વિધાનસભાના પરિણામો આવી જતાં ભાજપની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સુરત કોંગ્રેસ દ્વારા જીતના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે ભાજપનો કરુણ રકાસ થતાં ભાજપ કાર્યાલય પર કાગડા ઉડતા દેખાયા હતા. ભાજપ કાર્યાલયમાં સૂનકાર વ્યાપી ગયો હતો. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ સત્ય ડે સાથે વાત કરતા કહ્યું કે ભાજપના ગંદા પ્રચારનો લોકોએ જવાબ આપ્યો છે. રાફેલ જેવા પ્રકરણોમાં નરેન્દ્ર મોદીએ 30 હજાર કરોડ રૂપિયા અંબાણીના ગજવામાં નાંખી દીધા તેના કારણે ભાજપનો પરાજય અને કોંગ્રેસનો વિજય થયો છે. સુરતના લીંબાયતમાં વિસ્તારમાં પણ કોંગ્રેસની જીતની ઉજવણી કરવામાં આવી હતી. ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી. કોર્પોરેટર રવિન્દ્ર પાટીલ…
કવિ: Satya-Day
આજ રોજ યોજાનારી ચૂંટણીના પાંચ રાજ્યોના પરિણામોમાં એક પણ રાજ્યમાં ભાજપની સત્તાના આસાર નથી લાગતા, તેમજ પાંચેય રાજ્યોની મતગણતરીમાં ભાજપની પીછ હઠથી અમદાવાદ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં કાગડા ઉડી રહ્યાં છે. કાર્યાલયની ચારે તરફ એક પણ કાર્યકર દેખાતો નહોતો. તો બીજી અમદાવાદમાં રાજીવગાંધી ભવન ખાતે કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ જીતને ઉજવણી કરી રહ્યાં છે. તેમજ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નારા લગાવ્યા હતા
તેલંગાણામાં કોંગ્રેસની ટીઆરએસ સામે કારમી હાર થાય તેવો ટ્રેન્ડ વિધાનસભાની મતગણતરીમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસને ઈવીએમ પર શંકા ગઈ છે. અન્ય રાજ્યોમાં જ્યાં કોંગ્રેસ આગળ છે ત્યાં ઈવીએમમાં કોઈ ખામી કોંગ્રેસને દેખાઈ નથી પણ તેલંગાણામાં કોંગ્રેસના નેતા ઉત્તમ કુમાર રેડ્ડીએ નિવેદન આપ્યુ છે કે અમને ઈવીએમ પર શંકા છે. તેમણે કહ્યુ છે કે વીવીપેટ પેપર ટ્રેલ્સની 100 ટકા મતગણતરી ફરી કરવામાં આવે.દરેક વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારો રિટર્નિગં ઓફિસર સમક્ષ આ માટે માંગ કરે. રાજશેખર રેડ્ડીની પ્રાદેશિક પાર્ટી ટીઆરએસને સંપૂર્ણ બહમતિ જ નહીં પરંતુ બમ્બર સીટો મળી છે. કોંગ્રેસની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. 119 સીટમાંથી ટીઆરએસને…
પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણમોમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. 2019ની ચૂંટણી પહેલાં ભાજપને જબ્બર આઘાત લાગ્યો છે. છત્તીસગઢમાં 15 વર્ષ પછી રમણસિંગની સરકારે સત્તા ગુમાવી છે. જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ બહુમતિની નજીર પહોંચી ગઈ છે. કોગ્રેસેં જોરદાર કમબેક કર્યું છે. રાહુલ ગાંધીનાં રાષ્ટ્રીય પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસનો આ મોટો વિજય બન્યો છે. હાલ ચાલી રહેલા ટ્રેન્ડ પ્રમાણો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ બહુમતિના આરે છે. છત્તીસગઢની કુલ 90 સીટમાંથી કોંગ્રેસની 59, ભાજપને 24 અે અન્યને સાત મળતી દેખાઈ રહી છે. રાજસ્થાનમાં 199 સીટની ચૂંટણીમાંથી કોંગ્રેસને 114, જ્યારે ભાજપને 81 બેઠક મળતી દેખાઈ રહી છે અને અન્યને ચાર…
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. આજે 230 બેઠકો માટે મતગણતરી શરૂ થઇ છે. મધ્ય પ્રદેશમાં કોની સરકાર બનશે એ આજે મંગળાવરની મતગણતરીમાં નક્કી થઇ જશે. જોકે, મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશના ભિંડમાં મતગણતરીથી પહેલા એક દિવસ પહેલા મતપત્ર લઇ જતા પોસ્ટમેન સાથે લૂંટ થયાની ઘટના બની છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પોસ્ટમેન સાથે મારપીટ કર્યા પછી તેની પાસે રહેલા અઢીસો જેટલા મતપત્રની લૂંટ ચલાવી હતી. આ અંગે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી બેલેટ પેપર ભરેલી બેગ પણ જપ્ત કરી હતી. અપડેટ્સ શરુઆતી વલણમાં સપા-બસપા ગઠબંધન…
લોકરક્ષકદળની પરીક્ષા બાદ વનરક્ષક સંવર્ગ -3 ની પરીક્ષા રદ થતા યુવાનોમાં ખળભળાટ મચી ગયો છે. આગામી 23 ડિસેમ્બરે રાખવામાં આવેલી આ પરીક્ષાને રદ કરવામાં આવી છે. હજી સુધી આ પરીક્ષા રદ કરવાનું કોઈ ચોક્ક્સ કારણ બહાર આવ્યું નથી, પણ થોડા સયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. વનરક્ષકની 334 સીટ માટે હજારો વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, પરીક્ષા રદ થતા આ તમામ વિદ્યાર્થીઓ અટવાયા છે. સરકાર સામે ફી એક પ્રશ્ન છે કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે ક્યાં સુધી ચેડા થતા રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે અચાનક રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે. લોકો તેમના રાજીનામા અંગે ઘણી અટકળો લગાવી રહ્યા છે. ગવર્નરના અચાનક રાજીનામાને કારણે તાત્કાલિક ધોરણે નવા ગવર્નર તરીકે હસમુખ અઢીયાની વરણી કરવામાં આવે છે. ઉર્જીત પટેલના રાજીનામાં સાથે RBI ના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ પણ રાજીનામું આપી દીધું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર સાથે ચાલતા વિવાદોને કારણે તેમણે રાજીનામું આપ્યું છે, પણ પ્રેસ કોન્ફરન્સમાં ઉર્જીત પટેલે રાજીનામાનું કારણ પોતાનું કોઈ ખાનગી કારણ બતાવ્યું છે. રાજીનામું આપ્યાના બે કલાકમાં જ તાત્કાલિક ધોરણે નવા ગવર્નર તરીકે હસમુખ અઢીયાને નિમવામાં આવ્યા છે
લંડનની કોર્ટે ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. તેને ભારત પરત લાવવામાં આવશે. આ પહેલાં માલ્યાએ કહ્યું હતું કે તે બેંકોના પૈસા પરત આપવા માટે તૈયાર છે. કોર્ટમાં જતા પહેલાં માલ્યાએ કહ્યું કે તેને સેટલમેન્ટ માટેની રજૂઆત કરી હતી. મિશેલના સવાલ પર માલ્યાએ કહ્યું હતું કે તેના પ્રત્યાર્પણનું આ કેસ સાથે કોઈ લેવા દેવા નથી. પોતાના બચાવમાં માલ્યાએ વધુમાં કહ્યું કે પહેલાં તે સ્પષ્ટ કરી દઉં કે મેં પૈસા ચોર્યાં નથી. મેં કિંગફિશર એરલાયન્સને બચાવવા માટે 4 હજાર કરોડ રૂપિયા તેમાં લગાવ્યા હતા. માલ્યા પર ભારતીય બેંકોના 9,000 કરોડ રૂપિયાનું દેવું છે. તેઓ માર્ચ 2016માં લંડન ભાગી ગયો…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જીત પટેલે આજ રોજ ગર્વનર પદેથી રાજીનામુ આપ્યું છે. રઘુનામ રાજન બાદ ગુજરાતી ગવર્નર ઉર્જીત પટેલને ગવર્નરના પદે નિમવામાં આવ્યા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમણે પોતાના અંગત કારણોને કારણે રાજીનામું આપ્યું છે. ઉર્જીત પટેલના રાજીનામાને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી નોટબંધીથી લઈને કેન્દ્ર સરકારની નીતીઓને લઈને તેમના સરકાર સામે વિવાદો ચાલી રહ્યા હતા. ઉર્જીત પટેલ પહેલા ગવર્નર રઘુનાથ રાજને પણ આજ રીતે અચાનક રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ આ બીજી આવી ઘટનાને કારણે ખળભળાટ મચી ગયો છે. ઉર્જીત પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગર્વનરનું પદ તેમના માટે સન્માનની વાત…
વલભીપુર થી ઘાંઘળી રોડ પર ચમારડી ગામ નજીક એક ટુરિસ્ટ ટ્રાવેલ્સ પલ્ટી મારી ગઇ છે. જેમાં અંદાજિત 50 લોકો ઘાયલ થયાં છે જ્યારે 3 થી 4 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. ઘાયલોને હાલ 108ની ટીમ મારફતે વલભીપુર CHCમાં લઇ જવામાં આવશે. મળતી વિગતો અનુંસાર વલભીપુર થી ઘાંઘળી રોડ પર ચમારડી ગામ નજીક બપોરના 2 થી 2.30 વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો છે. જેમાં 50 લોકો ઘાયલ થયા છે અને 3 થી 4 લોકોના મોત થયા હોવાની વિગત સામે આવી છે. હાલ તો ઘાયલોને સારવાર માટે વલભીપુર લઇ જવામાં આવ્યા છે. ભાવનગર, બરવાળા અને શિહોરની 108ની ગાડીઓ મારફતે…