ગુજરાતમાં દરિયાકાંઠે આવેલા ઉદ્યોગો દ્વારા દરિયામાં છોડવામાં આવતા ગંદાપાણી વિશેની નીતિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જાહેર કર્યું છે. ગુજરાતમાં આવેલા વિવિધ ઉદ્યોગો અને પ્રદૂષણને લગતા પ્રશ્નો વિશે આજે મહત્વની જાહેરાતો કરી હતી. GPCB દ્વારા એન્વાયરમેન્ટલ ક્લીયરન્સ (EC) મેળવનાર ઔદ્યોગિક એકમોને સીટીઈની પ્રક્રીયામાંથી મુક્તિ આપવામાં આવી છે. EC મેળવવાની જરૂર હોય તેવા ઉદ્યોગોને EC અને GPCBની એન.ઓ.સી એમ બે અલગ અલગ મંજુરીઓ મેળવવાની હોય છે. આ બંને મંજુરીઓ મેળવવા ઉદ્યોગોને ઘણો સમય લાગતો હતો. રાજ્ય સરકારની “EC મેળવનાર ઔદ્યોગિક એકમોને સીટીઈની પ્રક્રીયામાંથી મુક્તિ” ની યોજનાથી વધુમાં વધુ ૧૦૫ દિવસમાં મંજૂરી મળશે. રાજ્યમાં દર વર્ષે આશરે…
કવિ: Satya-Day
ચૂંટણીમાં જાત-જાતનું નવું બને છે. અણધાર્યા પરિણામો આવે છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપની હારમાં અનેક મહારથીઓ પરાસ્ત થયા છે ત્યારે ભાજપના સાંસદને પણ વિધાનસભાની ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે, જે દર્શાવે છે કે પ્રજા બધું સમજી-વિચારીને વોટ આપે છે. મુરૈનાથી ભાજપના સાંસદ અનુપ મિશ્રાને પણ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં હાર ખમવી પડી છે. કોંગ્રેસ ઉમેદવાર લાખનસિંહ યાદવે મધ્યપ્રદેશની ભીતરવાર સીટ પર અનુપ મિશ્રાને 12,130 વોટથી પરાજિત કર્યા છે. લાખનસિંહે જીતની હેટ્રીક નોંધાવી છે. પરંતુ આ વખતે લાખનસિંહની જીત કોંગ્રેસ માટે બહુ મહત્વની બની રહી છે. કારણ કે આ વખતે કોંગ્રેસ ઉમેદવારના પ્રતિસ્પર્ધી તરીકે ભાજપના નેતા અને વર્તામન સાંસદ અનુપ મિશ્રા…
પાંચ રાજ્યોની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં મળેલી કારમી હાર બાદ યુપીના પાટનગર લખનૌમાં ઉત્તરપ્રદેશ નવનિર્માણ સેનાએ મોદી હટાઓ, યોગી લાઓનાં પોસ્ટર લગાવ્યા છે. લખનૌમાં લાગેલા પોસ્ટરમાં પીએમ મોદીને હટાવાની વાત લખવામાં આવી છે. સાથે જ યુપીનાં મુખ્યમંત્રી યોદીને દેશના નવા વડાપ્રધાન બનાવવાની માંગ પણ કરવામાં આવી છે. હોર્ડીંગ્ઝમાં પીએમ મોદીને જૂમલાબાજ નેતા ગણાવાયા છે. હોર્ડીગ્ઝમાં મોદીનાં ફોટો નીચે રામ મંદિરના નામે હિન્દુઓ સાથે દગો, એસસી-એસટી એક્ટ થકી સવર્ણો પર ચાબુક, કલમ-370 અને વસ્તી વધારા પર મૌન, કાશ્મીરમાં પથ્થરબાજો પર કેસ પાછા ખેંચવા, નોટબંધીમાં 150 લોકોના મોત, ગૌરક્ષકોને ગુંડા કહેવા, જીએસટીમાં વેપારીઓને તબાહ કરવા અને સત્તામાં આવતાં જ મુસ્લિમ તૃષ્ટિકરણ જેવા…
ગુજરાતમાં પાછલા કેટલાક વખતથી કોંગ્રેસમાં તોડફોડનું રાજકારણ ભાજપ દ્વારા રમવામાં આવી રહ્યું છે. 2014માં લોકસભા અને 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં તોડફોડનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. હવે આ અભિયાનને આગળ વધારવા માટે એક વખતના કોંગ્રેસના સાંસદ જીવાભાઈ પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર લખતાં વાઘાણી માટે દારુણ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ રહી લેટરની કોપી… મહેસાણાના પૂર્વ સાંસદ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે નજીવા માર્જિન હારી ગયેલા જીવાભાઈ પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર લખી જણાવ્યું છે કે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોનું લિસ્ટ અમારી પાસે તૈયાર છે, અને કાર્યક્રમની રૂપરેખા પણ તૈયાર છે તો…
મધ્યપ્રદેશમાં 230 સીટ માટે થયેલી મતગણતરીમાં વિલંબને લઈ ભારે હોબાળો મચી ગયો હતો. મંગળવારે સવારે આઠ વાગ્યે શરૂ થયેલી મતગણતરી છેક બુધવારે સવારે 10 વાગ્યા સુધી ચાલુ રહી હતી. મતગણતરીમાં થયેલા વિલંબ અંગે ચૂંટણી પંચે છેલ્લી ઘડીએ નિયમોમાં કરેલા ફેરફારને કારણભૂત માનવામાં આવે છે. ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફીસરોને રવિવારે આદેશ આપ્યો હતો કે દરેક રાઉન્ડ બાગ રિટર્નિંગ ઓફીસર જ્યાં સુધી રાઉન્ડ કમ્પલીટ થવાનું સર્ટીફિકેટ ઈશ્યુ ન કરે ત્યાં સુધી બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવે નહીં. રિટર્નિંગ ઓફીસરોએ આનું પાલન કર્યું હતું. મધ્યપ્રદેશમાં વિધાનસભાની સૌથી વધુ એટલે કે 230 સીટ હતી. રાજસ્થાનમાં 199 સીટ પર મતગણતરી કરવામાં આવી હતી. ચૂંટણી પંચે…
સુરતના વરાછા લંબે હનુમાન રોડ ખાતે લક્ષ્મીનગર સોસાયટીમાં પોતાના મકાનની અગાસીમાં ઊભા રહી લગ્નનો વરઘોડો જોતી રત્નકલાકાર દેવરાજભાઈ બડગુજરના પત્નીને માથાના ભાગે ઈજા થતા તેઓ ઢળી પડ્યા હતા. લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડતા તેનાથી થયેલી ઈજાને લીધે મહિલા મોતને ભેટી હોવાનું શરૂઆતમાં લાગ્યું હતું પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમજ પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે વરઘોડામાં ફટાકડા ફોડવા સાથે કોઈ કે હથિયારથી કરેલા ફાયરિંગમાં નીકળેલી ગોળી તેમના ડાબા ગાલમાં વાગતા થયેલી ઈજાને લીધે મોત નીપજયું હતું. આ અંગે વરાછા પોલીસે રત્નકલાકારની ફરિયાદના આધારે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગુજરાત સરકારમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા વચ્ચે દિવસે-દિવસે અંસતોષ વધતો જઈ રહ્યો છે. ધારાસભ્યો ઉપરાંત સંગઠનમાં પણ અસંતોષની જ્વાળા લપકારા મારી રહી છે. પાંચ રાજ્યોની વિધાનસભાના પરિણામો આવ્યા બાદ ગુજરાતમાં નવાજૂનીનાં ભણકારા વાગી રહ્યા છે. પાછલા અઠવાડીયાથી ચાલી રહેલી નેતૃત્વ પરિવર્તનની હવા વચ્ચે ભાજપ હાઈકમાન્ડ માટે ગુજરાતને ફરી પાછો પાટે ચઢાવવાની કસરત કરવી પડે અને આના માટે એક માત્ર વિકલ્પ નેતૃત્વ પરિવર્તનનો રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પાંચ રાજ્યોના પરિણામો ભાજપ માટે આઘાતજનક છે. ગુજરાત ભાજપ હોતી હૈ, ચલતી હૈના રગશીયા ગાડાને હાંકી રહ્યો હતો તેને સફાળી રીત ેનિંદ્રામાંથી જગાડવાનો સમય આવી ગયો છે. વિજય રૂપાણી, નીતિન પટેલ અને જીતુ વાઘાણીની…
લિફ્ટમાં ફસાઈ જવાને કારણે નાના બાળકોના મોતની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે. જેમાં આજ રોજ સુરતમાં નવ વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઇ જતાં શ્વાસ રૂંધાતા મોત થયું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણાની વ્રજભૂમિ ટાઉનશિપમાં ધોરણ.4માં અભ્યાસ કરતા બાળકનું રમતારમતા લિફ્ટમાં ફસાઇ જતાં કરુણ મોત નીપજ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે સરથાણામાં વ્રજચોકમાં વ્રજભૂમિ ટાઉનશિપમાં રહેતા નવ વર્ષના કૌશલ વિમલભાઇ રાજ્યગુરૂ વરાછાની પી.પી.સવાણી શાળામાં ધો.4માં અભ્યાસ કરતો હતો. જે સોમવારે સવા નવ વાગ્યાના અરસામાં કૌશલ સોસાયટીની લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે દબાઇ ગયેલી હાલતમાં બેભાન મળ્યો હતો. સ્થાનિક છોકારાઓએ જાણ કરતા પરિવારજનો દોડતા થયા હતા. ડોક્ટરના જણાવ્યા…
ત્રણ રાજ્યોમાં ભાજપના પરાજયને પગલે હવે ભાજપના નેતાઓ પણ સોશિયલ મીડિયા પર પોતાની વેદના રજૂ કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. તેમાં પણ ગુજરાત ભાજપના નેતા રેશ્મા પટેલે તો પોતાની જ પાર્ટી પર આડકતરી રીતે નિશાન સાધતા ફેસબુક પર લખ્યું કે, આ આત્મવિશ્વાસની નહીં પણ અભિમાનની હાર છે, જનતાનો એક એક આંસુ સરકાર માટે જોખમી છે તે ભૂલશો નહીં. જ્યારે મતગણતરી શરૂ થઇ હતી ત્યારે રેશ્મા પટેલે હબીબ જાલીબનો એક શેર દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી લખ્યું હતું કે, ચૂંટણી પરિણામોની અપડેટ્સના ન્યૂઝ જોઈને મને એક પ્રસિદ્ધ શાયરની બે પંક્તિ યાદ આવી રહી છે- તુમસે પહલે વો જો ઈક…
લોક રક્ષક દળની વિવિધ જગ્યાઓ માટેનું પરીક્ષાનું પ્રશ્નપત્ર ગત 2જી ડિસેમ્બરે લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. જે બાદ હવે તે 6ઠ્ઠી જાન્યુઆરીએ ફરી લેવામાં આવશે. જેમાં પરીક્ષા કેન્દ્રો અગાઉ જે નક્કી કરાયા હતા તે જ રહેશે. ઉમેદવારોને જીલ્લા ફાળવણી અને કેન્દ્રોની ફાળવણી અંગે લોક રક્ષક ભરતી બોર્ડે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી. પેપર લીક થયા પછી 9 લાખ ઉમેદવારોનાં ભાવિ જોખમમાં મુકાયા હતાં જેને કારણે ભારે હોબાળો મચ્યો હતો. પરીક્ષામાં ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને અલગ અલગ જીલ્લામાં કેન્દ્રો ફાળવાયા હતા. જેથી અમદાવાદ જીલ્લાના ઉમેદવારોને ખેડા,બરોડા સહિતના દૂર દૂરના કેન્દ્રોમાં જવુ પડયુ હતુ તો અન્ય જીલ્લાના ઉમેદવારોને અમદાવાદ આપવુ…